Sambhavami Yuge Yuge - 32 in Gujarati Moral Stories by Jyotindra Mehta books and stories PDF | સંભવામિ યુગે યુગે ભાગ ૩૨

Featured Books
Categories
Share

સંભવામિ યુગે યુગે ભાગ ૩૨

ભાગ ૩૨

જટાશંકર પાછળ હાથ બાંધીને આંટા મારી રહયો હતો. આવું પહેલી વખત થયું હતું કે તેના ઇંદ્રજાલને તોડીને કોઈ વ્યક્તિ નીકળી હોય, બાકી તેની જાળમાં ભલભલા ચમરબંધીઓએ દમ તોડ્યો હતો. એક વાર દુશ્મનને સપડાવ્યા પછી તે તેનો બળી આપી દેતો હતો. આ વખતે ભલે છટકી ગયો પણ સોમને ખબર નથી કે હું જટાશંકર છું, એક વાર નક્કી કરી લીધા પછી બળી આપીને જ રહું છું. પણ સોમ મોટો શિકાર છે તેને હવે મારવા માટે કોઈ બીજી તરકીબ લડાવવી પડશે અને તેના પહેલા શેતાનને ખુશ કરવો પડશે.

તે પોતાની કુટીરમાંથી નીકળ્યો, સામે થોડે દૂર સમુદ્ર ઘૂઘવી રહ્યો હતો. તેણે જોયું કે એક વ્યક્તિ ત્યાં ઉભી હતી તેને બોલાવીને પૂછ્યું, “તું બંનેને લઇ આવ્યો.” તે વ્યક્તિએ કહ્યું, “લઇ આવ્યો છું પણ, તમે મારી ગેંગને વચન આપ્યું હતું કે આપ વળતર આપશો પણ આપે વળતર તો આપ્યું નહિ અને મારા પાંચ માણસોનો જીવ ગયો છે.”

 જટાશંકરે કહ્યું, “તારે ધન જોઈએ છે ને એક કામ કર મારી કુટિરમાં જા ત્યાં એક પેટી પડી છે તે લઇ આવ અને હા, બે માણસોને લઈને જા એક જણ તે ઊંચકી નહિ શકે.” તે માણસ પોતાના માણસોને લઈને પેટી લઇ આવ્યો . જટાશંકરે તે ખોલી તો અંદર સોનાની પાંચ મોટી પ્લેટો હતી. તેની આંખો ચમકવા લાગી તેણે મનોમન અંદાજો લગાવ્યો ૫ કિલો ની એક પ્લેટ હશે એટલે ૨૫ કિલો સોનુ. તેણે આ વળતરનો અંદાજો પણ લગાવ્યો ન હતો.

જટાશંકરે કહ્યું, “બંનેને લઇ આવ.” તે વ્યક્તિએ પોતાના માણસોને ઈશારો કર્યો એટલે તેઓ બે જણ ને લઇ આવ્યા. તેમાં એક ભુરીયો હતો અને બીજો નાનો છોકરો હતો.

જટાશંકરે કહ્યું, “આગલા દસ દિવસ મારા કહ્યા પ્રમાણે વર્તશો, તો તમને આવી બીજી પાંચ પેટીઓ આપીશ.” તે વ્યક્તિની આંખો ચમકવા લાગી. જટાશંકરે કહ્યું, “આ છોકરાની ઓળખાણ બરાબર કરી લીધી છે ને? આ મારો વંશજ છે ને?” તે વ્યક્તિએ કહ્યું, “હા તમે જે ગામ અને પરિવાર નામ કહ્યું તે ગામમાં જઈને બરાબર પૂછપરછ કરી અને ડી એન એ ટેસ્ટ પણ કરી પછી અને ઉપાડી લાવ્યા છીએ.” 

  જટાશંકરે કહ્યું, “હવે સાંભળ ૧૦ દિવસ સુધી આ તરફ કોઈ ન આવવું જોઈએ, કોઈ પોલીસ નહિ અને કોઈ ગામવાળો પણ નહિ. અને બીજી દસ છોકરીઓની વ્યવસ્થા કરવા કહ્યું તે લાવ્યો છે ને?”

 તે વ્યક્તિએ કહ્યું, “લાવ્યો છું, પણ આપ તેમનું શું કરશો?” જટાશંકરે પૂછ્યું, “તને સોનુ જોઈએ છે કે જવાબ?” તે વ્યક્તિએ કહ્યું, “સમજી ગયો કે આગળ કોઈ સવાલ નથી પુછવાનો.” જટાશંકરની લાલ થતી આંખો જોઈને તે થોડો ડરી ગયો. તે વ્યક્તિએ તેના માણસોને ઈશારો કર્યો એટલે થોડીવારમાં ત્યાં પાંચ તંબુ બંધાઈ ગયા.

 અત્યારે તેઓ દક્ષિણના નિર્જન દરિયાકાંઠે હતા, ત્યાંથી નજીકનું ગામ પણ વીસ  કિલોમીટર દૂર હતું અને આ ક્ષેત્ર અવાવરું હતું તેથી તેણે આ જગ્યાની પસંદગી કરી હતી. બીજા દિવસથી જટાશંકરે યજ્ઞ શરૂ કર્યો અને રોજ તે એક બળી આપતો ગયો ૧૦ દિવસ ને અંતે તેણે ૧૦ છોકરીઓના બળી આપી દીધા હતા હવે વારો હતો ભુરીયાનો અને તે છોકરાનો. તે બંનેને છેલ્લા દસ દિવસથી બાંધી રાખ્યા હતા. તેમણે છૂટવા માટે ખુબ ધમપછાડા કર્યા હતા.

દસમા દિવસના રાત્રે જટાશંકરે નવી વેદી બનાવીને પ્રગટાવી અને સામે માટીમાંથી શૈતાનની મૂર્તિ બનાવી હતી . તે મંત્ર બોલતો ગયો. પછી કહ્યું, “ હે મારા દેવતા! દસ દિવસથી હું તમને કુંવારી કન્યાઓની બળી આપી રહ્યો છું, હવે આપું છું મારા શત્રુના પ્રિયની બળી.” એમ કહીને ભુરીયાના ગળા પર છરી ફેરવી અને અગ્નિ કુંડમાં ભુરીયાના રક્તની ધાર પડી. ભુરીયાની ચીસ આખા ક્ષેત્રમાં પ્રસરી અને તેનું મસ્તક કપાઈને વેદી ની બાજુમાં પડ્યું. પછી તેણે કહ્યું, “હવે હું મારા વંશજની બળી આપું છું.” એક કહીને તે છોકરાનો પણ બળી આપી દીધો અને વિચારવા લાગ્યો કે એક વખત જે ભૂલ કરી તેનો ફાયદો આજે થયો.

પછી કહ્યું, “આ મારો વંશજ” ત્યારબાદ છરીનો કાપો પોતાના હાથ પર મુક્યો અને તેમાંથી રક્ત કાઢીને વેદીમાં છાંટ્યું એટલે તે મૂર્તિ જીવિત થઇ અને બોલવા લાગી પ્રસન્ન છું તારાથી શું જોઈએ છે તને? તું જગતનો સર્વશ્રેષ્ઠ તાંત્રિક છે . જટાશંકરે કહ્યું, “મને માયાજાળ રચવાની વિધિ અને શક્તિ આપો.”

 શેતાને કહ્યું, “તને માયાજાળ રચવાની શું જરૂર છે? તારી બરોબરી કરનાર કોઈ નથી આ જગતમાં.” જટાશંકરે કહ્યું, “એક છે જેણે મારુ ઇંદ્રજાલ તોડ્યું છે.” શેતાને કહ્યું, “ઓહ! તું રાવણ ની વાત કરે છે.”

 જટાશંકરે કહ્યું, “તે રાવણ નથી કોઈ બહુરૂપિયો છે, તે રાવણ હોત તો હું તમારી સામે જીવતો ન ઉભો હોત.”

 શેતાને કહ્યું, “તેં મને પ્રસન્ન કર્યો છે તો તારું ઈચ્છીત તને આપવું પડશે તું તારો કાન મારી નજીક લાવ.” અને શેતાન તેના કાનમાં વિધિ બોલવા લાગ્યો.

                દૂર ગેંગ નો મદદનીશ લાલઘૂમ આંખે આ દ્રશ્ય જોઈ રહ્યો હતો.

ક્રમશ: