Ruh sathe ishq return - 12 in Gujarati Horror Stories by Disha books and stories PDF | રૂહ સાથે ઈશ્ક રિટર્ન - 12

The Author
Featured Books
  • आखेट महल - 19

    उन्नीस   यह सूचना मिलते ही सारे शहर में हर्ष की लहर दौड़...

  • अपराध ही अपराध - भाग 22

    अध्याय 22   “क्या बोल रहे हैं?” “जिसक...

  • अनोखा विवाह - 10

    सुहानी - हम अभी आते हैं,,,,,,,, सुहानी को वाशरुम में आधा घंट...

  • मंजिले - भाग 13

     -------------- एक कहानी " मंज़िले " पुस्तक की सब से श्रेष्ठ...

  • I Hate Love - 6

    फ्लैशबैक अंतअपनी सोच से बाहर आती हुई जानवी,,, अपने चेहरे पर...

Categories
Share

રૂહ સાથે ઈશ્ક રિટર્ન - 12

રૂહ સાથે ઈશ્ક રિટર્ન:-ભાગ 12

"આખરે એ આવી ગઈ.."વુડહાઉસની પાછળનાં ભાગમાંથી આવી રહેલ પાયલનો રણકાર સાંભળતાની સાથે કબીરનાં મુખેથી શબ્દો સરી પડ્યાં.

રૂમમાંથી બહાર નીકળી કબીર દાદરો ઉતરી નીચે આવ્યો અને પછી રસોડાની જોડે આવેલાં દરવાજાને હળવેકથી ખોલીને અવાજની દિશામાં અગ્રેસર થયો.હવે પાયલનાં રણકાર નાં અવાજની સાથે એ યુવતી દ્વારા ગીત નો મીઠો સુર પણ વાતાવરણમાં રેલાવા લાગ્યો.

"आँख बनके तुझे देखती ही रहूं

प्यार की ऐसी तस्वीर बन जा

आँख बनके तुझे देखती ही रहूं

प्यार की ऐसी तस्वीर बन जा

तेरी बाहों की छाँव से लिपटी रहू

मेरी साँसों की तक़दीर बन जा

तक़दीर बन जा

तेरे साथ वादा किया नहीं तोडना

हो तेरे संग प्यार मैं नहीं तोडना.."

રેલાતાં ગીત ની સાથે સાથે કબીર પણ એ યુવતી જ્યાં મોજુદ હતી એ તરફ ચાલી નીકળ્યો.આખરે કબીર એ અંજાન યુવતીની બિલકુલ નજીક પહોંચી ગયો.આજે પણ કબીરની મોજુદગીનો અહેસાસ થતાં એ યુવતી ત્યાંથી ટેકરીની ઉપર જતાં રસ્તા તરફ ચાલી નીકળી.કબીર આજે તો એ યુવતીને કોઈપણ ભોગે છટકવા દેવા માંગતો નહોતો એટલે એ દોડીને એ યુવતી તરફ જઈ પહોંચ્યો.

"અરે તમે ઉભાં રહો..મારે તમારી જોડે બે-ચાર વાત સ્પષ્ટ કરવી છે.."એ યુવતીથી નજીક પહોંચીને કબીર બોલ્યો.

કબીરની વાત ને સાંભળી- નાસાંભળી કરી એ યુવતી પોતે ચાલતી હતી એ દિશામાં ચાલતી જ રહી.કબીરે મન મક્કમ બનાવી લીધું હતું કે આજે તો પોતાને પરેશાન કરતાં એ દરેક સવાલોનો જવાબ એ મેળવીને જ રહેશે જે સવાલો એને રાતે સુવા નથી દેતાં કે દિવસે રાહતનો શ્વાસ પણ નથી લેવાં દેતાં. આજ કારણથી કબીર દોડીને એ યુવતીની પાછળ પહોંચી ગયો અને એનો રસ્તો રોકીને ઉભો રહી ગયો.

કબીરનું આમ પોતાની સામે ઉભું રહેવું શાયદ એ યુવતીને પસંદ નહોતું આવ્યું એવું એનાં ચહેરા નાં હાવભાવ સ્પષ્ટ કરી દેતાં હતાં.. આજે તો કબીર પોતાને ત્યાંથી આગળ નહીં જવા દે એવું સમજતાં એ યુવતીને વાર ના થઈ એટલે એ કબીરની સામે ચહેરો નીચો ઢાળીને ઉભી રહી.એ યુવતીનો માસુમ ચહેરો અત્યારે થોડો ગભરાયેલો લાગી રહ્યો હોવાથી કબીર એને ધરપત આપતાં બોલ્યો.

"જોવો તમે પરેશાન ના થશો..મારો ઈરાદો તમને કોઈ જાતનું નુકશાન પહોંચાડવાનો કે તમને હેરાન કરવાનો નથી..પણ મારાં અમુક પ્રશ્નો છે એનાં જવાબો હું તમારી જોડેથી મેળવવા માંગુ છું..શું તમે મારાં એ સવાલોનાં જવાબ આપશો..?"

કબીરની વાત સાંભળી એ યુવતીએ કબીરની તરફ જોયું..કબીરે પ્રથમ વાર એ યુવતીનો ચહેરો આટલો નજીકથી જોયો હતો.આજે પણ એ યુવતી નવવધુની જેમ સજીને આવી હતી.સાક્ષાત કોઈ સ્વર્ગની અપ્સરા હોય એવી એની મુખાકૃતિ જોઈને બે ઘડી તો કબીર એ ભૂલી ગયો કે પોતે પરણિત છે અને એને શીલા જેવી પ્રેમાળ પત્ની છે.એ યુવતી કંઈ બોલી તો નહીં પણ ડોકું ધુણાવી પોતે કબીરનાં સવાલોનાં જવાબ આપવા તૈયાર છે એમ સંકેત કર્યો.

"આ વિસ્તાર આટલો વેરાન છે અને ઉપરથી કાલે જોયું એમ જંગલી પશુઓનો પણ અહીં ત્રાસ છે..તો પણ આટલી મોડી રાતે તમે અહીં કેમ ઘૂમો છો..?.અને બીજી વાત કે તમારું નામ જાણી શકું..?"કબીરે એ યુવતીનો હકારમાં જવાબ મળતાં પુછ્યું.

કબીરનો સવાલ સાંભળી એ યુવતી એ કબીરની તરફ ઉદાસ ચહેરે જોયું..એની આંખો અત્યારે કોઈ અજાણ્યાં દુઃખથી ભરાઈ આવી હતી.એનો સુંદર ચહેરો અત્યારે હતાશાનાં ભાવમાં ગરકાવ થઈ ગયો હતો..થોડાં રડમસ સ્વરે એ યુવતી બોલી.

"મારું નામ રાધા છે..હું ટેકરીની પેલે પાર આવેલાં એક ગામમાં રહું છું..મારાં એક યુવક મોહન સાથે લગ્ન થવાનાં હતાં પણ એ મને કંઈપણ કહ્યાં વગર ક્યાંક ચાલી ગયો તો હું રોજ એને શોધતી અહીં આવું છું..કેમકે હું છેલ્લે અહીં જ મોહનને મળી હતી."

રાધાનો જવાબ સાંભળી કબીરે અનુમાન લગાવ્યું કે એ યુવતી રાધા અત્યારે પોતાનાં થનારાં પતિનાં પોતાને છોડીને ચાલી જવાનાં વિયોગમાં પાગલની જેમ એને શોધતી ફરતી હતી.પોતાનાં થોડાંક સવાલો ને તો જવાબ રૂપી મંજીલ મળી ગઈ હતી પણ હજુએ ઘણાં સવાલો બાકી હતાં.એ યુવતીની હાલત અત્યારે દયનીય લાગી રહી હતી.કબીર ને ખબર નહીં શું થયું કે એ થોડો આગળ વધ્યો અને રાધાનો હાથ પોતાનાં હાથમાં લઈને બોલ્યો.

"તમે રડશો નહીં.. તમારો મોહન જ્યાં હશે ત્યાંથી અવશ્ય પાછો આવી જશે.પણ આમ તમે આમ આટલી મોડી રાતે એને શોધવા આમ ભટકો છો તો તમારી જાન ની મને ચિંતા થઈ રહી છે."

પોતાની તરફ કબીરનો પ્રેમાળ વ્યવહાર જોઈને રાધા થોડું સારું મહેસુસ કરી રહી હતી.છતાં કબીરનું આમ પોતાનો હાથ પકડવું રાધા ને થોડું અટપટું લાગી રહ્યું હતું..કબીર ને એ સમજતાં વાર ના થઈ એટલે એને રાધાનો હાથ છોડી દીધો.

"મને નથી લાગતું કે મોહન પાછો આવે..હું છેલ્લાં ઘણાં સમયથી એની રાહ જોવું છું પણ એ મને નોંધારી મુકીને ક્યાંક જતો રહ્યો છે.."રાધા પોતાની ડાબી આંખમાંથી નીકળતું આંસુ આંગળીનાં ટેરવાથી સાફ કરતાં બોલી.

"આવી જશે તમે ભગવાન પર ભરોસો રાખો..તો શું એજ કારણ હતું કે કાલે તમે મને વરુ નાં હુમલાથી ચેતવવા મોહન કહીને સંબોધ્યો..?"કબીરે રાધાને પુછ્યું.

કબીરનો આ સવાલ સાંભળી પહેલાં તો રાધા થોડી વ્યગ્ર બની ગઈ પણ તુરંત જ એને પોતાનાં ચહેરા પરનાં હાવભાવ ને છુપાવતાં કબીરની વાતનો જવાબ આપ્યો.

"મને તમારું નામ તો હજુપણ નથી ખબર..તો પછી તમને હું શું કહીને બોલાવત..કાલે તમારાં માથે સંકટ જોયું તો મારાં મોંઢે જે આવ્યું એ મેં બોલી દીધું."

"અરે હા તમે તો તમારો પરિચય આપી દીધો પણ મેં તો તમને મારો પરિચય આપ્યો જ નથી..મારુ નામ કબીર રાજગુરુ છે અને હું એક પ્રખ્યાત લેખક છું.મારી નવી નવલકથા એક શાંત વાતાવરણમાં લખવાની જરૂર હતી એટલે હું અહીંના શાંત અને શુદ્ધ વાતાવરણમાં આવી પહોંચ્યો..અત્યારે તમે જ્યાં આવો છો એ વુડહાઉસ જ મારું રહેઠાણ છે.."પોતાનો પરિચય આપતાં કબીર બોલ્યો.

"ઓહ..તો એનો મતલબ કે હું એક લેખક ની સામે ઉભી છું..તમે નવલકથા જ લખો છો કે બીજું કંઈક પણ લખો છો..?"રાધા એ કબીરને સવાલ કર્યો.

"આમ તો નવલકથા જ લખું છું પણ તમે બોલો તમારે શું લખાવવું છે..?"કબીરે સામો સવાલ કર્યો.

"અરે મારે કંઈ નથી લખાવવું પણ આતો બસ એમજ પૂછી લીધું."રાધા સહજ સ્વરે બોલી.

"કાલે તો તમે વરુનાં હુમલાથી બચવામાં જે મદદ કરી એ માટે તમારો આભાર માનવો જ ઘટે પણ પરમદિવસે જ્યારે હું તમારી પાછળ પાછળ ટેકરી ની પેલે પાર આવ્યો ત્યારે હું પગમાં પથ્થર આવવાથી ગબડી ગયો હતો તો હું કઈ રીતે વુડહાઉસ પહોંચી ગયો..શું એ દિવસે પણ તમે જ મારી મદદ કરી હતી..?"કબીરે પુછ્યું.

કબીર ની આ વાત નો જવાબ આપવાને બદલે રાધા થોડોક સમય વિચારમગ્ન અવસ્થામાં ઉભી રહી..પછી કંઈક વિચાર્યા બાદ બોલી.

"હા એ દિવસે પણ હું જ તમારી મદદે આવી આવી..તમે પગ લપસતા નીચે પડી ગયાં.. શાયદ અચાનક બનેલાં આ અકસ્માત ને લીધે તમે બેહોશ થઈ ગયાં.મેં મારાં ગામમાંથી બે-ત્રણ લોકોને બોલાવીને તમને વુડહાઉસ સુધી પહોંચાડયા.અમારાં ગામનાં લોકો અને શિવગઢમાં વસતાં લોકો વચ્ચે જૂની દુશ્મની છે એટલે એ લોકો તમને મૂકીને ત્યાંથી નીકળી ગયાં."

"તો તો તમે મારાં માટે દેવતાથી કમ નથી.."કબીર હસીને બોલ્યો.

"દેવતા ના બનાવશો..અમે માણસ જ સારાં.. કેમકે આજકાલ તો માણસાઈ નથી વધી તો માણસ પણ બહુ ઓછા જ વધ્યાં છે."રાધા બોલી.

"બહુ ઉમદા વાત કરી તમે તો..એક બીજી વાત કહું જો તમને યોગ્ય લાગે તો તમે મ્યુઝિક ઇન્ડસ્ટ્રીમાં ટ્રાય કરો..હું મારી ઓળખાણથી તમને ક્યાંક કામ અપાવી દઈશ..તમારો અવાજ ખૂબ જ મધુર છે..દરેક સુર દિલની આરપાર નીકળી જાય એવો મીઠો છે.."રાધા નાં વખાણ કરતાં કબીરે કહ્યું.

"હું જે ગીત ગાઉં છું એ ફક્ત મારાં મોહન માટે ગાઉં છું..પણ મને નથી લાગતું કે આ ગીતનાં શબ્દો એનાં સુધી પહોંચે..છતાં હું રોજ આ ગીત ગાતી રહીશ કેમકે આજે પણ કોઈ તો છે જેને મારાં ગીતમાં રહેલ દર્દ અને લાગણી મહેસુસ થાય છે.."પોતાની ચહેરા પર આવતી કેશની લટ ને આંગળી વડે કાનની પાછળ ગોઠવતાં રાધા બોલી.

રાધાનાં ચહેરા પર અત્યારે શરમની લાલિમા પ્રસરી ગઈ હતી..અને એક નાનકડી મુસ્કાન એનાં ગાલમાં ખાડા પાડી રહી હતી.કબીર તો જાણે અજાણે એ ખાડામાં પોતાની જાતને ડૂબતી મહેસુસ કરી રહ્યો હતો.રાધા ની સાથે પોતાને ભવોભવ નો સંબંધ હોય એવું અનુભવતો કબીર મંત્રમુગ્ધ બની એકીટશે રાધાની તરફ જોઈ રહ્યો હતો.

"ચાલો તો હું નીકળું..મારે હજુ ટેકરીની પેલે પાર જવાનું છે."કબીરથી જવાની રજા માંગતા રાધા બોલી.

અત્યારે કબીર રાધામય બની ગયો..રાધા જોડે એ વધુ સમય પસાર કરવા માંગતો હતો..રાધા ને જવા માટેની રજા આપવાની એની કોઈ ઈચ્છા નહોતી પણ એને રોકવાનું કોઈ બહાનું પણ કબીર જોડે નહોતું એટલે એને ના મને કહ્યું.

"સારું ત્યારે..તમે જઈ શકો છો..પણ કાલે તમે આવશો ને..?

"કાલ નું નક્કી નહીં.."હસતાં હસતાં આટલું બોલી રાધા ત્યાંથી ચાલી નીકળી.

કબીરે આ દરમિયાન રાધાનાં ચહેરાનાં ભાવ વાંચી જોયાં.. જે સાફ-સાફ કહી રહ્યાં હતાં કે ભલે એને એવું કહ્યું કે કાલે એનાં આવવાનું નક્કી નથી પણ એ કાલે જરૂર જરૂરથી આવશે..અને એ પણ મોહન માટે નહીં પણ પોતાનાં માટે.

રાધાને પોતાની નજરોથી દૂર જતી નિરખતાં કબીર થોડો સમય ત્યાં જ ઉભો રહ્યો જ્યાં એ અને રાધા ઉભાં હતાં.. થોડીવારમાં રાધા રાત્રીનાં અંધકારમાં એની નજરોથી વિલીન થઈ ગઈ એટલે કબીરે વુડહાઉસની વાટ પકડી લીધી.જતાં જતાં કબીર ગાઈડ મુવીનાં ગીતની પંક્તિઓ ગુનગુનાવતો જઈ રહ્યો હતો જેનાં શબ્દો હતાં.

"આજ ફિર જીને કી તમન્ના હૈ..

આજ ફિર મરને કા ઈરાદા હૈ..

કોઈ ના રોકે દિલ કી ઉડાન કો..

દિલ એ ચલા..આહા..હા..હા.."

આખરે કબીર વુડહાઉસ પહોંચી ગયો..દરવાજો અંદરથી બંધ કરીને કબીર જ્યારે પોતાનાં રૂમ પર પહોંચ્યો ત્યારે ચાર વાગી ગયાં હતાં..સવાર નજીકમાં જ પડવાની હતી એટલે થોડો સમય તો પોતાનાં શરીરને આરામ આપવા માટે કબીરે પલંગમાં લંબાવ્યું.થોડીવારમાં એને ઉંઘતો જરૂર આવી ગઈ પણ એનો ચહેરો ઊંઘમાં પણ હસતો હતો જેનું કારણ હતી રાધા સાથે થી થયેલી મુલાકાત ની મીઠી યાદ.

શીલા જેવી પત્ની હોવાં છતાં કબીરનું રાધાની તરફનું આ ખેંચાણ ભવિષ્યમાં ભૂકંપ સર્જવાનું હતું એ વાત માં કોઈ સંદેહ નહોતો..!!

★★★★★★

વધુ આવતાં અંકમાં.

કબીર ની જીંદગી જોડે જોડાયેલ સચ્ચાઈ અને શિવગઢમાં શું થવાનું હતું એ જાણવાં વાંચતાં રહો આ હોરર સસ્પેન્સ નોવેલ રૂહ સાથે ઈશ્ક રિટર્ન નો નવો ભાગ.આ નોવેલનો આવનારો દરેક નવો ભાગ એક પછી એક રહસ્ય ની પરત ખોલતો જશે જેમાં દરેક વાંચક મંત્રમુગ્ધ બની જશે એની ગેરંટી.

માતૃભારતી પર મારાં મોટાભાઈ જતીન પટેલ ની શાનદાર નોવેલો ડેવિલ એક શૈતાન,આક્રંદ,હવસ,એક હતી પાગલ અને ચેક એન્ડ મેટ પણ વાંચી શકો છો.

આ સિવાય માતૃભારતી આપ મારી અન્ય નોવેલ

દિલ કબૂતર,

રૂહ સાથે ઈશ્ક

ડણક

અનામિકા

The haunted picture

સેલ્ફી: the last ફોટો...પણ વાંચી શકો છો.

-દિશા.આર.પટેલ