Preetni taras - 2 in Gujarati Love Stories by Chaudhari sandhya books and stories PDF | પ્રિતની તરસ - ભાગ ૨

Featured Books
  • आखेट महल - 19

    उन्नीस   यह सूचना मिलते ही सारे शहर में हर्ष की लहर दौड़...

  • अपराध ही अपराध - भाग 22

    अध्याय 22   “क्या बोल रहे हैं?” “जिसक...

  • अनोखा विवाह - 10

    सुहानी - हम अभी आते हैं,,,,,,,, सुहानी को वाशरुम में आधा घंट...

  • मंजिले - भाग 13

     -------------- एक कहानी " मंज़िले " पुस्तक की सब से श्रेष्ठ...

  • I Hate Love - 6

    फ्लैशबैक अंतअपनी सोच से बाहर आती हुई जानवी,,, अपने चेहरे पर...

Categories
Share

પ્રિતની તરસ - ભાગ ૨

            ફ્રેશ થઈને શ્યામલી બાલ્કનીમાંથી વરસતા વરસાદને જોઈ રહી. આસપાસના ઘરમાંથી એક Song (ગીત) વાગી રહ્યું હતુ. 

इस दर्द-ए-दिल कि सिफारिश 
अब कर दे कोई यहाँ 
कि मिल जाए इसे वो बारिश 
जो भीगा दे पूरी तरह...

શ્યામલી વિચારવા લાગી કે મને પણ કોઈ એટલું ચાહે કે એ મને એના પ્રેમમાં ભીંજવી દે. 

એટલામાં જ રિયા ચાના બે મગ લઈને શ્યામલી હોય છે ત્યાં આવે છે. 

"શું વિચારે છે?" ચાનો એક મગ આપતા રિયાએ શ્યામલીને કહ્યું. 

" કંઈ નહિ. બસ એમજ. જોને આ આકાશ ધરતીને મળવા કેટલો આતુર થયો છે. ધરતી અને આકાશ બંને એકબીજાને મળવા કેટલા આતુર થયા છે. આકાશ તો મન મૂકીને ધરતીને ભીંજવી રહ્યો છે. કેટલું મનમોહક હોય છે એ દ્રશ્ય...આ ક્ષિતિજ નું પ્રેમ ભર્યું મિલન....જાણે ધરા નું આકાશ સાથેનું પ્રેમાળ આલિંગન....ને એમાપણ રંગીલી સાંજમાં એક બીજાનું સમર્પણ...કાશ આપણને પણ કોઈ....Sorry (માફ કરજે) મને પણ કોઈ આવી રીતે ભીંજવી દે." શ્યામલીએ ચાના ધીમા ધીમા ઘુંટ ભરતા કહ્યું.

રિયા:- " 'આપણને' પરથી કેમ 'મને' પર આવી ગઈ.?"

શ્યામલી:- "રિયા તને તો કોઈ મળી જ જશે. એટલે તારા માટે આ " કાશ " શબ્દ નથી. આ શબ્દો તો મારા માટે જ વપરાય. એટલે મેં તને કહ્યું કે કાશ મને પણ કોઈ પ્રેમમાં ભીંજવી દે. કાશ કોઈ એવી વ્યક્તિ મળે,,જે મનની ઉથલપાથલ માપી શકે..જે આંખોમાં ઉતરી ભીતર ઝાંખી શકે..દુઃખતી દરેક રગમાંથી વેદના કાઢી શકે..ખાલીપાને ખંખેરી ત્યાં ખ્વાહિશો વાવી શકે..શૂન્યતાના સોળ પર સંવેદનાથી મલમ લગાવી શકે..જ્યારે હોઠ હસે તો સાથે સાથે આંખને પણ હસાવી શકે..પણ કાશ એવી વ્યક્તિ મળે..કાશ..!! કાશ..!! કાશ..! તને તો તારો રાજકુમાર મળી જ જશે. તું છે જ એટલી સ્વીટ (મીઠડી) અને સુંદર કે તને પ્રેમ કર્યા વગર કોઈનાથી રહેવાય જ નહિ." 

રિયા:- " Oh God...(હે ભગવાન) તું હજી આવી ને આવી જ છે. કેટલું નેગેટિવ (નકારાત્મક) વિચારે છે. તને પણ તારો રાજકુમાર મળશે જ. અને રહી વાત મારી તો હું તને જણાવી દઉં કે સુંદરતા પાછળ તો ઘણાં પડ્યા હોય પણ કોઈ ભીતરની સુંદરતાને પ્રેમ કરે એ જ સાચો પ્રેમ. મને તો ઘણી ઓફર આવે છે. પણ એમાંનુ કોઈ સાચો પ્રેમ કરતું હોય એવું લાગતું નથી. આજનો સમય દેખાવનો છે. ભીતરની સુંદરતા વિશે કોઈ ઝાઝી ચિંતા કરતું નથી. ઠાઠ અને ભપકાથી એક વ્યક્તિ બીજી વ્યક્તિને આંજી દેવા સતત પ્રયાસરત હોય છે એ આજના સમયનું કઠોર સત્ય છે. જ્યારે બે વ્યક્તિ દિલથી મળે છે ત્યારે ભલે એ બે જ વ્યક્તિ હોય તેમ છતા એનું મહત્વ અનેક ગણું વધી જાય છે. એથી ઉલટુ જ્યારે દિલ વિના, સાવ ઉપરછલ્લા દેખાવ ખાતર એક બે નહિ પણ લાખો લોકો મળે તો પણ એનું કંઈ મહત્વ રહેતું નથી.
ગઝલકાર મરીઝનો એક શેર યાદ આવે છે..
બે જણા દિલથી મળે તો એક મજલિસ છે મરીઝ...
દિલ વિના લાખો મળે એને સભા કહેતા નથી."


શ્યામલી:- "હવે કોણ નેગેટિવ વાત કરે છે..?"

રિયા:- " Ok બાબા...Sorry...પણ મને વિશ્વાસ છે કે આપણને આપણો રાજકુમાર મળી જશે. ભગવાને આપણા માટે કોઈક ને કોઈકને બનાવ્યા જ હશે. એ બે ખબર નહિ ક્યાં હશે? શું કરતા હશે? " 

શ્યામલી:- " I hope (હું આશા રાખું છું) કે તું જે કહે એ સાચું હોય પણ ૫% લોકોને જ સાચો પ્રેમ મળે છે. દરેક યુવતી એવો જીવનસાથી ઈચ્છે છે જે તેને જીવનભર પ્રેમ કરે અને તેના પ્રત્યે ઈમાનદાર પણ રહે. પણ આ ઈચ્છા પણ કોઈકની જ પુર્ણ થાય છે. ફૂલોથી સજેલી ડોલી, ઘોડા પર સવાર સપનાનો રાજકુમાર, ઘર જેવી સાસરી, મા-બાપ જેવા સાસુ-સસરા અને ખુબ પ્યાર! ભારતીય છોકરીઓનું ભાગ્યે જ આનાથી મોટું કોઈ સપનું હોય. કેટલીક યુવતીઓને તેમનો મનપસંદ જીવનસાથી મળી પણ જાય છે તો બીજી બાજુ કેટલાકની આ ઈચ્છા અધૂરી રહી જાય છે." 

રિયા:- "Not again (ફરીથી નહિ) શ્યામલી. હવે જો તું નેગેટિવ વિચાર કરીશ ને તો....."

"શું કરું. आदत से मजबूर! Sorry..." રિયા વાક્ય પૂરું કરે એ પહેલાં જ શ્યામલીએ કહ્યું.

રિયા:- " दिल तो पागल है! Movie (ફિલ્મ) જોય છે ને? એમાં કહ્યું છે ને કે ઈશ્વરે આપણા માટે કોઈકને ને કોઈકને બનાવ્યા જ હોય છે. બસ ભગવાન આપણને ઈશારો કરે તેના પરથી ખબર પડશે કે આપણને સાચો પ્રેમ કોણ કરશે તે."

શ્યામલી:- " Come on રિયા એ તો મુવીમાં હોય હકીકતમાં નહિ. Reel life (ફિલ્મી જીવન) અને real life (વાસ્તવિક જીવન) માં બહુ ફરક હોય છે. "

રિયા:- " Ok ok હું માનું છું કે બહુ ઓછાને સાચો પ્રેમ મળતો હોય. પણ શું ખબર એ પ% માં આપણે આવતા હોઈએ તો..!!"

શ્યામલી:- "જો એવું હોય તો મારા માટે એ ચમત્કાર વાળી વાત છે."

રિયા:- " આપણી જીંદગીમાં એ Miracle (ચમત્કાર) થશે જ." 

શ્યામલી:- " Thank God (ભગવાનનો આભાર) કે તું મારી સાથે છે. તારી સાથે વાત કરવાથી એક Possitive feeling (હકારાત્મક-સંવેદનશીલ લાગણી) આવે છે. પણ..."

રિયા:- "પણ શું? કેમ અટકી ગઈ? બોલ શું કહેવાની હતી?"

શ્યામલી:- " આ દુનિયામાં બનાવટી પ્રેમ વધારે જોવા મળે છે. દુનિયા તો બાહ્ય સુંદરતાને વધારે મહત્વ આપે છે. પ્રેમનો ઢોંગ કરીને લોકોને છેતરવામાં આવે છે. એ કેટલું શરમજનક કહેવાય! એમાં સ્નેહ અને ઊંડી લાગણી બતાવવાનો પણ સમાવેશ થાય છે. એવા પ્રેમથી જીવનમાં ખરી ખુશી અને સંતોષની લાગણી મળે છે. લાગણી ના સબંધો ને નામ નથી હોતુ, તેનાથી જીવન ધબકતુ બને છે. 
I think (હું વિચારું છું કે) મને કોઈ નહિ મળે...
लोग दिवाने हैं बनावट के,
हम सादगी लेकर कहा जाये?"

રિયા:- "શ્યામલી તને ઈશ્વર ઉપર તો વિશ્વાસ છે ને..!!"

શ્યામલી:- "હા મને ઈશ્વર ઉપર વિશ્વાસ છે. અને આજ સુધી મારી સાથે જે બન્યું છે તે સારું જ થયું છે."

રિયા:- "ઈશ્વર આજે નહિ તો કાલે તને તારા પ્રિન્સ ચાર્મિગ સાથે જરૂર મળાવશે."

એટલામાં જ મીનાબહેન શ્યામલી અને રિયાને જમવા માટે બોલાવવા આવે છે.

રિયા:- "Ok ok દોઢ કલાક થઈ ગયો. બહુ વાત થઈ ગઈ. જમી લઈએ. પછી ધાબળામાં ભરાઈને ઊંઘતા ઊંઘતા વાત કરીશું...Ok..?

શ્યામલી:- "Ok..."

બધા જમી લે છે. જમીને પછી રિયા કહે છે "આપણે કાલે સ્કૂલમાં એડમિશન લેવા જવાનું છે." 

શ્યામલી:- "Ok કાલે આપણે જઈશું." 

શ્યામલીએ ઊંઘવાની કોશિશ કરી પણ ઊંઘ જ ન આવી. થોડીવાર પહેલાં રિયા સાથે કરેલી વાતોનો વિચાર કર્યો. "શું સાચે જ કોઈ મને પ્રેમ કરશે? મારો સાંવરિયો કેવો હશે? મારા મનનો માણીગર સપનામાંથી ક્યારે જાગશે? ક્યારે મળશે મને?"

સાંજ જોડે હું પણ આથમું છું...
આપ ક્યારે ઉગશો કોને ખબર..??

શ્યામલીએ મનની ભીતર ઉગી નીકળેલી આ પંક્તિને ડાયરીમાં લખવાનું વિચાર્યું. શ્યામલી ડાયરી અને પેન લઈ બેઠી. બહાર હજી પણ ઝરમર ઝરમર વરસાદ ચાલુ જ હતો. 

પંક્તિઓ ડાયરીમાં ઉતારી. વરસાદ પર કંઈક વિચાર આવતા ડાયરીમાં લખવા લાગી.

    "વરસાદ....ક્યારેક ધોધમાર-મુશળધાર તો ક્યારેક ઝરમર...એ કોઈપણ ધારે આવે, એ આવે તો છે જ. એને આવવું પડે છે. વરસાદ જેવો પ્રિયતમ અને ધરતી જેવી પ્રિયતમા... આઠ મહિના પછી વિરહની વેદના સારતી એની પ્રિયતમાને મળવા એ આવે છે. ધરતી વિરહની આગમાં ઉનાળે ભડકે બળે અને એની અંદરની આગને શાંત કરવા એ આવે, મન મૂકીને વરસે. ધરતીને તરબોળ કરી નાખે. એ પણ ભીંજાઈને મહેકી ઉઠે. એનાં પ્રિયતમના સહવાસ પછી એ બંનેના મળ્યાની સુગંધ પવનમાં ભળીને બધે ફેલાઈ છે. આ જ રોમાંચ છે. છુટા પડેલા, દૂર રહેતા, અલગ-અલગ જીવતાં બે લોકોના લાંબા સમય પછી મળવાનો. એ મળે છે દરેક વખતે એકસરખી જ તીવ્રતાથી. એક સરખા જ રોમાંચથી. એક સરખા જ રોમાન્સથી. ધરતી અને આકાશ વચ્ચેના આટલાં લાંબા અંતર છતાંય એ મળવાનું ચુકતા નથી.

      આટલી ભીની મોસમમાં જો એ બંને મળી શકે તો બે પ્રેમીઓને મળવાનું બીજું કોઈ કારણ હોય જ ન શકે. એ એની મેળે જ આકર્ષાઈ છે. જેટલી તીવ્રતાથી એ વરસે એવી અને એટલી જ તીવ્રતાથી સ્વીકારી શકે છે ધરતી.

          મળ્યા પછી પાછું અંદરથી બંનેમાં કશુક ઉગી નીકળે. ધરતીમાં કંઈક લીલું ઉગી નીકળે અને આકાશમાં સપ્તરંગી મેઘધનુષ ઉગી નીકળે. આ મળ્યા પછીના પ્રેમની પરિતૃપ્તિ છે. ઊગવું જ જોઈએ. મળ્યા પછી લાગણીની સરવાણી ફૂટવી જ જોઈએ. એ પણ એક નિશાની છે...એક સરખી તીવ્રતાથી થતી ચાહતની, એક સરખી જીવાય રહેલી અધૂરપની, એક સરખી રીતે મળીને છુટા પડ્યા પછીના ઉન્માદની.

શરૂ થતી આ અંદરથી ભીંજાઈને બીજાના હૃદયના દ્વાર સુધી પહોંચવાની આ રોમાંચક મોસમ એટલે ધરા અને આભનું મિલન.

" ધરા કો ભી આશ હોતી હૈ મિલન કી,

ઔર અંબર કા ભી જરીયા તો દેખો,

તડપતા હૈ મગર જમ કે બરસતા હૈ,

દેર સે હી સહી લેકિન મિલને જરૂર આતા હૈ..."

ધરતી સાથે આકાશના સંવાદથી મૌસમ એટલે વરસાદની મોસમ. મેઘધનુષી રંગો ભર્યું આકાશ અને હરીયાળી ખુશી વેરતી ધરાના પ્રણય નૃત્યમાં મનગમતા સાથીના સાથની બે પળ મળે તો એને કહેવાય જિંદગી."

    ભાવિ જીવનસાથી અંગે કલ્પનાઓ કરીને રંગીન સપનાઓ જોતી શ્યામલી મીઠી નીંદરમાં સરી ગઈ. 

ક્રમશઃ