Pranay Saptarangi - 11 in Gujarati Fiction Stories by Dakshesh Inamdar books and stories PDF | પ્રણય સપ્તરંગી પ્રકરણ - 11

Featured Books
  • आखेट महल - 19

    उन्नीस   यह सूचना मिलते ही सारे शहर में हर्ष की लहर दौड़...

  • अपराध ही अपराध - भाग 22

    अध्याय 22   “क्या बोल रहे हैं?” “जिसक...

  • अनोखा विवाह - 10

    सुहानी - हम अभी आते हैं,,,,,,,, सुहानी को वाशरुम में आधा घंट...

  • मंजिले - भाग 13

     -------------- एक कहानी " मंज़िले " पुस्तक की सब से श्रेष्ठ...

  • I Hate Love - 6

    फ्लैशबैक अंतअपनी सोच से बाहर आती हुई जानवी,,, अपने चेहरे पर...

Categories
Share

પ્રણય સપ્તરંગી પ્રકરણ - 11

ભૂપેન્દ્રએ સંયુક્તાનાં ચહેરાનાં રંગ બદલતાં જોઇને પૂછ્યું" કેમ કોનો ફોન છે ? આમ ગુલાબીમાંથી કાળો પડી ગયો તારો ચહેરો ? સંયુક્તાએ કહ્યું" ભૂપી તું આવ્યો છે એ ભાઇને જાણ થઇ ગઇ છે. મેં કઇ વાત કર્યા વિનાજ ફોન કાપી નાંખ્યો. એટલામાંજ ફરીથી રીંગ આવી. રણજીતનો જ ફોન હતો. એણે કહ્યું" પેલો બદમાશ અત્યારે તારી બાજુમાં છે ને ? મેં તને કેટલીવાર ના પાડી છે કે એની સાથે સંબંધ ના રાખ... સંયુક્તાએ હોઠ ભીડીને તદ્દન જૂઠું કીધું" ભાઇ તમારી ભૂલ થાય છે અહીં તો કોઇ જ આવ્યું નથી અને મારે હવે એની સાથે કોઇ સંબંધ નથી. સામેથી રણજીતે કહ્યું" તને લાસ્ટ વોર્નીંગ આપું છું હું અત્યારે દમણ એક અગત્યનાં કામે અટવાયેલો છું પછી આવીને હું વાત કરું છું. આપણાં સીસીટીવી જે હશે સાચું બતાવી દેશે. મને જેણે જાણકારી આપી છે એ ખોટું ના જ બોલે. એમ કહીને ફોન મૂક્યો.

ભૂપેન્દ્ર સંયુક્તાનાં ચહેરાના બદલાયેલાં રંગ જોયાં કરતો હતો. સંયુક્તાએ ફોન મૂકીને હાશકારો કર્યો પછી બોલી અહીં તું આવ્યો છે એવી કોઇએ એને પાકી ખબર આપી છે અને સીસીટીવ કેમેરામાં તું આવ્યો હોઇશ એ દેખાશે એમ કહ્યું પણ મેં કાલે વાત કરી હતી તારી સાથે બહારથી કેમેરા સ્વીચ ઓફ કરેલા છે જે કાલનાં બંધ છે એટલે કંઇ કહી નહીં શકે આવીને એ જોશે તો ફોલ્ટ જે હશે એ શોધશે.

ભૂપેન્દ્ર એ કહ્યું "સુશી આપણે આમ ક્યાં સુધી ડરી ડરીને જીવીશું ? તું કહી દેને તારાં પાપાને કે આપણે લગ્ન કરવા માંગીએ છીએ. સંયુક્તાએ કહ્યું "ભૂપી હું પણ ખૂબ કંટાળી છું આમ લુકા છૂપી કરીને પાપા શ્રીલંકા ગયા છે ત્યાંથી આવે પછી મંમી પાપા સાથે ચોખવટથી વાત કરી લઇશ.

ભૂપેન્દ્રએ સંયુક્તાને કહ્યું" ડાલીંગ છોડ બધી ચિંતા તારાં મંમી પપ્પા શ્રીલંકા અને ભાઇ દમણ છે એને અહીં પહોંચતા ઓછામાં ઓછાં 4 કલાક થશે જે આપણાં છે એમ કહી સંયુક્તાને ઊંચકીને બેડ તરફ લઇ ગયો. સંયુક્તાએ કહ્યું" ભૂપી છોડ મને અત્યારે એવો કોઇ મૂડ નથી પ્લીઝ તું પ્હેલાં તારી વાત કરને તારું કંઇ ઠેકાણું પાડ તો હું ઘરે વાત કરી શકું ભૂપેન્દ્ર એ કહ્યું" અરે ડાર્લીંગ મારું કામકાજ જોરદાર જ ચાલે છે કોઇ ચિંતા નથી. સંયુક્તાએ કહ્યું" શેનું દારૂની ખેપનું ? ભૂપેન્દ્રએ નફટાઇથી કહ્યું " સુશી એ ધંધામાં ખૂબ પૈસો છે પાછું એ ધંધો કોણ નથી કરતું સમાજનાં મોટાં માથાઓ બધા વ્હાઇટ કોલર બતાવે છે પણ અંદર ખાને આવાં જ ધંધા અને બે નંબરી કામ જ હોય છે એમનેમ થોડાંક સમયમાં આટલાં પૈસા બનાવે છે ? બીજાની વાત છોડ તારો ભાઇ શું કામ કરે છે ? સંયુક્તાએ કહ્યું" મારાં ભાઇને વચમાં ના લાવ. તારે બતાવવા લાયક કોઇ ધંધો હોવો જોઇએ ને ?

ભૂપેન્દ્રએ કહ્યું" મેં સ્પોર્ટસ એકેડમી શરૃ કરવાનું વિચાર્યું છે અને સાથે સાથે સ્પોન્સર્સ પાસેથી સોફટ ડ્રિંકસની ડીસ્ટ્રીબ્યુટરશીપ લઇ લેવાનો છું મારું પણ નામ છે. કોઇ ચિંતા નથી. હું રાજકુમારીને પ્રેમ કરું છું પરણવાનો છું તો એ પહેલાં હું અવ્વલ શ્રીમંત બનીને બતાવીશ . પછી થી કોઇ વિરોધ નહીં રહે.

આગળ વધુમાં ભૂપેન્દ્રએ કહ્યું" ચાલ હું આપણાં બંન્નેના મસ્ત પેગ બનાવુ છું બધું ભૂલીને બસ એકમેકમાં ડુબી જઇએ. એમ કહીને સંયુક્તાનાં રૂમની બાજુમાં આવેલા બાર રૂમમાં જઇને જાણે પોતાનોજ હોય એમ બે ગ્લાસમાં બ્લેક લેબલનાં બે પતીયાલા બનાવીને લાવ્યો.

સંયુક્તાએ કહ્યું આટલું બધું ભરી લાવ્યો મને વધુ નહીં ચાલે મને એકદમ લાઇટ જોઇએ. ભૂપેન્દ્રએ હસ્તાં હસ્તાં સંયુક્તાનાં ગ્લાસમાંથી વહીસ્કી એનાં ગ્લાસમાં ઠાલવી એનો લાઇટ પેગ બનાવીને હાથમાં આપ્યો. અને બંન્ને જણાં હાથમાં હાથ લગાવીને સીપ લેવા લાગ્યાં.

સંયુક્તાનો પેગ પીવાઇ ગયો. ભૂપેન્દ્રએ એને બીજો બનાવી આપ્યો. બંન્ને જણાં નશામાં ધૂથ થઇને કેટલો પીવાઇ રહ્યો છે એનું ભાનજ ના રહ્યું બંન્ને જણા પ્રેમ કરતાં કરતાં આમન્યા અને સીમા વટાવી ગયાં અને એકબીજામાં ખોવાઇ ગયાં. એ લોકોને ખબરજ ના રહી કે ભૂપેન્દ્ર બ્લેક લેબલની બોટલ લાવેલો આખી પુરી થઇ ગઇ હતી. બંન્નેને કંઇ ભાન નહોતું પરાકાષ્ઠા તનની આંબી ગયાં પછી બંન્ને જણાં ઘસઘસાટ સન્ત્રુપ્તિ અને નશાને કારણે ઊંધી ગયાં. સમય ક્યાં વિતી ગયો એ લોકોને ખબર જ ના પડી.

રણજીત આવીને જોયું તો ઘરમાં બધુ બરોબર લાગી રહેલું એ પોતાની વીંગમાં જઇને પોતાનાં બેડરૂમમાં ગયો અને ફ્રેશ થયો. પછીથી એણે કોઇ ગણગણાટ સાંભળ્યો તો એ બેડરૃમથી નીકળીને સંયુક્તાની વીંગ તરફ જઇ રહ્યો હતો. એણે ભૂપેન્દ્ર અને સંયુક્તાનો અવાજ સાંભળ્યો એ દિવાલ પાછળ છૂપાઇ ગયો. ભૂપેન્દ્ર અને સંયુક્તા ઝડપથી બહાર નીકળી રહ્યાં હતાં. રણજીતથી ના રહેવાયું એનો કાબૂ ના રહ્યો અને એ એકદમ જ એલોકોની સામે આવી ગયો.

રણજીતને જોઇને સંયુક્તા ગભરાઇ ગઇ એણે કહ્યું "ભૂપી જસ્ટ હમણાં આવ્યો મૈં ના પાડી એટલે એ પાછો જઇ રહ્યો છે. ભૂપેન્દ્રતો રણજીતને જોઇને છોભીલો પડી ગયો હતો એનો ચહેરો ભયથી પીળો પડી ગયો હતો. એ કાંઇ બોલવા જાય એ પહેલાં રણજીતનાં હાથનો ગુસ્સો એનાં ચહેરાં પર આવી ગયો એ કંઇ સમજે પહેલાં પ્રહાર થવાથી અને દારૃનાં અનહદ નશાને કારણે એ નીચેજ ગબડી ગયો. સંયુક્તાતો આવું જોઇને દોડીને પોતાનાં રૂમમાં જ જતી રહી.

રણજીતે સીક્યુરીટીને બોલાવ્યા અને ભૂપેન્દ્રને ઊંચકીને પેલેસની બહાર ફેંકી દેવા ફરમાન કર્યું. અને બોલ્યો આ માણસ ફરીથી પેલેસમાં તો શું પેલેસની આસપાસ ફરકવો ના જોઇએ. એની કાર શોધીને પેલેસ બહાર મૂકી દો. ફરીવાર આ માણસ પેલેસમાં કે આસપાસ જોયો તો તમારાં લોકોની ખેર નથી.

સીક્યુરીટીવાળા નશામાં ધૂત અને ભાનવિનાનાં ભૂપેન્દ્રને ઘસડીને છેક પેલેસ બહાર મૂકી આવ્યો. અને સીક્યુરીટીએ એની કાર મહેલની પાછળથી શોધીને ભૂપેન્દ્રનાં ગજવાની તલાશીમાંથી મળેલી ચાવીથી પેલેસ બહાર મૂકીને ભૂપેન્દ્રને પાછળની સીટમાં મૂકી દીધેલો.

રણજીતસીંહ તરત જ સંયુક્તાના બેડરૂમ તરફ ગયો અને બેડરૂમનો દરવાજો બંધ હતો એણે ખૂબજ ખખડાવ્યો પણ સંયુક્તાએ ખોલ્યોજ નહીં. થોડીવાર બૂમો પાડતો રહ્યો પણ ના ખૂલ્યો એટલે દરવાજાને બે ત્રણ લાતો ફટકારીને ચાલ્યો ગયો. એનાં મનમાં એક વિચાર આવ્યો અને મલકી જવાયું એણે તરતજ પાર્કીંગમાં જઇને પોતાની કારની ડેકીમાંથી થોડાં પેકેટસ કાઢી લીધાં અને ત્વરાથી ભૂપેન્દ્રની કાર હતી ત્યાં જઇને એની ડેકી ખોલી એમાં મૂકી દીધા. ખૂબ દારૂ પીવાથી અને રણજીતનાં મારથી ભૂપેન્દ્ર એની કારમાં બેભાન જેવો પડેલો. હવે એણે કણસવાનું ચાલુ કર્યું.

ભૂપેન્દ્ર થોડો સ્વસ્થ થયો પછી જોયું કે પોતાની કારમાં પાછળની સીટ પર એ પડ્યો છે. ચહેરા પર વાગેલું છે માથામાં હેંગઓવરની અસર છે. સંયુક્તા ક્યાંય દેખાતી નથી. ધીમે

ધીમે એને યાદ આવી ગયું કે શું થયુ હતું. સંયુક્તા સાથે વાતો. ડ્રીંક લીધું. શરીર સુખ માણ્યું અને પછી ઊંઘ આવી ગયેલી. ઉઠીને સંયુક્તા મૂકવા આવતી હતી અને રણજીતે એને ગાળો આપીને માર્યું હતું એને ધીમે ધીમે હોશ આવી રહી હતી અને તે પાછળથી આગળ સ્ટીયરીંગ સીટ પર આવીને બેઠો અને સામે પોલીસ આવીને ઊભી હતી.

ભૂપેન્દ્ર કંઇ સમજે બોલે એ પહેલાંજ પોલીસ ઇન્સપેક્ટર સિધ્ધાર્થે કહ્યું" બહાર નીકળ તારી અને તારી કારની તલાશી લેવાની છે. ભૂપેન્દ્રએ કહ્યું" કેમ મેં શું કર્યું છે ? એ આગળ બોલે પ્હેલાં ઇન્સપેક્ટર સિધ્ધાર્થે એનો કોલર પકડીને બહાર કાઢ્યો" એનાં મોઢાંમાથી દારૂની ગંદી વાસ આવતી હતી. આંખો નશાથી ભરપુર અને સૂજેલી હતી. ઇન્સપેક્ટરે કહ્યું" અરે તું તો સાવ પીધેલો છે ? રાજ્યમાં દારૂબંધી છે ખબર નથી ? અને દારૂ પીને પાછો ડ્રાઇવ કરે છે ? એણે એની સાથે આવેલા કોન્સ્ટેબલને કહ્યું ગાડીની તલાશી લો અને આને એરેસ્ટ કરો.

ભૂપેન્દ્રની સામેજ ગાડીની તલાશી લીધી તો ગાડીની ડેકીમાંથી અફીમ, ગાંજો અને ડ્રગ્સનાં પેકેટ મળી આવ્યા તો ઇન્સ્પેક્ટરે કહ્યું ઓકે તો તું કેરીયરનું કામ કરે છે ? તારાં આવાં ધંધા છે ? તું અહીં પેલેસ પાસે શું કરે છે ? આ બધુ સાંભળી જોઇને ભૂપેન્દ્રને ભર નશામાં આઘાત લાગ્યો આંખો ચકળવકળ થવા લાગી એને કાંઇ સમજાયુંજ નહીં. એણે અબ.અબ.. મેં કંઇ નથી કર્યું બોલવા લાગ્યો કંઇ સાંભળ્યા વિના ઇન્સપેક્ટર સિધ્ધાર્થે એને એરેસ્ટ કર્યો અને જેલનાં સળીયા પાછળ ઘકેલી દીધો. આજ ક્ષણથી ભૂપેન્દ્રનો ગુનાની દુનિયામાં પ્રવેશ થઇ ગયો.

**********

વિરાટ અને સાગર બંન્ને વાતો કરી રહ્યાં હતાં અને પ્રો.મધોકે બંન્ને ને પોતાની ચેમ્બરમાં બોલાવ્યા. વિરાટે કહ્યું "સર કંઇ ખાસ વાત છે ? પ્રો.મધોકે કહ્યું" હા ખાસ છે અને થોડી ચિંતાજનક પણ છે. વિરાટે પૂછ્યું ઓહ એવું શું થઇ ગયું છે પ્રો.મધોકે થોડા દુઃખી સ્વરે કહ્યું" આપણાં ગ્રુપનો એક મેમ્બરની ફરિયાદ છે કે... એમ કહી અટક્યાં. વિરાટે કહ્યું કહોને સર કોણ છે ? પ્રો.મધોકે કહ્યું "આ મેમ્બરે આજ સુધી ખૂબજ ખંત અને વફાદારી પૂર્વક કામકર્યું છે. એનાં પુરાવા પણ છે પણ મને એની ખબર મળી છે કે એ સાથે સાથે બીજાનો પણ વફાદાર છે એ આપણાં ગ્રુપ માટે સારાં સમાચાર નથી.

વિરાટની ધીરજ ઘૂટી ગઇ એણે કહ્યું" સર નામ કહોજો કોણ છે ? પ્રો. મધોકે કહ્યું, અક્ષય વિરાટ તો બેઘડી વિચારમાં પડી ગયો. એનાં માનવામાં જ નહોતું આવી રહ્યું એ બસ પ્રો.મધોક સામે જોઇ રહ્યો એને થયું અક્ષય કેવી રીતે હોય શકે ? પ્રો.મધોકે કહ્યું એ આપણી સંસ્થાને તો વફાદાર છેજ પરંતુ એ રણજીત ગાયકવાડને વધુ વફાદાર છે. મને સમજાતું નથી શું કરવું ? સાગરે તરત જ વચમાં બોલતાં કહ્યું સર આપણા સુધી આ માહિતી આવી ગઇ છે એ સારું થયું પરંતુ હવે આનો આપણે ઉપયોગ કરીશું.

વિરાટે સાગરની સામે જોયું. પ્રો.મધોકે પણ સાગર તરફ જોયું. સાગરે કહ્યું" એને જાણ થયા વિના એની પાસે એવા કામ કરાવો કે એ જાતેજ ફસાઇ જાય અથવા આપણને ઘણી વાતોની જાણ થાય. વાંધો ના હોય તો એ કામ અમને સોંપો વિરાટે કહ્યું અમને એટલે આપણે બેજ સાગરે કહ્યું હા... વિરાટભાઇ મેં તમને મારા બાઇક પાછળ લગાવેલ કાગળ બતાવેલો એ અક્ષર કદાચ અક્ષયનાં જ હતાં. અને હું અહીં દાખલ થયો એ પહેલાં મેં આ અક્ષર અમીની નોટમાં જોયાં હતાં. વિરાટે કહ્યું "હાં મને અક્ષર જોઇ ખ્યાલ આવી ગયેલો પરંતુ હું કન્ફર્મ કરવા માંગતો હતો. પણ આજે બોસે કહી દીધું એટલે કન્ફર્મ જ થઇ ગયું.

વિરાટે કહ્યું "પણ સર અક્ષયે શું કર્યું છે એ તો જણાવો. પ્રો.મધોકે કહ્યું મારી પાસે પાકું તારણ આવે એટલે જણાવીશ થોડી ધીરજ રાખો અને અક્ષય થી સાવધ રહેજો.

******

ઇન્સપેક્ટર સિધ્ધાર્થે ભૂપેન્દ્રને એરેસ્ટ કરી એની સાથે મળેલા ડ્રગ્સ અફીમનાં મુદ્દા માલ અને મેડીકલ રીપોર્ટમાં એણે દારૂનું ખૂબ સેવન કરેલું આવ્યું. આ બધાં પુરાવાનાં કારણે એને સજા નક્કી જ હતી. એને કોર્ટમાં હાજર કરી કેસ ચાલુ થયો એણે ડ્રગ્સ અફીમ અંગે કંઇ જ જાણતો નથી એવું ફાલતુ ગાયા કર્યું પરંતુ પોલીસે એવી રજૂઆત કરી કે અમને 3 દિવસ રીમાન્ડ આપો આ એક આખી ડ્રગસ્ની ચેઇન ચાલી રહી છે અને આખા ભારત તથા બહારનાં દેશોમાંથી એની આવન જાવન ચાલુ છે. આ માણસની પાસેથી વધુ વિગતો કઢાવાની જરૂરી છે. નામદાર કોર્ટે રીમાન્ડ મંજૂર કર્યો અને ખાતાકિય તપાસ અને કાર્યવાહી પછી ફરીથી કોર્ટમાં રજૂ કરવા માટે આદેશ આપ્યો.

ભૂપેન્દ્ર કોર્ટમાં ચીસો પાડવા લાગ્યો કે નામદાર જ્જ સાહેબ મેં ફક્ત દારૂ પીધો હતો એ જ ગુનો. મારી ગાડીમાંથી આ બધાં નશીલા દ્રવ્યો કેવી રીતે આવ્યા મને નથી ખબર હું નિર્દોશ છું મને ફસાવવામાં આવી રહ્યો છે. કોઇ મોટું માથું જે મારો દુશ્મન છે એ મને ફસાવી રહ્યો છે મે જીંદગીમાં ડ્રગ્સ જોયું નથી લીધું નથી એનાં વિષે હું કંઇ જાણતો નથી. મેં દારૂ પીધેલો મારી ભૂલ થઇ ગઇ અને હું તો દારૂ......... અને પછી બોલતો અટકી ગયો. જ્જે કહ્યું શું દારૂ ? કેમ અટકી ગયો ? દારૂ ક્યાંથી પીધો ? ક્યાંથી લાવ્યો ? તારા આવા ધંધાને કારણે જ તું ફસાયો છે.

ભૂપેન્દ્રએ કહ્યું અત્યારે મને કંઇ યાદ નથી પણ મારા એક મિત્ર સાથે હું હતો અમે બંન્નેએ દારૂ પીધેલો પછી મને મારી ગાડીમાં કોણ મૂકી ગયું મને કંઇ ખબર નથી જ્જ સાહેબ મને માફ કરો. ફરીથી ક્યારેય દારૂ નહીં પીઊં અને આ ચરસ, ગાંજા, અફીમ આ બધું મને કંઇજ ખબર નથી તમે મારી કારમાં તપાસ કરાવો ફીંગર પ્રીન્ટ લેવડાવો એમાં મારી ક્યાંય નહીં હોય જરૂર કોઇની સાઝીશ છે મને ફસાવવામાં આવી રહ્યો છે. નામદાર સરકાર મારાં પર રહેમ કરો સાચી તપાસ કરાવીને ન્યાય કરો. મેં દારૂજ પીધો છે. બીજો કોઇ ગુનો નથી કર્યો મારી અરજ છે કે ફીંગર પ્રીન્ટ સ્પેશીયાલીસ્ટ પાસે તપાસ કરાવાયા.

જજે સખ્તાઇથી ભૂપેન્દ્રને કહ્યું " અમને ખબર છે કેવી રીતે તપાસ કરાવવી. તું તારી રીતે તારી જુબાની આપ બાકીની તપાસ પોલીસ કરાવીને અંહી રીપોર્ટ આવશે એમ કરીને 3 દિવસનાં રીમાન્ડ મંજૂર કર્યા અને પોલીસને આખી કારની સૂક્ષ્મ થી સૂક્ષ્મ તપાસ કરાવવા આદેશ આપ્યો.

**********

સંયુક્તાએ ડ્રીંક લીધેલું એણે રણજીતને જોઇને રૂમમાં દોડી આવી હતી અને રૂમ લોક કરીને બેડપર પડતું મૂક્યું હતું. એને હવે બીક હતી કે રણજીત ભૂપીને છોડશે નહીં એને મારી સાથે પણ ખૂબ ઝઘડો થવાનો નક્કી છે એ શરાબનાં નશામાં અને પછી થાક અને ચિંતાના દબાણમાં ઘસઘસાટ સૂઇ ગઇ.

બીજા દિવસે સવારે સંયુક્તાની આંખો આછી ખૂલી. આંખો પર સખત ભાર હતો. છતાં ધીમે ધીમે ઉઠવા પ્રયત્ન કર્યો. ગઇકાલની ઘટનાઓ બધી આંખ સામે રીલની જેમ પસાર થઇ ગઇ. એ દુઃખતા કપાળે ઉબી થઇ બાથરૂમમાં જઇને મોં પર ઠંડા પાણીની છાલકો મારી ફ્રેશ થવા પ્રયત્ન કર્યો અને અરીસામાં પોતાનું કપાળ જોયું તેમાં જમણી બાજુ ખૂબ લાલ લાલ ઢિમડું થઇ ગયું હતું હળવો સ્પર્શ કર્યો અને દુઃખાવાથી આહ નીકળી ગઇ. એને યાદ આવ્યું કે ભાઇ આવ્યો પછી એ દોડી આવતી હતી. ત્યારે એના રૂમમાં બારણે માથું ભટકાયેલું એનું ઢીમડું હતું એ કણસતા અવાજે રૂમમાં આવી.

એણે ફોન કરીને મહારાજ પાસે ચા-નાસ્તો દૂધ અને આજનું છાપું મંગાવ્યું અને ફોનમાં પૂછ્યું ભાઇ ત્યાં છે ? તો મહારાજે કહ્યું એ સવારથી બહાર નીકળી ગયાં છે. સંયુક્તાએ થોડીક હાંશ અનુભવી અને બાલ્કનીમાં જઇ બેઠી અને ચા-નાસ્તાની રાહ જોવા લાગી.

મહારાજ આવીને ચા-નાસ્તો છાપુ મોટી ટ્રેમાં મૂકી ગયાં અને પછી સંયુક્તાની સામે જોઇ કહ્યું બેટી, પાપાનો ફોન હતો. તમે સૂઈ ગયા હશો તમારો મોબાઇલ બંધ આવતો હતો. મેં કહ્યું સૂઇ ગયા લાગે. એમણે કહ્યું છે તમે ઉઠો ત્યારે મેસેજ આપવા. તમે વાત કરી લેજો. અને આ તમને કપાળે શું વાગ્યું ? દવા લાવી આપું ? સંયુક્તાએ થોડી ચીઢ સાથે કહ્યું "કંઇ નહી મહારાજ એતો બારણે થોડું ..... પછી કહ્યું હું વાત કરી લઊં છું. તમે જાવ અને મારી રસોઈ ના બનાવશો હું પરવારીને બહાર જઊં છું. બહાર જમી લઇશ. મહારાજ ગયા અને રૂમનો દરવાજો બંધ કર્યો.

ચા પીતાં પીતાં સંયુક્તાએ છાપાની હેડલાઇન્સ પર નજર કરી. બધુ એનું એજ હતું પછી નીચેની કોલમમાં વાંચ્યુ કે શહેરમાં નામચીન ડ્રગ સપ્લાયર દારૂ પીધેલી હાલતમાં એરેસ્ટ પોલીસ બધુ તપાસ કરી રહી છે. હાલ રીમાન્ડ પર છે આરોપી અને ભૂપેન્દ્ર ઉર્ફે ભૂરો એવું ટાઇટલ વાંચી એની આંખો પ્હોળી થઇ ગઇ. હાથમાંથી ચા બાજુમાં મૂકી અને સમાચાર વિગતવાર વાંચવા લાગી. એને શું ભૂપી ડ્રગ્સમાં ક્યાંથી ફસાયો ? આ બધું શું છે ? એ તો મારી સાથે હતો ? આવું બધું કેવી રીતે થયું ? એને સમજતાં વાર ના લાગી કે આ બધુંજ ભાઇએ કરાવ્યું છે. એણે ફટાફટ ચા પુરી કરીને ન્હાવા જતી રહી.

ન્હાઇને કપડા બદલીને સંયુક્તા સીધીજ પોલીસ સ્ટેશન જવા માટે તૈયાર થઇ ગઇ પછી અટકી કે હું ક્યા મોઢે જઊં બધાં મને સવાલ કરશે ? એ અટકી અને એણે ભાઇને ફોન કર્યો "રણજીતે સંયુક્તાનું નામ વાંચી ફોન ઊંચક્યો અને બોલ્યો "બોલ બહેના શું વાત છે ? સંયુક્તાએ કહ્યું તમારે બનવાની જરૂર નથી તમે ભૂપેન્દ્ર સાથે શેનું વેર લો છો એ મારી સાથે હતો અને મારો એટલોજ વાંક છે મને પણ સજા આપો. અને આ ડ્રગ્સ ચરસ બધુ શું છે ? એ તો ક્યારેય લેતો નથી નથી એમાં પડતો તમેજ ફસાવ્યો છે ને એને ?

રણજીતે કહ્યું " સંયુક્તા તને દુનિયાદારીની ફરક હજી ખબર નથી. એણે સિંહની બોડમાં હાથ નાંખ્યો છે એની તો જીંદગી હવે ધૂળધાણી થઇ ગઇ છે તું એનું નામ લેવાનું બૂલીજા અને એ હવે ક્યારેય જેલની બહાર નહી આવે એની મે પાકી વ્યવસ્થા કરી દીધી છે અને તું.... રાજકુંવરી છે તું તારી જાતને કોની સાથે જોડે છે ? તને તારાં કૂળ કુટુંબની કંઇ પડી છે કે નહીં ? તુ આજ ઘડીથી એને મનમાંથી કાઢી નાંખજે આપણી ઇજ્જત આબરૃ મારાં માટે પહેલાં છે એનાં માટે હું કંઇ પણ કરી શકું છું એ ધ્યાન રાખજે. એમ કહીને રણજીતે ફોન મૂક્યો. સંયુક્તા વિચારમાં પડી ગઇ.

**********

સંયુક્તાને જુનૂ બધુ યાદ આવી રહેલું મિત્રમાંથી ધીમે ધીમે એ ભૂરાનું ચિત્ર ભૂસી રહી હતી પરંતુ એને ભૂપી સાથે વિતાવેલો સમય યાદ આવી રહેલો. ભૂપેન્દ્રની ભૂરી ભુરી આંખો એને આકાશ જેવી ચમકતી અને એની પાછળ મોહિત થઈને પાગલ કરી. પરંતુ ભૂપેન્દ્ર ઉર્ફે ભૂરાની અવદશા થયા પછી એણે પોતાનું મન બીજે વાળવા પ્રયત્ન કર્યો હતો. એ હવે નૃત્ય અને ગીત સંગીતમાં પોતાની જાતને ડુબાડી રહી હતી. એનાંથી એને શાંતિ મળી રહી હતી. માં હવે કહ્યા કરતી હતી કે સંયુક્તા તારાં માટે રાજઘરાનાનાં માંગા આવે છે તું હવે જોવાનું ચાલું કર પછી વધુ ઊંમર થઇ ગયાં પછી મુશ્કેલી પડશે. જોધપુરનાં કુંવરનું માંગુ આવ્યું છે એ હાલ લંડનમાં છે અહીં આવે ત્યારે તારી સાથે મુલાકાત ગોઠવવાની છે. સંયુક્તાએ કંઇ જવાબ નહોતો આપ્યો. માં એની મૂંક સંમતિ સમજીને ચાલ્યાં ગયાં હતા.

સંયુક્તાને થયું મારું ભૂપેન્દ્ર સાથે ભવિષ્ય નથી ? એની સાથે કેમ આવું થયું ? આમતો એની આવી સ્થિતિ માટે હું જ જવાબદાર છું. મારા પ્રેમમાં પડ્યો અને ભાઇએ એને ફસાવી દીધો એને થોડાં શોખ હતાં પણ....... કેવો હતો.... અને એણે નિસાસો નાંખ્યો. એને થયું હું કેમ એવાનાં પ્રેમમાં પડી કે એનું હવે કોઇ ભવિષ્ય જ નથી. અને એણે બધી વાતો અને યાદો વિસારે પાડીને ફોન જોડ્યો.........

*************

"હાય સીમા તું ક્યાં ખોવાઇ ગઇ છે ? સાગરે સીમાને ફોન કરીને કહ્યું "સીમાએ કહ્યું હું નહીં તમે ખોવાઇ ગયા છો ? અત્યારે જ સંયુક્તાનો ફોન હતો કે તમે લોકો આવો તો પછી કાર્યક્રમની રૂપરેખા નક્કી થાય તો આપણે ક્યારે જવું છે નક્કી કરવા ? તમે કહો એટલે હું ફોન કરી દઊં.

સાગરે કહ્યું આમ તમે તમે ના કર અને હા આ કાર્યક્રમ નક્કી કરવા માટે મારાં ઘરેજ ભેગા થઇએ. એનાં પેલેસ પર નથી જવું. સંયુક્તા અને તું બન્ને કલાક પછી અહીં આપણાં ઘરે આવી જાવ. પૂછી લે અને શું કન્ફર્મ થાય છે એ મને કહીદે હું મંમીના કામે બહાર નીકળેલ છું હવે ઘરે જ પહોચું છું એટલે તું સંયુક્તાના સાથે વાત કરીને મને જણાવ એ પ્રમાણે આપણે નક્કી કરીને મળીએ.

સાગર ઘરે પહોંચયોં અને સીમાનો ફોન આવી ગયો. સંયુક્તાએ કહ્યું “અમે આવ્યે છે તારાં ઘરે એ પહેલાં મને મારાં ઘરે લેવા આવશે પછી અમે બંન્ને તારાં ઘરે આવીએ છીએ. સાગરે ખુશ થતાં કહ્યું "ભલે આવો હું રાહ જોઊં છું." ,સાગરે ઉપર જઇને બેડરૂમમાં સરખી બેસવાની વ્યવસ્થા કરી અને બાલ્કની ખોલી નાંખી. રામુકાકાને મહેમાન આવે પછી સરસ ચા-નાસ્તો લાવવા સૂચના આપી દીધી.

થોડાં સમય બાદ સંયુક્તાની ગાડી સાગરનાં ઘરનાં કમ્પાઉન્ડમાં પાર્ક થઇ ને સંયુક્તા અને સીમા સાગરનાં ઘરમાં આવ્યાં. કૌશલ્યા બહેને બંન્નેને આવકાર્યો અને હસ્તાં હસ્તાં કહ્યું "સીમા બેટાં આવ સાગર ઉપર રાહજ જુએ છે અને સરસ કાર્યક્રમ ગોઠવજો કહી હસ્તાં હસ્તાં જતાં રહ્યાં.

સંયુક્તા અને સીમા ઉપલા માળે સાગરનાં રૂમમાં આવ્યા. સીમા માટે કંઇ નવું નહોતું, સંયુક્તાએ પ્રથમ વાર પગ મૂકેલો કૂતૂહૂલ અને આનંદ સાથે એણે રૂમમાં પ્રવેશ કર્યો સુઘડ અને સાદો હોવા છતાં એનો રૂમ ખૂબજ સુંદર હતો. હકારાત્મક ઊર્જા ભરપુર હતી. સંયુક્તાએ સીમાને ધીમા અવાજે ક્હ્યું "તું નસીબદાર છે બધુ તારું અવવલ છે પસંદગી અને કીધું કોન્ગ્રેચ્યુલશન સીમાએ હસતાં હસતાં કહ્યું થેક્યું. સંયુક્તાની આંખમાં થોડી ઈર્ષા પ્રજવળી ગઇ....

**********

પ્રો. મોધેકે વધુ તપાસ કરાવી અક્ષય અંગે પણ હજી પૂરી માહિતી મળી નહોતી. ત્યાં રણજીતે અક્ષયને ફોન કરીને કહ્યું "તારી માહિતી પાકી છે ને ? અક્ષયે કહ્યું "હાં હાં એકદમ પાકી છે. મેં કેટલાય સમયથી સાગરનો પીછો કરેલો એ સીમાનાં પ્રેમમાં છે. અમી સાથે હું હોઉ છું એનાં તરફથી એવો જ ઇશારો હતો. મેં એની બાઇક પાછળ ચેતવવા કાગળ ચોંટાડેલો એ ચીફની ઓફીસમાં પેલાં પહેલવાન પાસે છે મારે થોડું સાવધ રહેવું પડશે. રણજીતે કહ્યું "તને તારું ઇનામ મળી જશે તું ક્યાં કોઇ દેશવિરોધી કામ કરે છે ? ચિંતા ના કર, પણ હવે મારો શિકાર......... કંઇ નહીં ચલ પછી વાત કરશું કહી ફોન મૂક્યો.

પ્રકરણ-11

સમાપ્ત વધુ આવતાં અંકે....