Chalo America - Vina Visa - 23 - 24 in Gujarati Fiction Stories by Vijay Shah books and stories PDF | ચલો અમેરિકા - વિના વિઝા - પ્રકરણ - 23 - 24

Featured Books
Categories
Share

ચલો અમેરિકા - વિના વિઝા - પ્રકરણ - 23 - 24

ચલો અમેરિકા - વિના વિઝા

વિજય શાહ

પ્રકરણ ૨૩

૨૦૧૮ના મધ્યવર્તી ચૂંટણીનાં પરિણામોમાં જોનની મહેનત રંગ લાવી હતી અને શાસક પક્ષ બહુમતિ ગુમાવી ચૂક્યો હતો તેથી જોન જોરમાં હતો. નાનાશેઠની યોજના સફળ હતી. તેમના માણસોની પેઢીઓની પેઢીઓ અમેરિકામાં રહેશે. પણ શરૂઆતમાં રોકાણ ખૂબ જ હતું જે સો કરતાં વધુ મોટેલોમાં કાબેલ ભરોસાનાં માણસો હશે. હુંડોરસ અને ગ્વાટેમાલા અને દક્ષિણ અમેરિકાથી આવતા દસ હજાર કરતાં વધુ માણસો આમ તો સસ્તા હતા પણ ભરોસાપાત્ર નહોતા. તેથી શાસક પક્ષ કઠોર બન્યો હતો. આખી બોર્ડર ઉપર તારની વાડ બીછાવી દીધી હતી. કેટલાક અસંતોષી અને અધીરિયા માણસોએ કાંટાની વાડ તોડી અંદર ઘૂસવાની શરૂઆત કરી ત્યારે ટિયર ગૅસ છૂટ્યા..ધરપકડો થઈ.

શાસક પક્ષ તેમને ઘૂસણખોરો કહીને ધિક્કારે જ્યારે વિરોધ પક્ષ તેમને આંગણે આવેલા અતિથિ કહે.

અમેરિકન પ્રજા જાણે કંઈ સમજતી ન હોય તેમ રાજકરણીઓ દ્વારા ફુંકાતા ડૉલર અને કાવાદાવાથી પચાવાતો તેમનો હક્ક જોઈ રહી હતી. જ્યારે આ બધામાં દંડાતા હતા પેલા વિદેશે સુખ શોધતા પરદેશીઓ. ચલો અમેરિકા વિના વિઝાની ચળવળથી અંજાયેલ પ્રજા જેમણે હજારો માઈલની કૂચ કરી હતી અને સારા ભવિષ્યની આશા લઈને મેક્સિકોની સરહદ ઉપર ઊભા ઊભા ઈંતજાર કરે છે, ક્યારેક તો તેમને પ્રવેશ મળશે.

જોન અને નાના શેઠ ફોન ઉપર વાતો કરતા હતા.

“એક જ ઘટનાની બે બાજુઓ કેટલી સ્પષ્ટતાથી ઊભરાઈ છે? અને રજૂઆતો કેવી થાય છે?”

“હા. આપણને સસ્તી મજૂરી અને મજૂરો જોઈએ છે અને તેમને ગ્રીન કાર્ડ આપીને આખી જિંદગી ટેક્ષ ભરાવતા રહીને આપણે તેમના ઉપર રાજ કરશું ને.”

“આ ક્યાં સુધી ચાલશે?” નાના શેઠે ચિંતા વ્યક્ત કરી.

જોન કહે, “વરસોનાં વરસ ચાલશે.”

“કેમ, ક્યારેય તેમનામાં તેમનું સ્વાભિમાન કે દેશપ્રેમ નહીં જાગે?”

“જ્યાં સુધી તેઓ મોટા દેશોની ચમકદમકથી અંજાયેલા રહેશે ત્યાં સુધી તો નહીં જ. કે ડૉલરની તાકાત દેખાશે ત્યાં સુધી તો નહીં જ. “નાના શેઠ જોનની સાફ સાફ વાતથી ઘવાયા અને ટોળેટોળાંને બોર્ડર પર ઊભરાતાં જોઈને હબક ખાઈ ગયા.

“શું આટલા બધા લોકોને હથેળીમાં ચાંદ બતાવીને તમારી પાર્ટી લઈ આવી?”

“તે લોકોને અમે કોઈ હથેળીમાં ચાંદ નથી બતાવ્યો. તેઓને અહીં તેઓ તેમની રીતે આવે પછી અમે અમારી જરૂરિયાત પ્રમાણે જોબ આપીશું એટલું જ કહ્યું છે.”

“જોન તમે અને તમારી પાર્ટી માનવતા ભૂલી ગયા છો.” નાનાશેઠની જુબાનમાં આવેલી કડવાહટ સમજતાં જોન બોલ્યા, “અમારે આ વખતે ઇલેકશન જીતવાનું છે. અને જીતી ગયા પછી આ બધાને રોજીરોટી આપી શકશું અને માફ કરજો, અમારું તો કામ જ આ છે સપનાં બતાડવાનાં અને વધુ માણસો લાવવાનાં.”

નાનાશેઠ વિચારમાં પડી ગયા. રાજકારણીઓ ક્યારે રંગ બદલે અને ક્યારે પાર્ટી બદલે તે ના સમજાય. અત્યારે ભલે ખરડાયો પણ હવેના આગળ નવા પ્રોજેક્ટ લેતાં વિચારીશું. તેને હજી એક કામ બાકી રહ્યું છે તે આ બધાનાં સોસિયલ સિક્યોરિટી નંબરો આવવાના બાકી છે.

ફરીથી જોનને ફોન કરી યાદ કરાવ્યું. આ નવી ટીમનાં સોસિયલ સિક્યોરિટી નંબર ક્યારે આવે છે?

“આજે મેલમાં આવે છે અને બૅન્કમાં તમારી રકમ પણ જમા થશે..બે ભાગમાં ૧૦૦૦ અને ૨૩૯નો જુદા ચૅક હશે.”

“ભલે” કહી ફોન મૂક્યો.

“સુધા બૅન્કમાં રકમ આવે કે તરત મને જાણ કર.”

“કાકા, જોનનો ચૅક?”

“હા.”

ગટુ કહેતો હતો, “આ ચૅક આવે પછી અમારાં લગ્ન વિશે તે તમારી સાથે વાત કરશે.”

“અરે વાહ! તમારા મોંમાં સાકર.”

***

પ્રકરણ ૨૪

અલપાસોની સવાર આજે ધૂંધળી હતી. ૫૨ ડિગ્રી ફેરનહાઇટની ઠંડક અને સૂરજનો આછોપાતળો પ્રકાશ. ગાઢું ધુમ્મસ હતું, વાતાવરણમાં આ પહેલું ધુમ્મસ હતું.

ગટુ સવારનાં બધાને સાઇટ ઉપર રવાના કરતાં ચિંતા કરતો હતો.

આ લોકો સાઇટ પર તો પહોંચશે અને ગાડી તેમને મૂકીને બીજી સાઇટ ઉપર જશે. એમ ત્રણ સાઇટ

ઉપર પહોંચીને પાછી વળશે, પણ તે લોકો કરશે શું? કૉમ્યુનિટી કૉલેજ ઉપર જઈને એડમિશન કેવી રીતે લેશે? તેમના ક્રેડિટ કાર્ડ તૈયાર નથી થયાં. સોશિયલ સિક્યોરિટી નંબર હજી આવ્યા નથી. તે સિવાય પેપરવર્ક અટકીને પડ્યું છે. સુધાને આ બધી વાતો કર્યા પછી ગટુ કહે, “આ લોકો જેટલેગમાં છે અને સાઇટ પર મોકલવાનો મતલબ છે, ડહેલે હાથ દઈને આવશે.”

“તો શું કરીએ?”

“નાના શેઠની રિફાઇનરી બતાવીએ અને સાંજે કોમ્યુનિટી કૉલેજ લઈ જઈશું.”

ભલે. આજે તેઓના સોશિયલ સિક્યોરિટી નંબર આવી જવાના છે. બધી બસો નવ વાગે નીકળીને એલપાસોની મોટી રિફાઇનરી જોવા જવાની છે અને ત્યાંથી પાછા આવી લંચ ખાઈને કૉમ્યુનિટી કૉલેજ જશે. બારસો માણસોને બસોમાં ફેરવવાનાં અને તેમનો જમણવાર સાચવવો એ અઘરું કામ હતું, પણ કરવું પડે તેમ હતું.

મેલમાં જોન કાકાએ મોક્લેલ સોસિયલ સિક્યોરિટી કાર્ડ આવી ગયાં. વેનેઝુએલા અને દક્ષિણ અમેરિકાથી ક્રુડ ઓઇલ અહીં આવતું હતું જે રિફાઇન થઈને અમેરિકામાં ઊંચા ભાવે વેચાતું હતું. પૈસા તો સતત ખણકતા હતા. નાના શેઠ હવે સુધાને પરણાવવા અને ગટુને બધો વહીવટ આપવા ઉતાવળા બન્યા હતા.

બધી બસો એક કલાક વિલંબથી નીકળી. નાના શેઠે રિફાઇનરીમાં શક્ય કામકાજ માટે અને મોટેલમાં

કામકાજ માટે જરૂરી લાયકાતો વિશે ભારપૂર્વક જણાવ્યું કે રિફાઇનરીની જોબમાં પગાર

વધુ મળે પણ સર્ટિફિકેશન જરૂરી છે. મોટેલની જોબ ખેડૂત જેવી છે. શિફ્ટ ૧૨ કલાકની.

બાકીના કલાકોમાં ભણો અને લાયસન્સ મળે ત્યારે પગાર વધારા સાથે ઊપલી તરક્કી મળે.

બધાને સોશિયલ સિક્યોરિટીનું કાર્ડ આપીને રિફાઇનરીની મુલાકાતે સૌ નીકળ્યા. રિફાઇનરીઓમાં અલપાસો રિફાઇનરી મોટી હતી અને મજૂરીકામ કરતો વર્ગ મોટો હતો. ડિસ્ટીલેશન પદ્ધતિથી ક્રુડઓઇલ છૂટું પડતુ હતું. વિવિધ તાપમાને પેટ્રોલ અને ક્રુડ છૂટું પડતું. વેનેઝુએલાથી આવતું ક્રુડ અને બ્રાઝીલથી આવતા ક્રુડમાં ઊપજનો ફર્ક જોવા મળતો. મોટા ભાગનાં બગાસાં ખાતાં હતાં પણ નાના શેઠે ભણી રહ્યા પછી રિફાઇનરીમાં મળતો પગાર અને મોટેલમાં મળતા પગારનાં ધોરણો સમજાવ્યા ત્યારે તેમની ઊંઘ ઊડી ગઈ. મોટેલ ઉપર કલાકના ૧૫ ડૉલર જ્યારે રિફાઇનરીમાં કલાકના ૧૮ ડૉલર મળવાના હતા. રિફાઇનરી માટે જરૂરત હતી ભણવાની તથા મોટેલમાં મૅનેજમેન્ટ વિશે ભણવાનું હતું. ત્રીજા વર્ષે મોટેલ મૅનેજમેન્ટમાં સક્રિય થાય તો લાંબો સમય અમેરિકામાં રહી પણ શકવાની તકો હતી. લંચ સમયે બધા પાછા આવ્યા ત્યારે એ જ સેંડવીચ જાતે તૈયાર કરીને લેવાની હતી. લસણની ચટણી, ટોમેટો સૉસ અને બ્રેડ, કાકડી, ડુંગળી અને સલાડ હતું. અને ઠંડાં પીણાં હતાં.

કૉમ્યુનિટી કૉલેજમાં સાંજે છ વાગ્યે જવાનું હતું તેથી નિદ્રાસમય ૫ કલાકનો હતો.

***