KING - POWER OF EMPIRE - 18 in Gujarati Fiction Stories by A K books and stories PDF | KING - POWER OF EMPIRE 18

The Author
Featured Books
Categories
Share

KING - POWER OF EMPIRE 18

( આગળના ભાગમાં જોયું કે શૌર્ય ને સુનીતા ની આત્મહત્યા નું કારણ ખબર પડે છે અને રૉકી સુનિતા ને બદનામ કરવાનો પ્રયાસ કરે છે, શૌર્ય અને રૉકી વચ્ચે મારપીટ થાય છે, ત્યાં જ ઇન્સપેક્ટર પાવલે ત્યાં આવે છે જે રૉકી અને તેનાં પિતાનો વફાદાર હોય છે, રૉકી ના કહેવા પર તે શૌર્ય ને અરેસ્ટ કરે છે, હવે શું થશે ચાલો જાણીએ) 

“પ્રીતિ આપણે જલ્દી કંઈક કરવું પડશે ” શ્રેયા એ કહ્યું 

“સાચું કહું તે શ્રેયા, જલ્દી થી ઘરે જઈએ દાદાજી જરૂર મદદ કરશે” પ્રીતિ એ કહ્યું 

તે ત્રણેય પાર્કિંગ તરફ જાય છે અને પ્રીતિ કાર બહાર કાઢે છે, શ્રેયા અને અક્ષય કારમાં બેસે છે અને પ્રીતિ ગાડી ઘર તરફ દોડાવી મૂકે છે. 

આ તરફ ઇન્સપેક્ટર પાવલે શૌર્ય ને લઈ ને પોલીસ સ્ટેશનમાં આવે છે અને તે શૌર્ય ને જેલમાં બંધ કરે છે, જેલ મા શૌર્ય સિવાય કોઈ ન હતું, ખૂણામાં એક માટીનો ઘડો પડયો હતો અને તેની બાજુમાં બેસવા માટે ની જગ્યા બનાવેલી હતી, શૌર્ય શાંતિ થી ત્યાં જઈને બેસી ગયો. 

“તાવડે એક ગરમાગરમ કડક મસાલેદાર ચા લઈ ને આવ ” ઈન્સ્પેકટર પાવલે એ કહ્યું 

ત્યાં ઉભેલો હવાલદાર “જી સર ” કહી ને જતો રહ્યો, હવે પોલીસ સ્ટેશનમાં ઈન્સ્પેકટર પાવલે અને શૌર્ય સિવાય કોઈ ન હતું, પાવલે એ ખિસ્સા માંથી ચિઠ્ઠી કાઢીને વાંચવા લાગ્યો અને પછી તે મલકાયો ,
તેણે ફોન હાથમાં લીધો અને નંબર ડાયલ કર્યો અને ફોન કાન પાસે રાખ્યો, 

“હલ્લો કોણ? ” સામે છેડેથી અવાજ આવ્યો 

“યાદવ સાહેબ આપનો વફાદાર નોકર ” પાવલે એ લુચ્ચાઈ થી કહ્યું

“પાવલે બોલ બોલ ” સામે છેડે થી વાત કરતાં રવિ યાદવે એ કહ્યું 

“યાદવ સાહેબ તમારાં છોકરાં ના કારણ એ એક છોકરી એ આત્મહત્યા કરી તેનું સબૂત મારી પાસે છે અને જેણે તમારાં છોકરાં ને આજે મારયો એ મારી જેલમાં છે” પાવલે લહકા લેતાં કહ્યું 

“શાબાશ પાવલે ” રવિ યાદવે ખુશ થતાં કહ્યું

“યાદવ સાહેબ ખાલી શાબાશી થી કામ નહીં ચાલે ” પાવલે એ કહ્યું 

“તું ચિંતા ના કર પાવલે, આજ સાંજ સુધીમાં તારાં ઘરે મીઠાઈ પહોંચી જશે ” રવિ યાદવે કહ્યું 

“માફ કરજો હજૂર પણ શું જાણી શકું છું કે મીઠાઈ પર વરખ કેટલાં નું ચડશે ” પાવલે એ કહ્યું 

“દસ લાખ.... ઓછું તો નહીં પડે ને પાવલે ” રવિ યાદવે હસતાં હસતાં કહ્યું 

“અરે બિલકુલ આેછું નહીં પડે માલિક ” પાવલે એ કહ્યું 

“બસ એક કામ કરવાનું છે તારે પાવલે ” રવિ યાદવે કહ્યું 

“અરે એક શું એકસો એક કામ કરી ” પાવલે એ કહ્યું 

“તો સાંભળ જે સબૂત તારી પાસે છે એને તું મીટાવી દે અને મારા દિકરા ની જેણે આ હાલત કરી તેને એવા કેસમાં ફસાવ કે કયારેય બહાર ન નીકળી શકે ” રવિ યાદવે કહ્યું 

“જેવું તમે કહું એવું જ થશે ” પાવલે એ કહ્યું 

સામે છેડેથી ફોન કટ થઈ ગયો , પાવલે એ ફોન ટેબલ પર મૂકયો અને તેનાં ટેબલનાં ખાનામાંથી લાઈટર બહાર કાઢયું, તેણે ચિઠ્ઠી ને આગ લગાવી દીધી અને કચરાપેટી મા નાખી દીધી, ત્યાં જ હવાલદાર ચા લઈ ને આવ્યો, પાવલે ટેબલ પર પગ લાંબા કરીને ચા ની ચૂસકી લેવા લાગ્યો. 

આ તરફ શૌર્ય શાંતિ થી જેલમાં બેઠો હતો અને તેનાં ચહેરા પર એક સ્મિત હતું, પણ કોને ખબર હતી કે આ શાંતિ આવનારા તોફાન પહેલાં ની શાંતિ છે.

આ તરફ પ્રીતિ, શ્રેયા અને અક્ષય ઘરે પહોંચ્યા, ત્રણેય ઘરમાં પ્રવેશ્યા પણ ઘરમાં કોઈ દેખાય રહ્યું ન હતું, ત્યાં જ એક નોકર કિચનમાંથી બહાર નીકળ્યો, પ્રીતિ એ તેને બોલાવ્યો અને કહ્યું, “ઘરમાં કોઈ દેખાતું નથી કયાં ગયા બધાં? ”

“મેડમ બધાં એક ફંક્શન મા ગયા છે અને રાત્રે મોડા ઘરે આવવાના છે ” નોકર એ કહ્યું 

“ઓકે નો પ્રોબ્લેમ તમે જાવ” પ્રીતિ એ કહ્યું 

પ્રીતિ એ તરત મોબાઈલ કાઢી ને તેનાં દાદાજી ને ફોન લગાવ્યો પણ તેને ફોન ન લાગ્યો, પછી તેણે તેનાં મમ્મી પપ્પા ને ફોન લગાવ્યો પણ તેને પણ ન લાગ્યો.

“શું થયું પ્રીતિ ” શ્રેયા એ કહ્યું 

“બધાં ના ફોન કવરેજ ક્ષેત્ર ની બહાર બતાવે છે ” પ્રીતિ એ હતાશ થતાં કહ્યું 

“ઓહહ નો... ” શ્રેયા એ નિસાસો નાખ્યો 

“અત્યાર સુધીમાં તો રવિ યાદવ ને બધી ખબર પડી ગઈ હશે, આપણે ગમે તે કરી શૌર્ય ને કાલ સવાર સુધીમાં બહાર લાવવો પડશે ” અક્ષયે કહ્યું

“તારી વાત સાચી છે અક્ષય પણ..... ” પ્રીતિ એ કહ્યું 

“એક આઈડિયા, આપણે દેસાઈ અંકલ ને ફોન કરીએ એ તો શહેરના મોટા વકીલ છે અને કાનજી દાદા ના સારાં મિત્ર પણ છે ” શ્રેયા એ કહ્યું 

“યસ આર યુ રાઈટ ” પ્રીતિ એ કહ્યું 

તેણે તરત મોબાઈલ પર નંબર ડાયલ કર્યો અને ફોન લગાવ્યો, “હલ્લો દેસાઈ અંકલ ”

“હા, તમે કોણ? ” સામે છેડેથી અવાજ આવ્યો 

“હું પ્રીતિ બોલું છું અંકલ ” પ્રીતિ એ કહ્યું 

“ઓહ બોલ બેટા શું થયું ” મિસ્ટર દેસાઈ એ કહ્યું 

“અંકલ તમારી મદદ ની જરૂર હતી” પ્રીતિ એ કહ્યું 

“જરૂર બેટા બોલ શું મદદ કરું ” મિસ્ટર દેસાઈ એ કહ્યું 

“મારો એક ફ્રેન્ડ પોલીસ સ્ટેશનમાં છે બસ તેની જમાનત કરવાની છે ”પ્રીતિ એ કહ્યું 

“પોલીસ સ્ટેશનમાં, શું થયું બેટા? ” મિસ્ટર દેસાઈ એ કહ્યું 

પ્રીતિ એ સુનિતા ની આત્મહત્યા અને રૉકી સાથે થયેલ ઝઘડા ની વાત કરી 

“ઓહહ, પણ બેટા હું એક કેસના સિલસિલામાં દિલ્હી આવ્યો છું ” મિસ્ટર દેસાઈ એ કહ્યું 

“ઓહહ નો ” પ્રીતિ એ કહ્યું 

“તું ચિંતા ના કર બેટા, હું મારી ઓફિસમાં ફોન કરીને મારા આસિસ્ટન્ટ ને કહું છું તે કાલ સવાર સુધીમાં તારાં મિત્ર ની જમાનત કરાવી આપશે ” મિસ્ટર દેસાઈ એ કહ્યું 

“થેન્કયુ અંકલ થેન્કયુ સો મચ ” પ્રીતિ એ ખુશ થતાં કહ્યું 

“ઓકે બેટા,  બાય ” મિસ્ટર દેસાઈ એ કહ્યું 

“ઓકે અંકલ બાય ” આટલું કહીને પ્રીતિ એ ફોન કટ કરયો 

“શું થયું પ્રીતિ? ” શ્રેયા એ કહ્યું 

“અંકલ તો દિલ્હીમાં છે પણ તે પોતાના આસિસ્ટન્ટ ને કહી ને કાલ સવાર સુધીમાં શૌર્ય ની જમાનત કરાવી આપશે ” પ્રીતિ એ ખુશ થતાં કહ્યું 

“ઓહ ગ્રેટ ” અક્ષય એ કહ્યું 

શું લાગે છે પ્રીતિ શૌર્ય ની જમાનત કરાવી શકશે? , શું ઈન્સ્પેકટર પાવલે શૌર્ય ને કોઈ જૂઠાં કેસમાં ફસાવશે?  અને બીજી તરફ શૌર્ય આટલો શાંત હતો તે શું આવનાર તોફાન પેલાની શાંતિ છે? પ્રશ્નો તો બહુ છે પણ ઉતર માત્ર એક જ વાંચતાં રહ્યો, “KING - POWER OF EMPIRE ”

આ નોવેલ ના વાંચકો ને એક વિનંતી છે કે તે પોતાના પ્રતિભાવ અથવા સલાહ - 9586442793 પર આપી શકે છે અને હું બધાં ને માફી માંગું છું કે કેટલાક કારણો સર હું સમયસર તમારાં સુધી આ નોવેલ ના ભાગ પહોંચાડી નથી રહ્યો પણ વચન આપું છું કે હું સમયસર તમારાં સુધી હવે પહોંચાડવાનો પ્રયત્ન કરી, હું એક નવી સ્ટોરી બુક લખી રહ્યો છું “લાસ્ટ યર - પ્રેમ, દોસ્તી અને બેઈમાની ” જે કૉલેજ લાઈફ પર આધારિત છે તમે તેને પણ આવોજ પ્રેમ આપો એવી મને આશા છે.