બ્રિજેશ ગજ્જર
કવિતા ગજ્જર
આ અમારા બેઉ નો પ્રથમ પ્રયત્ન છે. વાર્તા લખવાનો નો નહિ પણ તમો વાચક ના હદયમાં ક્યાંક સ્થાન મેળવવા નો, આશા સાથે તમારી સમક્ષ મા સરસ્વતી ના આશીર્વાદ તમો વાચકો સર્પિત કરીએ છીએ.
એક છોકરો ધુળેટી ના દિવસે કોઇ છોકરી ને રંગ નાખે અને તે બેવું વચે.............. વગેરે. વગેરે જો તમે. એમ ધારી છો તો તમને બિલકુલ ખોટા છો. કંઇક આજે અલગ સફર પર લઇ જવા છે મારે તમને.......
So let's start
*****
પુરા ત્રણ વર્ષે ગઈ ગયા મને અમદાવાદથી મોરબી ગઈ ન હતી. હોળી ધુળેટી આમતો રંગો નો તેહવાર છે, પણ ખબર નહિ કેમ, પણ ધુળેટી માં હું મારી જાત ને ઑફિશ ના કામ જ વ્યસ્ત રાખવા પ્રયત્નો કરતી, આ ગુલાલ, અબીલ, રંગો મારા માટે સાવ બસ, ઓફીશ સ્ટાફ તો રજાવો ગાળવા ક્યાં જાશું તે આયોજન માં વ્યસ્ત હતા. અને હું મમ્મી પપ્પા નો કોલ આવશે તો દર વર્ષ ની જેમ એક નવું બહાનું બનાવવા આયોજન મા હતી.........
શાંજે ફ્લેટ માં જતાં ૫ તો થઇ જ ગયા હતા, દરવાજો ખોલત જ મોબાઈલ ની રિંગ સાથે સ્ક્રીન પર મમ્મી નું નામ આવ્યુ.
" જો મમ્મી મારે અહીં ઘણું કામ છે, અને તું જાણે છે કે આતો MNC કંપની છે," મમ્મી કઈ બોલે જ તે પેહલા મેં મારો જવાબ આપતા કહ્યું.
"અપેક્ષા , બાર મહિના ત્યવહર છે આવતી કાલે "
"ઓક જોઇશ "મેં ટૂંક માં ઉત્તર વેહ્તો મુકીયો,
"ભલે તારી નોકરી તને મુબારક" કેહતા મમ્મી સામે થી મોબાઈલ કટ કરતા કહીંયુ.
એકાદ કલાક બાદ મેં મને શું બેગ પેક કરી સીધી જ ગીતામંદિર આવી ગઈ. સમય બગાડવો નહતો, જે મળે તે પેહલા ના ધોરણે મને સામે જ અમદાબાદ - મોરબી બસ ઉભી જ હતી. મને એક વિન્ડો સીટ પણ મળી ગઈ, અર્ધા કલાક બાદ ડ્રાઈવરે બસ સ્ટાર્ટ કરી.
સિટી ની બહાર બસ હાઇવે પર સડસડાટ દોડવા માંડી અને હું મારી યાદો ની બસ માં વાગતા ગીત સાથ " હોલી કે દિન , દિન ખીલ જાતે હે.....
*****
" મમ્મી આ વિવેક ને કહી દે, પ્લિઝ ગુલાલ, કલર નહી હો" હું મારી મમ્મી ની પાછળ જતા કહિયું.
" શારદા બેન" વિવેક કે મારા મમ્મી ને ગાલ પર લગીર રંગ લગાડ્યો. " શારદા બેન હવે તમને એક બાજુ ખસવા ની તસ્દી લેશો, હવે બીજા કોઈ નો વારો છે."
" હા ભાઈ સાબ "
મારી મમ્મી એક બાજુ ખસતા જ હું બહાર ના ઓરડા તરફ દોટ મૂકી અને ત્યાંથી વિવેક ના મમ્મી પાસે.
આમ તો વિવેક અને અમારો પરિવાર એક જ ગણો. અમે બેઉ બાળમંદિર થી માસ્ટર ના લાસ્ટ યર સુધી સાથે જ હતા.
" માશી આ તમારા લાડકવાયા દીકરાને સમજાવી દો"
" ખબરદાર જો મારી દીકરીને ને હાથ પણ લગાડ્યો છે તો"
" ઓકે " આટલું કહી વિવેક ઘરની બહાર જતો રહીયો.
" માશી આ આટલો આજ્ઞાથી દીકરો ક્યારથી થઈ ગયો, હશે આભાર મારી માં " હું તેમને ભેટી પડી. જાણે જંગ જીતી હોય તેમ હું ઘર ના બારણે બહાર જેવો જ પગ મુક્યો ત્યાંતો આખી કલારવાળી ડોલ મારા માથા માં........
“ આજ્ઞાથી થવા વાળો તારો પતિ " વિવેક કે ત્યાં થી સડસડાટ દોડ મૂકી
"જોઈ લઈશ તને "
*****
રાતે જમી હું અને વિવેક રોજ ની જેમ આગાશી માં વાતો કરતા હતા.
" વિવેક કેવી રહી આજ ની ધુળેટી "
"હમ..... દર વર્ષ કરતા સારી "તેને મારી સામે મસ્તી થી જોતા કહીંયુ.
"કોલેજ પછી શું કરીશ તું"
"મારું તો મને ખબર નથી , પણ તને જરૂર કાકા સાસરે પોહ્ચાડસે"
" મારે નથી જવું કસે , હું તો અહીં જ રહીશ."
" અને હું લગ્ન માટે ના પડી દાવ તો"
વિવેક નો આવો જવાબ સાંભળી ને ઘડીભર તો તેને જોતી જ રહી ગઈ.
"વિવેક"
" હા , તારો જવાબ ચાહું છુ, જો હું ના પાડું તો "
" તને જીવતો ના મુકું, ના લગન કરું ના તને કરવા દવ"
બસ તેજ ધુળેટી ની રાતે એકબીજા ના થઇ જવાનું વચન દઈ બેઠા , અને વખત આવે ત્યારે ઘરના કેહવા નકકી થયું.
કામદેવની દ્રષ્ટિ કદાચ અમારા બેઉ પર નહિ પડી હોય. આગલે દિવસે વિવેક ના મમ્મી રેખાબેને લકવા ની અસર થઇ. બાકી ને એક મહિના સુધી આ ઘર થી પેલું ઘર અને ત્યાંથી દવાખાને, દોરા ધાગા ને કંઈ કેટલાય ભુવા બધા ના દરવાજા માથું નમાવી જોયું તોય કોઈ તબિયત માં સુધારો દેખાતો ન હતો.
*****
પંદર દિવશ બાદ
" અરે ભરતભાઈ ક્યાં ગયા ઘરે છો કે બારે" વિવેક ના પપ્પા રમેશ ભાઈ એ આવતા કહીંયુ.
"અરે આવો આવો રમેશભાઈ ભાભી ને। ......"
"ના ના એની તબિયત તો તમે બધા છો જ સાચવવા વાળા અને એમાંય અપેક્ષા તો છે જ "
હું આ બેવું વડીલો ની વાતો રસોડા માંથી સાંભળતી જ હતી.
" આ તો મારા મોટાભાઈ ત્રિભુવ ને તો ઓળખતા જ હશો."
"હા કેમ નહિ બહુ સારી રીતે "
" એમનું કેહવું છે કે વિવેક ના મમ્મી ની તબિયત તો હવે ઉપરવાળો કરે ત્યારે ઠીક થશે."
" એમનીયે વાત તો સાચી રમેશભાઈ "
મારા મમ્મી એ બેવું ને ચા આપતા ત્યાંજ એમની વાતો સાંભળવા બેઠા
" વાત ને ગોળ- ગોળ ના ફેરવા તા મુદ્દા ની વાત પર આવું તો , એમનું કેહવું છે કે વિવેક ની પરીક્ષા પુરી થતા જ લગ્ન કરાવી દઈએ તો કેવું સારું"
" આતો ખુબ સારી વાત કેવાય"
" એમને તો છોકરી પણ જોઈ રાખી છે"
આ વાતો સાંભળી મનોમન હરખાય થયો પણ આ હરખ રમેશ કાકા ના આગળ ના બોલ ને કઈક અલગ જ વણાંક લીધો
એમને જો યુ હશેે તો ઠીક જ હશે"
બાકીનો સંવાદ તો તારા આંશુ સાથે જ મારા કાને થી વેહ્તો રહીયો બસ આજ રાતે તો વિવેક સાથે આ બાબતે વાત કરવી જ છે. તેને આ વાત ની ખબર છે કે તેની પણ આ જ ઈચ્છે છે.
*****
સાંજે 8 વાગતા ની સાથે જ હું આગાશી પર ગઈ પણ ત્યાં વિવેક પેહલથી હજાર ખુરશી માં માથું ઢાળી ને બેઠો હતો.
"વિવેક તને કઈ ખબર છે કે નહિ "
એના તરફ થી કોઈ ઉત્તર ના મળતા મેં ફરી તેને કહીંયુ।
"વિવેક કાકા તારા લગ્ન ની આજે વાત કરતા હતા."
"વિવેક"
મેં તેના વાળ પકડી માથું ઉંચુ કરિયું, તેની આખો રડી રડી ને લાલ થઇ ગઈ હતી,
ત્યાર બાદ ના હું કઈ બોલી જ ના સકી કે વિવેકથી કંઈ બોલાયું, બસ એકબીજા ની લાગણી ને મન માજ રાખી મોડી રાત સુધી એમ જ બેસી છુટ્ટા પડીય। , પરીક્ષા પુરી થઇ વિવેક ના લગ્ન પણ લેવાય ગયા, હું કોલેજ કેમ્પેશ માંથી અમદાવાદ ની MNC કંપની માં નોકરી સ્વીકારી અમદાવાદ આવતી રહી, મમ્મી પપ્પા , રમેશકાકા, વિવેક અને હા મારી નવી ભાભી ના પડતા હતા છતાં હું તેમને કહી ને નીકળી
" આપણા ઘર મારા બદલે નિયતિ ને મુક્તિ જાવ છું"
" કેમ નહિ પણ જો બધા ની અપેક્ષા હોય તો જ નિયતિ રહે છે" તેણી એ હસતા કહિયુ
*****
"ચાલો મોરબી મોરબી "કંડકરે બૂમ પાડી ત્યારે સવાર ના ૭ વાગી ચૂકયા હતા ,
હું ઝડપ થી ઓટો કરી ઘરે પોહચી, મમ્મી પપ્પા ને સરપ્રાઈશ આપવા , ખબર નહિ ખુશ થશે કે બોલશે, આખરે ઘર ના બારણે જઈ ડોરબેલ ની સ્વીચ દબાવી
' ડિંગ ડોંગ'
" આજે તો આ દૂઘ વાળા ની ખેર નથી બાર મહિના ના ત્યાવહરે પણ મોડો આવે છે "
મમ્મી નો આવાજ અંદર થી સાંભળો હતો, પણ આતો હું અપેક્ષા
" ભવ.........."
મમ્મી ના હાથ માંથી તપેલી પડતા જ મેં પકડી લીધી,
" ઓ મારી વાહલી મમ્મી"
અને કઈ બોલે જ તે પેહલા મેં તેને બાથ ભરી લીધી,
" અપેક્ષા "
" ઓક ઓક બધી વાત પછી પેહલા મને ખુબ જોર થી ભૂખ લાગી છે, તું કઈ ગરમા ગરમ નાસ્તો બનાવી આપ ત્યાં સુધી હું ફ્રેશ થઇ જાવ" મમ્મી ને કઈ જ બોલવા નો મોક્કો આપીયા વગર હું બાથરૂમ તરફ જતી રહી.
એકાદ કલાક બાદ હું ને પપ્પા સાથે નાસ્તો કરી ઉભા થયા. હું મનોમન વિચાર થી હતી કે દર વર્ષે જે ઘર માં ધુળેટી ઉજવાતી હતી, આ વખતે કેમ કાંઈ દેખાતું નથી. અરે મમ્મી કેહતી હતી કે છોકરા વાળા જોવા આવવાના છે તો તે બાબતે પણ કઈ તૈયારી દેખાતી ન હતી. મેં જ વાતની શરૂવાત કરવા પ્રયન્ત કરીયો અને એમાં થી કાઈ વિવેક ની વાત નીકળી જાય.
" પપ્પા કઈ કલર બલર લાવીયા કે નઈ"
" કોના માટે અને કોને હવે મારે રંગવા ની છે. "
" હશે કોઈ ગર્લફ્રેન્ડ "
" આ ઉંમરે , આવા સપના ના બતાવ અપેક્ષા જે કદી સાચા ના થવા ના હોય" પપ્પા એ મમ્મી ની સામે મજાક માં જોતા કહીંયુ,
" હવે કલર ના બદલે થેલી લઇ ને દીકરી આવી છે તો કાઈ મીઠાઈ લેતા આવો"
પપ્પા અને હું હસવા લાગ્યા અને પપ્પા બજાર માં જતા રહિયા.
" અને તારે કલર શું કરવા છે,અપેક્ષા હવે તું મોટી થઇ ગઈ "
" કેમ પેલા ચિબાવલા ને જવ છું જો ને હમણાં રંગવા"
" કોને "
" બીજા કોને વિવેક ને "
" અરે ના ના બેટા જો જે। .."
" કેમ મમ્મી તું મને ના પડે છે, "
" અરે બેટા ,,,,,,,,"
પછી મમ્મીએ બધી વાત કરી કે તારા ગયા બાદ , નિયતિયે એક દીકરી ને જન્મ આપતા મુત્યુ પામી , તેને બે મહિના બાદ વિવેક ના મમ્મી નો સ્વર્ગ વાશ થયો. આ તો વિવેક કે અમને બધા ને સમ આપ્યા હતા કે અપેક્ષા ને કોઈ એ કઈ કેહવું નહિ , આતો તું એ ની જોડે ધુળેટી રમવાની વાત કરી એટલે મેં તને કહીંયુ,
“ બેટા તારા ગયા બાદ વિવેક નું જીવન પણ રંગ વિહીન થઇ ગયું. એક ની એક દીકરીને વિધુર બાપ અને એમને પણ જે સાચવે છે"
મારી આખો માંથી ફરી એક વાર વિવેક ના કારણે આંશુ હતા,આ જોઈ મમ્મી થી પણ ન રેવનું,
" અરે ગાંડી તને ખબર છે વિવેક ની દીકરી નું નામ પણ અપેક્ષા જ અમે રાખીયું છે"
બહુ કઈ જ સાંભળ્યા વગર હું વિવેક ના ઘર તરફ દોટ મૂકી,
" મ,,,,,,,માં,,, મ,,,,, માં,,,,,"
એક બાળકી મને આવી ને વળગી પડી, તેના હાથ માં લાલ રંગ થી કોથળી હતી. મેં તેને હૃદય સારશો ચાંપી,
" વિવેક "
મેં રીત સર રાડ પાડી, અવાજ સાભળી ને વિવેક સાથે કાકા પણ ઓરડા માં આવી ગયા.
" આટ આટલું થઇ ગયું પણ તે મને યાદે ના કરી"
મને આમ અચાનક જોઈ વિવેક પણ મને જોઈ પોતાનું રડવાનુ ન રોકી શક્યો.
" વિવેક જેની નિયતિ સારી હોય છે તેને અપેક્ષા ની જરૂર નથી હું પણ મનું છું, પણ જો હવે નિયતિ ના સ્થાન ને લાયક માનતો હોય અને આ નાનકડી અપેક્ષા ને મા ની ખોટ જો હું મારા ખોળા થકી જો તારી અપેક્ષા પૂરી પાડી
વિવેક...............". એક જ શ્વાસે બોલી ગઈ.
વિવેક મારી પાસે આવી અપેક્ષા ના હાથ માં રહેલો લાલ ગુલાલ થી મારા માથે એક ચપટી ભરી ચાંદલા સાથે
" નિયતિ એ જતા પેહલા કહીયું હતું, તમે આપણી દીકરી માટે મા ના શોધતા કારણ કે મને વિશ્વાસ છે. અપેક્ષા બેન સિવાય તમારા ઘર ને આપણી દિકરી ને બીજું કોઈ નહિ સાચવી શકે. એ જરૂર આવશે"
આ બધા પ્રસંગ મા નાનકડી અપેક્ષા, મા અપેક્ષા ના ખભા પર માથું રાખી ક્યારની સૂઈ ગઈ હતી કોઇ ને ખબર જ ન પડી.