Ek train bharat taraf in Gujarati Moral Stories by Tony blayer books and stories PDF | ઍક ટ્રેન ભારત તરફ

Featured Books
  • ખજાનો - 40

    " નુમ્બાસા મુંબાસા શહેરનો કુખ્યાત લૂંટારો છે. છળકપટથી તેણે મ...

  • આપા રતા ભગત

    આપા રતા ભગતમોલડી ગામમાં નળીયા ચારવા આવેલ કુંભાર ભગતના નિંભાડ...

  • ભાગવત રહસ્ય - 72

    ભાગવત રહસ્ય-૭૨   શમીકઋષિના પુત્ર-શૃંગીને ખબર પડી કે –પોતાના...

  • ઈશ્વરીય શક્તિ - ભાગ 2

    ઈસ્વરીય શક્તિજય માતાજી આપણે આજે વાત કરવી છે ઈસ્વરીય શક્તિ ની...

  • ડિજિટલ અરેસ્ટ

    સાયબર માફિયાઓનો નવો કિમીયો : ડિજિટલ અરેસ્ટડિજિટલ અરેસ્ટ : ઓન...

Categories
Share

ઍક ટ્રેન ભારત તરફ

       1947નો સમયગાળો.આઝાદી મળી અને બે રાષ્ટ્રોનું સર્જન થયું, ભારત, પાકિસ્તાન. ઝીણાની જીદ આગળ અન્ય નેતા જુકી ગયા.બે દેશ બન્યા અને પોતાના દેશમાં જવાની મુસાફરીમાં લડાઈ ઝઘડા અને કત્લેઆમ શરૂ થઇ.પાકિસ્તાનથી જે પણ ટ્રેન ભારત આવતી હતી એમાં બસ લાશો જ હતી.તો ભારતથી પાકિસ્તાન જતી ટ્રેનોને પણ અડધા રસ્તે રોકીને કે પાટા ઉથલાવીને ટ્રેન રોકી દેવાતી અને બાદમાં વીણીવીણીને હત્યાં કરવામાં આવતી હતી.પણ આપણી કહાની છે,પાકિસ્તાનથી ભારત આવી રહેલા વેપારી અને મજૂરો અન્યમાં હરિજન,મુસલમાન અને બ્રાહ્મણ પણ હતા.વેપારી હતા એમને લડાઈ ઝગડા સાથે દૂરનો સંબંધ નહિ.
તો હરિજનમાં જે હતા એ ત્યાં પોતાના વ્યવસાય પણ કરતા હતા અને છૂટી મજૂરી પણ કરતા હતા.લાહોરના હતા અને મૉટેભાગે આ મુસાફરો ઍકબીજાને ઓળખતા પણ હતા.એ લોકો જીવ બચાવીને લાહોરથી ટ્રેનમાં બેઠા હતા.
એમની ટ્રેન આગળ ચાલતી રહી જે પણ સ્ટેશન પરથી એ ટ્રેન પસાર થતી એ ટ્રેન પર સ્ટેશન પર ઉભા રહેલા ટોળાંના માણસો હુમલો કરતા.જેમ તેમ કરીને ટ્રેન આગળ નીકળી જતી હતી.પણ હુમલા તો થતાં જ હતા.હવૅ વેપારી માણસોને લડતા આવડતું નહોતું અને ગોર બ્રાહ્મણ પણ વેદ અને કર્મકાંડ સિવાય બીજું કાઈ જાણતા નહોતા.
આખરે મુસલમાન,શીખ અને હરિજન કોમના માણસો ટ્રેનની સુરક્ષા કરવા આગળ આવ્યા.એ લોકોએ પોતાના છુપાવી રાખેલા હથિયાર બહાર કાઢ્યા.
       ઍક સ્ટેશન પર ઉભી રહી.અચાનક જ ઍક ટોળું હાથમાં ખુલ્લી તલવાર લઈને આવી ચડ્યું હુમલો કરવા દોડ્યા.થોડા માર્યા ગયા પણ અચાનક જ ટ્રેનની સુરક્ષાની જવાબદારી ઉઠાવેલ કોમના માણસો આવી ગયા.
એ લોકો લડવા લાગ્યા અને બાકીના મુસાફરોને ટ્રેનમાં લઈ ગયા.આખરે જેમ તેમ કરીને ટ્રેન એ સ્ટેશન છોડીને આગળ રવાના થઇ.મુસલમાન અને શીખ કોમના માણસોએ  અન્ય મુસાફરોને કહ્યું, "તમારે પણ ખુદની રક્ષા કરતા શીખવું પડશે."
   મુસલમાન અને શીખ લોકોએ કહ્યું, "આપણી પાસે હથિયાર તો છે જ બસ અમે તમને શીખવાડશું.
          બ્રાહ્મણ કોમના માણસોએ શીખ કોમવાળા પાસે લડાઈની તાલીમ લીઘી અને હરિજન કોમથી અંતર રાખ્યું.એ લોકો ચાલુ ટ્રેને લડતા શીખતા હતા અને આખરે જયારે પણ કોઈ  સ્ટેશન પર ટ્રેન ઉભી રહેતી અને હુમલો થતો તો આ લોકો પણ લડતા હતા.એમ થતા થતા એમની ટ્રેન  ભારતની  સરહદની નજીક  આવી ચુકી હતી.
રાતે શીખ, મુસલમાન અને હરિજન કોમના માણસો સુતા હતા.પણ ઍક બ્રાહ્મણ ક્યારનો આ જોઈ રહ્યો હતો અને તાલીમ પણ નહોતી લીઘી,એ જાગી રહેલા માણસો પાસે આવ્યો અને બોલ્યો, "તો હવૅ તો આપણને લડતા પણ આવડી ગયું છે અને ભારતમાં જઈને આપણે શું કહીશું કે હરિજનોએ અમારી રક્ષા કરી, મુસલમાનો સાથે મળીને.શું ભારતના પંડિતો  આપણો સ્વીકાર કરશે કે પછી બીજી કોમના માણસોને એમની નાત સમાજમાં અપનાવશે ખરા?અરે, હોહા થશે અને આપણને સમાજ નાતબહાર કરશે, ધર્મ ભ્રષ્ટ કરવાના પાપ બદલ."
         એ દંભીએ બીજી પણ ધર્મની આડી અવળી વાતો કરીને આ લોકોના મનમાં ઝેર ભર્યું.આખરે આ જાગી રહેલા લોકોએ જ પૂછ્યું, "તો આપણે શું કરવું જોઈએ? "
         "કાઈ નહિ, એ જ કરો જે આ લોકોએ આપણા દેશમાં આપણી કોમના માણસો સાથે કર્યું છે."એ દંભી બોલ્યો.
          આખરે આ લોકો અંતિમ નિર્ણય પર આવી ગયા અને સુઈ રહેલા હરિજન, શીખ અને મુસલમાનોને ઊંઘમાં જ મારી નાખ્યા.એમની લાશોને ચાલતી ટ્રેનમાંથી નીચે ફેંકી દિધી અને ભારત આવવા લાગ્યા. 
           ભારત આવીને આ લોકોએ પોતાની જૂઠી બહાદુરીની વાતો કરી, કેવી રીતે તેઓ લડ્યા,વગેરે, વગેરે.
તો જે લોકો આ લોકોની રક્ષા કરવા આગળ આવ્યા હતા એમની લાશો પાકિસ્તાનની કોઈ નદીના તળિયે હવૅ હાડપીંજર બનીને પડી હતી,અચરજ અને આઘાત સાથે