સંબંધ...
સંબંધ એટલે શું?
કોઈ કહે છે કે, "સંબંધ એટલે સરખાં બંધન થી બંધાયેલા બે જણાં..."
તો કોઈક કહે છે કે, "સંબંધ એટલે જ્યાં સ્નેહ છે, જ્યાં સંવેદના છે, જ્યાં સંવાદ છે અને જ્યાં સમજદારી છે. જેને દિલ ફાડીને પ્રેમ કર્યો હોય એ વ્યક્તિની લાગણીમાં જરાયે ઓટ કે ખોટ આવે ત્યારે અઘરું પડતું હોય છે."
તો ક્યારેક કોઈ કહે છે કે, " સંબંધ એટલે સ્વાર્થ વગરનું સગપણ...!!"
અરે આ સંબંધો ની વ્યાખ્યા આપવામાં મારો પરિચય આપતાં જ ભૂલી ગઈ. મારું નામ અંકિતા છાંયા..
પ્રેમ થી લોકો એન્જલ કહે છે. મારી જિંદગી માં મારી મોટી મૂડી એ મારા સંબંધો.. દરેક સંબંધ ને નિભાવવા માટે બધું જતું કરું છું અને કરતી રહીશ... બને ત્યાં સુધી લોકો ને મારા લીધે દુઃખ ના પહોંચે એનું ધ્યાન રાખું છું... હું મારી બાજુ થી સંબંધ નિભાવી જાણું છું અને બને ત્યાં સુધી લોકો સંબંધ નિભાવે એવી અપેક્ષા ઓછી રાખું છું....
હવે આગળ વધીએ સંબંધ ની વાતો તરફ..... તો
દરેક સંબંધ નું એક નામ હોય છે અને દરેક સંબંધ નું અલગ મહત્વ હોય છે. મમ્મી પપ્પા સાથે નો સંબંધ, .મિત્રતા નો સંબંધ, ભાઈ બહેન નો સંબંધ, પતિ પત્ની નો સંબંધ, સાસુ વહુ નો સંબંધ.....
આમ અલગ અલગ ઘણાં બધાં સંબંધો થી આપણી જિંદગી જીવાય છે. કહેવાયું છે ને કે સંબંધ બનાવતાં વર્ષો લાગી જાય છે પણ એને તૂટતાં એક જ ક્ષણ થાય છે.. એમાં પણ ભૂલ ક્યાંક ને ક્યાંક આપણી જ હોય છે. સંબંધ વગરની જીંદગી એ ધબકારા વગર ના હૃદય જેવું છે....
આપણે ભગવાન નો આભાર માનવો જોઈએ કે આપણને કેટકેટલાં સંબંધો આપ્યા ને ઘણા બધા વ્યક્તિ નો સાથ સહકાર આપ્યો પણ કહેવાય છે ને કે જે વગર મહેનતે મળે એનું મૂલ્ય કાંઈ જ ન હોય... એટલે જ્યારે આ સંબંધો આપણા થી દૂર જાય ત્યારે એની કિંમત સમજાય છે.
કોઈક વાર એવું બને કે લોહીનાં સંબંધો ની લાગણી ઓ અધુરી રહી જાય અને પારકા લોકો પાસેથી પ્રેમ મળી જાય છે....તો કોઈક વાર એવું પણ બને છે કે પારકા સંબંધો દગો આપે ત્યારે એ દુખ માંથી બાર નીકળવાં લોહીનાં સંબંધો મદદ કરે છે.. તો કોઈક વાર એવું પણ બને છે કે અમુક સંબંધો નું કંઈ નામ જ નથી હોતું....
દરેક વ્યક્તિ પ્રમાણે દરેક સંબંધ નું અલગ મહત્વ હોય છે અલગ વ્યાખ્યા હોય છે.. દરેક નાં જીવન માં સારો ખરાબ સમય આવતો રહે છે.. આ સમય માં જો સાચાં સંબંધો નો સાથ હોય તો ગમે એવડી મોટી સમસ્યા દૂર થઈ જાય છે.
મારા મતે તો સંબંધ એટલે આમ રંગબેરંગી પણ સફેદ રંગ જેવો સાફ જેમાં કોઇ કપટ ના હોય, જેમાં ક્યાંય કોઈ નું ખરાબ વિચારી પણ ના શકાય.. જેમાં દરેક વ્યક્તિ સાથે દરેક વખતે લાગણી પ્રેમ બધું અકબંધ જ હોય.... નીસ્વાર્થી બની કોઈ ની મદદ કરી શકાય... સંબંધ એટલે ઈશ્વરે આપેલી અણમોલ ભેટ....... જે જિંદગી ના દરેક પડાવે અલગ અલગ રૂપે આપણને મદદરૂપ થાય છે..
આવી જ સંબંધો ના સથવારે જીવાયેલી સત્ય ઘટના પર આધારિત વાર્તાઓ તમારાં માટે લાવી રહી છું. માતૃભારતી પર આ મારી પહેલી કોલમ લખી રહી છું ને હજી હું લખતાં શીખી રહી છું.. આપ સહુ ના અભિપ્રાય આવકાર્ય છે..
તમે તમારો અભિપ્રાય આપવા માટે માતૃભારતી માં મેસેજ કરી શકો છો અથવા ankitachhaya165@gmail.com પર મેઇલ કરી શકો છો...