Adhuro swash in Gujarati Moral Stories by THE KAVI SHAH books and stories PDF | અધૂરો શ્વાસ

Featured Books
  • નિતુ - પ્રકરણ 70

    નિતુ માટે જન્મેલ નવીનનું નાનકડું આકર્ષણ દિવસેને દિવસે પ્રબળ...

  • દાદા ભિષ્મ

    પૌરાણિક દ્રષ્ટાંત કથા –                      પિતામહ ભીષ્મની...

  • અધુરો પ્રેમ

    જિગ્નાસુ ખુબ જ સરળ અને શાંત છોકરી.... પરીવાર મા વડિલ અને નાન...

  • વહુના આંસુ

    સવીતા રસોડામાં રસોઈ કરતી હોય છે,  ત્યાં જ છાંયા બહેન જોરથી ચ...

  • ભાગવત રહસ્ય - 164

    ભાગવત રહસ્ય-૧૬૪   પિતાજી નામદેવને કહે છે- કે “સવારે વહેલા જા...

Categories
Share

અધૂરો શ્વાસ


ભૂલી આખી દુનિયા મારી,
ખોવાઈ છું તારા જ શ્વાસમાં
રહી છું જ્યારે જ્યારે એકલી
મળ્યો છે તારો સાથ એકાંતમાં..

અરે યાર  ક્યાં છે તું??

આવને મારી સામે ....

આવી તે કેવી નારાજગી યાર...ક્યાં છે યાર બહાર આવને..

બસ હવે નહી મૂકું તને એકલો માફી માંગુ છું મારા આં બે હાથ જોડી.

પ્લીઝ આવ ને તું પાછો...
ચલ ને ફરી જઈએ એ દરિયાકિનારે,
ફરી મુસાફરીમાં તું મારો હમસફર બન 
ફરી એ લોંગ ડ્રાઈવ કરીએ..
ઓ હેલો....ક્યાં છે તું યાર આવ ને મારી સામે....

ઓય તમને કોઈને ખબર છે ક્યાં છે એ શોધી આપણે યાર મે મારા રૂમમેટ ને પૂછ્યું કાલે રાત થી ગાયબ છે યાર...મને નથી ફાવતું એના વગર ખબર છે ને તમને...જોને જરા તારા બેગમાં તો નથી ને??
અને તું પેલા તકિયા નીચે જો તો...
અરે પણ એ તારા ભુંગરા  કાલે ક્યાં મૂક્યા હતા? યાદ કરને!!અરે યાર યાદ આવતું હોત તો આમ શોધવતી તને??
મે મારી બીજી રૂમમેટ ને ફોન કર્યો જે ઘરે ગઈ હતી હાલો તે મારા ઈઅર ફોન જોયા છે તું ભૂલથી લઇ તો નથી ગઈને?અરે મારી એટલી તાકાત હું તારા જીવથી વાલા ને લાઇ જઉં??અરે બકા તે જોયા હતા ખરા રૂમ માં ક્યાંય??
ના બકા મને ખ્યાલ નથી.સારું ચલ ભલે બાય.
હવે તો મારે નવા લાવવા પડશે આના વગરતો મને મજા જ નું આવે.આમ બબડતા બબડતા હું બાર નીકળી ગઈ.


આમ તો કેટલા વખતથી હું બસ માં મુસાફરી કરતી આવી છુ.ઘરે થી અમદાવાદ અને અમદાવાદ થી ઘરે  આજ સુધી એવું નથી બન્યું કે મારું કોઈ મિત્ર કે મારું કોઈ જાણીતું મને આ રૂટમાં મળ્યું હોય કે જેમની સાથે હું થોડોક ટાઈમ પાસ કરી શકું. મને આમ એકલું બેસવું જરાક પણ ના ગમે મને બોલવા જોઈએ.હમેશા હું એકલી જ મુસાફરી કરતી.એટલે હવે ટેવ પડી ગઈ છે.પણ આ 200 કિમીની મુસાફરી માં મને સાથ આપતા મારા આ ઈઅર ફોન જે મને નવા નવા ગીતો પણ સમભળાવે અને આજુબાજુની પંચાયત થી પણ બચાવે.પણ ખબર નહિ મારા કાન નું ધ્યાન તો બધે હોય જ મને  છેક આગળની અને છેક પાછળની  સીટમાં ફોન પર વાત કરતા વ્યક્તિનો પણ બધો અવાજ સંભળાય.મને કઈ એવો શોખ નથી કોઈની વાત સાંભળવામાં પણ મારી ટેવ છે એકદમ ઓછા અવાજે ગીતો સાંભળવાની.મને એ મોટા મોટા અવાજે સાંભળવું ગમે જ નહિ કેટલાક લોકો હોય છે એવા જે આજુબાજુની કચકચ ને ઈગનોર કરવા માટે મોટેથી ઈઅર ફોનમા ગીતો સાંભળે મારા મિત્રોની જ વાત કરું તો એ લોકોને તો અમુક વાર હું બાજુમાં બેસીને બધું બોલી નાખું ને તો પણ કંઈ ખબર ના પડે. પણ એમને એ નથી ખબર એનાથી આપડા આ પાંચ અંગોમા ના એક અંગ કે જેનાથી બધું જ સાંભળી શકાય એને કેટલી તકલીફ પડે!! હશે હવે બધા લોકોની અલગ અલગ વિચારસરણી હોય બધાના શોખ અલગ હોય કોઈકને જોરથી સાંભળવું ગમતું હશે એટલે તો ઈઅર ફોન હોય છે જેનાથી આપણે આપણી દુનિયામાં મસ્ત મગન થઈ જઈએ.
મુદ્દાની વાત તો એ છે મિત્રો કે કેટલાક વખતથી મારા આ ઈઅર ફોનને હું ખોઈ બેસી. મારી ટેવ એવી હતી કે સવારે ઉઠતાની સાથે અને રાત્રે ઊંગતા સુધી કામ વગરના ખાલી સમયમાં મારા કાન આ ઈઅર ફોનથી જ શણગારેલા હોય. હવે હું એ ઈઅર ફોન વગર  એકલી થઈ ગઈ મને આમ કંઈ મજા ના આવે મારી ટેવ એવી કે બધા સૂઈ જાય પછી છેલ્લે હું સુવા જાવ એટલે મોબાઈલમાં આખા દિવસનો ડેટા એટલે કે આખું સોશ્યિલ મીડિયા હું રાત્રે જ ચેક કરું એમાં હવે આ વીડિયો સ્ટેટ્સ અને અન્ય કેટલાક કામો જેનાથી અવાજ આવે એવા કામો રાત્રે સૂતી વખતે જ જોવામાં આવે એટલે હું એ બધાને મ્યુટ અવાજે જોવું કે જેથી મારા સૂતેલા મિત્રો જાગી ના જાય, કારણ અમે બધા એક પીજી ના રેહવાસી એટલે થોડુક એડજેસ્ટ કરવું પડે ને!!?
એટલે મેં હવે નવા ઈઅર ફોન લેવાનું નક્કી કર્યું. મારા મિત્રો ઓનલાઇનના બવ-રસિયા એટલે કંઇ પણ ઇલેક્ટ્રોનિક્સ વસ્તુ લાવી હોય તો પેલા એમને કેવું જ પડે નહિ તો લીધા પછી સાંભળવું પડે ઓનલાઇન શોપિંગમાં મને થોડોક ઓછો રસ એટલે હું બવ માથાકૂટ ના કરું. સવારે બ્રેકફાસ્ટ કરતાં કરતાં મે મારા મિત્રોને કીધું કે હવે મને મારો "અધૂરો શ્વાસ" જોઈએ છે. બે મિનિટ માટે તો એ લોકો વિચારમાં પડી ગયા કે આને વળી શું થઈ ગયું? એટલે મેં સ્પષ્ટતાપૂર્વક કહ્યું મારે નવા ઈઅર ફોન લાવા છે. એ લોકો એ જોરથી હસીને મારી ગમ્મત કરી અને કહ્યું હા હો આપડે જોઈશું. હવે હું રોજ ને રોજ બોલતી ગઈ મારે લાવા છે મારે લેવા જ પડશે એમ એટલે એ લોકોએ કહ્યું હમણાં નવા એક આવ્યા છે જે ઑફર માં છે તો આપડે મંગાવસુ પણ તું હવે આની ચિંતા છોડ એ અમે મંગાવી લઈશું અમારે પણ લેવાજ છે એટલે આપડે બધા એક સાથે જ મંગાવી લઈશું. એટલે થોડાક દિવસ હું શાંત થઈ ગઈ. ફરી મારે એક દિવસ ઘરે જવાનું થયું એ જ રીતે એકલું અને હું મારા અધૂરા શ્વાસ ને યાદ કરતી રહી ગઈ મારા મિત્રોને મે કહી દીધુ કે હવે તો હું ઘરેથી લઈને જ આવીશ તમારી ઓફરો રાખો તમારી પાસે એટલે મને પછી સખત ધમકી મળી ગઈ કે અમને પૂછ્યા વગર તું લેતી નહિ.હવે મિત્રોએ કીધું એતો મારે કરવું પડે કારણ એટલું જ કે ઓનલાઇન વસ્તુ મે પેલા પણ મંગાવી હતી જે સારી નતી નીકળી એટલે હવેથી મારા બધા ઓનલાઇન શોપિંગ માટે પેહલા આં લોકોને પૂછે જ છૂટકો હતો પછી શું?? આ વખતે પણ મારે મારા અધુરા શ્વાસ વગર  સૂતા સૂતા  અને આગળ પાછળ ની કચ ક્ચ સાંભળતા સાંભળતા આળસુની જેમ પડે પડે આવવું પડ્યું. પણ હા એ બધી કચ કચ મા મને ઘણી બધી કવિતા અને વાર્તા મળી જીવાતી જિંદગીની સાચી હકીકત ખબર પડી લોકોની બસમાં અપ ડાઉન કરવાની હાલત ખબર પડી અને કેટલાક તો ઝગડા અને કેટલાકની ઘરો ની કહાની તુટલી ફૂટલી સાંભળવા મળી. આમ તો અધૂરા શ્વાસ વગર હું બવ વખત બસ માં ફરી એટલે હવે તો અજાણ્યા લોકો જોડે પણ હું વાત કરતી થઈ ગઈ આમ પણ મને બોલવા જોઈએ હું મારો રસ્તો તો શોધી જ કાઢું બાજુમાં કોઈ સારું હોય અને લાગે આમની જોડે વાત કરવાથી કઈક નવું જાણવા મળશે એટલે આપડે ચાલુ પડી જઈએ કંઇકને કઈક વાત કાઢી ટાઈમ પાસ કરી નાખું.હમણાં તાજેતરની જ વાત છે મારી બાજુમાં એક બા અને એમનો દીકરો બેઠા હતા હું ફોન પર ઘરે વાત કરતી હતી જય શ્રી કૃષણ બોલી મે જેવો ફોન મૂક્યો બા બોલ્યા વૈષ્ણવ છો?? મે હસતા કીધું હા.પછી તો બા મારી સાથે જાતજાતની વાતો કરવા લાગ્યા અને મને પણ મજા પડી ગઈ.આજની અને પેહલાના જમાનાની વાતો ને સરખાવી અમે ત્રણેવ એ આખી મુસાફરીમાં આધુનિક જમાનાની વાતો જ કરી.બા એ તો મને એક કામ પણ સોંપી દીધું એમના એક દીકરા દીકરી માટે સારું એવું પાત્ર મળે તો અમને જણાવજે બસ આટલું કહ્યું અને એમની આખી એકલતાની સફર પણ કહી.મને બા માં એક વસ્તુ બહુ જ ગમી એમને આખા સફર માં મને એમની સંઘર્ષની વાત કરી અને સાથે એવી કેટલીક વાતો કરી કે જેને હું અહી વિસ્તારમાં લખવા જાવ તો જાણે કેટલાય પાના ભરાય જાય એમને જીવાતી જીંદગી ની એટલી નાનીનાની વાતો કરી કે મનેય વિચારમાં મૂકી દીધી .મને  ખરેખર થયું કે  એકલું માણસ પણ જીવનમાં ઘણું બધું કરી શકે છે અને મૂળ વાત તો એ કે એમને આખા સફર માં એકવાર પણ મારો મોબાઈલ નંબર નથી માંગ્યો બાકી મે ઘણા એવા જોયા છે જે વ્યક્તિ આપડા થોડાક ટચ મા આવે એટલે મોબાઈલ નંબર તો લઇજ લેશે મને એવી આશા છે કે આ બા મને ફરી મળે તો હું એમની કોઈ મદદ કરી શકું.આમ તો ઘણા કિસ્સા છે મારી પાસે લોકોના પણ દર વખતે મને બસની મુસાફરીમાં કઈક નવું જાણવા મળે.
અને બસ  પછી મને આ ટેવ પણ પડી ગઈ લોકોની નવી નવી વાતો સાંભળી મને પણ ઘણું શીખવા મળ્યું અને મને પણ મજા આવી મારા અધૂરા શ્વાસ વગર આમ થયું કે ચાલો જે શ્વાસ છે એને પણ થોડોક સાથ આપ્યો બીજાની વિચારસરણી સાંભળવાનો.

અમે થોડાક દિવસ પછી મારા જન્મદિનની પાર્ટી કરી જે 1 મહીના થી પેન્ડિંગ જ હતી મને સમય મળતો ન હતો અને આ લોકો મને રોજ સામેથી કહ્યા કરતાં કે તું ક્યારે  આપીશ પાર્ટી સાલું મને થતું આ લોકો આટલી ઉતાવળ કેમ કરે છે એમને ખબર છે મારી પાસે સમય નથી હું કંઇકને કઈક કામ માં વ્યસ્ત હોઉ છું છતાં રોજ રાત્રે રૂમ પર જેવું પગ મૂકું પાર્ટીની જ બોલબોલ હોય..!!! પછી તો ફાઈનલી મે એક દિવસ પાર્ટી આપી જ દીધી બધાના ટાઈમ ને ધ્યાનમાં રાખી અમે બધા જ મિત્રો ગયા ડિનર પર.બધા એ બરાબર વસૂલ કર્યું  એકબીજાની ખેંચતા સેલ્ફી અને ગૃપ્રી લેતા લેતા અને સાથે મસ્ત મજાનું જમતા જમતા ડિનર પૂરું થયું એટલે બધા બોલ્યા કે હવે અંદર વાસણ ધોવતો નહિ જવું પડે ને એમ મજાક કરતા કરતા બિલની સાથે કઈક ગ્રીન કલરના બોક્સ માં કંઇક આવ્યું મારા ટેબલ પર હું તો મજાક મસ્તીમાં વ્યસ્ત હતી ત્યાંજ  વેટરે મને બિલ આપતા કહ્યું  
Happy birthday medam.
 એટલે મને થયું કે આ હોટલને નવો નિયમ તો નથી ને સાલું કે બિલ સાથે ગિફ્ટ ફ્રી!!! બે મિનિટ માટે તો મને એમ થયું કે સાલું ખરેખર આ  મારું જ છે.!!! કારણ આજ સુધી મારી લાઇફમાં મને આ રીતે કોઈ સરપ્રાઇઝ નથી મળી.મારા મિત્રો પણ આજુબાજુ જોવા લાગ્યા અને બોલ્યા પણ અહા આવ્યા એમના કોઈ આશિક જે અહી જ ક્યાંક છુપાયેલ છે મે ગિફ્ટ જોતા ધીરે રહીને વાચ્યું એમાં લખ્યું હતું તારો અધૂરો શ્વાસ ...!!!
મારું ઉપર જોતા જ બધા કેમેરા લઈને ઊભા જ હતા અને બે ત્રણ સેલ્ફી તો એમ જ પાડી દીધી હું કઈક બોલું એ પેહલા જ એ બધા એ ઈશારો કરી દીધો પેહલા અધૂરો શ્વાસ જો પછી અમને મન ભરીને પૂરા શ્વાસ થી જેટલી ગાળો આપવી હોય તે આપજે.!
ખોલતા ખોલતા પણ સાલું થતું હતું કે કંઈ વિચિત્ર ના નીકળે હું મારા મિત્રોને ઓળખું એ લોકો મને આટલી આસાનીથી આટલી સારી રીતે કોઈ જ ગિફ્ટ ના આપી શકે ...એટલે મને ખોલવામાં થોડુક અજીબ લાગતું હતું પણ યાર દર વખતે મિત્રો મજાક ના કરે ક્યારેક તો એ લોકો સીધી રીતે સીધી વસ્તુ આપી શકે પણ ના આ કોઈ સીધી વસ્તુ હતી જ નહિ જે વિચાર્યું એ જ મળ્યું. મને કીડી અને કૂતરાથી સખત ની નફરત હતી એ આ મારા મિત્રો બરાબર જાણતા હતા વડી એતો એવું જ કહે છે કે અમે તારા લગ્નમાં કૂતરો જ ગિફ્ટ કરીશું એટલે હું વધારે ગભરાવું.મિત્રો એટલે કઈ પણ કરી શકે એમનું કંઈ જ કેહવાય ના?.
ગિફ્ટ ખોલતાની સાથે જ કીડી દેખાઈ એટલે કે  કીડી નો ફોટો હતો.મને થયું જ કે હવે આમાં કાં તો નકલી કીડીઓ હશે કાં તો અસલી પણ હોઈ શકે આ મારા મિત્રો છે કઈ પણ કરી શકે.એટલે મેં કહ્યું ધન્યવાદ મિત્રો આપડે હવે આ ગિફ્ટ ખોલીએ નહિ તમે જ રાખો.એટલે બધા જોરથી હસવા માંડ્યા અને ધીરે રહીને એ બોક્સ પર લખેલું ઓડિયો ને દેખાતું કર્યું અને પછી કીધું હવે તો ખોલીશ ને.?? 
ANT AUDIO વાચતા જ મે ફટાફટ ખોલી નાખ્યું બોક્સ,અને મને મળી ગયો મારો અધૂરો શ્વાસ.બધા હસતા હસતા મારી ઉડાવા માંડ્યા.બહાર જઈને ફોટા પડાવી અમે અમારી રોજની જગ્યાએ બેઠા અને મારા મિત્રો એ મને મારા અધૂરા શ્વાસની બધી જ ખાસિયતો કહી.
એ ખાસિયત મા સૌથી સારી ખાસિયત એ હતી કે આ ANT AUDIO ઈઅર ફોન જ્યારે નાખો એટલે આજુ બાજુનું તમને કંઈ જ સમભળાય નહિ એવો ટેસ્ટ કરવામાં આવ્યો છે. As like air less voice..?!

એમાં એવું હતું કે  બધા મારી પેલી બસ ની મુસાફરીની  બકબક સાંભળીને કંટાળી ગયા હતા એટલે એવા ઈઅર ફોન આપ્યા કે જથી હું એ કંઈ સાંભળી જ ના શકું.પણ હું તો હું છું આપડે તો એકદમ ધીરા અવાજે સાંભળવા જોઈએ એવું એ લોકો ભૂલી ગયા હતા.
આજે જ્યારે મે પેહલી વખત આ ઈઅર ફોન કાનમાં નાખ્યા અને વિચાર્યું કે આજે તો બસનો પણ અવાજ નહિ આવે હાશ આજે રૂમ પર જઈને માથું નહિ દુખે. ઘરેથી અમદાવાદ જવા નીકળી હતી એ જ દર વખત ની જેમ હું એકલી  આજે મારો અધૂરો શ્વાસ જોડે હતો.બસમાં બધો સામાન વ્યવસ્થિત મૂકી મારા અધૂરા  શ્વાસ ને બહાર કાઢી નિરાંતે હું એને સાંભળવા તૈયાર થઇ.એકાદ સોંગ સાંભળ્યું એટલામાં જ બાજુમાંથી તો બેટા આ નહિ બેટા પેલુ મસ્ત છે બેટા તારી પાસે તો આવું છે એવો જીનો જીનો અવાજ સંભળાયો..મે એકાદ વાર તો એને ઇગનોર કર્યું.ફરીથી બાજુમાંથી અવાજ આયો દેવ એતો આપડા બજેટ થી બાર થઈ જશે તું પેલા કાપડમાં જોને.
છોકરાનું નામ સાંભળી અને એમાં પણ બજેટ ની વાત આવી એટલે મને બાજુવાળા ની વાત મા થોડુક જાણવાની ઈચ્છા જાગી? એટલે મેં મારા આ ઈઅર ફોનનો અવાજ ઓછો કરી દીધો એને થોડુક ધ્યાન બાજુમાં નાખ્યું.આમ તો એ બાજુ વાળા કાકી મારા થોડાક ઓળખીતા હતા હું એમને ઓળખતી હતી પરંતુ એ મને નતા ઓળખતા.વારે વારે એમના છોકરાનો ફોન આવતો હતો એટલે એમની વાત પરથી મને ખબર પડી ગઈ કે એ દેવ શોપિંગ માટે ગયો છે એક શર્ટ અને કુર્તા વચ્ચે બન્ને મુંઝવણમાં હતા.
દેવ ત્યાંથી ફોટા મોકલતો હતો અને કાકી અહીંથી જોતા હતા મારી એકદમ બાજુમાં જ બેઠા હતા એટલે મેં થોડીક નજર કરી એમના છોકરાએ પેહરેલો શર્ટ જોઈ લીધો.થોડીક વાર થઈ એટલે ફરી ફોન આવ્યો મમ્મી બ્લુ સારો છે કે રેડ કે વાઇટ??મમ્મી ને એની બ્લુ ગમ્યો હતો પણ એવા કલર એની પાસે હતા એટલે રેડ લેવા માટે કહ્યું.ફરી કાકી ને શું થયું તો એકદમ ફોન કરીને કહ્યું  ભયલું આ બ્લ્યુ કલર તો જબરજસ્ત લાગે છે એકદમ ફાઈન લાગે છે હું એવી ધારણા કરું છું કે ભઈલું ને તો ત્રનેવ શર્ટ લેવાની ઈચ્છા થઈ ગઈ હશે!!?
અને એવું જ બન્યું એટલામાં જ કાકી બોલ્યા બેટા ત્રનેવમાં બજેટ બાર જતું રેહશે..હું મનમાં ધીરેથી હસી...
થોડીક વાર રહીને કાકી પર ફરી દેવનો ફોન આવ્યો અને વાઇટ  અને રેડ શર્ટ પર હવે ગાડી અટકી એમની.હું એવું  ધારું છું કે એ દેવ એ રેડ અને વાઇટ જ લીધું હશે મમ્મીનું માનીને અને બજેટ ને ધ્યાન માં રાખીને કારણ પછી કાકીનું સ્ટેન્ડ આવી ગયું એટલે એ ઉતરી ગયા અને મારી આં બસની મુસાફરીમાં ફરી એક નવો કિસ્સો ઉમેરતા ગયા.
આ વાત મા મને એ જાણવા મળ્યું કે છોકરો હોય કે છોકરી મ્મમી ની વાત બધા માને જ અને મને એમ હતું કે બજેટની ચિંતા ખાલી છોકરીઓ જ રાખતી હોય પણ આજે હકીકત સામે આવી ગઈ કે છોકરાઓ પણ બજેટ રાખે છે અને સારી વાત તો એ છે કે કમાતો હોવા છતાં અને સાથે એની વાઈફ હોવા છતાં આજે પણ છોકરો મમ્મીનું માને છે...
તો મિત્રો આજ હતી મારા અધૂરા શ્વાસ ની ઊંટના અંગો જેવા રસ્તાની વાંકીચૂકી કહાની મુસાફરીની ....
હવે એ મારો અધૂરો શ્વાસ હોય કે ના હોય, હું તો મારી બસની મુસાફરીમાં કઈક ને કઈક  નવું શોધી જ કાઢું છું...


તો મિત્રો તમને પણ તમારો અધૂરો શ્વાસ વ્હાલો જ હશે તો એને ખોતા નહિ અને સાંભળતા રેહજો.
અસ્તુ.
      - કવિ શાહ