ગરિમા પોતાના પતિ ગૌરવ સાથે તેજ ગેસ્ટ હાઉસ માં ઉતરી હતી . . આ એક જોગાનુજોગ હતો ..ગરિમાના પતિને નિહાળી સત્યમના હૈયામાં ગુન્હાની લાગણી સળવળી ઊઠી હતી ..તેની પાસે ગરિમા ના પતિ જોડે આંખ મેળવવાની પણ હિંમત નહોતી . ... તે પોતાને માટે શું ધારતો હશે ? આ સવાલ તેને કળ વાળી બેસવા દેતો નહોતો . તે ગરિમાના પતિનો સામનો કરી શકતો નહોતો . તેના દિલો દિમાગ પર ફરીથી આત્મહત્યા ના વિચારો રૂઢ ' થઈ ગયા હતા . આ હાલતમાં ગૌરવે તેને અગાસી પરથી પડતું મૂકવા જતા તેને બચાવી લીધો હતો .
ભગવાન દરેક વખતે તેને એક જ મુકામ પર લાવીને છોડી દેતો હતો ? આવું કરીને શું ચાહતો હતો ?
તેણ ગરિમાની જિંદગીથી રૂખસદ લીધી હતી . છતાં ભગવાને તેને સામે લાવીને તેનાં ઘા ખોતરવાની ઘડી નિર્માણ કરી હતી . ગરિમાની ઉપસ્થિતિ
એ તેની માનસિક સ્થિતિ પર ક્રૂર પ્રહાર કર્યો હતો .
ગૌરવે તેને કંઈજ કહ્યું નહોતું ન તો કોઈ અણગમો જાહેર કર્યો હતો . છતાં તેનું લાગણીશીલ તેમજ સમ્વેદનાયુક્ત હૈયું તેને માફ કરી શકતું નહોતું . આ હાલતમાં તેને તરતજ મુમ્બઈ લાવવામાં આવ્યો હતો . ફરીથી હૉસ્પિટલમાં તેને ભર્તી કરવામાં આવ્યો હતો .
તેની માનસિક હાલત અત્યંત નાજુક હતી . આ હાલતમાં એક માત્ર અનુરાગ જ સતત તેની પડખે ઊભો હતો . તે નિયમિત રીતે હોસ્પિટલમાં હાજરી પૂરાવતો હતો .
રોજની માફક તે એક સાંજે સત્યમની ખબર કાઢવા હૉસ્પિટલ ગયો હતો . .ત્યારે તેનો બેડ ખાલી હતો . તે નિહાળી અનુરાગનો શ્વાસ અદ્ધર થઈ ગયો હતો . ક્ષણવારમાં સેકન્ડો વિચારો વીજળીવેગે તેનાં દિમાગમાંથી પસાર થઈ ગયા .હતા આગલી રાતે તેણે ફરી એક વાર આત્મહત્યા કરવાન પ્રયાસ કીધો હતો . તેની યાદ આવતા અનુરાગના હૈયામાં ભયની લહેરખી પસાર થઈ ગઈ હતી . તેણે તરતજ ફરજ પર ઉપસ્થિત સિસ્ટરને પૂછપરછ કરી હતી .
' સિસ્ટર 22 નંબરનો પેશેંટ ક્યાં ગયો ? '
' ઉસ કે પિતાજી ડોક્ટરકી અનુમતિ લેકર ઉસે ફિલ્મ દેખને લે ગયે હૈઁ .! '
હકીકત જાણીને અનુરાગે રાહતની લાગણી અનુભવી હતી . તે આગલી રાતે સત્યમને કારણે ઊંઘી શક્યો નહોતો . તેની આંખો ઉજાગરા ને કારણે બળી રહી હતી . તેણે આળસ મરડીને વૉલ ક્લૉક ભણી નજર દોડાવી .
સાડા પાંચ વાગી ચૂક્યા હતા . સત્યમ થોડી વાર પછી પાછો ફર્યો ત્યારે અનુરાગ ઝોકું આવી જતાં તે બેઠો બેઠો જ બેંચ પર સૂઈ ગયો હતો .
' આગે ભી જાનેં ન તું , પીછે ભી જાનેં ના તું ' , ,
તે જ વખતે સત્યમ ફિલ્મનું ગીત ગણગણતો વોર્ડમાં દાખલ થયો . તેનો અવાજ સુણી અનુરાગની તંદ્રા તૂટી ગઈ .તે આળસ મરડીને બેંચ પરથી ઊભો થઈ ગયો . સત્યમ પોતાની ધૂનમાં મસ્ત ફિલ્મના દ્રશ્યને વાગોળી રહ્યો હતો .
વક્ત ફિલ્મમાં સુનિલ દત્તે હીરોની ભૂમિકા નિભાવી હતી . રાજ કુમારે આ ફિલ્મમાં સમાંતર ભૂમિકા નિભાવી હતી .બંને ભાઈઓ હતા અને બચપણમાં ધરતીકંપ થતાં વિખૂટા પડી ગયા હતા . સુનિલ દત્ત વકીલ હતો જયારે રાજ કુમાર હીરા ચોરીના ધંધા જોડે સંકળાયેલો હતો .. તે ભાવુક તેમજ સમ્વેદનશીલ હતો . શહેરના નામચીન દાણચોર ચિનોય શેઠ માટે તે બેઈમાનીનો ધંધો કરતો હતો . તેને માટે રાજ કુમારે ફિલ્મની હિરોઇન મીના ( સાધના ) નો હીરાનો હાર તફડાવી લીધો હતો . આ હાર તેના પિતાએ ના જન્મદિન નિમિતે ખરીદ્યો હતો . તેની જાણ થતાં રાજા ( રાજ કુમાર ) તેનો હાર પાછો આપવા તેને ઘરે જાય છે , ત્યારે ઘરમાં પાર્ટી ચાલી રહી હ તી . પોતાનો હાર જોઈ મીના ખુશ થઈ જાય છે . તે તરતજ હાર ગળામાં પહેરવાની કોશિશ કરે છે . રાજા તેને હાર પહેરવામાં મદદ કરે છે . તે બદલ મીના તેનો અંતકરણ પૂર્વક પાડ માને છે . રાજા પહેલી જ નજરે તેના પ્રેમમાં પડી જાય છે . પણ મીના રવિ (સુનિલ દત્ત ) પ્રેમમાં હોય છે . બહુ જલ્દી રાજા અને રવિ ગાઢ મિત્ર બની જાય છે .
મીનાના ઇશારે બંને વચ્ચે મુમ્બઈ ખંડાલા વચ્ચે કાર રેસ યોજાય છે . રેસ પહેલાં મીના જાહેર કરે છે ..જીતનારને તેની મરજી મુજબ ઇનામ આપશે
રાજા આ રેસ જીતી જાય છે . મીના તેને ઇનામ માંગવાનું કહે છે ત્યારે ' સમય આવે ત્યારે માંગીશ ! ' કહીને રાજા ટાળી જાય છે .
રવિ અને મીના વચ્ચેનું સાંનિધ્ય અને તેમની વચ્ચે પાંગરતો હૉટ રોમાન્સ રાજાની આંખોમાં કણાની માફક ખૂંચવા માંડે છે .
એક નબળી પળે તે રવિની હત્યા કરવા જાય છે . તે જ વખતે એક સચ્ચાઈ તેની આંખો સમક્ષ આવે છે . રવિ બચપણમાં વવિખૂટો પડેલો તેનો માં જણ્યો ભાઈ હતો . તેની જાણ થતાં રાજાનું હૈયું બદલાઈ જાય છે .
રવિ અને મીનાની સગાઈ થવાની હોય છે . ત્યારે તેના વચનની યાદ દેવડાવતા રાજા કહે છે .
' આજે તું બહુ જ ખુશ છે ને ?'
' હાં રાજા સાહેબ ! '
' મૈં આજ અપના ઇનામ માંગ શકતા હું ? '
તેનો સવાલ સુણી પળભર મીનાના ચેહરા પર અણગમાના ભાવો ઉપસી આવે છે છતાં તે માંગવાની અનુમતિ આપે છે .
રાજા તેના માથે મોટપણનો હાથ મૂકી અપીલ કરે છે .
' બસ રવિને એટલી બધી ખુશી આપજે જે આજ સુધી કોઈ પત્ની તેના પતિને આપી શકી નથી . '
આ ફિલ્મનો સર્વ શ્રેષ્ઠ સમ્વાદ હતો .. જે જોઈને દરેક વખતે સત્યમની આંખોમાં હરખના આંસૂ આવી જતાં હતા .
ફિલ્મના આ જ સીન માટે સત્યમે વક્ત ફિલ્મ જોવાનો રેકોર્ડ સર્જયો હતો . અને આ જ દ્રશ્યે તેને અજાણ પણે ગરિમાની બાબતમાં પોતાની એક પક્ષીય પ્રણય કહાણીને ટ્વિસ્ટ આપવામાં સહાય કરી હતી . તેણે એક સદગૃહસ્થને છાજે તેવો વ્યવહાર કર્યો હતો . ગરિમાને સન્માન પૂર્વક વિદાય આપી હતી .પણ અન્ય તો ઠીક પણ પોતાના કહેવડાવતા મિત્રોએ પણ તેની સરાહના કરી નહોતી . સત્યમને તેની કોઈ જ ચિંતા નહોતી પણ હર કોઈએ
તેને ખલનાયક તરીકે ચીતર્યો હતો .આ વાત સત્યમ હજમ કરી શકતો નહોતો . તે હર કોઈ છોકરીની પાછળ પડી જતો હતો . તેના જ કહેવાતા લોકોએ તેની આવી ઇમેજ ઊભી કરી હતી ..
યુવાન છોકરીના માતા પિતા તેમને સત્યમથી દૂર રહેવાની સૂચના આપતા હતા .. કૉલેજમા પણ તેને . ઓળખાતી છોકરીઓ તેનાથી દૂર થતી ગઈ હતી .
સત્યમની આવી હાલત માટે લોકો તેની ફિલ્મ જોવાની આદતને જવાબદાર લેખી રહ્યા હતા .હકીકતમાં તેની આજ આદતે તેને તાર્યો હતો .અવનિને પગે પાડી માફી માંગી હતી મિત્રની બહેન રંજિતા પાસે રાખડી બંધાવી હતી , .ગરિમાને માથે હાથ મૂકી શપથ લીધા હતા . છતાં તેની ગણતરી ખલનાયકમાં કરવામાં આવી રહી હતી .આ વાત સત્યમના હૈયામાં ત્રિશૂલ સમી વેદના જગાડી રહી હતી .
ફિલ્મ જોયા બાદ તે પોતાને નૉર્મલ ફીલ કરી રહ્યો હતો . અનુરાગની હાજરીથી અજાણ તે ફિલ્મનો ડાઇલૉગ વાગોળી રહ્યો હતો .
' જિનકે અપને ઘર શીશે કે બને હોતે હૈઁ ,વહ દૂસરોં પર પત્થર ફેંકા નહીં કરતે ચિનોય શેઠ ! '
તે જ વખતે તેની નજર અનુરાગ પર પડી . તેણે તરતજ અનુરાગને સવાલ કર્યો .
' કયારે આવ્યો ? '
' અડધોએક કલાક થયો હશે ! '
' આઈ એમ સોરી ! '
' શાને માટે ભઈલા ? '
' મેં છેલ્લાં દસ પંદર દિવસોમાં તને ખૂબજ તકલીફ આપી છે ! તારી મિત્રતા , વફાદારી પર પણ સંદેહ કર્યો છે ! એક તું જ તો સાચકલા હીરો જેવો હતો . બાકી બધા તો કાચના ટુકડા સાબિત થયા . '
' હવે પાછલી વાતોને યાદ કરી તારી જાતને દુખી ના કરીશ ! અને ફરીથી નવી રીતે જિંદગી શરૂ કર . અને ફિકર ના કર . તને ગરિમાથી પણ સારી , સુંદર છોકરી મળશે ! '
અનુરાગની વાતો સુણી સત્યમ ખૂબજ ભાવુક થઈ ગયો . તેને ગળે લગાડી વાત કરવા માંડી :
' પ્રેમ કોને કહેવાય છે . આ વાત મને વક્ત ફિલ્મના કથાનકે , રાજ કુમારના પાત્રે સમજાવી દીધી હતી . તેને કારણે જ તો હું ગરિમાને બહેન બનાવી સન્માન પૂર્વક વિદાય કરી શક્યો હતો . પ્રેમ કરવો એ ગુન્હો નથી . તે કોઈ પણ વ્યક્તિ સાથે કોઈ પણ ઉંમરે થઈ શકે છે . પ્રેમ સદાય આપતો રહે છે . આજ તેની ઓળખાણ છે . પણ મોટા ભાગનો પ્રેમ અપેક્ષાની આગમાં ભસ્મીભૂત થઈ , સઘળું તારાજ કરી દે છે . હું ગરિમાને પ્રેમ કરવા લાગ્યો તે મારા હાથની વાત નહોતી .તેની સાથે પ્રેમ થઈ જવો તે વિધિના દેન હતી . શાયદ તે મારી કિસ્મત હતી . તેને ક્યા માર્ગે લઈ જવો તેની જવાબદારી મારા માથે હતી . અને મારા હિસાબે તો મેં પ્રેમને સાચા સમયે વળાંક આપ્યો છે . છતાં બદલામાં ખલનાયકનો શિરપાવ હાંસલ કર્યો છે . અનુરાગ શું હું ગરિમાના કેસમાં ખલનાયક હતો ? '
' સત્યમ તું કયારે પણ ખલનાયક નહોતો . તારા સ્કૂલી યારની વાતમાં આવી જઈને કોઈ બીમારીનો શિકાર બની ગયો હતો . આથી જ તને ગરિમાની સગાઈ થઈ ગયાની વાત પર ભરોસો નહોતો . બાકી તારા જેવો સમ્વેદનાથી ભરેલો રહમ દિલ ઇન્સાન ખલનાયક ના હોઈ શકે . જે બીજાને વિના કારણ નુકસાન પહોંચાડે છે , ખરાબ કરે છે , તેને જાણી જોઈને તકલીફ આપે છે , બીજાની ખુશી પર તરાપ મારે છે તેને ખલનાયક કહેવામાં આવે છે ! '
સત્યમ નાનો હતો ત્યારે તેના જ બિલ્ડિંગમાં રહેતા , જ્યોતિષ વિજ્ઞાન જાણતા હોવાનો દાવો કરતા એક છોકરાએ તેને માટે આગાહી કરી હતી .
' તું ખલનાયક બનીશ ! '
તેની માસી પણ સતત તે નૉર્મલ નથી તે વાતનો એહસાસ કરાવવાની કોશિશ કરતા હતા .!
બંને મિત્રો વાત કરતા હતા . તે જ વખતે ગીતા બહેન અને ભાવિકા ચા નાસ્તો લઈ વોર્ડમાં દાખલ થયા .
ગરમાગરમ બટાટા વડા જોઈ સત્યમના મોઢામાં પાણી આવી ગયું . તે અધીર બની અકરાંતિયાની માફક બટાટા વડા પર તૂટી પડ્યો . તે જોઈ ગીતા બહેને તેને લાડથી ઠપકાર્યો :
' આરામથી ખા ને મારા દીકરા ! અત્યારે તારે વળી કઈ ગાડી પકડવાની છે ? '
ગીતા બહેનની ટકોર સુણી તેણે ખાવાની ગતિ ઘટાડી દીધી ! અને અનુરાગને પણ બટાટા વડા ખાવાની ઓફર કરી . અને બંને મિત્રો આરામથી બટાટા વડાને ન્યાય આપવા માંડ્યા .
આ હાલતમાં પણ લોકોની જલીકટી વાતો સત્યમના કાનમાં હથોડા મારી રહી હતી .
' ફિલ્મો જોવાની આદતને કારણે જ તે પરાઈ છોકરીને પરણવાની જીદ લઈ બેઠો હતો . '
સત્યમે આ ટીકાનો જડબાતોડ જવાબ સૂત્રધાર માસીને આપ્યો હતો !
' ફિલ્મમાં સારા નરસા બંને પહલૂને પ્રદર્શિત કરવામાં આવે છે . હવે કઈ ચીજને ગ્રહણ કરવી ? છોડવી એ માનવીના પોતાના હાથોમાં હોય છે ! '
આ સામ્ભળી માસીની બોબડી બંધ થઈ ગઈ હતી .પણ તેઓ આ વાત સ્વીકારવા તૈયાર નહોતા .તેઓ સત્યમને ત્રાસ આપવાની કોઈ તક જતી કરતા નહોતા .
સત્યમ ગરિમાને પ્રેમ કરવા લાગ્યો હતો . તે બાબત કોઈ જ પ્રોબ્લેમ નહોતો . પણ પ્રેમને લઈને તેને પામવાની ઝંખના જાગી હતી .જેને કારણે અનેક સમસ્યા ઊભી થઈ હતી . આમાં તેનો કોઈ વાંક ગુનો નહોતો . તે કોઈ માનસિક બીમારીનો ભોગ બન્યો હતો .
સાડા સાત વાગ્યે બધા ઘરે જતાં રહ્યા હતા .
અને સત્યમ તેના મિત્ર સાથે વાતચીત કરવામાં ગુલતાન બની ગયો હતો . અજાણ પણે તેના હાથે ભૂલ થઈ ગઈ હતી . આ વાતનો સત્યમને સતત અફસોસ થતો હતો .
તેણે પિતાને સૂચન કરતા કહ્યું હતું .
' બાપાજી ! હું પર્ફેક્ટ્લી ઑલરાઇટ છું . અને ઘરે જવા માંગુ છું .
તેના પિતાજીએ ડોક્ટરને વાત પણ કરી હતી .બીજે દિવસે સવારે તેને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ પણ મળવાનો હતો .
પણ ?
આગ ભી જાનેં ન તું , પીછે ભી જાનેં ના તું ,
રાતના દસ વાગ્યાના સુમારે હૉસ્પિટલમાં ઊહાપોહ મચી ગયો .
કોઈ તાજી પરણેલી નવી નવેલી દુલ્હનને સ્ટ્રેટ્ચેરમાં ઑપરેશન થિયેટરમાં લઈ જવામાં આવી હતી .તેની પાછળ ગૌરવ અને ગરિમાની નાની બહેનને નિહાળી સત્યમના હૈયામાં ધ્રાસકો પડ્યો .
તે સ્ત્રી કોણ હતી ? તેની જાણ થતાં સત્યમ નાના બાળકની માફક ભાંગી પડ્યો .
ooooooooooooooooooo
ગરિમા મહાબળેશ્વરમાં એક ગમ્ભીર દુર્ઘટનાનો શિકાર બની હતી .
સત્યમના પિતાજી હજી તો ઘરે પહોંચ્યા જ હતા . ત્યાં જ અનુરાગે તેમને સમાચાર આપ્યા હતા અને તેઓ વળતે પગ હૉસ્પિટલમા દોડી આવ્યા હતા . ત્યારે સત્યમ પોતાની જાતને કોસી રહ્યો હતો .
' હે ! ભગવાન ! તું મારા ગુનાની સજા ગરિમાને શા માટે આપી રહ્યો છે ? '
પોતાના દીકરાને દુનિયાના સઘળાં અનર્થ માટે જવાબદાર માની લેવાની આદત હતી . ગરિમાનો અકસ્માત કુદરતની મરજી હતી . છતાં તે પોતાની જાતને દોષ આપી રહ્યો હતો .
આ હાલતમાં તેના પિતાજીએ તેને હૈયા ધારણ દીધી હતી !
' બેટા ! તું નાહક બધી વાતમાં તારી જાતને દોષ ના આપ ! '
oooooooooooooooooo
બરાબર એક વર્ષ બાદ , તેની પડોસની રૂમ , જે તેના માસીની હતી , માં એક ગુજરાતી પરિવાર રહેવા આવ્યું હતું . લલિતા બહેન તેના મુખ્ય સદસ્ય હતા .તેઓ વિધવા હતા ! તેમના પતિનું ભેદી સંજોગોમાં અવસાન થયું હતું . તેમની ચાર જુવાનજોધ છોકરીઓ હતી . થોડા જ અંતરે તેમના જેઠ જેઠાણી રહેતા હતા .
લલિતા બહેન માંડ ચાર ચોપડી સુધી જ ભણ્યા હતા . પણ મોટા વિધ્વાન હોવાનો સતત દાવો કરતા હતા .
તેમને ઘર ભાડે આપ્યા બાદ માસીએ સત્યમ વિશે સાબદા કરતા સૂચના આપી હતી .
' તમારા ઘરમાં ચાર ચાર જુવાનજોધ છોકરીઓ છે . તમે સત્યમથી સંભાળજો .તે દરેક છોકરીની પાછળ પડી જાય છે . '
તેમના આગમન પહેલાં સત્યમનો અન્ય પડોશી આનંદી બહેન તેમજ તેમના પરિવાર સાથે ઘર જેવો નાતો હતો. તેમના સાવકા દીકરા અનીસ અને સત્યમ વચ્ચે ગાઢી દોસ્તી હતી .
લલિતા બહેનના આગમન બાદ થોડા જ દિવસમાં આનંદી બહેનના પતિ સ્વર્ગ ધામ સિધાવી ગયા
હતા . આમ વિધાતાએ તેમને સમદુખિયા બનાવી એકમેકની નિકટ આણી દીધા હતા .બંને આત્મીય જન બની ગયા હતા ..
લલિતા બહેન ગોસિપ ક્વીન હતા . તેમને ગામ પંચાતની બીમારી લાગુ પડી ગઈ હતી . અનીસ તેમને દુનિયા ભરની માહિતી પહોંચાડતો હતો . તે બહાને તેને લલિતા બહેનના ઘરમાં દાખલ થવાનો પરવાનો મળી ગયો હતો .
આનંદી બહેન બહુ જ જલ્દી લલિતા બહેનના રંગમાં રંગાઈ ગયા હતા . બંને મોડી રાત સુધી બહાર ચાલીમાં બેસી દુનિયા ભરની પેટ ભરીને ગોસિપ કરતા હતા . અને બંનેની પીઠ પાછળ તેમના જ સંતાનો ઘરની અંદર રોમાંટિક ખેલ ખેલી રહ્યા હતા . વખત જતાં લલિતા બહેનને તેમની દીકરીના ચાલ ચલણની જાણ થઈ ગઈ હતી . છતાં તેઓ આંખ આડે કાન કરી જતાં હતા . દીકરીઓની ચિંતા ના કરતા તેઓ ગોસિપની બિંદાસ દુકાન ચલાવતા હતા .
તેમની બીજા નંબરની દીકરી સુહાની ઘણી જ આઝાદ તેમજ સ્વછંદી હતી .15/16
વર્ષ સુધી પહોંચતાં જ બે છોકરાઓ સાથે પ્રેમના ચક્કર ચલાવી ચૂકી હતી .આજ કારણે તેમણે ઘર બદલ્યું હતું . આટઆટલું થતાં ના જાણે કેમ લલિતાબેન પોતાની દીકરીને કંઈ જ કહી શકતા નહોતા .
સત્યમ પણ થોડા જ દિવસોમાં લલિતા બહેનના પરિચય માં આવ્યો હતો . તે બહુ જ જલ્દી લલિતા બહેનને ઓળખી ગયો હતો . તેમણે સત્યમ પર પોતાનો પ્રભાવ જમાવતા ટકોર કરી હતી .
' અધૂરો ઘડો છલકાય ઘણો ! '
આવી ટકોર કરી લલિતા બહેન આવું ઠસાવવા માંગતા હતા . સત્યમ ભણ્યો પણ ગણ્યો નહીં ! તેણે લલિતા બહેનની ટકોરનો જડબા તોડ જવાબ આપ્યો હતો .
' ખાલી ચણો વાગે ઘણો ! '
તેઓ ભણ્યા જ નહોતા . આથી આ ટકોર તેમના કાળજાની આરપાર નીકળી ગઈ હતી .તેમણે કાન પકડી કહ્યું હતું .
' તું તો ભાઈ ભારે જબરો . તને ના પહોંચાય .'
તેમની દીકરી સુહાની તેમની બીજા નંબરની છોકરી હતી તેને નિશાન બનાવી તેઓ હંમેશ એક વાતનું રટણ કરતા હતા :
બીજા નંબરનું સંતાન વધારે બદમાશ હોય છે .
એક વાત સતત સત્યમને વિચારવા પ્રેરતી હતી .
કંઈ પણ હોય પણ લલિતા બહેન સુહાનીને કદી કંઈ કહેતા નહોતા .
લલિતા બહેનની જેઠાણીના મોઢે સત્યમે એક વાત વાયરલ થતી સુણી હતી .
' સુહાની તેની માતાની હૂબહૂ કૉપી છે . તે માતાના નક્શે કદમ પર ચાલી રહી છે . '
ત્યારે સત્યમને આ વાત સમજાઈ નહોતી . છતાં જે સ્પીડથી તે અનીસ જોડે ચાલું થઈ ગઈ હતી તે જોતાં સત્યમના દિમાગમાં અનેક તર્ક વિતર્ક ખડા થતાં હતા .
અનીસ આઠ ચોપડી માંડ ભણ્યો હતો .તે કંઈ કામ ધંધો પણ કરતો નહોતો . ખરાબ સોબતે ચઢી ગયો હતો . તેની પાસે પૈસા નહોતા .આ હાલતમાં તેને ચોરી કરવાની આદત લાગી ગઈ હતી . છતાં પણ લલિતા બહેન સત્યમ કરતા તેને વધારે માનતા હતા . આ જ તેમની બુદ્ધિમતા તેમ જ સોચનું પ્રમાણપત્ર હતું .
દિવસો પસાર થતાં સત્યમ તેમની મોટી દીકરી નિરાલી ના પરિચયમા આવ્યો . તેમણને ભેગા કરવામાં ભાવિકાએ અહમ ભૂમિકા નિભાવી હતી . તે ફર્સ્ટ ઈયર આર્ટસમાં અભ્યાસ કરતી હતી .તે પણ એ જ કૉલેજમાં અભ્યાસ કરતી હતા જ્યાં સત્યમે પોતાનો અભ્યાસ પૂર્ણ કર્યો
હતો .સામાન્ય વાતચીતનો દોર મુલાકાતોમાં પલટાયો હતો . બંને હોટેલમાં જતાં હતા . ચા નાસ્તો કરતા હતા .
પહેલી વાર તેમણે બંને સાથે ' દિલ એક મંદિર ' ફિલ્મ પણ જોવા ગયા હતા .
બીજી તરફ સુહાની અને અનીસ વચ્ચેનો રોમાન્સ જેટ ગતિ એ આગળ વધી રહ્યો હતો .તેઓ સૂમસામ , વીરાન જગ્યામાં અનેક વાર જોવા મળ્યાં હતા ! !
બધું હેમખેમ ચાલતું હતું .
ધુળેટીના દિવસે અનીસે પોતાની નાદાનીનો પરચો આપતા હોબાળો મચાવી દીધો .
ooooooooooooooooooo ( ક્રમશ )