આપણે જોયું કે શિવના રિપોર્ટ્સ આવ્યા બાદ ડોક્ટરએ તૃપ્તિ અને આસિતને તેમના બ્લડ રિપોર્ટ્સ માટે હોસ્પિટલ બોલાવ્યા હતા. હવે આગળ...
તૃપ્તિ ખુબ ભારી હર્દયે અને વિચારોના વમળ સાથે આસિતની જોડે હોસ્પિટલ પહોંચે છે. તૃપ્તિ પોતાને મહા મહેનતે સંભાળે છે, આસિતને તૃપ્તિની મુંજવણ અનુભવાતી હતી પણ એ આજ લાચાર બની ગયો હતો છતાં એ તૃપ્તિને કહે છે કે તું ચિંતા કર શિવને જ્યાં સુધી આપણે છીએ ત્યાં સુધી કઈ જ નહીં થવા દઈએ બસ તું ચિંતા ન કર બધું સારું જ હશે. આમ ચર્ચા કરતા એ બંને ડૉક્ટરની ચેમ્બરમાં પહોંચે છે. ડૉક્ટર બન્નેને બ્લડ રિપોર્ટ્સ કરાવવા માટે મોકલે છે અને બીજે દિવસે આવવાનું કહીને ઘરે મોકલે છે. આજની રાત તૃપ્તિને ખુબ લાંબી લાગી હતી. તૃપ્તિએ વહેલી સવારે મને કોલ કર્યો, એ માંડ મારી સાથે વાત કરી શકી હતી. આજ હું પણ એને શું સમજાવું એની મુંજવણમાં હતી. રિપોર્ટ્સ આવે કે તરત મને કોલ કરજે એમ કહીને મેં કોલ મુક્યો, પણ મન મારુ બેચેન થઈ ગયું હતું.
આજની સવાર તૃપ્તિ અને આસિત માટે કેટલાય પ્રશ્નો લઈને આવી હતી. બંન્ને રિપોર્ટ્સની રાહમાં જ હતા. ૧૧:૩૦ એ લેબ માંથી કોલ આવ્યો કે તમારા રિપોર્ટ્સ ડોક્ટરને પહોંચાડી દીધા છે, તમે ડૉક્ટરને મળી લેજો. આસિત તરત જ તૃપ્તિને જોડે લઈને ડૉક્ટર પાસે જાય છે. ડૉક્ટર પણ તેમની રાહ જ જોઈ રહ્યા હતા એવું આસિતને લાગ્યું. ડોક્ટરએ બંન્નેને અમુક પ્રશ્નો કર્યાં હજુ પણ એ અમુક માહિતી જાણવા માંગતા હતા, પરંતુ તૃપ્તિથી હવે ધીરજ ન રહી એને ડૉક્ટરને સામેથી સીધું જ પૂછી લીધું કે શિવને શું તકલીફ છે? એક માઁ ની મુંજવણ ડૉક્ટર સારી રીતે સમજી ગયા હતા, એમણે પણ સીધો જ જવાબ આપ્યો કે શિવને "થેલેસીમિયા મેજર" છે. ડોક્ટરનો જવાબ સાંભળીને તૃપ્તિ અવાચક બની ગઈ, એ ખુબ ગભરાય ગઈ હતી. એની આંખ આંસુ રોકવાનો વ્યર્થ પ્રયત્ન કરી રહી હતી. તૃપ્તિ મોન હતી પણ એના વહેતા આંસુ આસિતને ઘણું બધું કહી રહ્યા હતા. આસિત પણ ડૉક્ટર ના જવાબ થી હેરાન હતો પણ હિમ્મત રાખવા સિવાય એની પાસે કોઈ રસ્તો ન હતો. આસિતએ તૃપ્તિની મૂર્છા તોડવા કહ્યું કે, 'આપણે બંન્ને આમ ઢીલા થાસુ તો શિવ ગભરાય જશે, આપણે એની સામે એકદમ નોર્મલ જ રહેવાનું છે.' તૃપ્તિને આસિતની વાત સાચી લાગી પણ એક માઁ માટે આ ખુબ અઘરું હતું, છતાં તૃપ્તિ આસિતને વચન આપે છે કે હું મારી પુરી ફરજ બજાવીશ તમે ચિંતા ન કરો, આમ કહી એ ખુદ પોતાના આંસુ લૂછીને ડૉક્ટરને શિવને આ તકલીફ કેમ થઈ એ વીશે પૂછે છે.
ડોક્ટરએ કહીંયુ કે, "જયારે માતા અને પિતા બંનેને 'થેલેસીમિયા માઇનોર' હોય તો બાળકમાં ૫૦% ચાન્સ રહે છે કે બાળકને 'થેલેસીમિયા મેજર' થાય. તમને બંનેને થેલેસીમિયા માઇનોર છે આથી શિવને આ તકલીફ થઈ છે, જો તમારી ગર્ભાવસ્થા દરમિયાન જ જો તમારા ગાયનેક ડોક્ટરએ આ રિપોર્ટ્સ કરાવ્યો હોત તો શિવને જે કોઈ પ્રોબ્લેમ્સ છે એ નિવારી શકત અથવા તો ગર્ભાવસ્થા દરમિયાન જ એની ટ્રીટમેન્ટ ચાલુ થઈ જાત. તમારા ગાયનેક ડૉક્ટરની એક નાની ભૂલના લીધે તમારે હવે ખુબ શિવની સંભાળ લેવી પડશે. તમે બંને ભણેલા છો છતાં તમને બંનેને પણ એ કદાચ ખ્યાલ નહીં હોય કે તમને 'થેલેસીમિયા માઇનોર' છે જો તમે બંને પણ સજાગ હોત તો આજ તમારું બાળક આવનારી કેટલીયે તકલીફથી બચી જાત આમ કહી ડૉક્ટર તૃપ્તિ અને આસિતને પણ ઠપકો આપે છે."
શું છે 'થેલેસીમિયા મેજર'? શિવને શું તકલીફો થશે? એક માઁ ને આ બીમારી શું મુંજવણ માં મુકશે એ જાણવા જરૂર વાંચજો પ્રકરણ : ૫...