વાંસળી વદે છે:
ભેદાઈને પણ રેલાવું વાંસળી નાં નસીબ એકલાં નું કામ નથી, એની સહનશક્તિ ની શરુઆત પર અનેં એની શરણાગતિ નાં અંત પર માધવની કૃપાનું પૂર્ણવિરામ છે,
બની શકાય તો વાંસળી બનો,
કોઈ નાં સૂર બનો,
કોઈ નાં પ્રિય આપોઆપ બની જવાશે,
અને છતાં સ્નેહ બની ખુદ ગોવિંદ પણ વરસી નેં તરસાવશે,
જીવનભર મહેંકાવશે.
વાંસળી ની જેમ ખુશી થી ભેદાવાય,
છતાં પણ સૌમ્ય સૂરે રેલાવાય,
આવું કોઈની પ્રીતમાં અનાયાસે જ થઈ જાય,
માધવનાં અધરે ત્યારે જ શોભાવાય,
માધવનાં આલિંગને ત્યારે જ આરોપાય,
માધવની સંવેદના એ ત્યારે જ સમર્પિત થવાય,
માધવનાં અહેસાસે ત્યારે જ આપણો આવિર્ભાવ થાય,
માધવનાં હૈયે આપણું અસ્તિત્વ હિલોળા ખાય.
માધવ એ એક અલૌકિક અનુભૂતિ નો અહેસાસ અને હ્રુદિયાની મીઠાશનો સરળ અનેં સુંદર અહેસાસ છે જે આપણાં અસ્તિત્વ નેં અનાયાસે મહેંકાવી જાય છે અનેં આપણાં જીવનનેં સંગીતમય આત્મીયતા નો આભાસ કરાવતો જાય છે.
માધવનાં જીવનનાં ઘણાં ભાગો ઉપર આપણેં રસપ્રદ વાતો માણી અનેં એનેં જીવન માં ઉતારી પણ...
વ્હાલાં મિત્રો, માધવનાં વ્હાલાં ,વાંસળી, મોરપીંછ, ગાવલડી, મોરલા,અનેં કાળી કામળી સાથે ગોપગોવાળિયા, ગોપીજન, રાધારાણી,, વૃજરજ આ બધાં વિશે કોણ અજાણ હોઈ શકે?
અનેં આ બધાં પર અવનવું જાણવું અનેં વાંચવું કોને ન ગમે?
માધવનું અસ્તિત્વ આ બધા માંથી એકપણ વગર અશક્ય છે. છતાં પણ માધવનું અસ્તિત્વ આપણેં વિચારતા હોય તો એ દ્વારિકાધીશ સિવાય બીજું કોઈ જ સ્વરૂપ નાં હોઈ શકે.
વૃજરજ ની સાથે ખેલતાં માધવ વાંસળી વિના એકદમ અધૂરાં છે અને વાંસળી નાં શ્વાસે એકદમ જીવંત અનેં એનાં સાદે એકદમ પુર્ણ છે.
માધવની પ્રીત રાધા છે ,એનાંથી પણ આપણે સૌ વાકેફ છીએ.
પણ, માધવનાં પ્રાણ વાંસળી માં વસે છે અને એટલે જ એ માધવનાં શ્રી અંગે સદાય હસે છે.
રાધા થી ક્ષણિક પણ અલગ અસ્તિત્વ ન ધરાવતાં માધવ વાંસળી નેં તો રાધેરાની કરતાં કદાચ વધારે ચાહે છે.
અનેં માધવની આ મનસા નો રાધાનેં જ્યારે અણસાર આવે છે ત્યારે, વાંસળી અનેં રાધા વચ્ચે થતાં વાર્તાલાપ,વિષાદ,વેદના,અનેં બીજું ઘણુંબધું જે માધવનાં જીવનનેં હચમચાવી દે છે અનેં માધવ ચિંતાતુર થાય છે.
માધવ માટે જ્યારે પ્રશ્ન આવે છે કે એ કોને વધારે ચાહે છે રાધેરાની નેં કે વાંસળી ને?
શું હશે માધવનો જવાબ?
કેવો હશે એમનો પ્રતિભાવ?
શું હશે ત્યારે વાંસળી નાં હાલ?
રાધેરાની નાં માન નેં શું છોડાવી શકશે માધવનાં વ્હાલ?
વાંસળી ત્યારે શું કહેશે રાધાજી નેં કે પૂછશે નવાં સવાલ?
"રાધા" (મીરાં નો પ્રાદુર્ભાવ)
રાધા અનેં માધવ એકવાર નજીવા કારણે ઝઘડ્યાં,
માધવે, કહ્યું રાધા નેં વિરહનાં નામે પ્રેમનેં,
તમેં કેમ વગોવો છો?
રાધા માનુની ત્યારે વદ્યા,દરેક યુગમાં,
આમ, નિરંતર મનેં છોડીને,
કેમ જાઓ છો?
સતયુગમાં રામ બની નેં સીતાને ત્યજ્યાં,
દ્વાપર માં માધવ બની રાધા નેં ત્યજ્યાં,
પ્રેમની આવી દુર્દશા કેમ બનાવો છો?
માધવ વાંકે મોઢે હસ્યાં,
રાધારાણીનેં ત્યારે બહું ખટક્યા,
"વ્હાલી"આટલાં ક્રોધમાં કેમ જણાવો છો?
તમેં ભગવંત તો શું સૌ નાશવંત?
રમતો સૌનાં જીવતરે કેમ રમાડો છો?
ભવોભવનાં વિરહમાં ઘેલી રાધાનેં કેમ છોડી જાઓ છો?
માધવ વદ્યા,ગોરી માનુની, સવાલમાં જ તમારાં હું વસુ છું.
આ ધરા પર અન્ય મનુષ્યો પણ, વિરહ માં જીવન જીવે છે.
ફરિયાદ મનેં ક્યાં કોઈનીય આવે છે?
તમેં તો પોતે ભગવદ્સ્વરુપા આમ નાસીપાસ કેમ થાઓ છો?
દુ:ખી જીવો,અગણિત છે આ ધરા પર,
જે એકલતા નેં ધ્યેય બનાવે છે,
તમારી વ્યથા તમેં વારંવાર કેમ જતાઓ છો?
રાધા માનુની ક્રોધે ભરાયા,નયન કમળે આંસુ ભરાયા.
માધવનેં લલકાર્યા છે,સ્વ નેં એમણેં પડકાર્યા છે.
સતયુગ નેં દ્વાપર માં તમેં આગળ નેં હું આપ પાછળ,
કળિયુગમાં આપ નિરંતર મુજ પાછળ,
આવિર્ભાવ કેવો જતાવ્યો છે?
રાધેરાની એ માધવનેં લલકાર્યો છે.
ધરા ધ્રુજી છે,નભ રડે છે,
સૂરજ નેં ચંદ્રમા અંધારે વસ્યા છે,
તારાઓ ની તારાજી આવી,
રાધારાણી એ નારાજગી છે બતાવી,
માધવનાં મુખે છતાં પણ હાસ્યભાવ કેવો દેખાયો છે?
કળિયુગનાં આગમન થયાં છે,
રાધારાણી નાં પગલાં થયાં છે,
રાજસ્થાને સતી મીરાં જનમ્યા છે,
મીરાં કે પ્રભુ ગિરિધરનાગર,
કળિયુગ માં મીરાં નેં મળ્યાં છે,
મીરાં માટે માધવ ઝૂર્યાં છે,
નાનકડા એ ઝઘડામાં પોતે હાર્યા છે,
રાધારાણી જીતીને પણ પાછા હાર્યા છે,
આ ભવે પણ વિરહ માં જીવ્યા છે,
પણ, સદા ભક્તિ માં વસ્યાં છે,
દુનિયાનાં દુઃખો માં પણ હસ્યાં છે,
અનેં ક્ષણે ક્ષણે માધવ રડ્યાં છે,
માધવ મીરાં ની પાછળ ફર્યા છે.
રાધારાણી નાં શબ્દો સાચા કર્યા છે.
સદા એ વ્હાલી માટે જીવ્યા છે.
સૌનાં માટે દુઃખી થયાં છે.
પણ, મીરાં માં પણ, રાધા નેં નીરખ્યાં છે.
સતયુગ માં સીતા છે રાધા !
દ્વાપરે વૃષભાનનંદીની છે રાધા !
અનેં કળિયુગે મીરાંમય રાધા !
બધાં સવાલોના જવાબ સાથે, માધવનાં જીવનનાં એક નવા પાત્ર સાથે અનેં નવાં વળાંકો ની અલૌકિક વાટે જલદી થી મળવાનાં વાયદે,અહીં વિરમું છું.
જય શ્રી કૃષ્ણ
મીસ. મીરાં
પૂર્વી જે શાહ.