green signal - 4 in Gujarati Love Stories by Prit's Patel (Pirate) books and stories PDF | ગ્રીન સિગ્નલ - 4

Featured Books
  • ફરે તે ફરફરે - 37

    "ડેડી  તમે મુંબઇમા ચાલવાનુ બિલકુલ બંધ કરી દીધેલુ છે.ઘરથ...

  • પ્રેમ સમાધિ - પ્રકરણ-122

    પ્રેમ સમાધિ પ્રકરણ-122 બધાં જમી પરવાર્યા.... પછી વિજયે કહ્યુ...

  • સિંઘમ અગેન

    સિંઘમ અગેન- રાકેશ ઠક્કર       જો ‘સિંઘમ અગેન’ 2024 ની દિવાળી...

  • સરખામણી

    સરખામણી એટલે તુલના , મુકાબલો..માનવી નો સ્વભાવ જ છે સરખામણી ક...

  • ભાગવત રહસ્ય - 109

    ભાગવત રહસ્ય-૧૦૯   જીવ હાય-હાય કરતો એકલો જ જાય છે. અંતકાળે યમ...

Categories
Share

ગ્રીન સિગ્નલ - 4

ગ્રીન સિગ્નલ...

(આગળ આપણે જોયું કે નેહા અને અનિરુદ્ધ બને કોફી શોપ માં મળે છે . ત્યારબાદ અનિરુદ્ધ નેહા ને શિવાંગી અને પોતાના વિશે જણાવે છે. થોડીવાર બાદ બને છુટા પડે છે હવે આગળ)

સોમવારે સાંજે....

             કોલેજ માંથી  લેક્ચર પુરા કરી નેહા ઘરે આવે છે. નેહા ફોન માં અનિરુદ્ધ નો મિસ કોલ જુવે છે. નેહા એક પળ માટે ધબકાર ચુકી જાય છે.
      
      નેહા અનિરુદ્ધ ના જવાબ વિશે વિચારે છે. અનિરુદ્ધ નો ફોન આવ્યો તો મતલબ ......હા હશે કે ના હશે?? વિચારી વિચારી ને નેહા થોડીક  ખુશ અને ઉદાસ થઈ જાય છે.  

     વિચાર માં ને વિચારમાં નેહા થી અનિરુદ્ધ ને ફોન જોડાઈ જાય છે. રિંગ જાય છે 

હમેં તુમસે પ્યાર કિતના એ હમ નહીં જાનતે....... 
મગર જી નહીં સકતે તુમ્હારે બીના.......

      રિંગ  પુરી થઈ જાય છે. પણ સામે છેડે અનિરુદ્ધ ફોન ઉચકતો નથી. નેહા એ ફરી એકવાર નંબર ડાયલ કરે છે. ફરી  સામે છેડે થઈ જવાબ આવે છે.

(આપ જિસ વ્યક્તિ સે સંપર્ક કરના ચાહતે હૈ, વો અભી આપકી કોલ કા જવાબ નહીં દે પા રહે હૈ.)

કદાચ કામ માં હશે અનિરુદ્ધ , એમ માની ને નેહા એ ફોન ના કર્યો પાછો .

         નેહા રીંગટોન સાંભળી ને વિચાર માં પડી જાય છે.શુ આ રીંગટોન પણ શિવાંગી માટે જ રાખી હશે અનિરુધે  !!!  ને ફરી નેહા ની સમક્ષ શિવાંગી નો ચેહરો આવી જાય છે. નેહા થી અજાણતા જ પોતાની અને શિવાંગી ની તુલના થઈ જાય છે.


ના ના એવું ના હોઈ અનિરુદ્ધ ના મનમાં એવું હોત તો કદાચ એ  મને મળવા જ ના આવતા એના હૃદય માં હજુ પણ શિવાંગી માટે લાગણીઓ છે. ને હોવી જ જોઈએ પ્રેમ કાઈ એમ જ નો ભુલાઈ જાય ધીમે ધીમે તેની યાદો દિલ માંથી જાય.પોતાની જાત ને સમજાવતી નેહા વિચારો માં હતી ત્યાં....

       નેહા ના મમ્મી રસોડા માંથી નેહા ને બુમ પાડે છે ચાલ નેહુ ......જમવાનું બની ગયું છે. નેહા આ વિચારો ને થોડીવાર એક બાજુ  મૂકી પોતાના કામ માં લાગે છે.

         આજે નેહા ના મમ્મી પપ્પા નેહા ને જોઈ ને ખુશ હતા કરણ કે ઘણા સમય પછી નેહા થોડી ખુશ હતી. ' તેના ચહેરા પર અલગ જ ખુશી હતી.' જોકે હજુ નેહા એ પોતાના માતા પિતા ને અનિરુદ્ધ વિશે જણાવ્યું હતું નહીં, પણ નેહા નો વિચાર એવો હતો કે એક વખત અનિરુદ્ધ અને પોતે કાંઈક નિર્ણય પર આવે પછી તે પોતાના માતા પિતા ને જણાવશે.

    જો અનિરુદ્ધ ની હા આવશે તો નેહા પોતાના માતા પિતા ને સરપ્રાઈઝ આપવા માંગતી હતી. અને જોવા ઈચ્છતી હતી કે મમ્મી પપ્પા કેવું રિએક્ટ કરે છે. વળી નેહા ની ઓછી ઊંચાઈ અને શ્યામ રંગ ના કારણે પરિવાર માં કોઈ છોકરો બતાવવા તૈયાર થતું નહીં. ને એમાંય અનિરુદ્ધ જેવો છોકરો નેહા ના જીવન માં આવે તો મમી પપ્પા કેટલા ખુશ થાય....તેમની ખુશી નું ઠેકાણું જ ન રહે .

     આજે ઘણા સમય બાદ નેહા અને તેના મમ્મી પપ્પા એ હસતા અને વાતો કરતા કરતા ડીનર કર્યું હતું. કારણ હતું નેહા ના ચેહરા પર ની ખુશી જે કેટલાય સમય થી છીનવાઈ ગઈ હતી. પણ અનિરુદ્ધ સાથે ની એક મુલાકાતે પાછી આવી ગઈ હતી

        નેહા પોતાના કામ માંથી નવરી પડી કે ફરી થી અનિરુદ્ધ ની યાદો સતાવા લાગી.... પોતાના બેડ પર આડી પડી પણ મન આજે ક્યાં સુવા દે એમ હતું....??

         નેહા પોતાના મન અને દિલ ને  ખીજવાય ગઈ તમારે  કાઈ કામ જ નથી કે શું ??? જ્યારે ને ત્યારે બસ  ભૂલેલું યાદ અપાવી બેસે. શુ  અનિરુદ્ધ ....અનિરુદ્ધ .....જ કર્યા કરે !!! બસ અમે નવરા થયા નથી કે વિચારવાનું કામ ચાલુ થઈ જાય બધું યાદ અપાવે. નેહા ખોટો ગુસ્સો બતાવતી હતી ને પોતાના મન અને દિલ ને  ટાટોળતી હતી. 

      નેહા એ ઘણા પ્રયતો કર્યા  પણ મન અનિરુદ્ધ ના  વિચારો પર થી હટતું જ નહોતું. જીવન માં પ્રથમ વખત નેહા કોઈ ના પ્રત્યે આકર્ષાઈ હતી. અરે કદાચ નેહા ને તો અનિરુદ્ધ સાથે પ્રેમ જ થઈ ગયો હતો. અરે થાય પણ કેમ નહીં, બધી જ રીતે અનિરુદ્ધ  પરફેક્ટ હતો. એમાંય એને મારા જવી છોકરી ગમી !! 
   
         કોફી શોપ માંથી ઘરે આવ્યા બાદ બે દિવસ થી નેહા  નું મન અને દિલ અનિરુદ્ધ ની વાતો જ વાગોળતું હતું.અનિરુદ્ધ ની બોલવાની છટા, તેનો ચહેરો એની સાદગી પોતાના ભૂતકાળ વિશે પણ કેટલી સહજતા થી કહી દીધું.

                કદાચ હું અનિરુદ્ધ ની જગ્યાએ હોત તો આટલી સરળતાથી પોતાના ભૂતકાળ કહી શકું.


અનિરુદ્ધ ના વિચારો માં નેહા ને ઊંઘ આવી ગઈ અને અનિરુદ્ધ સાથે ના સપના ઓ માં નેહા ખોવાઈ ગઈ.......

  
 બીજા દિવસે સવારે.....        


            આજે સવારે થી આકાશ ચોખ્ખું હતું સૂર્યદેવે? સરસ મજા નો તડકો વરસાવી રહ્યા છે. સૂરજ ના કિરણો ધરતી પર ની માટી ના કણો સાથે મળી ને જાણે મોતી બિંદુ  બની ગયા છે. ને જાણે ધરતી ઉપર મોતીઓ ની ચાદર પથારી છે.   

નેહા આજે સવારે મોડે સુધી સૂતી રહે છે.

આટલા વારસો માં પહેલી વાર બન્યું હતું કે નેહા આટલું મોડે સુધી સૂતી હતી. 

પાયલ બેન (નેહા ના મમ્મી ) : નેહા .....ઓ.....દિકુ  ...... જોતો ખરી તારે કોલેજ નથી જવાનું કેટલા વાગ્યા ....
કેમ તબિયત નથી સારી ??

નેહા જાગી ને જુવે છે તો ખરેખર ઘણું મોડું થઈ ગયું હતું.
તે રોજ ની જેમ જલ્દી તૈયાર થઈ ને કોલેજ જવા નીકળી પડી. 

આજે વાતાવરણ તો ખૂબ સરસ હતું.પણ આવા સુંદર વાતાવરણ માં મન બેચેની અનુભવે છે. આજ પહેલા તો ક્યારેય આવું નથી અનુભવ્યું. પહેલા પણ હું બીજા ઘણા છોકરા ઓ ને મળી છું . વાતો પણ કરી છે.

પણ આજે શા માટે મન અને હૃદય બને ડરે છે???


વરસાદ ના હોવાથી નેહા બસ માં કોલેજ  જવાનું નક્કી કરે છે. બસ માં બેઠા બેઠા નેહા લગભગ દસ વખત ફોન ચેક કરી ચુકી હતી . પણ અનિરુદ્ધ નો મિસ કોલ તો શું  કોઈ મેસેજ પણ નહોતો ......


ક્રમશ...

     
શુ થયું હશે ??? 

અનિરુદ્ધ નો કોલ કેમ નહીં આવ્યો હોય ???

શુ અનિરુદ્ધ પણ બીજા ની જેમ જ નેહા ના રૂપ ના કારણે તેને રિજેકટ કરશે કે પછી હા કહેશે???


આગળ જાણવા માટે બન્યા રહો "ગ્રીન સિગ્નલ" સાથે...

મારી રચના "રહસ્યમય પુરાણી દેરી" વાંચજો...ખૂબ જ રહસ્યમય એક પૌરાણિક કથા છે. જે અત્યાર સુધીની સૌથી લાંબી કથા હશે. 


લી. હેતલ ખૂંટ ?
મદદગાર :- પ્રિત'z...?
૯7૩7૦1૯2૯5