Ghantadi in Gujarati Short Stories by paresh barai books and stories PDF | ઘંટડી

Featured Books
  • ખજાનો - 41

    ( આપણે જોયું કે તે મૂર્છિત માણસ બીજું કોઈ નહીં પરંતુ સોમાલિય...

  • ભીતરમન - 40

    તુલસી મારો પ્રેમ પામીને તરત બોલી, મારી સાચી વાતને પણ તમે તરત...

  • ફરે તે ફરફરે - 22

    ફરે તે ફરફરે - ૨૨   જે ધુન ઉપર મારા પગમા જોમ આવી ગયુ હત...

  • નાયિકાદેવી - ભાગ 29

    ૨૯ વિધિની રમત ગંગ ડાભી અને સારંગદેવ સોઢાની ઓળખાણ સોમનાથની જા...

  • નિતુ - પ્રકરણ 34

    નિતુ : ૩૪ (લગ્ન)નિતુ કેબિનમાં પહોંચી તો વિદ્યા પોતાના કમ્પ્ય...

Categories
Share

ઘંટડી

ઘર માં નવી વહુ આવી ગઈ એ ખુશી માં ગોવેર્ધનદાસ એ આખા મોહલ્લા માં પેંડા વેચ્યા. સુધીર પણ સારું કમાતો હતો. હવે ગોવર્ધનદાસ એ બચ્યું-કુચ્યું જીવન ભગવાન ની સેવા માં વિતાવવાનો નિશ્ચય કર્યો. સમય વીતવા લાગ્યો, દીકરા સુધીર અનેં વહુ નેં ભગવાન એ ફૂલ જેવો દીકરો દીધો. ગોવેર્ધનદાસ પ્રભુ ભક્તિ અનેં પોતરાં ની સાથે રમવા માં વ્યસ્ત રહેવા લાગ્યા.

અચાનક ગોવેર્ધનદાસ ની પત્ની ગંભીર બીમારી ની ભોગ બની તો ઘર ધોવાઈ ગયું. લાખ જતન કરવા છતાં ગોવેર્ધનદાસના પત્ની ઈશ્વરના ધામ ચાલ્યા ગયા. હવે ગોવેર્ધનદાસ ઉદાસ રહેવા લાગ્યા, બીમારી અનેં એકલાપણુ તેને દિન પર દિન કાચોટવા લાગ્યા.

પૈસા ની તંગી અનેં ઘર નૂ ગમગીન વાતાવરણ ઘેરું બનતું ગયું. ગોવેર્ધનદાસ ની દવા અનેં રોજ ખર્ચી પણ દીકરા સુધીર અનેં વહુ નેં ભારે પાડવા લાગ્યા હતા, ઉપર થી પોતરો નકુલ હવે સ્કૂલ જવા લાગ્યો હતો માટે ખર્ચા કૂદકે અને ભૂસકે વધતા જતા હતા. વધતી જતી તંગી નેં કારણે સુધીર એ અડધું મકાન વેચી કાઢ્યું, અનેં એક રૂમ માં પોતાનો પરિવાર રાખી, ફળિયા માં ગોવેર્ધનદાસ નો ખાટલો લગાવી દીધો.

ખાનપાન વિખાઈ જવાથી અનેં વૃધ્ધા અવસ્થા ના કારણે ગોવેર્ધનદાસ નેં ટીબી લાગુ પડી ગયો, નઝર કમઝોર થઇ અનેં હાલવા ચાલવામાં પણ તકલીફ શરુ થઇ ગઈ, સુધીર અનેં તેની પત્ની નેં એ ડર સતાવતો હતો કે, બા ની બીમારી માં જેમ ઘર ધોવાઈ ગયું એમ ક્યાંક હવે, બાપુજી ની સારવાર માં ક્યાંક રોડ પર ના આવી જાયેં. ધીમે ધીમે ભય નફરત માં પલટાઈ ગયી, હવે સુધીર અને તેની પત્ની બસ બાપુજી ના સ્વર્ગવાસ ની જ વાટ જોતા જતા હતા.

ગોવેર્ધનદાસ મન માં બધું સમજતા હતા પણ, ક્યારે પણ તેણે દીકરા વહુ નેં કોઈ ફરિયાદ ના કરી, પોતરો નકુલ જાજી વાર પોતાના દાદા પાસે રમે તો પણ તેની માં તેને ખિજાઈ નેં દૂર કરી દેતી, કદાચ તેને એવો ભય કે વહેમ હશે કે સસરા ની બીમારી ક્યાંક પોતાના દીકરા નેં ના લાગી જાય. ઘર ની સમસ્યા અનેં ચિંતા માં સુધીર અનેં તેની પત્ની ક્યારે ગોવેર્ધનદાસ સાથે અત્યાચાર કરવા લાગ્યા તેનું ભાન પણ તેઓ નેં ના રહ્યું.

ગોવેર્ધનદાસ ના અંતિમ દિવસો માં તેને ઘરની અંદર પણ આવવા પર મનાઈ કરી દેવાઈ,સુધીર અનેં તેની પત્ની એ ગોવેર્ધનદાસ ના ખાટલા પાસે એક ઘંટડી લગાવી આપી હતી, જો ગોવેર્ધનદાસ નેં કઈ જરૂર પડે તો તે ઘંટડી વગાડી સંપર્ક કરવો એવું સૂચન તેઓનેં આપી દેવાયું હતું.

તેની બીમારી નેં ગંભીર ચેપી બીમારી કહી તેના કપડાં, ઠામ અનેં બિસ્તરા અલગ કરી દેવાયા. પોતાના પુત્ર અનેં વહુ દ્વારા આવા દુઃખદાયી વર્તન અનેં બીમારી ના કારણે ગોવેર્ધનદાસ થોડાથોડા જ દિવસો માં સ્વર્ગવાસી થઇ ગયા.

પિતા ના મૃત્યુ બાદ સુધીર અનેં તેની પત્ની નેં દુઃખ તો થયું પણ એક હાશ-કારો પણ થયો કે બા ની જેમ બાપુજી માટે દવા-દારૂ ના જાજા ખર્ચા ના કરવા પડ્યા, અંતે ઘર ની સાફ સફાઈ કરવા નો સમય આવ્યો, વહુ દીકરા એ 15 દિવસ માં ઘર ચોખ્ખું કરી નાખ્યું, હવે બાપુજી (ગોવેર્ધનદાસ) ની લગભગ વસ્તુઓ વેચી દેવા માં આવી હતી અનેં બાકીની ચીજો દાન કરી દેવા માં આવી હતી.

એક સાંજે સુધીર અનેં તેની પત્ની બેઠા બેઠા વિચાર કરતા હતા કે, બાપુજી ના ખાટલા પાસે લગાવેલી ઘંટડી મળી નહીં, એ ઘંટડી કોણ અનેં ક્યારે લઇ ગયું તે ખબર જ ના પડી, બન્ને પતિ પત્ની આ વિષય પર વાત કરતા હતા તે નાનકડો નકુલ સાંભળતો હતો, થોડી જ વાર માં તે પોતાની દક્તર માં થી પેલી ઘંટડી લઇ નેં ત્યાં આવી પહોંચ્યો. અને બોલી ઉઠ્યો...

તમેં ચિંતા કરો માં,,, એ ઘંટડી મારી પાસે છે મેં સાચવી લીધી છે... તમે બન્ને જયારે વૃદ્ધ થશો અનેં બીમાર પડશો ત્યારે પાછી આ ઘંટડી મારે તમારા માટે પણ લગાડવી જોશે નેં...? આટલું બોલી નકુલ દૌડતો રૂમ ની અંદર ચાલ્યો ગયો..

હવે સુધીર અનેં તેની પત્ની નેં પોતાની ભૂલ સમજાય ગઈ, બન્ને એક બીજા સામે હતભ્રમ થઇ જોવા લાગ્યા, ભૂલ સુધારવા માટે સમય નીકળી ગયો હતો, પુલ નીચે થી પાણી પસાર થઇ ચૂક્યું હતું, માટે હવે પસ્તાવા સિવાય કોઈ ઉપાય ન હતો.

સીખ - મિત્રો એ વાત સત્ય છે કે ઘણી વાર વૃદ્ધ આયુ ના વ્યક્તિ જાણતા-અજાણતા ગંદગી આચરે છે, મોટી ઉમર માં તેઓ નો સ્વભાવ પણ જિદ્દી અથવા ખરાબ થઇ શકે, સ્વાસ્થ્ય લથડે,,, પણ આવી સ્થિતિ માં તેઓ સાથે ખરાબ વર્તન કરવા થી કે, તેઓ ની પ્રાથમિક જરૂરતો પર કાપ મુકવા થી કોઈ જાતની બચત થઇ શકતી નથી, દાણા-દાણા પર ખાવા વાળા નું નામ લખ્યું છે, કોઈ-કોઈ ના નસીબ નું ઝૂંટવી શકતું નથી માટે, અત્યાચાર કરવો નહીં અનેં અન્યાય એટલો જ કરવો જેટલો તમે ખુદ પર સહન કરી શકો. -જય હિન્દ