result-exam ya life-part 3 in Gujarati Motivational Stories by Jay Dharaiya books and stories PDF | પરિણામ-પરીક્ષાનું કે જિંદગીનું-ભાગ 3

Featured Books
Categories
Share

પરિણામ-પરીક્ષાનું કે જિંદગીનું-ભાગ 3

     વાંચકમિત્રો !! આપણે બીજા ભાગમાં જોયું કે રાજેશ ઉદાસ થઈને ચિંતામાં ઘર તરફ જતો હોય છે ત્યારે રસ્તામાં તેનું એક ગાડી સાથે જોરદાર એક્સીડેન્ટ થાય છે અને રાજેશ લોહી લુહાણ થઈને રસ્તા ઉપર પડી જાય છે...ત્યાં સુધી આપણે આપણે બીજા ભાગમાં જોયું હતું..હવે રાજેશને કોણ બચાવે છે અને આગળ શું થાય છે રાજેશનું એ જાણવા માટે આ ભાગ વાંચો અને તમને આ ભાગ પણ પસંદ આવશે તેવી આશા રાખું છું...

રાજેશને લોહી લુહાણ જોઈને તે ગાડીવાળો માણસ જેને રાજેશનું એક્સીડેન્ટ કર્યું હતું તે દોડતો દોડતો રાજેશ પાસે આવે છે અને તેને હોસ્પિટલે લઈ જાય છે.રાજેશનું જે માણસ ની ગાડી સાથે એક્સીડેન્ટ થયું હતું એ જેવો તેવો માણસ નહોતો..તે માણસનું નામ હતું "રાજકુમાર રાવ"...જે એક પ્રખ્યાત કવિ અને સાહિત્યકાર હતો.તેને તરત જ રાજેશ ને પોતાની ફોર વ્હીલ માં બેસાડ્યો અને હોસ્પિટલ માં રાજેશનો ઈલાજ કરાવ્યો.
"ડોક્ટર આ જુવાનીયાનો ઈલાજ જલ્દીથી શરૂ કરો" રાજકુમાર રાવે ડોક્ટરને કહ્યું.
વહેતુ લોહી સંપુર્ણપણે ડોક્ટર બંધ કરી દે છે અને સારવાર કર્યા પછી રાજેશની એક બીમારી વિશે ડોક્ટર રાજકુમાર રાવને જણાવે છે..
"મને લાગે છે આ છોકરાને થીંકીંગ ડિસોર્ટર થઈ ગયું લાગે છે વ્યક્તિ જ્યારે ખૂબ જ વધારે ટેન્સનમાં હોય ત્યારે એક જ પ્રકારના વિચારો ગુમવાથી વ્યક્તિ બેહોંશ થઈ શકે છે અને વ્યક્તિની જીંદગી પણ જઈ શકે છે ડોક્ટરે ચિંતાતુર રીતે જવાબ આપ્યો.. અને ત્યાંથી ડોક્ટર જતા રહ્યા.
"સર આ લો આના ગજવામાંથી આ કાગળિયા મળ્યા છે"  ત્યાં ઉભેલી નર્સે રાજકુમાર રાવને કહ્યું.
હવે રાજકુમાર રાવ આ કાગળીયાને ખોલે છે તો તે રાજેશનું પરિણામ હોય છે પરિણામ જોઈને રાજકુમાર રાવ ચોંકી જાય છે કારણ કે રાજેશ બધા માં ભલે ફેઈલ હોય છે પણ ગુજરાતી વિષયમાં રાજેશના 100 માંથી 99 માર્ક હોય છે.હવે રાજકુમાર રાવ ને રાજેશ વિશે જાણવાની વધારે ઇરછા થાય છે.અને તે બીજું કાગળીયું જોવે છે તો તેમાં રાજેશે ખૂબ જ સરસ મજાની શાયરી લખી હોય છે કે,"રાહ પર ચાલતો મુસાફર છું,મંજીલ નું સપનું જોનાર મુસાફર છું,પરિણામની પ્રવાહ નથી મને પણ મંજીલ પામવા સતત પ્રયાસ કરતો મુસાફર છું" રાજકુમાર બીજા પેજો પણ જોવે છે તો બધા પેજો શાયરીઓ અને લેખોથી ભરેલા હોય છે જે રાજેશે લખ્યા હોય છે. આ બધું વાંચીને તો રાજકુમાર રાવ રાજેશથી ખૂબ જ ઈમ્પ્રેસ થાય છે અને બેહોંશ અને ત્યાં હોસ્પિટલ ના બેડ પર સુતેલા રાજેશના માથામાં હાથ ફેરવીને કહે છે કે,"બેટા હવે વારો આવી ગયો છે દુનિયાને દેખાડવાનો કે ફેઈલ થયેલા પણ શું કરી શકે છે!"  
રાજકુમાર રાવ રાજેશના મમ્મી પપ્પાને હોસ્પિટલ માં બોલાવે છે અને કહે છે કે,"જોવો રાજેશ ની હાલત ખૂબ જ ગંભીર છે એટલે તમે એની ઉપર પરિણામ ની વાત ન કરતા.અને રાજેશ ફેઈલ થયો છે." 
 રાજેશ ના મમ્મી પપ્પા રાજેશની આવી ખરાબ તબિયત જોઈને કાંઈ બોલતા નથી અને ત્યાં રાજેશને હોંશ આવે છે.અને તેની આંખ ખુલતા જ તે પ્રખ્યાત સાહિત્ય કાર રાજકુમાર રાવને જોવે છે.
"રાજકુમાર રાવ સર તમે મારી સા...આ....મેં" રાજેશ તેમને જોઈને ઉભો થવાની કોશિશ કરે છે.
"રાજેશ બેટા સૂતો રહે તારી હેલ્થ અત્યારે સારી નથી" રાજકુમાર રાવે કહ્યું.
એટલામાં ત્યાં રાજેશના મમ્મી રડતા રડતા આવે છે કે,"શું થયું મારા ગગુડા ને,બટા કદાચ તારા 0 માર્ક આવેત તો પણ અમે તને એટલો જ પ્રેમ કરેત જેટલો પહેલા કરતા હતા" એટલામાં ત્યાં તેના પપ્પા પણ રાજેશની મમ્મી ની વાત માં હકારમાં માથું હલાવે છે અને રાજેશને ચિંતા ના કરવા કહે છે.
"બેટા રાજેશ પેલી મુસાફર છું વાળી શાયરી તે લખેલી હતી" રાજકુમાર રાવે પૂછ્યું. 
"હા સર મને ગુજરાતી ભાષામાં તમારી જેમ લેખ અને કવિતાઓ લખવાનો ખૂબ જ શોખ છે" રાજેશે ખુશીથી કહ્યું.
"ઓકે તો હવેથી તું મારી સાથે જ રહેજે અને હવે તો હું તને એક સાહિત્યકાર બનાવીને જ છોડીશ" રાજકુમાર રાવે રાજેશની આંખમાં આંખ પરોવીને હિંમતપૂર્વક કહ્યું.
"હા સર હું પૂરી કોશિશ કરીશ હું મારું બેસ્ટ આપીશ" રાજેશે ખુશીથી ઉછળીને કહ્યું.
          2 દિવસ પછી રાજેશને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવ્યો અને હવે રાજેશ ના ગોલ્સ કંઈક અલગ હતા.હવે રાજેશ કોઈ વિષયના માર્ક માટે નહીં પણ પોતાને ગમતા કામ માટે મહેનત કરતો હતો જેમાં તેને ખૂબ જ મજા આવતી.અને રાજકુમાર રાવ પણ હમેશા રાજેશને પ્રોત્સાહન આપતા અને કહેતા કે,"બેટા પરીક્ષાનું પરિણામ જીંદગીનું અંતિમ પરિણામ નથી,જીંદગી ખૂબ નાની છે અને જો આ નાની જીંદગીમાં જો તારે આ દુનિયામાં મોટું નામ બનાવીને જવું છે ને તો ખાલી પરીક્ષાના પરિણામ માટે નહીં પણ તને ગમતા કામ પાછળ ના પરિણામ માટે મહેનત કરજે તને જરૂરથી સફળતા મળશે" અને આવા જ જબરજદસ્ત પ્રેરણા સાથે રાજેશ કામ કરવા લાગે છે અને પોતાની અલગ અલગ રચનાઓ માતૃભારતી જેવી પ્રખ્યાત વેબસાઈટોમાં પ્રકાશિત કરવા લાગે છે.હવે રાજેશ એક સામાન્ય રાજેશમાંથી એક પ્રભાવશાળી રાજેશ બની જાય છે... હવે રાજેશ 10th ની પરીક્ષા પણ 1 વર્ષ પછી પાસ કરે છે અને 12 માં ધોરણ માં સારા ટકા મેળવીને તે પોતાના લખાણની હોબી ને આગળ વધારવા માટે ગુજરાતી વિષય પર M.A કરે છે.હવે સમય વીતવા લાગે છે.અને રાજેશ તેની સફળતાનાં શિખરો સર કરવા સતત પ્રયત્ન કરતો રહે છે.અને આ પ્રયત્ન રૂપે રાજેશ એક વખત રાજકુમાર રાવની મદદથી તૈયાર કરેલી એક લઘુકથાને રાત્રે પોસ્ટ કરી દે છે જે સવાર થતાની સાથે તો આખા ગુજરાત માં જ નહીં આખા ભારત માં વાઇરલ થઈ જાય છે.
        આ 6 વર્ષ પછી રાજેશની સફળતાનો પહેલો સૂરજ ઉગે છે.જ્યારે રાજેશ નો ફોટો પેપરમાં આવ્યો હોય છે,સમાચારોમાં બધેય રાજેશ છવાઈ ગયો હોય છે,ઠેર ઠેર રાજેશ અને તેની પ્રખ્યાત પુસ્તકની ચર્ચા થવા લાગે છે.રાજેશ ને ઉઠતાંવેંત બધા મોટા મોટા ન્યૂઝ વાળા ઇન્ટરવ્યૂ માટે બોલાવવા લાગે છે.ત્યારે એટલામાં રાજેશના ફોન ની રિંગ વાગે છે'"બેટા મેં કીધું હતું ને તને કે પરીક્ષાનું પરિણામ એ જીંદગીનું અંતિમ પરિણામ નથી હોતું.આજે કદાચ મારું નામ બધા ભૂલી ગયા છે પણ ઠેર ઠેર તું છવાઈ ગયો છે અભિનંદન બેટા"
 રાજકુમાર રાવ ખુશી પ્રગટ કરતા રાજેશને કહે છે.
                  મિત્રો સ્ટોરી અહીંયા પૂરી નથી થતી હજુ તો ખૂબ જ જોરદાર સ્ટોરી માં ટ્વિસ્ટ આવવાનો છે...જે આગલા ભાગમાં આવશે.. હવે રાજેશ ની સાથે ભવિષ્યમાં શું થશે?
    રાજેશની આ સફળતા તેની સાથે ક્યાં સુધી ટકશે?

આ બધા સવાલોના જવાબ મેળવવા વાંચતા રહો,"પરિણામ-પરીક્ષાનું કે જીંદગીનું" મિત્રો આ ભાગ વાંચીને તમને ખરેખર મજા આવી હોય તો તમારો કિંમતી અભિપ્રાય મને જરૂર આપજો અને કોઈ ભૂલ ચૂક થતી હોય તો પણ તમે મને ચોક્કસ રીતે જણાવી શકો છો..અને આવી જ વાર્તાઓ વાંચવા અને મારી સાથે જોડાઈને મારું મનોબળ વધારવા તમે મને ફોલો કરી શકો છો.