Nasib na Khel - 5 in Gujarati Fiction Stories by પારૂલ ઠક્કર... યાદ books and stories PDF | નસીબ ના ખેલ...5

Featured Books
  • चाळीतले दिवस - भाग 6

    चाळीतले दिवस भाग 6   पुण्यात शिकायला येण्यापूर्वी गावाकडून म...

  • रहस्य - 2

    सकाळ होताच हरी त्याच्या सासू च्या घरी निघून गेला सोनू कडे, न...

  • नियती - भाग 27

    भाग 27️मोहित म्हणाला..."पण मालक....."त्याला बोलण्याच्या अगोद...

  • बॅडकमांड

    बॅड कमाण्ड

    कमांड-डॉसमध्ये काम करताना गोपूची नजर फिरून फिरून...

  • मुक्त व्हायचंय मला - भाग ११

    मुक्त व्हायचंय मला भाग ११वामागील भागावरून पुढे…मालतीचं बोलणं...

Categories
Share

નસીબ ના ખેલ...5

    ધરા પોતાની પસંદગી પ્રમાણે પોતાની નાની નાની વસ્તુ પણ ન લઈ શકતી.... જેમ કે હાથ માં પહેરવા માટે બંગડી કે પાટલા, નેઇલપોલીસ, ચપ્પલ,  કે  પછી પોતાના કપડાં..... બધું જ એની મમ્મી જે લઈ આવે અથવા એની મમ્મી જે પાસ કરે એ જ  ધરા પહેરી શકતી...


     પણ ધરા ના પપ્પા આ વાત થી અજાણ હતા... એ ધરા ને ભણવા માટે જરૂર   ખિજાતા હતા પણ પ્રેમ પણ એટલો જ કરતા હતા..... સ્કૂલ માં કેન્ટીન મા એ વખતે 50 પૈસા માં સમોસા મળતા હતા, ધરા ને ખૂબ મન થતું હતું એ સમોસા ખાવાનું.... એકવાર એણે એના પપ્પા ને કીધું કે પપ્પા મારે સમોસુ ખાવું છે સ્કૂલ માં  ખૂબ સરસ મળે છે.... પણ ધીરુભાઈ એ ના પાડી... ધરા સમજી ન શકી કે  કેમ પપ્પા એ એની સાવ મામુલી માંગણી માં ના   પાડી....???!!!    

      પણ હકીકત માં ધીરુભાઈ ને લગ્ન ના 7 વર્ષ બાદ ધરા મળી હતી   એટલે ખૂબ લાડકી હતી અને  એમનો જીવ પણ બહુ ટૂંકો હતો ધરા ને લઈ ને.... એ  ધરા ને એકલી ક્યાંય જાવા પણ નોહતા દેતા... સ્કૂલ ના પ્રવાસ માં પણ નહિ.... અને ધરા સ્કૂલ માં મળતા સમોસા ખાય.   એ પણ જરાય પસંદ ન હતું.... કોને ખબર કેવા હોય સમોસા... મારી ધરા ને કાઈ થઈ  જાય તો ??? એ ડર હતો એમને...      અને એટલે જ તો... ધરા એ કીધું એના 3 દિવસ પછી રવિવાર હતો ત્યારે  ધીરુભાઈ સ્કૂલ માં મળે એનાથી તો ઘણા મોટા સમોસા ઘરે લઈ ને આવ્યા.... ધરા તો નાચી ઉઠી સમોસા જોઈ ને.... ત્યારે  ધીરુભાઈ એ એને કીધું કે બેટા તારે જ્યારે ખાવા હોય ત્યારે મને કહેજે હું આવા જ મોટા મોટા સમોસા લાવી દઈશ પણ સ્કૂલ માં મળતા એ સમોસા કેવા હોય કોને ખબર એ નથી ખાવાના તારે.... અને પછી તો ધરા માની ગઈ.... અને પછી તો જાણે ધીરુભાઈ નો આ ક્રમ થઈ ગયો..... દર રવિવારે સમોસા જલેબી ગાંઠિયા  અને બીજું ઘણું એમ અલગ અલગ નાસ્તો આવવા મંડ્યો ઘર માં

    ધરા હવે મોટી થઈ ગઈ હતી.... 9 માં ધોરણ માં આવી હતી... ઘર માં હંસાગૌરી નો ક્રમ હજી એજ હતો....  અને એક વાર હંસાગૌરી ન બોલવાનું બોલી બેઠા ધરા ને..... નાનકડી અમથી વાત માં એમણે  ધરા ને ગુસ્સા માં કહી  દીધું  "નભાઈ છે તું.. ભગવાને ભાઈ આપ્યો એને ય ભરખી ગઈ તું"........  
    ધરા ને દિલ માં ખૂંચ્યા આ શબ્દો... ખૂબ આઘાત લાગ્યો એને.... એને લાગ્યું જાણે સાવ એકલી છે એ... ... મા ના મન માં કેટલી કડવાટ છે એના  માટે એ આજે સમજી.... કેમ મમ્મી એને આટલું મારતી હતી એનું કદાચ આ જ કારણ છે એમ સમજાયું એને..... ટીનએજ  ની હતી ધરા .... સારું નરસા ની ઝાઝી ભાન ન હતી પણ મમ્મી ના આ શબ્દો થી ખૂબ ડઘાઈ ગઈ હતી, દિવસ રાત આ શબ્દો  એના કાન માં ગુંજયા કરતા હતા.....  
    
          પહેલા તો મોટા બાપુ (શાંતિલાલ) ના દીકરાઓ ની ઉપેક્ષા જ જોઈ હતી ધરા એ... એના આ પિતરાઈ ભાઈઓ  ક્યારે ય ધરા પાસે રાખડી પણ  બંધવતા નોહતા... દર વર્ષે ધરા તૈયાર થઈ ને હોંશે હોંશે  રાખડી લઈ ને પહોંચી જાતી અને દર વર્ષે તેના આ ભાઈઓ ચોખ્ખી ના પાડી દેતા... એક કહેતો મેં મારી બેન પાસે બંધાવી લીધી.... બીજો કેહતો મેં પાડોશી ની ફલાણી બેન પાસે બંધાવી લીધી....  તો ત્રીજો કેહતો મને આવા વેવલાવેડા પસંદ નથી હું કોઈ પાસે રાખડી  બંધવતો જ નથી.... અને ધરાના ભાભુ ( શાંતિલાલ ના પત્ની) તો હદ કરતા.. એ કેહતા હતા કે ધરા તો પૈસા લેવાની લાલચે રાખડી બાંધવા આવે છે...  આ બધું તો ધરા સાંભળી ને બેઠી જ હતી... પણ એને એટલું દુઃખ નોહતું લાગ્યું જેટલું એને મમ્મી ના આ શબ્દો થી લાગ્યું... એના મન માં કાંઈ કેટલુંય તોફાન ઉઠી રહ્યું હતું..
          (ક્રમશઃ)