તારી આદત થઇ ગઈ મને...
તારી સાદગી દીવાનો બનાવી ગઈ મને...
ન જાણ્યું હતું આટલું તડપીસ તારી યાદમાં,
તારી લગની તારો બનાવી ગઈ મને...
જોયા જિંદગીમાં મેં અનેક ચહેરા,
તારો ચહેરો ગમ્યો મને...
તારા શબ્દો મીઠાં એવા,
મધ ત્યાં ઝાંખું પડે,
કરવા બેઠા પ્રેમ જયારે,
તારી કમી ખલી ગઈ મને...
વાદળ ગર્જયા, મેઘ વર્ષયા, તું ના આવી પાછી રે,
બુંદ બુંદ આંખોથી ટપકી,
તારી વિરહ પાગલ કરી ગઈ મને...
તે દેખાડ્યા અનેક સપના,
પુરા ના કર્યાં સાથે એક પણ,
સપનાઓ ની આશા એ,
યાદ આવી તારી મને...
રોજ જોતો આંખો બંધ કરી, સપનાઓ ની દુનિયામાં,
તારા રૂપની ચમક રોજ અંજાવી ગઈ મને...
તારી આદત થઇ ગઈ મને...
તારી સાદગી દીવાનો બનાવી ગઈ મને...
સાદગી
તેરી રુન્હ સે હુઆ ઇશ્ક મુજે,
મુજે આ ગઈ પસંદ તેરી સાદગી...
બિન બોલે બોલ દિયા બહોત કૂચ તુને,
મુજે આ ગઈ પસંદ તેરી સાદગી...
તેરી આંખો મેં ડુબા મેં ઐસે,
મુજે આ ગઈ પસંદ તેરી સાદગી...
તેરે ચહેરે કી રોનક કરદે પાગલ મુજે,
મુજે આ ગઈ પસંદ તેરી સાદગી...
જિંદગી કે રંગ ભરે તુને આકર મેરે,
મુજે આ ગઈ પસંદ તેરી સાદગી...
તું છે તો..
તું છે તો જિંદગી રંગીન,
તારા સિવાય જિંદગી બેરંગ..
તું છે તો ખુશીની લહેર,
તારા સિવાય સદાય ઉદાસી..
તું છે તો સપનાઓ જીવિત,
તારા સિવાય નીંદર અધૂરી..
તું છે તો હું છું,
તારા સિવાય મારુ જીવન અધૂરું..
બે હૈયાં
વહેતી શાંત સરીતા
ગાઢ ઉંડાણ વહેણ તળે
બે હૈયા મૌન બેઠા કિનારે
ભીતર વદતાં ચક્ષુના પડળે
વમળો પડતાં મધ્યે-મધ્યે
સ્મિત ફરકે ઓષ્ઠો વડે.
પેલા બે કિનારા સામે
એક તોયે મલતાં ન કદીયે.
શબ્દ
શબ્દોમાં રમતા તાં આપણે,
શબ્દોમાં ગમતા તાં આપણે,
શબ્દો છોડી ચાલી ગઈ તું,
જે શબ્દોમાં કદી હસતા તાં આપણે,
શબ્દોમાં ભાવ પ્રગટાવ્યા તાં આપણે,
શબ્દોમાં એક થયા તાં આપણે,
શબ્દો છોડી ચાલી ગઈ તું,
જે શબ્દોમાં કદી સપના સજાવ્યાં તાં આપણે,
શબ્દોમાં શરમાતા તાં આપણે,
શબ્દોમાં ગુસ્સે થતા તાં આપણે,
શબ્દો છોડી ચાલી ગઈ તું,
જે શબ્દોમાં કદી એકબીજાને મનાવતા તાં આપણે..