સુરત રેલ્વે સ્ટેશન પર માનવ મહેરામણ ઉભરાયું છે. બધા પોતપોતાના ગંતવ્ય સ્થાન તરફ જવા માટે ટ્રેન ની રાહ જુએ છે. ક્યાંક ચા તો ક્યાંક નાસ્તા માટેની રેંકડીવાળાનો કોલાહલ સંભળાય છે.
મમ્મી આપણી ટ્રેન કયારે આવશે પરી એની મમ્મીને પૂછે છે. બસ બેટા હમણાં જ આવશે. તું જો તો ફોઈ શું કરે છે. ફોઈ તો ક્યારની ભૈયુ સાથે સેલ્ફી પાડે છે. જા તુ એમને બોલાવી લાવ કેહજે કે મમ્મી બોલાવે છે.
ફોઈ.... ચાલો આપણી ટ્રેન હમણાં આવશે. મમ્મી તમને બોલાવે છે. હા બેટુ અમે આવતા હતા આમ કહી મીલી નાનકડા આહાન અને પરી નો હાથ પકડી એની ભાભી પાસે આવે છે.
મીલી એટલે નાનકડું તોફાન જ સમજી લો. મસ્તીખોર તો એટલી કે આખી સોસાયટી એનાથી તોબા પોકારે. પણ માસુમ એટલી કે કોઈ એનાથી વધારે નારાજ રહી શકે નહીં. દેખવે એટલી સુંદર કે કોઈ બોલીવુડની હિરોઈનને જ જોઈ લો. મલાઈથી બનાવી હોય એવી ગોરી અને સ્નિગ્ધ ત્વચા. નાજુક તો એટલી કે હાથ લગાવવાની પણ બીક લાગે. કદાચ એને અડવાથી ડાઘ ન પડી જાય. મુસ્કુરાહટ તો એવી કે એની આગળ કંઈ પણ હારવાનું મન થાય. કોઈ ચિત્રકારે માપ લઈને બનાવ્યા હોય એવા માપસરના અધર. એના ઉપર એક નાનકડો તલ એની સુંદરતામા ચાર ચાંદ લગાવી દેતો.અને સૌથી સુંદર હોય તો એની બોલકી અને નશીલી આંખો.
મીલી આઠ વર્ષ ની હતી ત્યારે એમના માતાપિતાનું મૃત્યુ થઈ ગયુ હતુ. મમ્મી પપ્પાના મૃત્યુ પછી એને અને એનાથી પાંચ વર્ષ મોટા ભાઈ વિવેક ને એના કાકા કાકીએ ઉછેળ્યા હતા. આમ તો એના પિતા ઘણી પ્રોપર્ટી અને બેંક બેલેન્સ મૂકી ગયા હોવાથી એમના ઉછેર મા કોઈ તકલીફ નહિ પડી. અને એમ પણ ઘરમાં સૌથી નાની હોવાથી મીલી ઘણી લાડકોડથી મોટી થઈ હતી. એનો મોટોભાઈ વિવેક એને ખૂબ લાડ લડાવે છે. એને કોઈ દિવસ મા - બાપની કમી મેહસુસ થવા દીધી નથી.
વિવેક એમ. બી. એ. કરીને એક મલ્ટીનેશનલ કંપનીમાં ઊંચા પોસ્ટ પર કામ કરે છે. મીલીની જીદ અને કાકા કાકીના કહેવાથી તે કાવેરી સાથે મેરેજ કરે છે. અત્યારે એને ચાર વર્ષની પુત્રી પરી અને દોઢ વર્ષનો પુત્ર આહાન છે. પાંચ વ્યક્તિનો આ પરિવાર હસી ખુશીથી પોતાનું જીવન વ્યતીત કરે છે.
મીલી પોતાનુ માસ્ટર્સ કંપલીટ કરે પછી વિવેકે એને એની ફેવરીટ જગ્યા લેહ લદાખ ફરવા લઈ જશે એવું પ્રોમિસ આપ્યું હતું. પોતાનુ એ પ્રોમિસ પુરુ કરવા માટે જ તેઓ આજે
કશ્મીર અને લેહ લદાખ ના પ્રવાસે જવા જ સુરત રેલ્વે સ્ટેશન પર હતા.
ગાડી આવે છે અને તેઓ પોતાના એસી કંપાર્ટમેન્ટમાં ગોઠવાઈ જાય છે. હજુ ગાડીની સીટી વાગે જ છે કે,એક યુવાન દોડીને એમના કંપાર્ટમેન્ટમાં દાખલ થાય છે. અને મીલીની બાજુવાળી સીટ પર બેસે છે. તેની નજર મીલી પર પડે છે. અને તેનુ હદય એક ધબકારો ચૂકે છે. મીલી તેની સામે જુએ છે અને એક સ્માઈલ આપે છે. બધા પોતપોતાનો સામાન ગોઠવે છે. આહાન અને પરી સુઈ ગયા હોય છે. પણ મીલી ને ઉંઘ નથી આવતી. ભાઈ ભાભી પણ સુવાની તૈયારી કરતા હોય છે. બંને ખૂબ થાકી ગયા હતા તેથી મીલી એમને પરેશાન નથી કરતી. મીલીને પેસેજવાળી સીટ વધુ પસંદ હોવાથી તે પેસેજવાળી સીટ પર બેસે છે. જયાં પેલો યુવાન બેસેલો હોય છે. પેલો યુવાન પણ એની નાની બેગ લઈને ઉપરની સીટ પર જવાની તૈયારી કરે છે.
ત્યારે મીલી તેને કહે છે. if u don't mind, તમે થોડીવાર નીચે બેસી શકો છો. મને ઊંઘ નથી આવતી. અને તમે પણ ઉપર ચાલ્યા જશો તો.....મને એકલા બહુ ડર લાગે છે. please તમે મારી સાથે થોડી વાર વાતો કરોને ?
હા sure. actually મને પણ ઊંઘ નથી આવતી. પણ તમને disturb ના થાય એટલે જ હુ ઉપર જતો હતો.
wow great. મીલી ખુશ થઈ જાય છે.
hi....I am Mili, Mili malhotra. મીલી પેલા યુવાન સાથે હાથ મિલાવે છે.
hi..i am Ranveersinh shekhawat. રણવીર પણ તેની સાથે હાથ મિલાવે છે.
મીલી: by the way મે તમને કયાંક જોયા હોય તેવુ લાગે છે.
રણવીર એકદમ ચોકી જાય છે અને કહે છે, મને વળી તમે કયાં જોયો હોય, હુ તો અહીં પહેલી વાર જ આવ્યો છું. મારા ફ્રેન્ડના મેરેજ એટેન્ડ કરવા માટે. કદાચ તમે મારા જેવા બીજા કોઈને જોયા હશે. અને એ મીલીથી નજર ચુરાવે છે.
મીલી : may be.
વાતો વાતોમાં ક્યારે મીલીની આંખો બંધ થઈ ગઈ એને ખબર જ ન પડી. રણવીરે એને સરખી સુવડાવીને બ્લેન્કેટ ઓઢાડી. એના માસુમ ચહેરાને જોઈ એના રણવીરના હોઠો પર એક હલકી મુસ્કુરાહટ આવે છે. અને કંઈક વિચારીને એ નિસાસો નાખે છે.