Dear Diary in Gujarati Moral Stories by Sweety Patel books and stories PDF | પ્રિય ડાયરી

Featured Books
Categories
Share

પ્રિય ડાયરી

          આજે વેલેન્ટાઈન ડે છે. બાળકો સ્કુલે અને પતિ ઓફીસ જવા નીકળી ગયા. અને ઋતુ હવે ઓફિસ જવા નીકળી જ રહી છે. અને અચાનક આ ડાયરી હાથ માં આવી ગઈ.ઘડિયાળ માં જુએ છે તો હજુ અડધો કલાક ની વાર છે. અને એ વીતેલા દિવસો માં આંટો મારવા ડાયરી નું પહેલું પાનું ખોલે છે.

10.2.2010

            આજે મેં એ ને ફરીથી જોયો. ખબર નહીં કેમ એ. મારી સામે આ રીતે જોયા કરે છે ?.

            ઋત્વિક નામ છે એનું. મીડિયમ કરતાં થોડીક મોટી આંખો સ્પષ્ટ ચહેરો અને આંખો ઉપર આરપાર દેખાય એવા ફ્રેમલેસ ચશ્મા.આમ તો સિંહ જેવી અડગ ચાલ અને કદાચ મનોબળ પણ.

             દરરોજ આવીને પહેલી બેંચ પર બેસી જવાનું હાથમાં અને એક કલાક સુધી કન્ટીન્યુઅસ અને નિષ્પલક થઈને બોર્ડ તરફ જોયા કરવાનું.

            પણ એ મને આમ બાઘા ની જેમ કેમ જોયા કરે છે?

13.2.2010

            આજે એને મેં મૂવી જોતા જોયો. એ સમજમાં નથી આવતું કે એ મારો પીછો કરતો હશે? કે પછી એમ જ? પણ ના આજે એ અલગારી એકલો નહોતો. એમની સાથે આ ફંકી જિન્સ માં કોઈક બીજું પણ હતું. એને જોઈને મારી ધડકન એક ધબકારો ચુકી ગઈ .

             એ કોણ હશે? એની સગાઈ થઈ ગઈ હશે? એ એની મંગેતર હશે? કે પછી બહેન? કે ખાલી ખાલી ફ્રેંડ. પણ જો ખાલી ફ્રેંડ જ હોય તો આમ એકલા એકલા થોડી આવે મુવી જોવા? આમ તો એ બહુ સીધો છે. મુવી જોવા પણ જાય એ પણ બહુ નવાઈ લાગી. તો પછી આ કોણ હશે? કંઈ નહીં પણ મારે શું? જે હોય એ.

                મારા નસીબ થોડાક પાછળ હશે. આ શંકર ભગવાન મને અન્યાય જ કરવાના લાગે છે. આમેય પણ હું કયા હક થઈ આટલી દુઃખી થઈ શકું? મને કોઈ ગમે એને હું ગમી જ જાઉં એવું જરૂરી થોડું છે? અને ગમે તો પણ મારા નસીબ માં હોય એ પણ જરૂરી થોડું છે?

                મારૂ મગજ આજના આખ્ખા દિવસ માટે મારા હાથ માં નથી. એ મન ફાવે એમ વિચારો કરે જાય છે. અને એને થોડીક થોડીક વાર માટે આંખો પણ આંસુ પાડીને સાથ આપે છે..!!!

           કાલે વેલેન્ટાઈન ડે છે. પણ હવે કાંઈ ખાસ મૂડ રહયો નથી.

            જો મારૂ ચાલે તો એ કોલેજ જવાના રસ્તે જોવાનું પણ બંધ કરી દઉં. પણ હજુ એક આખુ સેમેસ્ટર પતાવવાનું છે. અને કોલેજ માં સ્પોર્ટ ડે પણ ચાલુ છે. 

            સાંભળ્યું કે અમારો કલાસ વોલીબોલ ની મેચમાં છેક ફાઇનલ માં પહોંચ્યો છે. એટલે રિયા અને રિધમ સાથે ક્લાસ માં થી પાંચ બીજી ગર્લ્સ નો બોયસ્ ને ચિઅર કરવાનો પ્લાન હતો.એટલે ધમકી મળી કે મૂડ હોય કે નહીં..યુનિટી તોડાય એમ નથી!!

14 .2.2010

          ગ્રુપ ડે .. પણ ગ્રુપ ની યુનિટી સાચવવા મેં પણ રેડ પંજાબી પર સફેદ ઓઢણી નાખી. અને આખી રાત ના ઉજાગરા ને છુપાવવા સુજી ગયેલી આંખો પર કાજલ લગાવ્યું..

           અમે બેન્ચ શોધી ને હજુ ગોઠવાયા જ છીએ.. અને ત્યાં જ સાહેબ ની એન્ટ્રી થઈ. જિમ જેવા ઘડાયેલા શરીર પર હાલ્ફ સ્લીવ ની ટામેટા રેડ કલરની પોલો ટી શર્ટ .. અને સિમ્પલ બ્લુ જીન્સ અને ટ્રેડ માર્ક જેવા ફ્રેમલેસ ચશ્મા. આછેરી ઈર્ષ્યા થઈ આવી.ઠીક છે. મેચ જોવા આવ્યો હશે. મારે શું?

            આંખ નીચી કરી મેચ તરફ ધ્યાન રાખવાની એકટિંગ કરી. પણ હજુ 5 જ સેકેન્ડ પછી આંખો એ બળજબરી કરી ફરી એ જ દિશા માં નજર ટેકાવી દીધી.

           એક મિનિટ પણ એની દ્રષ્ટિ આ બાજુ જ કેમ છે? પ્લસ એક માસ મોટ્ટી સ્માઈલ પણ છે. અને એ આમ આ બાજુ કેમ આવતો હશે? ઓહ... સિરિયસલી? ટેન્શન થઈ ગયું મને શું હશે?

            એકાદ મિનિટ પછી એ મારી એક જ ફૂટ દૂર ઉભો હતો. કેટલો સ્માર્ટ લાગે છે એ? ચહેરા પરનું બધું જ કેટલા માપસર થી ગોઠવાયું છે? એક નાની સ્માઈલ પછી એણે વાત શરૂ કરી. 

            "લીશન, મારે કામ હતું તારૂં બે મિનિટ આ બાજુ આવીશ?"

             મારા ગ્રુપ માં નાનકડો સન્નાટો હતો.

 મારુ માઈન્ડ થોડુંક હેંગ થઈ ગયું. એણે કહ્યું "શું?"

 "પ્લીઝ?"

        થોડેક દૂર આવીને એણે કંઈ પણ બોલ્યા વગર પચાસેક પન્ના ની અસાઈનમેન્ટ પકડાવી દીધી.

"આ પ્રોજેક્ટ ની પ્રિન્ટ છે. અને દવે સરની નોટ્સ પણ છે. જોઈ લે જે"

મારા અરમાનો પત્તાં ના મહેલ ની જેમ તૂટી ને વિખેરાઈ ગયા.

શક્ય એટલો ગુસ્સો લાવીને કહ્યું. "ઓકે" " બીજું??"

આછેરી સ્માઈલ અને આંખો માં તાકકી ને એને કહ્યું.."પ્લીઝ જોઈ લેજે.. આજે જ .."

હવે કંઈ ખાસ લાગ્યું. એ ફરીથી સ્માઈલ કરીને હવા માં ઓગળી ગયો.

અને મેં ટાઇટલ પેજ જોયું. પ્રોફસર દવે. નોટ..

પણ એક મિનિટ આ તો કૈંક ડાયરી લાગે છે.

હેય ઋતુ,

            તને જોઈ ત્યારથી આજ સુધી ની વાતો ડાયરી માં લખું છું.. બધી તો પછી ક્યારેક વંચાવીશ.. પણ આજે આ નાનકડું ટ્રેલર મારી લાગણી ઓ નું...

            રોજજે સવાર ના 9 ને 25 થાય એટલે પહેલી બેંચ પર ગોઠવાતો હું આ સીન રોજજે જોઉં છું.

            તું જ્યારે ક્લાસ માં પ્રવેશે ત્યારે મારા દિવસ નો સૌથી સુંદર ઘટનાક્રમ ફરીથી શરૂ થાય છે. આખા દિવસના 24 કલાક કરતા માત્ર આ 30 સેકન્ડ વધારે લાંબી લાગે છે.

           ક્યારેક એમ થાય છે કે જો સમયચક્ર મારા હાથ માં આવી જાય તો આખો દિવસ બસ આ જ 30 સેકન્ડ રિવાઇન્ડ કરી કરી ને વિતાવી દઉં. 

          તું જેવી કલાસરૂમ માં પગ માંડે ત્યારથી જ મારી આખે આખી આસ પાસ જાણે કે સ્લો થઈ જાય છે. બધું એટલે બધું જ. એના પગલાં પણ .. એ પણ.. મારા દોસ્તો પણ.. બધું જ એકદમ જ શાંત થઈ જાય છે. 

            મારો શ્વાસ થોડોક વધારે ઊંડે સુધી જાય છે.. મારા હૃદય ની ધડકનો પર યુનિટ ટાઈમ થોડીક ઓછી થઈ જાય છે. તારી શાંત પાણી માં તરતી હંસલી જેવી ચાલ. એક દમ શાંત અને સ્થિર લાગે છે.

             તારા કપડાં પણ કેવા ફેશન પ્રમાણે રોજ અલગ અલગ હોય છે. ક્યારેક ક્રોપ ટોપ અને જીન્સ પેન્ટ, તો ક્યારેક સિમ્પલ પંજાબી પર સિન્થેટિક દુપટ્ટો, ક્યારેક આખા ગળા પર શિવજી ના નાગની જેમ વીંટળાયેલો સ્કાર્ફ કે પછી ક્યારેક જાણી જોઈને પેલા સાઈન કર્વ ની જેમ સુવ્યવસ્થિત ગોઠવેલો દુપટ્ટો .

            જોકે તું કઈ પણ પહેરે મારી નજર તો એની બે સ્પષ્ટ, તગતગતી સહેજ વધારે મોટ્ટી લાગતી આંખો અને અને એ બંને આંખો થી માંડ 5 mm ઉપર અને ખેંચેલા તિર જેવી બે ભ્રમરો ની વચ્ચો વચ્ચ લગાવેલી એકાદ mm ની સાવ નાનકડી બિંદી પર આવીને અટકી જાય છે. ના ના ચોંટી જ જાય છે.

              પછી તરત જ.. અચાનક.. એની સ્પષ્ટ અને આત્મવિશ્વાસ થી ભરપૂર દેખાતી આંખો થોડીક સેકન્ડ માટે ઢળી પડે છે, એનું આખું શીર્ષ 15એક ડિગ્રી જેટલું આગળ ની તરફ નામે છે. 

            તારા સાવ આચ્છા પિંક કલરના હોઠ થોડાક ખેંચાય છે. કદાચ થોડીક ઘભરાઈને જ એની મુખ પર તો સહેજ પણ ના નડતી હોય એવી લટટ પકડી ને કાન પાછળ લઇ જવાને બહાને એનો ચહેરો રોજજે થોડીક માઈક્રો સેકન્ડ માટે છુપાવી દે છે. 

           મને રોજ્જે એમ લાગે છે કે તને મને જોયા વગર જ ખબર પડી જાય છે કે હું તને નિષ્પલક તાકી રહ્યો છુ.

            ગઈ કાલે મને પાક્કી માહિતી મળેલી કે એ, તારી બગલા જેવી ઊંચી ડોક વાળી રિધમ અને એની ઘુવડ જેવી આંખો વાળી ચષ્મીશ બેનપણી રિયા નો 3 ના શૉ માં મુવી જોવાનો પ્લાન છે. તમેં ત્રણે જણા ને ટિકિટ લેવા ચર્ચા કરતા મારા પાક્કા દોસ્ત રાહીલ એ બસ ની પાછળ ની સીટ પરથી સાંભળેલા. અને આવીને તરત જ સસલા ની પેઠે કૂદતાં કૂદતાં આ સુપર સમાચાર આપેલા. 

             અને પાછળ ઓર્ડર પણ.. કે તારે આજનું લેક્ચર તો બંક કરવું જ પડશે. ભલે એ પ્રો. દવે નું હોય. નઇ તો વાલા.. તમે લેકચર કરશો ને.. ભાભી ક્યાંક ઉડી જશે... !!

            અને વધારા માં એને સ્ત્રી સહજ ઈર્ષ્યા થાય એટલા માટે મારે મારી પહેલા વર્ષ માં ભણતી અને સલમાન ખાન નું મુવી જોવા હંમેશા ઓવર રેડી રહેતી કઝિન બેન આર્વી ને સાથે લઇ જવી. એને ક્યાં ખબર છે? કે એ મારી બહેન છે? આના માટે સોરી જો ખરાબ લાગ્યું હોય તો!!

            પણ સાચ્ચે કહું છું.. તને જોઇ એટલે મગજ ફરીથી હેંગ થઈ ગયું. રેડ ક્રોપ ટોપ અને જિન્સ.. અને ઉપર થી આ નાક માં નાની અમથી નથ .. આ બધું એ ક્યાંથી શોધી લાવે છે તું?? 

            મને જોઈને તું થોડીક શરમાઈ હોય એમ લાગ્યું. પણ એ કદાચ મારો વહેમ હશે.પણ મારી બાજુ માં આર્વી ને જોઈને તો તારા ચહેરા નો રંગ કંઈક અલગ જ લાગ્યો. અને એ મારો વહેમ નથી. કેમકે મારી નજર તારા ચહેરા ને માપવા તારી પર જ ચોંટેલી હતી.

           જો જીવન પણ રિવાઇન્ડ થઈ શકતું હોય તો આ દસેક સેકન્ડસ ને રિવાઇન્ડ કરી ને રેકોર્ડ કરી ને મારા દોસ્તો ને બતાવત..!!

            અને જો તું મારી લાઈફ લાઈન, મારી વાઈફ બનવા રેડ્ડી તો આ જ વિડિઓ બતાવી ને તને તું ગરડી થાય ત્યાં સુધી ચીડવત. એટલો ગુસ્સો હતો તારા ચહેરા પર !!

             મને ખરેખર મજા આવી. આ નાનકડી ઈર્ષ્યા પ્રેરિત ગુસ્સા વાળું નાક અને ઢગલો પ્રશ્નો પૂછતી ગભરાયેલી આંખો જોવાની. અને એક વાત ફાઇનલ થઈ જ ગઈ. કે આ કૈંક ખાસ બંને બાજુ છે. !!

લાયબ્રેરી ની સામે ના ગાર્ડન માં રાહ જોઈ રહ્યો છું.. 

તો હવે કેટલી રાહ જોવાની છે મારે ?? હમ્મ??? 

....

...


ડાયરી બંધ કરીને અને મસ મોટ્ટી સ્માઈલ કરીને ઋતુ એ પતિ દેવ ને કોલ કર્યો..

હેય ઋત્વિક..!!!

Happy Valentine's day..

સાચું કહું છું..

Love you so much... !!!