Pehla pehla pyar he - 8 in Gujarati Love Stories by Bhargavi Pandya books and stories PDF | પેહલા પેહલા પ્યાર હે !!! - 8

Featured Books
Categories
Share

પેહલા પેહલા પ્યાર હે !!! - 8

પાયલ એના પરિવાર સાથે વાપી જતી રહે છે અને પોતાની રૂટિન લાઈફ જીવવા લાગે છે.. પાયલ અને આકાશ હવે દરરોજ એકબીજા જોડે વાતો કરે છે .. એકબીજા ને નાના માં નાની વસ્તુ બધું જ શેર કરે છે અને એકબીજા ને દરરોજ પ્રોમિસ કરે છે કે જલ્દી જ એકબીજા ના ઘર માં બધું જણાવીને સાથે થઈ જઈશું..પાયલના ઘરે એની મમ્મી એના માટે છોકરો જોવાનું શરૂ કરી દે છે..પાયલ આકાશ ને ખુબ ફોર્સ કરે છે કે એ એના ઘરે જણાવી દે નહિ તો એની મમ્મી બીજે ક્યાંક પાક્કું કરી દેશે...પણ આકાશ જાણતો હોવા છતા અજાણ બને છે..

અચાનક એક દિવસ પાયલને એના cousin મામાના ત્યાં નવસારી જવાનું થાય છે..પાયલ ને નથી જવું હોતું પણ પાયલની મમ્મી એને જબરદસ્તી ત્યાં લઈને જાય છે..પાયલ અને એની મમ્મી સાંજે એના મામા ના ઘરે પોહચે છે..પાયલ તો ત્યાં જઈને એના મામા ના બન્ને છોકરાઓ જોડે મસ્તી કરવા લાગે છે પછી જમવાનું બનાવવામાં એના મામી ને મદદ કરે છે.. આમ તો પાયલ ના મામા ખાસ કઈ બોલતા નથી..એમના strict સ્વભાવ ના લીધે પાયલ પણ ખૂબ ઓછી વાત કરતી હોય છે એમના જોડે પણ એ દિવસે પાયલ ને એના મામા નો સ્વભાવ કંઇક અજુકતો જ લાગે છે ..કારણ કે  આ વખતે એના મામા એને ખૂબ જ સારી રીતે બોલાવતા હોય છે અને એના સાથે જમતી વખતે પણ ઘણી વાતો કરે છે..પાયલ એના મામા ના મોટા છોકરા ' પાર્થ ' જે પાયલ કરતા 2 વર્ષ નાનો હતો..એનું પાયલ જોડે બહુ બનતું..અને એ એની સ્કૂલ ની હોસ્ટેલ ની બધી વાત ખાલી પાયલ જોડે કરતો.. અને પાયલ પણ એને કંઇક ભૂલ થઈ હોય તો સમજાવતી અને બધી રૂપે એને મદદરૂપ થતી ..એટલે બન્ને સગા ભાઈ બહેન ની જેમ જ રેહતાં.. પાયલ પાર્થ તરફ જોઇને ઈશારો કરે છે કે આજે એના પપ્પા ને શું થયું છે..પાર્થ ને પણ નવાઈ લાગે છે એટલે એ નાકર માં માથું હલાવીને કહે છે કે એને પણ નથી ખબર..

પાયલ જમીને પાર્થ અને શ્રેય જોડે બહાર આંટો મારવા જાય છે.. અને 1 કલાક પછી ઘરે પાછા આવે છે ..પાયલ જેવો ઘરે પગ મૂકે છે એવા જ એના મામા એને રૂમ માં જ્યાં એના મામી, મમ્મી, અને દાદા બેસેલા હોય છે ત્યાં બોલાવે છે અને પાર્થ અને શ્રેય ને બહાર જ ઉભા રહેવા કહે છે..પાયલ નવાઈ થી અંદર જાય છે અને એના મામા એને બેસવા માટે કહે છે.. પાયલ ના મામા એને અમુક છોકરાઓ ના ફોટા બતાવે છે અને પૂછે છે કે આમાંથી તને કયો ગમ્યો..તારા માટે વાત આવી છે તો તને ગમે તો વાત આગળ વધારીએ..પાયલ નવાઈથી એની મમ્મી બાજુ જોવે છે એની મમ્મી પણ એજ કહે છે કે "હમણાં કરી દેવું પડે નહિ તો સમાજ માં સારા છોકરાઓ નથી મળતા..તું રૂપ પર ના જા.." 
એના મામા એને બીજા એક છોકરા નો ફોટો બતાવે છે અને કહે છે "આં મારા એકદમ close ભાઈબંધ નો છોકરો છે અને છોકરો બહુ જ સંસ્કારી છે.. m.pharm કર્યું છે અને હમણાં વડોદરા નોકરી કરે છે..એના મમ્મી પપ્પા અહીંયા જ રહે છે..અને પૈસા ટકે પણ ખૂબ જ સુખી છે.." 

પાયલ ના મામા નોન સ્ટોપ બોલે જતા હતા..પણ પાયલ નું મગજ તો હમણાં આકાશ પર જ અટકી ગયું હતું..અને પાયલ તરત જ ના પાડી દે એ પણ હિતાવહ ન હતું.. પાયલને એની મમ્મી બીજા રૂમ માં લઇ જાય છે અને કહે છે" જો બેટા..વધારે ના વિચાર..આં તારા મામા જ છે તો તારા માટે સારું જ શોધશે..અને છોકરો પણ સંસ્કારી છે..સારું ભણેલો છે ..નોકરી કરે છે બીજું શું જોઈએ..અને અમીર પણ છે..તો આપણા જેવી હાલત નહિ આવે તને.. " પાયલ કંઇક બોલવા જાય છે એના પેહલા જ એની મમ્મી એને કસમ આપે છે..અને કહે છે.." જો તને મારી કસમ છે ..તું આં સગાઈ નહિ કરીશ તો હું મારી જઈશ... અને તને પણ ખબર છે હવે હું વધારે કામ કરી શકું એમ નથી..અને તારા ભણવા માટે ના પૈસા પણ હવે અમારા જોડે નથી..તારે હા પાડવી જ પડશે.." એમ કહીને એની મમ્મી બહાર નીકળી જાય છે

પાયલ ખૂબ જ ચિંતા માં હોય છે..કે જેના જોડે આટલા સપના જોયા જેને બેહદ પ્રેમ કર્યો..એને છોડી ને કોઈ બીજા જોડે.... પાયલને આઘાત લાગે છે..એક બાજુ આકાશ અને બીજી બાજુ એની મમ્મી ..કરે તો કરે શું..પાયલ આખી રાત સૂતી નથી અને રડ્યા કરે છે કે જિંદગી એને એક જ દિવસ માં કયા મુકામે લઈ આવી..એનામાં હિંમત જ નથી હોતી આકાશ ને આં બધું કહેવાની..અને કહેશે તો પણ શું કરશે એ..દરેક વખત ની જેમ આં વખતે પણ ટાળશે..એને કેટલો ફોર્સ કર્યો હતો આકાશ ને કે એના ઘરે કહી દે કેમ કે એના ઘર માં છૂટ હતી કે એને જે છોકરી ગમે એ છોકરી સાથે લગ્ન કરી શકશે..પણ આકાશ એ એક પણ વખત પ્રયત્ન ના કર્યો ..અને આજે પાયલ ને બીજા જોડે સગાઈ કરવાનો વારો આવી ગયો..પાયલ એ હવે બધું નસીબ પર છોડી દીધું હતું..એ હવે હારી ગઈ હતી..


બીજા દિવસે તો પાયલ ના પપ્પા પણ નવસારી આવી ગયા..અને સવારે અચાનક જ એ છોકરા ના મમ્મી પપ્પા પાયલ ને જોવા માટે આવી ગયા..પાયલ એમને ઓળખતી ન હતી..એટલે એ તો કોઈક મહેમાન છે એમ કરીને પાણી આપવા ગઈ.. ત્યારે એના મામા એ એને બેસવાનો ઈશારો કર્યો..અને  એમને બધા ને introduce કરાવ્યું.. એ છોકરા ના મમ્મી પપ્પા એ પાયલ ને અમુક સવાલો પૂછ્યા..અને પાયલ એ પણ કમને હસીને બધા સવાલો ના સારી રીતે જવાબ આપ્યા..અને કહ્યું કે " અમને તો પાયલ બહુ જ ગમે છે.. બસ હવે આવતા રવિવારે મૌલિક આવશે તો ..છોકરા છોકરી એકબીજાને ગમાડી લે પછી આગળ વધીએ... અને તમને તકલીફ ના હોય તો તમે બધા અમારું ઘર જોવા આવી શકો છો.." 

પાયલ ના મમ્મી પપ્પા ને તો છોકરા ના મમ્મી પપ્પા ખૂબ જ ગમી જાય છે અને એ પણ હકાર માં બધા જવાબ આપે છે..સાંજે બધા એમનું ઘર જોવા જાય છે.. ખૂબ જ ભવ્ય ફ્લેટ ..પાયલની મમ્મી તો બધું જોઈને ખૂબ ખુશ થઇ જાય છે જેમ એક માં ને  સંતોષ થાય કે એની છોકરી ખુશ રહેશે.. બધા ચા નાસ્તો કરીને રવિવારે મળવાનું નક્કી કરીને નીકળે છે.. પાયલ એના મમ્મી પપ્પા જોડે ફરીથી વાપી આવી જાય છે ..

પાયલ એ 2 દિવસથી આકાશ ને મેસેજ નથી કર્યો..છતાં પણ એનો સામેથી મેસેજ ન હતો આવ્યો..જ્યારે પાયલ આકાશ એક પણ દિવસ મેસેજ ના કરતો તો એને ચિંતા થતી..અને એને દુનિયા ભર ના મેસેજ મોકલતી .. એને કમને આકાશ ને બધી જગ્યા એ થી block Kari દિધો.. અને પોતાના જ નસીબને ખરાબ કહેવા લાગી..એને હવે જે નસીબ માં થવાનું હતું એ સ્વીકારી લીધું હતું..હવે રવિવાર ની રાહ જોવાતી હતી ..ખબર નહિ  છોકરો કેવો હશે? પાયલ માટે આખી જિંદગી સાથ આપશે?..પાયલ નો હાથ થમીને એના જોડે આગળ વધશે? એની જિંદગીમાં ફરીથી ખુશી લાવી શકશે?..આં બધા પ્રશ્નો પાયલ ના મગજ માં ફરી રહ્યા હતા..

ક્રમશ: