Return of shaitaan - 4 in Gujarati Fiction Stories by Jenice Turner books and stories PDF | Return of shaitaan - 4

Featured Books
  • My Wife is Student ? - 25

    वो दोनो जैसे ही अंडर जाते हैं.. वैसे ही हैरान हो जाते है ......

  • एग्जाम ड्यूटी - 3

    दूसरे दिन की परीक्षा: जिम्मेदारी और लापरवाही का द्वंद्वपरीक्...

  • आई कैन सी यू - 52

    अब तक कहानी में हम ने देखा के लूसी को बड़ी मुश्किल से बचाया...

  • All We Imagine As Light - Film Review

                           फिल्म रिव्यु  All We Imagine As Light...

  • दर्द दिलों के - 12

    तो हमने अभी तक देखा धनंजय और शेर सिंह अपने रुतबे को बचाने के...

Categories
Share

Return of shaitaan - 4

હાઈ વાંચક મિત્રો. આભાર તમારો તમે મારી  સ્ટોરી પસંદ કરી રહ્યા છો અને રેટિંગ આપી રહ્યા છો તેની માટે.તમે  મને whats app પર  msg  કરી શકો મારો num  છે +61 0421 865 873 . મારુ ફેસબુક id https://www.facebook.com/jenice.turner  આ લિંક ઉપર ક્લિક કરી ને મને add  કરી શકો છો. લાસ્ટ પાર્ટ માં તમે વાંચ્યું  કે રાજ કોહલર ને મળે છે અને લાશ ને જુએ છે કોહલર તેને ઈલુમિનેટી કોણ હતા એ વિષે પૂછે છે અને રાજ તેની આગળ  હિસ્ટ્રી ની વાત કરે છે. હવે આગળ..

  " તેનું નામ હતું ગેલેલિઓ ગેલેલી."રાજે કહ્યું.

"ગેલેલિઓ??" કોહલર એ આષ્ચર્ય ના ભાવ સાથે પૂછ્યું.

"હા ગેલેલિઓ ઈલુમિનેટી હતા.અને એ કેથોલિક પણ હતા.તેમને રોમન કેથોલિક ચર્ચ ની પોઝિશન ને ઉપર મુક્તા કહ્યું હતું કે વિજ્ઞાન એ ઈશ્વર ની હાજરી ને ઠુકરાવતું નથી પણ સપોર્ટ કરે છે.તેને લખ્યું હતું કે તે જયારે ટેલિસકોપ થી આકાશ માં ગ્રહો નું અધ્યયન કરી રહ્યા હતા ત્યારે તેમને કોઈ ધ્વનિ પણ સંભળાયો હતો જે બની શકે કે ઈશ્વર નો અવાજ હોય. ધર્મ અને વિજ્ઞાન એક બીજાના દુશ્મન નથી પણ  એક બીજાના પૂરક છે.એક બીજાના સહાયકારી છે.બે અલગ અલગ ભાષા છે જે એક જ કહાની કહે છે. કહાની સંગતતા વિસંગતતા ની,કહાની સ્વર્ગ ની અને નર્ક ની,કહાની રાત અને દિવસ ની કહાની ઈશ્વર અને શેતાન ની. બને એ ખુશ થવું જોઈએ ઈશ્વર ની આ સંગતતા માં." રાજ બોલતા બોલતા અટક્યો તેના પગ દુખવા લાગ્યા હતા થોડી હલન ચલન કરી ને તેને બોલવાનું ચાલુ રાખ્યું,"દુર્ભાગ્ય વશ ચર્ચ ને ધર્મ અને વિજ્ઞાન નું આ જોડાણ મંજુર ના હતું."

"ઓફ કોર્સ ના જ હોય.ધર્મ અને વિજ્ઞાન નું જોડાણ ચર્ચ ની એ વાત ફોક કરતુ હતું કે પૃથ્વી એ સોલાર સિસ્ટમ (સૌર મંડળ ) નું કેન્દ્ર છે.અને રોમન કેથોલિક ચર્ચ  એ ગેલેલિઓ ને ગદ્દાર અને પાખંડી, સાબિત કરીને દોશી જાહેર કર્યા.અને તેમને હંમેશા માટે તેમના ઘર માં કેદ કર્યા.વિજ્ઞાનના  આ ઇતિહાસ થી તો હું પણ વાકેફ છુ  મી.રાજ પણ આ બધી વાતો તો સદીઓ પુરાણી છે.એ વાત અને લિયોનાર્ડો ના મર્ડર ને શુ લાગે વળગે?"કોહલે એ પૂછ્યું. 

"હા એ મિલીયન ડોલર નો સવાલ છે.પણ હજુ આગળ શુ થયું એ  કહું તમને?" રાજે પૂછ્યું.

"હા જરૂર"કોહલર બોલ્યો.

"ગેલેલિઓ ને ઘરમાં કેદ કર્યો છે એ વાત ને લઇ ને ચારે બાજુ સનસનાટી  મચી ગઈ હતી. ઈલુમિનેટી સંગઠન જોર શોર માં મળવા લાગ્યું તેમને ચર્ચ ની જોહુકમી સામે માથું નમવા દેવું ના હતું. તેઓ ફરીથી જોર શોર માં મળવા લાગ્યા અને વિચાર વિમર્શ કરવા લાગ્યા કે હવે આગળ શુ કરીએ. એટલા માં રોમન ચર્ચ ની ખબર પડી ગઈ કે આવી કોઈ સંગઠન છે તેમની વિરુદ્ધ કાવા દવા રાચે છે. અને તેઓ બસ રાહ જોવા લાગયા કે ક્યારે કોઈ હાથ માં આવે અને પછી એવું થયું કે તેમને ૪  ઈલુમિનેટી સભ્યો મળી ગયા. તેઓ તો બસ મોકા ની રાહ માં જ હતા. તે ૪ સભ્યો વિજ્ઞાનીઓ હતા.રોમન ચર્ચ એ તેમને કેદ કર્યા અને પૂછપરછ કરવા માં આવી પણ એ ૪ સભ્યો એ પોતાનું મોં ના ખોલ્યું. "even  under  extreme  torture "ભયાનક સતાવણી અંતે પણ તેમને પોતાની મોં બંધ જ રાખ્યું.

"extreme  torture ?" કોહલર એ પૂછ્યું.

રાજે માથું હલાવતા કહ્યું,"હા ભયાનક સતાવણી. તેમની છાતી ઉપર સળગતી કોઈ વસ્તુ થી ક્રોસ નો છાપો મારવા માં આવ્યો હતો એ લોકો ત્યારે જીવતા હતા."

કોહલર ની આંખો પહોળી થઇ ગઈ હતી.તેણે લાશ પર ઊડતી નજર નાખી ખાસ કરી ને છાતી ના ભાગે જ્યાં ઈલુમિનેટી તો છાપો મરેલો હતો.

"ત્યારપછી એ ચાર વિજ્ઞાનીઓ ની ક્રૂરતા પૂર્વક હત્યા કરવા માં આવી અને રોમ ની ગલીઓ માં લાશો ને રઝળતી છોડી દેવા માં આવી.જેથી કરી ને ઈલુમિનેટી સંગઠન જોઈન કરતા પહેલા લોકો સો  વાર વિચાર કરે. આ બીના બન્યા પછી ઈલુમિનેટી ના સભ્યો ઇટલી જતા રહ્યા." રાજે વાત આગળ વધારતા કહ્યું.

થોડી વાર ના મૌન પછી રાજ  કોહલર ની આંખો માં જોતા આગળ બોલ્યો,"ઈલુમિનેટી ના સભ્યો  underground  થઇ ગયા.ત્યાં તેઓ એ બીજા રેફયુજી લોકો સાથે મિક્સ થવાનું ચાલુ કરી દીધું. રહસ્યવાદી,તાંત્રિકો, યહૂદીઓ,મુસ્લિમો બધા જ દેશ અને દુનિયા માં થી નવા નવા મેમ્બર જોડાતા ગયા અને વર્ષો વીતતા ગયા. અને બહાર આવી એક નવી ઈલ્લીમીનાટી,ડાર્કેર ઈલુમિનેટી.christian  વિરોધી ઈલુમિનેટી. તેમનું આ સંગઠન ખુબ જ સ્ટ્રોંગ હતું. તેમની પાસે ખુબ જ પાવર હતો.તેમને કસમ લીધી હતી કે તેઓ ફરીથી ઉઠશે અને તેમના સાથી મિત્રો સાથે જે ખરાબ થયું છે જે સતાવણી થઇ છે તેનો બદલો લેશે. તેમનો પાવર એટલો બધો વધી ગયો હતો કે રોમન કેથોલિક ચર્ચ એ તેમને પૃથ્વી પર હયાત સૌથી મોટું  christian  વીરોધી સંગઠન ગણાવ્યું હતું. અને વેટીકૅન ચર્ચ એ તેમને નામ આપ્યું હતું"બ્રધરહૂડ ઓફ શૈતાન".

"શૈતાન? "  કોહલર એ પૂછ્યું.  

"હા એ મુસ્લિમ નામ  છે તેનો મતલબ છે વિરોધી. ઈશ્વર ના વિરોધી. ચર્ચ એ જાણી જોઈએ ને મુસ્લિમ નામ શૈતાન આપ્યું કેમ કે તેઓ મુસ્લિમ ભાષા ને ગંદી ગણતા  હતા. શૈતાન એ ઇંગલિશ શબ્દ શેતાન થી આવેલો છે." રાજે કહ્યું.

કોહલર ના ચેહરા પર એક અજાણ્યો ડર રાજ ને દેખાવા લાગ્યો.

રાજ નો અવાજ ધીરો પડી ગયો હતો તે આગળ બોલ્યો,"મી.કોહલર હું એ નથી જાણતો કે આ છાપો લિયોનાર્ડો એટલે કે આ લાશ ની છાતી પર કેમ છે પરંતુ તમે જોઈ રહ્યા છો કે કે આ બહુ સદીઓ થી ખોવાઈ  ગયેલ સિમ્બોલ(ચિહન) છે. પૃથ્વી ના ઇતિહાસ ના સૌથી પ્રાચીન  અને સૌથી શક્તિશાળી સંપ્રદાય નું.

*****************************************************

ગલી ખુબ જ સાંકડી હતી અને  હત્યારો મોટા મોટા પગલાં સાથે ચાલવા લાગ્યો.એની કાળી ગહેરી આંખો અપેક્ષાથી ભરાયેલી હતી.જેમ જેમ એ મંજિલ ની નજીક જઈ રહ્યો હતો તેમ તેમ તેના કાન  માં જોયેસ ના શબ્દો ગુંજતા હતા. "બીજો અધ્યાય શુરુ થઇ ગયો છે .થોડો આરામ કરી લો." હત્યારો મૂછ માં હસ્યો. તે આખી રાત જાગ્યો હતો ,પણ તેના હિસાબે ઊંઘ એ તો નબળા માણસ ની નિશાની છે. તે એક યોદ્ધા હતો.તેના પૂર્વજો જેવો, અને તે લોકો ક્યારે પણ ઊંઘતા ના હતા એક વાર યુદ્ધ શરુ થઇ જાય એટલે. લડાઈ શરુ થઇ ગઈ હતી અને તે ખુબ જ ગર્વ ની લાગણી અનુભવતો હતો કેમ કે પહેલું ખૂન તેના હાથે થયેલું હતું.અત્યારે તેની પાસે ૨ કલાક હતા તેની જીત નો ઉત્તસવ માનવ માટે.

મન માં તે બોલ્યો, ઊંઘ? ના ના ઊંઘ તો નહિ જ ઘણા બધા રસ્તા છે રિલેક્સ થવા માટે .

સુખ પ્રાપ્ત કરવા મારે તેના પૂર્વજો એ ઘણા બધા રસ્તા શોધ્યા હતા જેમનો એક હતો હશીશ નામની ડ્રગ્સ લેવાનો. નશો કરવાનો. પરંતુ આ એક જ વાત હતી તેના પૂર્વજો ની જે તેને પસંદ ના હતી. તે બીજા પ્રકાર ના નશા માં માનતો હતો. તે હતું જીમ માં જવું અને કસરત કરવી.તેના શરીર પર તેને ઘણું અભિમાન હતું. એકદમ સમપ્રમાણ શરીર toned  પાવરફૂલ મશીન જેવું .પૂર્વજો ની જેમ નશો કરવા કરતા એ જીમ  માં જવું વધારે પસંદ કરતો હતો.પોતાના શરીર ની તેને ખુબ કાળજી લીધી હતી. શરાબ કે સિગરેટ ને તેણે હાથ  પણ ના લગાડ્યો હતો. તેણે જલ્દી ચાલવાનું રાખ્યું. પોતાની મંઝિલ પર આવી  જતા તેણે ડોરબેલ વગાડ્યો અને થોડી વાર માં દરવાજા ની સ્લીટ ખુલી અને બે બદામી કલર ની આંખો દેખાઈ . અને થોડી વાર માં દરવાજો પણ ખુલી ગયો.

"વેલકમ" ખુબ સુંદર કપડામાં સજ્જ એ મહિલા એ તેણે આવકાર આપ્યો.અને તે તેને એક સુંગધીદાર રમ માં લઇ ગઈ. એ રમ માં ખુબ ઝાંખી લાઈટ હતી.અને ખુબ જ સુવાસ આવી રહી હતી. "જયારે તમે તૈયાર હો ત્યારે મને બોલાવજો" આટલું કહી ને તે મહિલા એક ફોટો આલ્બમ આપી ને તે રૂમ માં થી બહાર નીકળી ગઈ. હત્યારો હસ્યો.

બસ થોડી વાર થઇ અને તેને એક ફોટો પસંદ કર્યો. તેને એ ફોટો પેલી મહિલા ને બતાવ્યો અને તેને કહ્યું કે "ખુબ જ ઊંચી પસંદ છે તમારી. આની માટે તમારે ૫૦૦૦ યુરો આપવા પડશે. " આટલું કહી ને એ મહિલા તેને એક ખુબ જ સુંદર રૂપ લલના પાસે લઇ ગઈ.હત્યારો અંદર ગયો અને દરવાજો બંધ કરી દીધો.બસ આ જ રસ્તો હતો એની પાસે પોતાને રિલેક્સ કરવાનો.

**********************************************************************************

"શૈતાનિક? આ શૈતાન ના ગ્રુપ નો સિમ્બોલ છે?" કોહલેર એ પોતાનું મોઢું લૂછતાં પૂછ્યું.

રાજ ને વધારે ઠંડી લગતા હાથ માં રહેલો બીજો ઓવરકોટ પહેરતા બોલ્યો,"ઈલુમિનેટી શૈતાન નું ગ્રુપ હતું પણ મોડર્ન સેન્સ માં એવું ના કહી શકાય.તેણે એક્સપ્લેઇન કર્યું કે કેવી રીતે બધા લોકો શૈતાની સમૂહ ને જુએ છે.તેઓને લાગે છે કે એ લોકો શૈતાન ની પૂજા કરે છે.અને અફવાઓ આવી પણ ફેલાયેલી છે.પણ આમાં કોઈ સચ્ચાઈ નથી.સમય જતા રોમન ચર્ચ ના  વિરોધી લોકો ઈલુમિનેટી ને કોપી કરવા લાગ્યા અને તેઓ આ પ્રકાર ની વિધિ કરવા લાગ્યા. અને આ રીતે મોડૅન  શૈતાન નો જન્મ થયો."

"હા આ બધું તો ખબર પડી પણ હજુ સુધી એ વાત થી આપડે અજાણ છે કે આ  સિમ્બોલ (છાપો) અહીં આવ્યો કેવી રીતે" કોહલેર એ મૂંઝવણ ભરેલા અવાજે પૂછ્યું.

"આ લોગો(છાપો) એ ૧૬ મી સદીના કોઈ અજાણ્યા ઈલુમિનેટી સભ્ય દ્વારા બનાવાયેલ છે .આ તેની શ્રદ્ધાંજલિ હતી ગેલેલીયો ને તેના સપ્રમાણતા ના પ્રેમ માટે-એક પવિત્ર ઈલુમિનેટી લોગો. બ્રધરહૂડ એ આ લોગો છુપાવી ને રાખ્યો હતો.તેઓ એ નક્કી કર્યું હતું કે જયારે તેઓ પાછા ઉઠશે  અને તેમનો ગોલ અચીવ કરશે ત્યારે જ આ લોગો લોકો ની આગળ આવશે.

કોહલર થોડો ડરેલો અને થોડો અચંબિત લાગતો હતો.તેણે પૂછ્યું," આ છાપો અહીં છે એનો મતલબ એમ  થાય કે આ ઈલુમિનેટી સંગઠન ફરીથી બની રહ્યું છે?"

"હવે એનો જવાબ તો હું કેવી રીતે આપી શકું ?"રાજે કહ્યું.

કોહલર એ રાજ ની આંખો માં આંખ નાખી ને કહ્યું,"મી.રાજ અહીંયા બેસો. હું તમને કહી નથી શકતો કે આ બધું મારી સમજ માં આવ્યું કે નહિ પણ એટલું ચોક્કસ કહીશ કે લિયોનાર્ડો વેત્રા  એ CERN   ના ગ્રેટ સાયન્ટિસ્ટ હતા. અને સાથે સાથે મારા મિત્ર પણ હતા .તમે મને ઈલુમિનેટી ક્યાં છે એ શોધવામાં મદદ કરી શકો છો?"

રાજ ને ખબર ના પડી કે શુ જવાબ આપવાનો.તે બોલ્યો," ઈલુમિનેટી શોધવામાં? તમે મજાક કરી રહ્યા છો મી. કોહલર? આઈ એમ  સોરી પણ એ પોસ્સીબ્લ નથી.

કોહલર થોડો ગુસ્સામાં બોલ્યો,"શું મતલબ છે તમારો? તમે મને--

એની વાત વચ્ચે કાપતા રાજ બોલ્યો,"મી.કોહલર મારી વાત હજુ પુરી નથી થઇ. આ લાશ ની છાતી પર જે છાપો છે એ ઈલુમિનેટી નો છે એ સાચું પણ એવું ક્યાં સાબિત  થાય છે કે ઈલુમિનેટી ના કોઈ સભ્ય એ જ આ મર્ડર કર્યું છે? અને તેમનું સંગઠન હજુ હયાત છે એ વાત ની પણ કોઈ સાબિતી નથી. ઘણા  લોકો ના માનવા  પ્રમાણે આ ગ્રુપ નષ્ટ થઇ ચૂક્યું છે."

રાજ ના આટલા કહ્યા બાદ થોડી વાર માટે સન્નાટો છવાઈ ગયો.કોહલર ના મોં ઉપર ગુસ્સો સ્પષ્ટ દેખાતો હતો. તેણે પૂછ્યું,"તમે કેવી રીતે કહી શકો કે આ ગ્રુપ નષ્ટ થઇ ચૂક્યું છે? જયારે એ  નામ તો આ માણસ ની છાતી પાર છે.

"ચિહ્નો એટલે કે સિમ્બોલ્સ ક્યારે પણ એવું સાબિત નથી કરતા કે એ અને રચયિતા દ્વારા જ લખવામાં આવ્યા હશે." રાજે કહ્યું.

"એનો શુ મતલબ છે?"  કોહલર એ પૂછ્યું.

" મતલબ કે જયારે ઈલુમિનેટી સભ્યતા નાશ પામી હશે ત્યારે તેના સિમ્બોલ્સ અને લોગો તો એવા જ રહ્યા હશે જે કદાચ બીજી સભ્યતા ઓ દવારા અપનાવી લેવા માં આવ્યા હશે.આ બહુ કોમન વસ્તુ છે. જેમ કે સ્વસ્તિક નો લોગો એ હિન્દૂ સભ્યતા નો  છે જે નાઝી સભ્યતા એ અપનાવી  લીધો હતો.ક્રોસ એ ઈજીપ્ત સભ્યતા નો લોગો હતો જેને christian  સભ્યતા એ અપનાવી લીધો છે."રાજ એ કહ્યું.

 આજે સવારે ,કોહલર ચેલેન્જ આપતો હોય તે રીતે બોલ્યો,"જયારે મેં ઈલુમિનેટી નું વેબ સર્ચ કર્યું ત્યારે એ હજારો રેફેરેંસ લઇ ને આવ્યું હતું.હજુ પણ કેટલાય  લોકો નું કહેવું છે કે તે સભ્યતા નાશ નથી પામી પણ એકટીવ છે."  

"હા બની શકે એવું હોય પણ ખરું પણ હું જે કહું છુ એ આપ ધ્યાન થી સાંભળો. મને એવું એવું લાગે છે કે ઈલુમિનેટી ના લોગો નો કોઈ એ ખોટો ઉપયોગ કર્યો છે.કદાચ એ લોકો હોય શકે આ મર્ડર પાછળ.કદાચ કોઈ મતલબ માટે તેમને આમ કરેલ છે." રાજ એ બની શકે તેટલી શાંતિ થી  જવાબ આપ્યો.

"મતલબ કેવો મતલબ?"કોહલર એ પૂછ્યું.

સરસ સવાલ છે ,રાજ પણ સવારથી એ જ વિમાસણ માં હતો કે આટલી સદીઓ પછી આ લોગો અહીંયા શુ કરે છે? ઈલુમિનેટી પાછી ફરી છે કે નહિ. તે ધીરે રહી ને બોલ્યો," હું એટલું જ કહી શકું કે જો ઈલુમિનેટી ગ્રુપ હજુ પણ હયાત હોય, જે મને લાગે  છે કે નથી  તો પણ તેઓ આ મર્ડર તો ના જ કરી શકે."

"કેમ ના કરી શકે?" કોહલર એ પૂછ્યું.

"કેમ કે ઈલુમિનેટી ગ્રુપ ને રોમન ચર્ચ થી તકલીફ હતી તેમણે પાવર લીધો  હતો પોલીટીકલ અને ફાઇનાન્શ્યલ રીતે સ્ટ્રોંગ બની ને નહિ કે ટેરરિસ્ટ બની ને.વધારા માં તેઓ નૈતિક  રીતે સિદ્ધાંતિક   હતા. તેમને ખબર હતી કે તેમના દુશ્મન કોણ હતા.ઉપરાંત ૮૦ ટકા ગ્રુપ તો સાયન્ટિસ્ટ થી બનેલું હતું તો તેઓ તેમના મિત્ર જેવા લિયોનાર્ડો વેત્રા કે જે સાયન્ટિસ્ટ હતા તેમનું  મર્ડર કેમ કરે?" રાજે જવાબ આપ્યો.

કશું જ બોલ્યા વગર કોહલર રૂમ ની બહાર હોલ વેય  તરફ ગયો. રાજ પણ તેની પાછળ પાછળ જવા લાગ્યો.

થોડી વાર માં એક રૂમ માં પ્રવેશયો  રાજ પણ અંદર ગયો. ત્યાં જઈ ને કોહલર બોલ્યો ," આ વેત્રા નો લિવિંગ રૂમ છે આ જોઈ ને કદાચ વસ્તુઓ તમને અલગ થી સમજાશે."

રાજ અંદર આવ્યો અને રૂમ જોઈ ને અચમ્બા માં પડી ગયો. 

***************************************************************

બીજા કોઈ દેશ માં.એક સિક્યુરિટી ગાર્ડ એક વિડિઓ મોનિટર પાસે બેઠો છે.એક પછી એક લાઈવ ઈમેજીસ તેની આગળ આવી રહી હતી.૧૦૦ થી પણ વધારે કેમેરા ઓ ની ઈમેજીસ તે ચેક કરી રહ્યો હતો. ગાર્ડ બસ તેની શિફ્ટ પુરી કરવા ને આરે જ હતો.પણ હજુ તે થાક્યો ના હતો. તેની માટે આ જોબ એ એક સન્માન હતું અને તે પુરી નિષ્ઠા થી  આ જવાબદારી નિભાવતો હતો.

બસ પાંચ મિનિટ ઔર વીતી હશે અને તેની નજર મોનીટર પર પડી જ્યાં એક કેમેરા પર થી ઇમેજ  આવતી બંધ થઇ ગઈ હતી. એ મોનિટર તરફ જરા આગળ ઝૂક્યો અને ધ્યાન થી જોયું તો  મોનિટર નું રીડિંગ કહી રહ્યું હતું કે   કેમેરા નો ૮૬ ની ઇમેજ  ફ્રીઝ થઇ ગઈ છે. કેમેરા જે હોલ વે પર નજર રાખવા માટે મુકવામાં આવ્યા હતા. પરંતુ અત્યારે તેની સામે જે ઇમેજ આવી રહી હતી તે ચોક્કસ હોલ વે ની તો ના જ હતો.શુ કરવું તે વિચાર માં પડી ગયો. સમય ખુબ ઓછો હતો.

****************************************************************

રાજ રૂમ માં આવીને અચ્મ્બિત અવસ્થા માં બધું જુએ છે. રૂમ માં ખાસ પ્રકાર ના આર્ટિફેક્ટસ મુકેલા હતા જે આજ પહેલા રાજે ક્યારેય જોયા ના હતા.crucifix  જિજસ નું જે કદાચ ૧૩ કે ૧૪ મી સદી નું હશે, છત ઉપર લટકતું ઓરબીટિંગ પ્લેનેટ નું મોડેલ,જમણી બાજુ પર વર્જિન મેરી નું ઓઇલ પેઇન્ટિંગ,તેની બાજુ માં લેમિનેટ કરેલું પિરીયોડીક ટેબલ,  અને બાજુ ની દીવાલ માં આલ્બર્ટ આઈનસ્ટીન નું મોટું પોસ્ટર હતું જેની પાર ફેમસ શબ્દો લખેલા હતા," GOD DOES NOT  PLAY  DICE  WITH  THE  UNIVERSE ."

રાહ થોડો આગળ વધ્યો અને બીજી તરફ વસ્તુઓ જોવા લાગ્યો તો તેણે જોયું કે લેધર ના બેલ્ટ થી બાંધેલું બાયબલ ડેસ્ક પર પડ્યું હતું. રાજ ને આ રૂમ માં રહેલી ગરમી સારી લાગી પણ તેના શરીર માંથી ઠંડી નું લખ લખું પસાર થઇ ગયું. તેને લાગ્યું કે તે બહુ જલ્દી સાક્ષી બનવાનો છે બે અલગ અલગ તત્વજ્ઞાન કે ફિલોસોફી નો.બે તદ્દન વિરોધી તાકાત નો.તેણે બુકશેલ્ફ પાર મુકેલા બુક ના ટાઇટલ પાર નજર નાખી 

THE  GOD  PARTICLE

GOD THE EVIDENCE 

આમાંની  એક બુક પર લખેલું  હતું કે સાચું વિજ્ઞાન ઈશ્વર ને શોધે છે જે દરવાજા પાછળ છુપાયેલા છે.

હજુ કોઈ પણ કઈ બોલતું ના હતું.શાંતિ ફેલાયેલી હતી.

કોહલેર થોડી વાર પછી બોલ્યો,"લિયોનાર્ડો કેથોલિક પ્રિસ્ટ (પાદરી ) હતા."

"પ્રિસ્ટ? તમે તો મને કહ્યું કે તે સાયન્ટિસ્ટ હતા." રાજ હેરાની ભર્યા અવાજે પૂછવા લાગ્યો.

"હા તે બંને હતા.વિજ્ઞાન અને ધર્મ   ના માણસ.ઇતિહાસ માં તે અભૂતપૂર્વ નથી? લિયોનાર્ડો તેમાંના જ એક હતા. તેમનું માનવું હતું કે ફિજીક્સ એ ઈશ્વર નો કુદરતી કાયદો છે.તેમણે દાવો કર્યો હતો કે ઈશ્વર ની હાજરી દરેક વસ્તુઓ માં દ્રશ્યમાન છે.વિજ્ઞાન દ્વારા તેમણે શંકાસ્પદ લોકો માં ઈશ્વર નું અસ્તિત્વ સાબિત કરવાની કોશિશ કરી હતી. તેઓ પોતાને થીઓ ફિઝિસ્ટ કહેતા હતા."કોહલર બોલ્યો.

"થીઓ ફૃયઝિસિસ્ટ ?"રાજે પૂછ્યું.

"હા થીઓ ફૃયઝિસિસ્ટ .કણો નું ભૌતિક વિજ્ઞાન માં તેમણે તદ્દન અસામન્ય ખોજ કરી છે.તદ્દન આધ્યાત્મિક ખોજ.જો નિષ્કર્ષ કાઢીએ   તો એવો નીકળે. 

રાજે કોહલર સામે જોયું. CERN ( COUNCIL EUROPEAN RESEARCH NUICLEAIRE ) નો ડિરેક્ટર અને તે કહેવાની કોશિશ કરી રહ્યો છે કે આધ્યાત્મિકતા અને ભૌતિક શાસ્ત્ર .

રાજે લગભગ તેની પુરી કરીઅર  રેલીજીયસ હિસ્ટ્રી સ્ટડી કરી છે અને તેણે એ તારણ નીકળ્યું છે કે ધર્મ અને વિજ્ઞાન એ પાણી અને તેલ જેવા છે જે  એક બીજા ના દુશ્મન જે ક્યારે પણ મિક્સ ના થાય તેવા.

" તે પાર્ટિકલ ફિજીક્સ ના કટિંગ ની ધાર પાર ઉભો હતો.તેમણે ધર્મ અને વિજ્ઞાન ને ફ્યુઝ  એટલે કે જોડવાનું ચાલુ કરી દીધું હતું. જે દર્શાવે છે  કે તેઓ એકબીજાને અનપેક્ષિત રીતે પૂરક કરે છે.તેમણે આ ફિલ્ડ ને નવું ભૌતિક શાસ્ત્ર એવું નામ આપ્યું હતું." આટલું બોલી ને કોહલર એ એક બુક  બુકશેલ્ફ માં થી નીકળી ને રાજ ના હાથ માં આપી. 

રાજે એ બુક નું કવર પર લખેલું નામ વાંચ્યું,"ગોડ મિરેકલ્સ એન્ડ ઘી ન્યૂ ફિજીક્સ."

"આ ફિલ્ડ હજુ નાનું છે પણ આ ઘણા બધા સવાલો ના જવાબ લઇ ને આવશે.સવાલ એ વિશે  ના કે બ્રહ્માંડ ની ઊત્તપત્તિ ક્યારે થઇ અને ક્યાંથી થઇ.અને આવી કઈ તાકાત છે આપણ ને જોડી રાખે છે.. ડો.લિઓનાર્દો ને  એટલો વિશ્વાસ હતો કે એમની રિસર્ચ માં આટલી તાકાત છે કે હજારો નાસ્તિકો ને આસ્તિક બનાવશે.ગયા વર્ષે તેમણે આવી એનર્જી ની વાત કરી હતી કે જે આપણ ને બાંધી રાખે છે.તેમણે એ પણ પ્રદર્શિત કર્યું હતું કે આપણે બધા શારીરિક રીતે એકબીજા જોડે જોડાયેલા છે.તમારા અણુઓ મારા શરીર ના અણુઓ સાથે જોડાયેલા છે. કે એક જ તાકાત કે એનર્જી છે જે આપણા  શરીર માં ફરે છે."કોહલર એકી શ્વાસે બધું બોલી ગયો.

"અને ઈશ્વર ની એ શક્તિ આપણ ને બાંધી રાખે છે? મી. વેત્રા એ સાચે એ શોધ્યું હતું? રાજ એ પૂછ્યું.

"નિણઁયત્મક પુરાવાઓ ,હમણાં જ એક અમેરિકન સાયન્ટિફિક આર્ટિકલ માં આવ્યું છે કે ન્યૂ ફિજીક્સ એ જ સાચો રસ્તો છે ઈશ્વર સુધી પહોંચવાનો નહિ કે ધર્મ."કોહલર એ રિપ્લાય આપ્યો.

કોહલર ની આ કોમેન્ટ પર રાજ વિચારતો થઇ ગયો.એ વિચારવા લાગ્યો ધર્મ વિરોધી ઈલુમિનેટી વિશે. અનીચ્છા એ તેણે પોતાની જાત ને અશક્ય ક્ષણો માં બૌદ્ધિક રીતે ચાલવાની પરવાનગી આપી. જો ઈલુમિનેટી હજુ પણ સક્રિય છે તો શુ તેઓ એ લિઓનાર્દો ને એટલા મટે મારી નાખ્યા કે તે ધાર્મિક સંદેશ જનતા માં લાવતા હતા? આ વિચારો એ રાજ ને હલાવી દીધો.

"વેત્રા ના ઘણા દુશ્મનો હતા વિજ્ઞાન ની દુનિયામાં. ઘણા વિજ્ઞાનીઓ ને એ ગમતા ના હતા. તેઓ એવું માનતા હતા કે ધાર્મિક સિંધ્ધતો ને  સમર્થન આપવા માટે ફિજીક્સ નો ઉપયોગ કરવો એ વિજ્ઞાન ની  વિરુદ્ધ જવા બરાબર છે."કોહલર બોલ્યો.

"હા પરંતુ આજના વિજ્ઞાનીઓ એટલા ધર્મ ની વિરુદ્ધ નથી જેટલા એ લોકો વર્ષો અને સદીઓ પહેલા હતા."રાજ બોલ્યો.

કોહલર ની તેની વાત નો જવાબ આપવા જતો હતો એટલી જ વાર માં તેના પેજર માં બીપ નો અવાજ આવ્યો.તેણે મેસેજ જોયો અને રાજ ને કહ્યું,"લિઓનાર્દો ની દીકરી મિસ વેત્રા થોડી વાર માં હેલિપેડ પાસે પહોંચશે.આપણે તેને ત્યાં મળીએ એ સારું રહેશે મને લાગે છે કે આવી હાલત માં તેના પિતાની લાશ ને ના જુએ એ જ સારું છે."   

રાજે પણ માથું હલાવ્યું અને કહ્યું,"હા સાચી વાત છે કોઈ પણ બાળક માટે   પોતાના પિતા ની આટલી ક્રૂરતા પૂર્વક હત્યા પચાવવી  ખુબ જ અઘરું  હોય છે"

હું મિસ વેત્રા ને તેમના અને લિઓનાર્દો ના પ્રોજેક્ટ વિશે પૂછીશ જેની પર બાપ દીકરી છેલ્લા થોડા મહિનાઓ થી કામ કરી રહ્યા હતા. કદાચ કોઈ માહિતી મળે કે લિઓનાર્દો ની હત્યા કેમ થઇ.

ક્રમશઃ 

થૅન્ક યુ મિત્રો તમે મારી નોવેલ વાંચી રહ્યા છો અને  રેટિંગ આપી રહ્યા છો માટે. બહી જલ્દી લઇ ને આવીશ રીટર્ન ઓફ શેતાન નો શેષ ભાગ. ત્યાં સુધી વાંચતા રહો રીટર્ન ઓફ શેતાન અને મારી બીજી નોવેલ ધી હન્ટ.

+61 0421 865 873 મારો whatts app નંબર છે. તમે મને મેસેજ કરી શકો છો અને ફેસબુક પર jenice  turner  મને add  કરી શકો છો.