Prabhni mulakaat saanj sathe in Gujarati Love Stories by Nisha Sindha books and stories PDF | પ્રભાની મુલાકાત સાંજ સાથે...

Featured Books
Categories
Share

પ્રભાની મુલાકાત સાંજ સાથે...

   
        આજે જોવા આવવાના છે સારી તૈયાર થજે માસી એ ઠપકો આપતાં કહ્યું પ્રભાવતી કઈ બોલી નહીં...હસે આવે ત્યાર ની વાત ત્યારે...

       રજા પાડી એને... job એમેય ખાનગી હતી ફોન કરીને જણાવી દીધું...

       બધા પ્રભા કેહતા બોલ પ્રભા સામે છેડે નિમીષા બોલી રહી હતી આજે job પર નહીં અવાય બહાર જવાનું છે સારૂ કાલે?  કાલે આવીશ રિસિવર મૂક્યું જુઠુ બોલવાનું કારણ એ કે કઈ કેટલીયે વાર જોવા આવ્યા હસે...

     ઉંમર વધતી હતી પ્રભા સ્વભાવે ચંચળ હતી. ને ડાહી બહુ એક કર્મચારી તરીકે ને એમેય માન આપતાં સહુ નિર્મલ હોય. 

      22 વરસ ની હતી ત્યાર થી જ઼ આ છોકરા જોવાનું ચાલુ હતું હવે તો 25 વરસ ની થઈ સમાજ ની દ્રષ્ટિ એ બહુ મોટી કહેવાય એવું દરબારો મા કહેવાતું ઓહહ બહુ ઉંમર કહેવાય તમે જોતા નથી એમ મમ્મી ને બધા કાયમ ઠપકો આપતાં. 
  
      જોતા જ઼ હોય ને થવું એ જોઈએ ને મમ્મી કેહતી. બહુ નખરા નહીં કરવાના એક વસ્તુ તો જતી કરવી પડે એવી વાહિયાત સલાહ પ્રભા ને કાયમ મળતી. ચંચળ એવી પ્રભા એમ રડું રડું થય જાય મારી બધે હા જ઼ હોય મેં ક્યારેય આનાકાની કરી જ નથી..

     દેખાવે ઘઉં વરણી પ્રભા સરસ દેખાતી કોલેજ ને શાળા મા ઘણા પ્રપોઝ કરતાં પણ પપ્પા ને ઘણી વ્હાલી વેચારેલું કે જ્યાં પપ્પા કરાવે ત્યાં જ઼ કરવું

   માટે ક્યારેય એવી બાબતોમા ધ્યાન નહીં આપેલું.
સારી પેહરી ને કઈ કેટલીયે તૈયાર કરાવી પ્રભાને બહુ તૈયાર થવું નહીં ગમતું પણ એનું ચાલે તો ને...

     ક્યારેક અકળાય જતી કયારે લગ્ન થાય ને છોકરાઓ જોવાનું બંધ થાય પણ નિરાશા નાં વાદળો હટતા જ઼ નહીં.

     સામાન્ય કુટુંબ પૈસે ટકે છોકરા જોવા આવે એટલે પપ્પા બે ત્રણ હજાર આમ ખર્ચી નાંખે એ આશા એ કે મેળ પડી જાય... 

     પ્રભા ને લોકો સલાહ આપતાં સોળ સોમવાર કરવાના ફળે જ઼ એ ય કરેલા... કોઈ કહેતુ  ગુરુવાર કરવાના અમારી કાકા ની છોકરી નું તરત થઈ ગયેલું તારુ એ થઈ જ઼ જશે.
એ ય કરેલા પ્રભા જે લોકો જે કહેતા એ બધા જ઼ ઉપવાસ એને કરેલા પણ નસીબ કેવું જાગે જ઼ નહીં..

    હવે તો પ્રભા એમ રીતસર નું રડતી વાત કરતાં કરતાં આંખ આંસુ થી અંજાતી પણ જાહેર મા એ રોકી લેતી.

       આજેય દર વખત ની જેમ જોવા આવ્યા છોકરો સારો દેખાતો હાઈટ સારી હતી દેખાવે એક દમ રૂપાળો બાર પાસ હતો ને હીરા ઘસતો બહુ પગાર નહિ. તોય પ્રભા ની હા જ હતી પોતે b.Com  M.Com.  છે એવું ક્યારેય નહીં વિચારેલું બધે જ઼ હા હોય.. 

         એ છોકરા સાથે વાતચીત કરાવી.. પૂછ્યું નામ અને શોખ બે જ઼ સવાલ ફટાફટ એ જતો રહ્યો ને એના ઘરના સાથે બેસી ગયો.
  
      એના ગયા પછી સુ પૂછ્યું બહુ જલ્દી વાત પતી ગઈ તને સુ લાગે હા પાડશે???

      મને સુ ખબર... એટલે માસી એ કહ્યું કોઈ લફડું તો નથી ને હવે તો રીતસર નો ગુસ્સો આવ્યો તમારે જ઼ હોય લફડું મને નહીં ત્રાસ છે...

       ને એનય નાં પાડી કદાચ આ 10મોં છોકરો હસે જેને નાં પાડી હોય biodata નાં ઢગલા થયેલા..

    
         ને થયું એ એવું જ઼ બસ એકવાર એને મળી લેવાની ઇચ્છા થઈ એમ એ રવિવારે સાંજે બાગ માં મળવાનું નક્કી કર્યું. ને નવી વાત એના કોઈ સગા એ ચલાવી છોકરો સારુ ભણેલો છે જોવાનું ગોઠવીયે. ને શનિવારે અચાનક જ઼ જોવાનું ગોઠવાયું.

 
   બિચારી પ્રભા જાણે કઠપૂતલી હોય એમ અનુભવતી હતી એને સાંજને પછી કહેશે એમ નક્કી કર્યું.જોવાનું ગોઠવાયું એનો દેખાવ કે બીજા કઈ પણ પ્રભા એ ધ્યાન નહી આપ્યું.પણ એને પ્રભા ગમી ગઈ એને ત્યારે જ઼ હા પાડી દીધી કસ્મકસ માં ફસાઈ પ્રભા. કારણ એનો ગમો અણગમો કોણ પૂછવાનું હતું એને તો હા જ પાડવાની હતી.

         રવિવારની સાંજે નક્કી કર્યા મુજબ પ્રભા ને સાંજ મળ્યા સાંજ.. પ્રભાને એની મનગમતી જગ્યાએ લઈ ગયો જ્યાં કોઈ અવર જ્વર ન હતી. મન ભરી ને વાત કરી પ્રભા  નો હાથ સાંજે  છોડ્યો જ઼ નહીં ને બધી વાત કરી કાસ આ આપણી પહેલી મુલાકાત છેલ્લી ન બની રહે બોલતા બોલતા એના થી રડી જવાયું.  આટલા સરસ દિવસે તું રડે છે..સારુ નહીં રડું એમ દેખાવ કર્યો.



         બસ આજ મુલાકાત છેલ્લી ને યાદગાર ને પ્રેમાળ બની રહી. પ્રભા નાં હદયે છપાય ગઈ..

         બે કે ત્રણ દિવસ માં જ  સગાઇ નક્કી કરવામાં આવી ને ત્રણ મહિના પછી લગ્ન સાંજ ને પ્રભા છુટા પડ્યા..
     
         પ્રભા એ ભારી હદયે મિત્ર ને હાથે સાંજ ને કંકોત્રી મોકલી સાંજ બસ પ્રભા ને જોય લેવા માંગતો હોય એને પ્રભા ને દુલહન નાં જોડા માં મન ભરી જોઈ પણ એક આંસુ નહીં પાડ્યું.

       આ બાજુ પ્રભાને કોઈ વિધિ માં વ્યસ્ત જોય કહ્યા વગર જ઼ સાંજે ત્યાં થી જતા રહેવા નક્કી કર્યું.

    પ્રભાનું લગ્ન જીવન આગળનાં ભાગ માં જોઇશુ...
    
           *******