Twisted Love - 19 in Gujarati Love Stories by Kartik Chavda books and stories PDF | ટ્વીસ્ટેડ લવ - (PART 19)

Featured Books
Categories
Share

ટ્વીસ્ટેડ લવ - (PART 19)

( પાછલા part માં જોયું કે Pari kartik ને પૂછવા  આવે છે અને naitik એને kartik તરફથી હા પાડી દે છે શીખાડવા માટે.... હવે આગળ ) 


Harsh : આજે Pari તારા પાસે શીખવા આવશે તો તું શું કરીશ?? 

me : naitik એ ફસાવીને મૂકી દીધો મને તો... 

Jaani : એમાં શું શીખાડી દેજે એને જે શીખવું હોય તે  ફટાફટ આપણે વાત કોઈને ખબર જ નહીં પડવા દઈએ.. Vaidehi ને તો સાવ ખબર જ ના પડવા દઈએ. 

me : તારી વાત તો સાચી છે...આમ તો dhruv એ કીધુ છે કે કોઈને ખબર નહીં પડવા દે છતાંપણ એ ત્રણ ના કામકાજ પર ભરોસો નહીં મને. 


વાતો કર્યા પછી class માં જઈને જોયું તો એટલો important lacture નહોતો તો હું library માં ચાલ્યો ગયો. કારણકે જે subject માં મજા ના આવે એના lacture ભરવા મારે મન પાપ કેવાય એટલે વિચાર્યું library માં જઈને ફોન માં Game રમીશ.


library એ જઈને બેઠો તો જબરદસ્ત શાંતિ હતી એટલે game રમવાની મજા આવશે એમ વિચારીને મેં "Shadow Fight 3" ચાલુ કરી.થોડાક round રમ્યો ત્યાં તો Pari આવી ત્યાં. 

Pari : તમે busy લાગો છો થોડાક...


me : હા યાર બોવ busy છું અત્યારે...

હું game રમતા રમતા જ બોલ્યો 



Pari : No Problem મારે કાંઈજ કામ નથી... હું તો બેઠી તમારા સામે... 

થોડીક minute બેઠી હશે.પછી મને થયું આ યાર બોવ જિદ્દી છે એટલે મેં જ મારી Game બંધ કરી અને બોલ્યો. 

me : બસ તારા માટે મેં મારી Game બંધ કરી નાખી...

Pari : thanks હો... 

me : તને કોને કીધુ હું અહીંયા છું.

Pari : મને... 
હજુ બોલવા જ જતી હતી ત્યાં જ હું બોલ્યો. 

me : naitik એ જ કીધુ હશે. 

Pari : નામ તો નહીં ખબર but જયારે હું class માં ગઈ તમારા તો એક જાડા છોકરા એ મને જોઈને જ કહી દીધું કે kartik library એ બેઠો હશે એકલો.

me : હા,એ હેલ્થી છોકરો naitik જ હતો. 

Pari : તમે તો યાર બોવ smart છો... મારાં બોલ્યા વગર કહી દીધું naitik જ હશે એમ. 

me : કંઈક કામ હોય તો બોલ કે પછી ખાલી વાતો કરવા આવી છો... 

Pari : મારાં એવા ક્યાં નસીબ કે તમારા જોડે ખાલી વાતો કરું..... હું તો doubts clear કરવા આવી છું. 

me : અરે પેલે તો તું તમે તમે કેવાનું બંધ કર...


પછી pari એ પોતાની book કાઢી અને ballpen મને દેતા બોલી.
Pari : જેવું તને ગમે... 

હું એને એની book માં draw કરીને સમજાવતો હતો તો  ઉભી થઈ અને મારી બાજુ માં આવીને બેસી ગઈ.

Pari : sorry, but મને તારા સામે બેસીને નહીં ફાવતું book માં જોતા, u know ઊંધુ પડે છે.

vaidehi આને આવી રીતે જોઇ જાય તો ખોટું સમજી લેશે.એટલે મેં Pari ને જેમ બને એમ જલ્દી સમજાવી દીધું.

Pari : seriously kartik,u are too good... mem સાચું બોલતા હતા કે kartik જેવું તને કોઈ ના સમજાવી શકે.

me : હવે તો તને કાંઈ doubt નથી ને?? 

Pari : હવે doubt થાય તો તો મારી જિંદગી જ doubt બની જાય તે સમજાવ્યું જ એવુ. 

me :ok તો હું જાવ છું હવે. 

Pari : wait ક્યાં જાય છે. 

me : મારી gf પાસે જાવ છું રાહ જોતી હશે મારી.. 

Pari : awww યાર તું કેટલો caring છો.મારે પણ મળવું છે એને... 

me : બીજી વાર મળી લેજે તું એને... અત્યારે મારે મોડું થાય છે... Bbye. 

બોલીને હું સીધો નીકળી જ ગયો.આ naitik મને library માં પણ શાંતિ નહિ લેવા દે.મને એમ કે હવે Pari નું chapter close but I'm wrong. 


next day, break પડ્યો એટલે  હું, harsh, jaani અને vaidehi બધા કેન્ટીન માં નાસ્તો કરતા હતા.અમારા બાજુના table પર naitik, nisarg અને dhruv બેઠા હતા.હજુ તો vaidehi મને એનાં ફોન માં અમુક ફોટોસ દેખાડતી હતી એના ત્યાં તો પાછળ થી naitik બોલ્યો,"Kartik જરાક સોસ ની bottle pass કરને "


vaidehi : આ લોકો ને બીજું કાય કામ નથી હોતું કે આખો દિવસ તારા નામ ની બૂમ પડ્યા રાખે છે. 

but હું સમજી ગયો કે આજુબાજુ ક્યાંક થી તો ખતરો મારાં બાજુ આવી રહ્યો છે.
me : અરે તું continue કર ને તારા pics દેખાડવાનું.

ત્યાં તો Pari નો અવાજ સંભળાયો.

Pari : hey, kartik.... 

pari એ મને નામ થી બોલાવ્યો એટલે vaidehi મારાં સામે જોવા લાગી ગુસ્સાથી.

me : Pari તું અહીંયા?? બોલને કામ હતું કાંઈ??

pari : can i join you?? 

ત્યાં તો પાછળ થી બેઠેલો naitik બોલ્યો," why not "

આ naitik એ તો જાણે બદલો લીધો પાછળ ના જન્મ નો.pari મારી બાજુ માં બેઠી.

me : Pari meet my sweet gf Vaidehi. 

હવે આ situation માંથી બચવાનો એક જ રસ્તો હતો કે vaidehi ના ટોકરી ભરી ભરીને વખાણ કરવાનો જેનાથી vaidehi ને લાગે કે kartik સારો છે. 

pari : vaidehi u are so lucky... તારા પાસે kartik જેવો bf છે. 

vaidehi કાંઈ પણ બોલે પેલા હું જ બોલ્યો. 

me : અરે lucky તો હું છું કે vaidehi મારી gf છે...

vaidehi : i think હવે આપણે જવુ જોઈએ kartik... ઘણું late થઈ ગયું છે.

me : સાચી વાત છે તારી ચાલ જઈએ..

હું ઉભો થયો ત્યાંતો પાછળ થી nisarg બોલ્યો, "ભાઈ નાસ્તો તો કરીને જા સવાર નું તે કાંઈ નહીં ખાધું "

naitik : હા યાર પછી તને ચક્કર આવશે ખાધા વગર અને પાછુ હજુ 2 km બસ stand સુધી ચાલવાનું છે. 

me : sorry bro હું કૅન્ટીન નો નાસ્તો ઓછો જ ખાવ છું. 

dhruv : kartik મારું પેટ ફુલ છે તું મારું lunch box લઇ લે..

naitik : તારૂ lunch box kartik ને નહીં ભાવે. 

Pari : kartik આપણે બન્ને lunch box share કરી લઈશું ચાલ બેસી જા પાછો.

me : no thanks... ચાલશે આજે નાસ્તા વગર.. 

naitik : હવે તો તને pari ની કસમ છે હવે તો ના પાડતો જ નહીં.

Pari : હવે તો ઓલા એ મારી કસમ દઈ દીધી... હવે તો તારે મારું lunch box finish કરવું જ પડશે...નકર હવે હું મરી જઈશ તારા લીધે...જોજે હો હજુ મારે એકેય bf બી નહીં તારા જેવો... Kartik શાંતિ થી પાછો બેસી જા નકર હવે તો તને પકડીને ખવડાવશી અમે બધા.vaidehi સમજાવ ને kartik ને.  

છેલ્લે pari એ મારાં જોડે પોતાનું lunch box share કર્યું. મસ્તી માં જ એને મારાં મોઢા માં પરાઠા નો ટુકડો મૂકી દીધો આ જોઈને મારાં અતિશય વહાલા દોસ્તાર કમ દુશ્મન એવા naitik,nisarg અને dhruv એ " વાહ pari વાહ " નામ ના નારા લગાવ્યા. Pari ખુશ થઈ મારાં જોડે  lunch box share કરીને.


vaidehi ખાલી અત્યારે ફક્ત જોઇ રહી હતી.એ મારાં વિશે કેવું વિચારતી હશે એ તો હવે એને ખબર.મસ્ત હું અને  vaidehi  બહાર જઈને બેસી જાત એકલા. બે ઘડી મીઠી વાતો કરત પ્રેમ ની but મારાં દોસ્તાર લોકોને મારાં પેટ ની ચિંતા મારાં કરતા પણ વધારે.છેલ્લે હું ઉભો થયો. 
Pari : kartik bye કાલે મળીએ પાછા... 


પછી અમે એકલા પડ્યા.

vaidehi : તું pari ને કેવી રીતે ઓળખે છે??  શું થયું હતું??  હું તને કાંઈ જ નથી પૂછતી... But ફક્ત એટલું જ કેવા માંગુ છું કે Pari થી દૂર રહેજે તું.Pari ના લીધે 
તું ફસાઈ જઈશ. 

me : vaidehi તારા સમ યાર હું એવુ કાંઈજ નથી વિચારતો એનાં વિશે...

vaidehi : મારાં સામે તારા મોઢા માં ઓલી પરાઠા ના ટુકડા મૂકતી હતી... હવે તું જ વિચારી લે મારે શું સમજવું 

me : અરે યાર તું તો ઊંધુ સમજી રહી છો. Pari ના મન માં એવુ કાય ના હોય. 

vaidehi : હું જાવ છું મારે તારી એકેય મીઠી વાતો નહીં સાંભળવી... અને હવે જો Pari મને તારી આજુબાજુ પણ દેખાઈ તો સમજી લેજે આપણું પૂરું.

બોલી પછી એ ગુસ્સા માં જ નીકળી ગઈ.


નકામી જ problem ઉભી કરી નાખી naitik એ મારાં માટે.vaidehi ને તો હું મનાવી લઈશ એવી મને ખબર જ હતી.

બીજા દિવસે હું class માં બેઠો હતો ત્યાં naitik બોલ્યો.

naitik : ભાઈ એક શાયરી લખી દેને મને 

me : અરે વાહ, કાંઈ ખુશી માં દોસ્ત?? 

dhruv : એને એક છોકરીને મોકલવી છે love વાળી શાયરી જેમાં એ ઓલીને i love u બોલતો હોય... અને ઓલી હા પાડી દઈ.

me : હશે ભાઈ... તારા થી વિશેષ શું છે....એવી શાયરી લખુંને કે છોકરી  તને સામે થી i love u too મારાં જાડિયા... એમ કહી દેશે

nisarg : ઓલી direct hug કરી લેવી જોઈએ.... ઓલી પાગલ થઈ જાય કોક ના પ્રેમ માં એવી શાયરી લખ kartik 


me : મને એનાં માટે special શાયરી લખવી પડે જે હું તને કાલે દઈશ લખીને.. 

naitik : color વાળા કાગળ માં લખજે જોરદાર font  થી...

me : ભલે કાલે લઇ લેજે મારાં પાસે થી... 

naitik : thank u so much ભાઈ... તારો આ અહેસાન હું ચૂકવીને જ રહીશ.



હવે naitik ને રામ જાણે કોને love latter દેવો છે.આ ત્રણ ગમે એ કામ કરે problem મને જ ઉભી થવાની. હજુ vaidehi પણ આ લોકો ના લીધે જ મારાથી ગુસ્સે થઈ ગઈ છે. pari મારાં વિશે કેવું વિચારતી હશે એ તો  એને જ ખબર.જોઈએ હજુ શું નાટક કરે છે નવા. 

JUST KEEP CALM AND SAY RAM

(ક્રમશઃ )

__________________________________


dear વાંચકો,
   twisted Love મારી પહેલી શુરુઆત છે. તમારા સૂચનો અને મંતવ્ય always આવકાર્ય છે. તમે તમારા અમૂલ્ય પ્રતિભાવ comment section માં or instagram માં dm થકી આપી શકો છો.

on Instagram: cauz.iamkartik