Kismat connection - 21 in Gujarati Love Stories by Rupen Patel books and stories PDF | કિસ્મત કનેકશન, પ્રકરણ- ૨૧

Featured Books
  • ભીતરમન - 58

    અમારો આખો પરિવાર પોતપોતાના રૂમમાં ઊંઘવા માટે જતો રહ્યો હતો....

  • ખજાનો - 86

    " હા, તેને જોઈ શકાય છે. સામાન્ય રીતે રેડ કોલંબસ મંકી માનવ જા...

  • ફરે તે ફરફરે - 41

      "આજ ફિર જીનેકી તમન્ના હૈ ,આજ ફિર મરનેકા ઇરાદા હૈ "ખબર...

  • ભાગવત રહસ્ય - 119

    ભાગવત રહસ્ય-૧૧૯   વીરભદ્ર દક્ષના યજ્ઞ સ્થાને આવ્યો છે. મોટો...

  • પ્રેમ થાય કે કરાય? ભાગ - 21

    સગાઈ"મમ્મી હું મારા મિત્રો સાથે મોલમાં જાવ છું. તારે કંઈ લાવ...

Categories
Share

કિસ્મત કનેકશન, પ્રકરણ- ૨૧

આ નવલકથાના તમામ પાત્રો, નામ, ઘટનાઓ, સ્થળો કાલ્પનિક છે.
પ્રકરણ ૨૧
નીકી ફ્રેશ થઇને આવી અને કોલેજની તેની ફ્રેન્ડની વાતો કરવા લાગી. કોલેજ એન્યુઅલ ડે ના સેલીબ્રેશનની વાતો પણ કરી. તેની મમ્મી શાંત ચિત્તે તેની વાતો સાંભળતી હતી. નીકી બધી વાતો કરતી હતી પણ કયાંય વિશ્વાસની વાત કે તેનું નામ પણ ના લીધુ તેની નોંધ તેની મમ્મીએ બરોબર લીધી. તેની મમ્મીના મનમાં વિશ્વાસ માટે થઇને કંઇક શંકા હતી એટલે તેમણે નીકીને વાત કરતી અટકાવી કહ્યું, "બસ બેટા તે બહુ વાતો કરી. પણ જે કરવાની હતી તે જ ના કરી."
"અરે મમ્મી! બધુ કહુ છુ. તું શાંતિથી સાંભળ."
મા દિકરીની વાત ચાલતી હતી ત્યાં લેન્ડ લાઇન નંબર પર ફોન આવતા નીકી વાત કરતા અટકી અને તેની મમ્મીએ ફોન રીસીવ કર્યો. ફોન પર સામે નીકીના માસી હતા અને ઘણા દિવસે ફોન આવ્યો હોવાથી તેની મમ્મી ફોન પર વાતો કરવામાં હતી.
નીકીની મમ્મીએ ફોન પુરો કરીને જોયુ તો નીકી બેડરુમમાં જઇ સુઇ ગઇ હતી. તેને સુતા જોઇ પહેલા વિચાર્યું કે નીકી થાકીને સુઇ ગઇ હશે પણ મનમાં  શંકા હતી કે મારી દીકરી પરિસ્થિતિથી કંટાળીને સુઇ ગઇ લાગે છે.
નીકી બપોરે તેની જાતે ઉઠી અને ટીવી જોવા બેસી ગઇ. ઘરમાં સતત બોલ બોલ કરતી નીકી આજે શાંત હતી. તેની મમ્મીએ પણ હમણાં કંઇ ન પુછવાનું નકકી કરી લીધુ. લંચ માટે મા દિકરી ડાઇનીંગ ટેબલ પર બેઠા પણ નીકી હજુય શાંત જ હતી. તેની મમ્મીએ તેની માસી સાથે થયેલ વાતો કરી અને નીકીએ જમતા જમતા કંઇ જ બોલ્યા વગર માત્ર માથુ હલાવી રીસપોન્સ આપ્યો.
નીકી જમીને ફરી સુઇ ગઇ. સાંજે તેની મમ્મી તેનું માઇન્ડ ફ્રેશ કરવાના બહાને માર્કેટમાં લઇ ગઇ. માર્કેટમાં ફરીને નીકીને સારુ લાગ્યુ અને થોડી વાતચીત તેની મમ્મી સાથે કરી. નીકીએ ઘરે આવીને તેની મમ્મીને કહ્યુ, "મમ્મી આજનું ડીનર હું બનાવીશ. તું સોફા પર આરામ કર."
"બેટા, તુ થાકી ગઇ હશે. રહેવા દે..."
"મમ્મી તું રહેવા દે. મને બહુ દિવસે મન થયું છે રસોઇ બનાવાનું તો બનાવા દે." નીકી તેની મમ્મીની વાત અટકાવીને બોલી.
તેની મમ્મી નીકીના બદલાયેલા મુડથી ખુશ હતી એટલે તેની વાત માનીને બોલ્યા, "બેટા, મારી જરુર પડે તો બોલાવજે."
નીકીએ ઉત્સાહથી તેના પપ્પાની ફેવરીટ રેસીપી જમવા માટે બનાવાની શરુઆત કરી. તેના પપ્પા ઘરે આવ્યા અને તરત નીકીની મમ્મીની સામે જોઇને બોલ્યા, " અરે આ શું? નીકી રસોડામાં ને તું આમ સોફામાં આરામ ફરમાવે છે."
"નીકીનો ઓર્ડર છે, રસોઇ તે બનાવશે. મારે .." નીકી તરફ ઇશારો કરતા સરલા બેન બોલ્યા.
"પપ્પા તમે મમ્મીને કંઇ ના બોલશો. મેં જ કહ્યુ છે અને તમે પણ જલ્દીથી ફ્રેશ થઇને ડાઇનીંગ ટેબલ પર આવી જાવ. ડીનરમાં આજે તમારી ફેવરીટ રેસીપી છે."
નીકી અને તેના મમ્મી પપ્પા ડાઇનીંગ ટેબલ પર ડીનર જમવા ગોઠવાઇ જાય છે. નીકીના પપ્પા તેમની ફેવરીટ રેસીપી જોઇને ખુશ થઇને બોલી ઉઠ્યા છે, "વાહ! શું વાત છે. આજે તો મોજ આવી જશે જમવામાં."
"પપ્પા વાતો પછી, પહેલા ટેસ્ટ કરો અને જમી લો."
નીકીના મમ્મી પપ્પા તેની બનાવેલી રેસીપીના વખાણ કરતા કરતા જમવાનું પુરુ કરીને બોલ્યા, " આજે ઘણા દિવસે નીકી તારા આવવાથી ઘરનું વાતાવરણ ખુશનુમા બન્યું. "
"ચિંતા ના કરો, હવે ઘરનું વાતાવરણ ખુશનુમા જ રહેશે. હું છું ને તમારા બંને સાથે." નીકી તેના મમ્મી પપ્પાનો હાથ પકડીને કહે છે.
*          *          *          *          *         *        *
મોનાબેન એકઝામ પુરી થયા પછી પણ વિશ્વાસનો ફોન ન આવતા તેના પપ્પા સાથે ચર્ચા કરતા હોય છે. ઘડીયાળમાં ટાઇમ જોવે છે, મનોમન વિચારે છે કે હજુ વિશ્વાસ જાગતો જ હશે અને તેને ફોન કરે છે,"હેલ્લો બેટા, શું કરે છે? "
"બસ કંઇ ખાસ નહીં. પણ આમ આટલી મોડી રાતે કેમ ફોન કર્યો મમ્મી? "
"તારી યાદ આવી એટલે. અને એકઝામ પતી તોય તું ત્યાં શું કરે છે? "
"હું મમ્મી ..માસ્ટર માટેની ઇન્કવાયરી કરવા રોકાયો છું."
વિશ્વાસની મમ્મી ગુસ્સે થઇને બોલી, "હજુ એકઝામ હમણાંજ પુરી થઇ છે, રીઝલ્ટ નથી આવ્યુ અને તું માસ્ટર ડીગ્રી માટેની ઇન્કવાયરી કરે છે. તને ઘર, મા બાપ તો યાદ જ નહીં આવતા હોય ને."
"એવું નથી મમ્મી પણ હું .."
"તારા જેવા કેટલા હોંશિયારો કોલેજ અને હોસ્ટેલ પર દેખાય છે."
"મારી બેચના કોઇ જ નથી પણ જુનિયર છે."
"તો નીકી પણ ઘરે આવી ગઇ હશે ને."
"હા એ પણ ઘરે જ હશે."
"જો તું પહેલા એકઝામમાં પાસ થઇશ કે કેમ તે ફાઇનલ નથી એટલે કાલે તું ઘરે આવી જજે. મારી અને તારા પપ્પાની ઇચ્છા છે કે કાલે તું ઘરે આવ."
"ઓ મમ્મી ...તું શું એકઝામમાં પાસ થઇશ કે કેમ ની વાત કરે છે."
"બસ વાત ફાઇનલ, કાલે તું ઘરે આવીશ. ગુડનાઇટ." વિશ્વાસની મમ્મીએ કડકાઈથી કહીને ફોન કટ કરી દીધો.
ફોન મુકીને મોનાબેન બોલ્યા, "આ છોકરો સીધી રીતે માને તેમ નથી."
"પણ તું આવી રીતે વાત કરીને તેને મેન્ટલી ..." વિશ્વાસના પપ્પા બોલ્યા.
"તે મેન્ટલી ફીટ જ રહેવાનો છે. તમને મારી વાત નહીં સમજાય."
વિશ્વાસ પણ તેની મમ્મીની વાત પર થોડો ગુસ્સે થઇ ગયો અને વિચારવા લાગ્યો. તેણે મોડીરાત સુધી પોતાની જાત સાથે વાર્તાલાપ કર્યો. તેણે વિચાર્યું કે મમ્મીને એવી તો શું ઉતાવળ આવી હશે કે મને આમ તાત્કાલિક ઘરે બોલાવે છે. નીકી ઘરે પહોંચીને પણ મમ્મીને મળી નથી, મમ્મીને તો નીકી ઘરે પહોંચી એ પણ મમ્મીને ખબર નથી. મમ્મીને એવું તો શું નવું કરવાનું હશે તો આમ ફોન પર મને ઘરે તાત્કાલિક આવવા પ્રેશર કરે છે. મારી વાત પણ પુરી સાંભળવા નથી માંગતી. વિશ્વાસ મનોમન બહુ બધુ વિચારતા વિચારતા સુઇ ગયો.
સવારે વહેલા ઉઠીને ઘરે સાથે લઇ જવાય તેટલો સામાન પેક કર્યો. તેની પાસે હોસ્ટેલ પર સ્ટડી મટીરીયલ્સ એટલુ બધુ હતુ કે એકવારમાં એ પોતે સાથે લઇને આવી શકે તેમ ન હતો. સ્ટડી મટીરીયલ અને અન્ય સામાન પેક કરતા તેને મનમાં કંઇક વિચાર આવ્યો અને મોબાઇલ લઇને કોલ કર્યો. એકવાર આખી રીંગ પુરી થઇ ગઇ તો પણ સામે કોઇએ કોલ રીસીવ ન કર્યો. થોડી મીનીટ વેઇટ કરીને તેણે ફરી કોલ કર્યો અને કોલ રીસીવ થતાં તરત જ ઉત્સાહભેર બોલ્યો,"ગુડ મોર્નિંગ.... નીકી."
"ગુડ મોર્નિંગ વિશ્વાસ બેટા." નીકીનો કોલ તેની મમ્મી રીસીવ કરતા બોલ્યા.
"ગુડ મોર્નિંગ આંટી."
"બોલ બેટા શું ચાલે છે? તારે મોર્નિંગ થઇ ગઇ પણ .."
"પણ ..પણ નીકીની મોર્નિંગ નથી થઇ. આંટી કોઇ વાંધો નહીં અેને આરામ કરવા દો, હું પછી ફોન કરીશ."
"હા બેટા, તું ઘરે આવી ગયો કે હજુ હોસ્ટેલ પર જ .."
"હા આંટી હું હોસ્ટેલ પર જ છું."
"પણ બેટા એકઝામ તો ઓવર થઇ ગઇ તો હજુ તું ત્યાં... એકલો ...કેમ...કયારે ઘરે આવવાનો છે ?"
વિશ્વાસ હસીને તરત બોલ્યો, "સેમ ટુ સેમ મારી મમ્મી જેવી જ વાત તમે કરો છો આંટી. ઘરે કયારે આવવાનો અને ત્યાં શું કરે છે .."
"બેટા, બધી મમ્મીઓને તેમના બાળકોની ચિંતા તો સરખી જ થાય પણ તને નહીં સમજાય."
"અરે આંટી એવું પણ નથી. મને થોડુ ઘણું સમજાયુ છે અને એટલે જ આજે અત્યારે જ ઘરે આવવા નીકળવાનો છું."
"સરસ બેટા."
"પણ લાગે છે કે મોડુ થશે."
"કેમ? વળી પાછુ શું થયું? "
"જુઓને આંટી નીકળતા નીકળતા સામાન પેક કરતા મને યાદ આવ્યુ કે નીકીનો કોઇ સામાન એની હોસ્ટેલ પર હોય તો હું સાથે લેતો આવું. કેમકે મારે ઘણો સામાન છે એટલે ફરી વખત મારો બીજો સામાન લેતો આવીશ. પણ ...પણ નીકી તો ઉઠી જ નથી એટલે તેના ઉઠવાની રાહ જોવી પડશે અને એની સાથે વાત કરીને પછી નીકળીશ એટલે મોડુ થશે."
"અરે બેટા! તું લેટ ના કરીશ નીકળવામાં. નીકી બધો સામાન લેતી આવી છે અને બાકી હશે તો નેકસ્ટ ટાઇમ તારી સાથે આવશે. તમે સાથે લેતા આવજો. પણ બેટા ..નીકી હોસ્ટેલથી નીકળી ત્યારે તારે વાત નહોતી થઇ." નીકીની મમ્મીએ તે બંને વચ્ચે શું અનબન થઇ છે તે જાણવા વિશ્વાસને સહજતાથી પુછ્યુ.
"ઓકે આંટી, નીકી બધો સામાન લેતી આવી છે તો તેના ઉઠવાની રાહ નથી જોતો અને એની સાથે ઘરે આવવા નીકળતા પહેલા વાત નથી થઇ. એ મારાથી નારાજ હતી એટલે .."
"કેમ ..કઇ વાત પર નારાજ"
"વાત તો એજ તમારી અને મમ્મીની. ઘરે આવવાની વાત પર તે નારાજ થઇ હતી. હું માસ્ટર કરવા માટેની ઇન્કવાયરી કરવા રહેવા માંગતો હતો અને તે આ વાત પર નારાજ થઇ હતી. એટલે એણે મને ફોન ના કર્યો અને હું પણ ભુલી ગયો. બીજું કંઇ નહીં."
"ઓકે. તો હવે તું લેટ ના કરીશ. નીકી ઉઠે એટલે કોલ કરાવીશ.બાય. ઘરે આવે એટલે અમારા ત્યાં આવજે."
"હા આંટી. બાય."
વિશ્વાસ સાથે વાત પુરી કરીને નીકીની મમ્મી તેને ઉઠાડવા રુમમાં જાય છે અને તેને પ્રેમથી ઉઠાડે છે. નીકી ઉઠતાની સાથે આરસ મરોડતા બોલે છે, "ગુડ મોર્નિંગ મમ્મી."
"ગુડ મોર્નિંગ બેટા. આ તારા મોબાઇલ પર ..."
"મોબાઇલ પર ..શું મમ્મી? " નીકી તેની મમ્મીના હાથમાં મોબાઇલ જોઇને પુછે છે.
"બેટા, વિશ્વાસનો કોલ આવ્યો હતો."
"શું કહેતો હતો? "
"બસ કંઇ નહીં. ચલ તું ફ્રેશ થઇને કિચનમાં આવ. ૧૦ વાગ્યા છે અને તારે હજુ ચા નાસ્તો ય બાકી છે." નીકીની મમ્મી વાત કરતા કરતા રસોડા બાજુ ગઇ. પણ તેની નજર નીકીના ચહેરાના એક્સપ્રેસન પર જ હતી.
"પણ તેણે ફોન કેમ કર્યો હતો મમ્મી? "
"તારી જોડે વાત કરવા પણ તું સુતી હતી એટલે મેં વાત કરી. તું જલ્દી બાથરુમમાં જા, વાતો પછી."
નીકી ફટાફટ બાથરુમમાં ગઇ. નીકીની મમ્મીને ખબર હતી કે નીકી બ્રશ કરી વિશ્વાસની વાત પુછવા કિચનમાં આવશે જ.
"મમ્મી, બોલ ને શું વાત કહેતો હતો વિશ્વાસ."
"નીકી તું પહેલા ફ્રેશ થઇ જા. પછી વાત કરીએ. અને વાત ...જે વાત મારે જાણવી હતી અને તારે જણાવી ન હતી તે વિશ્વાસ પાસેથી મને જાણવા મળી."
મમ્મીની વાત સાંભળી નીકળી કન્ફયુઝ થઇને બોલી, "શું ગોળગોળ વાત કરે છે, તું મમ્મી."
નીકીની મમ્મીએ તેને બાથરુમ તરફ ઇશારો કરી ત્યાં જવા કહ્યું. નીકી પગ પછાડી બોલી,"જઉં છું મમ્મી. પણ આવુ એટલે પહેલા મને શું વાત થઇ એ કહેવી પડશે."
પ્રકરણ ૨૧ પુર્ણ
પ્રકરણ ૨૨ માટે થોડી રાહ જુઓ અને જોડાયેલ રહેજો ...
આપના પ્રતિભાવ અને રેટિંગ પણ આપજો.
મારી અન્ય વાર્તા, લેખ અને નવલકથાની ઇ બુક પણ વાંચજો અને રીવ્યુ, કોમેન્ટસ આપજો.