hati aek pagal - 21 in Gujarati Love Stories by Jatin.R.patel books and stories PDF | હતી એક પાગલ - 21

Featured Books
Categories
Share

હતી એક પાગલ - 21

હતી એક પાગલ..!!:-ભાગ 21

"મારી ગઝલ છે નીચે પડેલા ગુલાબમાં,

લાખો મિલનની તકો છે હજી પણ હિસાબ માં."

પોતાની પ્રથમ નવલકથાનાં પ્રકાશનનાં કાર્યક્રમમાં સુરત નાં ગુલમહોર બેંકવેટ ખાતે શિવ પોતાની નવી બુક અંગે વક્તવ્ય આપી રહ્યો હતો.

"એક કવિ તરીકે તો આપ સૌ લોકો મને અત્યાર સુધી સહન કરતાં આવ્યાં છો એ બદલ તમારો ઉપકાર માનવો ઘટે.તમારાં લોકોનાં એ પ્રેમ અને પ્રતિસાદ થકી જ મારાં લેખનને એક નવો આયામ આપવાનું નક્કી કર્યું.આ જ વિચારે મને મારી સૌપ્રથમ નોવેલ એક હતી પાગલ રચવા પ્રેરણા આપી.આ પુસ્તક એક એવાં યુવકની કહાની છે જેની જીંદગી નાં દરેક શ્વાસમાં એક યુવતીનું નામ છુપાયેલું છે."

"એ યુવતી અને યુવક વચ્ચેની સદાબહાર કહાની છે એક હતી પાગલ.તમારી દરેકની જીંદગીમાં આવી જ કોઈ પાગલ આવી હશે કે આવો જ કોઈ પાગલ એકવાર તો જરૂર આવ્યો હશે.અને જો આવું પ્રિય પાત્ર ના આવ્યું હોય તો તમારી જીંદગી નું એક સુવર્ણ પ્રકરણ લખવાનું ઉપરવાળો ભૂલી ગયો છે એવું સમજવું.."

"વોહ જવાની જવાની નહીં..

જીસકી કોઈ કહાની નહીં..."

"જવાની અને પ્રેમ બંને એક સિક્કાની બે બાજુ સમાન છે..જેમ જેમ યુવાનીનાં ઉંબરે તમે આવો એમ એમ વિજાતીય પાત્ર પ્રત્યે આકર્ષવું સામાન્ય વાત છે.પણ આ આકર્ષણ જ્યારે આકર્ષણ ના રહેતાં એક નિઃસ્વાર્થ લાગણી બનીને અંકુરિત થાય ત્યારે એનું નામ મિત્રતા બને છે..ધીરે ધીરે એ નિઃસ્વાર્થ લાગણી માં કેરિંગ, ત્યાગ, સમ્માન નું મિશ્રણ થાય ત્યારે એનું નામ પડે છે પ્રેમ..પરમકૃપાળુ પરમાત્માએ મનુષ્યને આપેલી સૌથી હસીન ભેટ છે પ્રેમ."

"મારી આ નવલકથા એવાં જ નિઃસ્વાર્થ પ્રેમ નાં પાયા ઉપર રચાયેલી છે..મિત્રતા,પ્રેમ,જુદાઈ,મિલન બધાં મસાલા ને સપ્રમાણ ભેળવી બનાવેલી સ્વાદિષ્ટ વાનગી એટલે એક હતી પાગલ.. આમ પણ પ્રેમ તમને પાગલ ના કરે તો એની સાતત્યતા ઉપર શક કરવો જોઈએ.ઉત્તમ બુક પબ્લિકેશન દ્વારા મારી આ પ્રથમ બુક આપ સૌ માટે આજે ઉપલબ્ધ થઈ રહી છે..જેને તમે સૌ ભારે ઉમળકા સાથે વધાવી લો એવી આશા.."

શિવે આટલું કહી પોતાનું વક્તવ્ય પૂર્ણ કર્યું એ સાથે જ ત્યાં ઉપસ્થિત લોકોએ તાળીઓ વડે શિવનાં વક્તવ્ય ને વધાવી લીધું..શિવે પોતાની જગ્યા સંભાળી એટલે રઈશ સાહેબે પુનઃ માઈકની કમાન પોતાનાં હાથમાં લીધી.

"ખૂબ સરસ શિવ પટેલ..ગુજરાતી ભાષાનાં મુગટમાં આ નોવેલ એક નવું મોરપીંછ ઉમેરશે એ નક્કી છે.શિવ પટેલની આ બુક શહેરનાં મેયર અને આ કાર્યકમ નાં મુખ્ય અતિથિ સુદેશ દેસાઈ કરે એ પહેલાં હું શિવ પટેલ માટે મારી લખેલ કવિતાની ચાર પંક્તિ રજુ કરું છું."

"મેં તારા નામનો ટહૂકો અહીં છાતીમાં રાખ્યો છે,

ભૂંસાવા ક્યાં દીધો કક્કો હજુ પાટીમાં રાખ્યો છે,

મલક કંઈ કેટલા ખૂંદ્યા બધાની ધૂળ ચોંટી પણ

હજુયે મારો ધબકારો મેં ગુજરાતીમાં રાખ્યો છે"

સુદેશ દેસાઈનાં હાથે શિવ પટેલ ની પ્રથમ નોવેલનું રંગેચંગે પ્રેઝન્ટેશન કરવામાં આવ્યું.આ સાથે જ લોકોની સતત તાળીઓ હોલમાં ગુંજી ઉઠી.બધાં લોકો માટે શિવની ઓટોગ્રાફ વાળી ફર્સ્ટ એડિશન કોપી શિવનાં ચાહકો માટે અહીંથી જ ઉપલબ્ધ થશે એવું પણ સ્ટેજ પરથી એનાઉન્સમેન્ટ કરવામાં આવ્યું.ત્યાં હાજર લોકો માટે આ એક સુવર્ણ તક હતી પોતાનાં ચાહિતા કવિ ની નોવેલની પ્રથમ એડિશન કોપી ખરીદવાની.

"તો અહીં હાજર કોઈ ને તમારાં લાડીલા કવિ અને હવે તો લેખક બની ગયેલાં શિવ પટેલ ને કંઈપણ સવાલ પૂછવો હોય તો પૂછી શકો છો.."રઈશ મણીયાર સાહેબે સ્ટેજ પરથી જાહેર કર્યું.

રઈશ ભાઈ એ આટલું કહેતાં જ ઘણાં બધાં શ્રોતાઓએ પોતાની આંગળી ઊંચી કરી..રઈશ ભાઈએ નીચે બેસેલાં લોકો તરફ નજર કરી અને બીજી હરોળમાં બેસેલાં એક ચાલીસેક વર્ષનાં મહિલા તરફ હાથ કરીને કહ્યું.

"હા મેડમ,તમે બોલો શું પૂછવું છે શિવ ભાઈ ને..?"

રઈશ સાહેબની વાત ને અનુસરતાં એ મહિલા ઉભાં થયાં અને બોલ્યાં.

"શિવ ભાઈ ને મારો સવાલ છે કે જો એમની આ નવલકથાને ભરપૂર સફળતા મળી જશે તો તમે કવિતાઓ લખવાનું બંધ કરી દેશો..?"

એ બેનનાં આ સવાલ પર મણીયાર સાહેબ મરક-મરક હસ્યાં અને શિવને ઉદ્દેશીને બોલ્યાં.

"બોલો શિવભાઈ, આગળ કવિતાઓ લખવાનું ચાલું રાખશો કે બંધ કરી દેશો..કેમકે આ નોવેલ ને સફળતા તો મળવાની જ છે.?"

રઈશ સાહેબની વાત સાંભળી શિવ સ્મિત સાથે ઉભો થયો અને માઈકને હાથમાં લઈને બોલ્યો.

"સાહેબ અમે રહ્યાં ગરીબ માણસ રોજ રોટલો ને ખીચડી ખાવા વાળા..એક દિવસ પકવાન મળી જાય તો રોજ પકવાનની ઝંખનામાં રોટલો અને ખીચડી થોડે મુકાય..આ નવલકથા તો મારી નવી નવી પ્રેમિકા જેવી છે તો એનાં માટે સ્કૂલ ટાઇમની મિત્ર એવી કવિતા અને ગઝલ ને કઈ રીતે મૂકી શકું.."

"ખૂબ સરસ.."વખાણનાં સુરમાં રઈશ સાહેબે કહ્યું.

શિવનાં જવાબથી સંતુષ્ટ સવાલ પૂછનાર મહિલાએ પોતાનું સ્થાન ગ્રહણ કર્યું..એ મહિલાનાં બેસતાં જ મણીયાર સાહેબે કહ્યું.

"છે બીજું કોઈ જેને કંઈ પૂછવું હોય..?"

એક અન્ય યુવકે પણ શિવનાં નવાં પ્રોજેકટ અંગેનો સવાલ કર્યો જેનો શિવે યોગ્ય જવાબ આપ્યો..હવે કોઈને કોઈ સવાલ હોય તો એ પુછવા રઈશ સાહેબે ત્રણ-ચાર વખત કહ્યું તો પણ કોઈ એ હાથ ઊંચો ના કર્યો એટલે રઈશ સાહેબ આ પ્રશ્નોત્તરી પૂર્ણ થઈ એવું જાહેર કરવા જતાં હતાં ત્યાં એક વ્યક્તિએ છેલ્લી હરોળની પાછળ જે લોકો મોજુદ હતાં એમાંથી હાથ ઊંચો કર્યો..રઈશ સાહેબની નજર અચાનક ત્યાં પડતાં એમને કહ્યું.

"હા તમે..છેલ્લી હરોળની પાછળ જેમને હાથ ઊંચો કર્યો એ પોતાનો સવાલ પૂછી શકે છે..કોઈક ત્યાં માઈક પહોંચાડો.."

માઈક પોતાનાં હાથમાં આવતાં એ હાથ ઊંચો કરનાર વ્યક્તિ એ કહ્યું.

"મારો સવાલ mr.શિવ ને છે કે એમને આ નોવેલ ની પ્રેરણા કોની જીંદગીમાંથી મેળવી છે..?શું આ નોવેલ તમારી જીંદગી પર આધારિત છે..?"

આ અવાજ શિવ માટે અજાણ્યો નહોતો..આ આરોહીનો અવાજ હતો..શિવે પોતાનાં હાથમાં માઈક લીધું અને ચહેરા પર મનની અંદર ઉભરાતા ભાવોને ના દેખાય એવી અદાકારીથી કહ્યું.

"આ નોવેલ ફક્ત એક કાલ્પનિક નોવેલ છે એનો મારી કે કોઈની પણ જીંદગી સાથે કોઈપણ પ્રકારનો સંબંધ નથી.."

શિવ ની આ વાત પૂર્ણ થતાં જ એક ત્રીસેક વર્ષની મહિલા તાળીઓ પાડતી પાડતી સ્ટેજની નજીક આવતાં આવતાં બોલી.

"શિવાય, ક્યાં સુધી સત્ય છુપાવીશ..દોસ્તો શિવ ખોટું બોલી રહ્યો છે.હકીકતમાં આ નોવેલ શિવની અંગત જીંદગી પર આધારિત છે..તમને એમ થશે કે મને કઈ રીતે ખબર કે આ બધી મને કઈરીતે ખબર પડી..આ નવલકથામાં જે બે મુખ્ય પાત્રો છે એમાંનું એક છે નવ્યા...શિવે ત્યાં પણ મારું નામ બદનામ ના થાય એટલે ખોટું નામ ઉપયોગ કર્યું છે..એ નવ્યા બીજું કોઈ નહીં પણ હું છું..માહી ગુજરાલ.."

એ મહિલા બીજું કોઈ નહીં પણ માહી હતી..આરોહી અને તુષાર મયુર,સંધ્યા અને કાળુ ને લઈને ડુમસ દરિયાકિનારેથી નીકળી સીધાં માહીની ઓફિસે જઈ પહોંચ્યા.મયુર અને કાળુ ને આરોહી અને તુષારની જોડે જોઈને માહી તો આશ્ચર્યચકિત થઈ ગઈ.એ લોકો અહીં કેવી રીતે આવી પહોંચ્યા એ વિશે આરોહીએ માહીને જણાવ્યું.

કાલે કોર્ટમાં શિવ સાથે થયેલી મુલાકાત અને રાતે એની નવલકથામાં પોતાની જાત ને વાંચ્યા બાદ મયુર અને કાળુ ને જોઈને માહીએ રોકેલો આંસુઓનો બંધ તૂટી ગયો..એમને વળગીને માહી ખૂબ રડી.રડતાં રડતાં એનાં મોંઢે એક જ વાત હતી કે શિવે મારી જોડે આવું કેમ કર્યું..?

આજ તક હતી માહીનાં હૃદયમાં શિવ માટે જે કંઈપણ ગલતફહેમી અને નફરત હતી એ દૂર કરવાની. મયુર,કાળુ અને સંધ્યા એ વારાફરથી વિગતે શિવ જોડે કેવાં વિકટ સંજોગો ઉભાં થયાં એનો સંપૂર્ણ ચિતાર રજૂ કર્યો.શિવ આગળ જે કંઈપણ પરિસ્થિતિ નિર્માણ થઈ હતી એ સમયે એ પોતાનો વિચાર પણ અસમર્થ હતો માટે તે કિંજલ ને કરેલાં કોલ વિશે મેં કે કાળુ એ શિવ ને વાત જ ના કરી.પોતે મોકલાવેલ બિકાનેરથી ભગાવીને પોતાને લઈ જવાનો સંદેશ શિવ જોડે પહોંચ્યો જ નહોતો તો એ કઈ રીતે ત્યાં આવત..આ સાંભળ્યા બાદ શિવને બેવફા સમજવાની ભૂલ પર માહી ને ખૂબ પસ્તાવો થઈ રહ્યો હતો.

"દીદી,તમારાં શિવાય ની બુક લોન્ચિંગ નો ગુલમહોર બેંકવેટમાં કાર્યક્રમ છે..તો હવે જલ્દી ચાલો ત્યાં અને બધી વાતો ક્લિયર કરી ને શિવાય ને હંમેશા માટે તમારો બનાવી લો.."

"હા ચાલ..હવે શિવથી એક ક્ષણ અલગ રહેવું પણ શક્ય નથી.."આટલું બોલી માહી પોતાની ઓફિસની બહાર જવા દોડી પડી..અને બાકીનાં બધાં એને અનુસરતાં એની પાછળ.થોડીવારમાં એ લોકો કારમાં બેસી ગુલમહોર બેંકવેટ પહોંચી ગયાં..કાર જેવી ઉભી રહી એવી જ માહી કોઈ વિજોગણ ની માફક એનાં મનનાં માણીગર ને મળવા ભાગી પડી.

માહી અત્યારે શિવ ની સામે સ્ટેજની નીચે ઉભી હતી..એને જે કંઈપણ કહ્યું હતું એ સાંભળી હોલમાં હાજર દરેકની નજર એની તરફ મંડાયેલી હતી..હવે શિવ શું જવાબ આપશે એ જાણવા થોડીવાર બાદ લોકોએ શિવ ભણી નજર કરી.

માહી ને ત્યાં આવી પહોંચેલ જોઈ શિવ તો ક્ષણભર માટે વિચારશુન્ય બની ગયો..શિવે જોયું કે માહીની પાછળ આરોહી,તુષાર,કાળુ,મયુર અને સંધ્યા પણ મોજુદ હતાં.માહી અને એની જોડે મોજુદ બધાંનો ચહેરો જોઈ શિવ એતો સમજી ગયો કે કોઈ સારી વાત નાં અણસાર જરૂર હતાં. શિવ પોતે માહીની વાત નો શું જવાબ આપે એ વિચારતો હતો ત્યાં કાળુ બોલ્યો.

"એ શિવલા..ભાભી માની ગયાં છે યાર..અને sorry,અમારો પણ થોડો વાંક છે કે અમે તારાથી એક વાત છુપાવી.માહી એ લગ્ન પહેલાં કિંજલ ને કોલ જણાવ્યું હતું કે એને પોતાનાં ઘરે બિકાનેર આવી તું ભગાડી જાય.પણ દોસ્ત આન્ટી નાં અચાનક અવસાન નાં લીધે અમે તને એ વાત જણાવી જ નહીં.."

કાળુ ની વાત સાંભળી શિવ સ્ટેજ પરથી નીચે આવ્યો અને માહી ની તરફ ચાલીને પહોંચ્યો..હોલમાં મોજુદ બધાં ની નજર હવે સ્ટેજ નીચે હાજર શિવ અને માહી ની તરફ મંડાયેલી હતી.શિવ માહીની બિલકુલ સમીપ પહોંચી ગયો અને માહીની તરફ જોયું.માહી ની આંખો અત્યારે કંઈક બોલી રહી હતી..એની આંખો માં અશ્રુ પાંપણ આવીને બેઠાં હતાં જે ગમે ત્યારે છલકાવાની ભીતિ હતી.

"માહી.."ત્રુટક સ્વરે શિવ બોલ્યો.

"Sorry શિવ..મને માફ કરી દે..તારાં અને મારાં બંને જોડે હકીકતમાં શું બન્યું એની ખબર ના હોવાથી એકબીજાને નફરત કરવાની સંપૂર્ણ શકયતા હતી..છતાં તું મને નફરત ના કરી શક્યો અને પોતાની દરેક કવિતામાં મને રજૂ કરતો રહ્યો..જ્યારે હું એટલું સમજી ના શકી કે મારો શિવાય મને કેટલો પ્રેમ કરતો હતો..અને હું એને મતલબી સમજી એને નફરત કરતી હતી.હું ગુનેગાર છું તારી મને માફ કરી દે.."શિવ વધુ કંઈપણ બોલે એ પહેલાં માહી ગળગળા અવાજે બોલી ઉઠી.

માહીની વાત સાંભળી શિવ હજુ કંઈક વિચારતો હતો..ત્યાં મયુર બોલ્યો.

"શિવ હવે જે કંઈપણ વીતી ગયું એને ભૂલી જા..અને માહીને માફ કરી દે.તું જેટલો પ્રેમ એને કરે છે એટલો જ પ્રેમ એ આજેપણ તને કરે છે.."

"મયુર..પ્લીઝ આ મારો અને માહીનો નિજી મામલો છે તો કોઈપણ એમાં દખલ નહીં કરે..હું નક્કી કરીશ મારે શું કરવું.."મયુર ની તરફ હાથ ની હથેળી દર્શાવી શિવ બોલ્યો.

શિવનાં આમ બોલતાં જ ગુલમહોર બેંકવેટ માં પિનડ્રોપ સાયલન્ટ ફરી વળ્યો..બધાં હવે એકધ્યાન બની શિવ આગળ શું કરશે જે જોવાં સ્થિતપ્રજ્ઞ બની ગયાં.

"માફી..અરે કેવી રીતે માફ કરું એને જેની યાદમાં મેં મારી હજારો સુની રાતો રડી રડીને પસાર કરી છે..કઈ રીતે માફ કરું એને જેનાં લીધે મારાં ચહેરા પરનું સ્મિત ખોવાઈ ગયું હતું..હકીકતમાં માફ એને કરાય જેની કોઈ હરકત પર ગુસ્સો આવે..પણ માહી તને તો એ હદ ની પણ હદપાર જઈને પ્રેમ કર્યો છે..તો પછી તારાં પર ગુસ્સો.."

"હા પણ તે જે કંઈપણ કર્યું એની સજા તને જરૂર મળશે..અને એ સજા છે મારી સાથે બાકીની જીંદગી પસાર કરવાની સજા.."શિવે આટલું કહી પોતાનાં બંને હાથ પહોળાં કર્યાં.

શિવની સામે જોઈ માહી ની આંખો ઉભરાઈ આવી અને એ દોડીને શિવને વળગી ગઈ..કોઈ નદી જાણે પોતાનાં સાહિલ ને જઈને મળી ગઈ હોય એવું સુંદર દ્રશ્ય ત્યાં સર્જાયું હતું.હોલમાં હાજર લોકોએ તાળીઓ અને સિસોટીઓ વગાડી આ શિવ અને માહીનાં મિલનને વધાવી લીધું..આરોહી અને તુષાર આ દ્રશ્ય એકબીજાનાં હાથ માં હાથ પરોવી જોઈ રહ્યાં હતાં જ્યારે મયુર,સંધ્યા અને કાળુ તો રીતસરનાં રડી પડ્યાં હતાં.

જેટલી જુદાઈની તડપ હોય એટલી જ વધુ મિલનની મજા આવે..વર્ષો બાદ સંજોગોનાં લીધે અલગ થયેલાં બે પ્રેમીપંખીડા અત્યારે હજારો લોકો વચ્ચે એકમેકની બાહોમાં સમાઈ ગયાં હતાં.પાનખર બાદ આવતી વસંત અને આકરાં ઉનાળા બાદ આવતી મેહુલાની ઋતુ ની જે ઉત્સાહ ની લાગણી હોય એવી જ લાગણી અત્યારે શિવ તથા માહી ની વચ્ચે પ્રસરી રહી બતી.

સ્ટેજ પર ઉપસ્થિત સુરત શહેરનાં મેયર સુદેશ દેસાઈ,ઉત્તમ બુક પબ્લિકેશન નાં મલિક સુબોધ શાહ તથા કાર્યક્રમ નાં સંચાલક રઈશ મણીયાર સાહેબ પણ અહીં બનેલી આ સુંદર મિલનની ઘટનાને જોઈ પોતાને જાત ને ભાવવિભોર બનતાં ના રોકી શક્યાં.

શિવ અને માહી નાં આ પુનઃ મિલન પર રઈશ સાહેબને પોતાની એક સુંદર કવિતા યાદ આવતાં એનું પઠન કર્યુ.જે આ સુંદર મિલનનાં બેકગ્રાઉન્ડ મ્યુઝિક તરીકે નું કામ કરી રહી હતી.

"વિચાર્યું હતું એવું જ આપણને નસીબ મળ્યું,

સૌથી વ્હાલું જ બંનેયને, સૌથી નજીક મળ્યું.

શમણાં સદા સાચા થયા જે જોયા ભેગા મળી,

જે પણ મળ્યું આપણને તો વાસ્તવિક મળ્યું.

કોઈ ઉત્સવ હોય જાણે આ આપણું મિલન,

કુદરતનું કણ કણ આમાં, જાણે શરીક મળ્યું.

કોઈ હોય જે ચાહે મને ખુદ મારાથી પણ વધુ,

ચાહ્યું એ જ તારા હ્રદય રૂપે જાણે સટીક મળ્યું"

ત્યારબાદ શિવ માહીનો હાથ પકડી એને સ્ટેજ પર લાવ્યો..એક હાથમાં માહીનો હાથ અને બીજાં હાથમાં માઈક લઈને શિવે કહ્યું.

"તો આજે તમારાં લોકો નો વારંવાર પુછાતો સવાલ કે તમારી એ પાગલ કોણ છે એનો જવાબ આપી એ સવાલ પર પૂર્ણવિરામ મૂકી દઉં..આ રહી મારી દરેક રચનાની પ્રેરણા મૂર્તિ,મારી હૃદય ની રાણી મારી માહી.."

માહી પણ શિવની તરફ જોતાં મનોમન એક ગીતનું રટણ કરી રહી હતી..

"તારા રે નામનો છેડ્યો એકતારો,

હું તારી મીરાં હું ગિરધર મારો.

આજ મારે પીવો છે પ્રીતીનો પ્યાલો,

કહી દો સૂરજને કે ઊગે નહી ઠાલો.

આપણ બે અણજાણ્યા પરદેશી પંખી,

આજ મળ્યા જુગ જુગનો સથવારો ઝંખી.

જો જો વીંખાય નહી સમણાનો માળો,

કહી દો સૂરજને કે ઊગે નહી ઠાલો."

આખરે કાર્યક્રમ પૂર્ણ થયો અને લોકો એક સુંદર મિલનનાં સાક્ષી બની પોતપોતાનાં ઘરે રવાના થયાં.. શિવ અને બીજાં એનાં મિત્રો ત્રણેક દિવસ ત્યાં સુરતમાં રોકાયાં અને પછી ત્યાંથી વિદાય લીધી..જતાં જતાં શિવે માહીને કીધું.

"હવે દસ દિવસ પછી આવીશ તને હંમેશા માટે મારી સાથે લઈ જવા માટે.."

★■■■■■■■■★

સમાપ્ત..

દોસ્તો આ નવલકથાને હું આ સાથે જ પૂર્ણ જાહેર કરું છું..આ નવલકથા ને આપ સૌ નો જે પુષ્કળ પ્રેમ મળ્યો એ બદલ સર્વેનો ખૂબ ખૂબ આભારી છું..આપનાં આવાં જ સપોર્ટ ની હંમેશા જરૂર છે.

વાંચક મિત્રો ને આ નવલકથા વાંચવી ખુબ જ પસંદ આવશે એવી મને ખાતરી છે..જો પ્રેમ કર્યો હોય અને દિલ તૂટ્યું હોય તો પછી આ નોવેલ ફક્ત તમારાં માટે લખાઈ છે એ નોંધવું રહ્યું.તમે તમારો કિંમતી અભિપ્રાય મારાં whstsup નંબર 8733097096 પર આપી શકો છો.

માતૃભારતી પર મારી નાની બેન દિશા પટેલની નોવેલો દિલ કબુતર, ડણક, રૂહ સાથે ઈશ્ક,અનામિકા,haunted picture અને સેલ્ફી પણ વાંચી શકો છો.

મારી અન્ય નોવેલો માતૃભારતી પર મોજુદ છે જેનાં નામ છે.

ડેવિલ:એક શૈતાન

બેકફૂટ પંચ

ચેક એન્ડ મેટ:ચાલ જીંદગી ની.

સર્પ પ્રેમ:-the mystry

અધૂરી મુલાકાત

આક્રંદ:એક અભિશાપ..

હવસ:IT CAUSE DEATH

~જતીન.આર.પટેલ (શિવાય)