એકદિવસ શકિત, એળે લીધેલા નવા કામની મિટીંગ માટે અને એ કામના પૈસા ભરવા માટે પ્રાઈવેટ ગાડી ભાડે કરી અમદાવાદ જતો હતો.શકિત જોડે એનો મિત્ર અલ્પેશ કે જે એના કામમાં પાર્ટનર હતો એ અને શકિતના માસી નો દિકરો જતીન અને જતીનનો દોસ્ત કેવલ.ચારે જણા ગાડીમાં બેસી અમદાવાદ જવા નિકળ્યા! રસ્તા ની હાઈવે હોટલ પર ચા-પાણી માટે ઉભા રહ્યા.ચા-પાણી કર્યા પછી ગાડી પાસે પહોચ્યા ને ત્યા અલ્પેશ બોલ્યો,"શકિત ગાડીના કાગળીયા જોડે લીધા છે ને?"
શકિત સામે જવાબ આપતા બોલ્યો,"મને નથી ખબર!"
અલ્પેશ ચીકણો માણસ હતો એને રકજક ચાલુ કરી,તો શકિતએ આખરે કંટાળીને ગાડીના માલિકને કોલ કર્યો અને શકિતએ કાગળીયા ની વાત કરી તો ગાડીના માલિકએ કહ્યુ,"શકિતભાઈ ગાડીના કાગળીયા ઓફિસમાં પડયા છે લઇ જાઓ!" શકિત કહે,"સારા કામ માટે જઈએ છીએ.હવે,કયાં પાછા ફરીએ?" આમે એ લોકો બહુ દુર પહોચી ચુક્યા હતા! પછી શકિત બોલ્યો,"પાછા નથી જઉં જે થાશે જોયુ જશે.અલ્પેશ કહે,"ઠીક છે!"
અમદાવાદ રાત્રે ત્રણ વાગ્યે પહોચી ગયા.ત્યા રૂમ લઇ બધાં સુઈ ગયા.શકિતને ઉંઘના આવી પુરી રાત! સવાર પડી! સૌ નાઈ-ધોઈ ફ્રેશ થઈ મીટીંગ મા જવા નીકળ્યા. શકિત સુતો ન્હોતો એટલે ગાડીમાં એને નિંદ્રા આવી ગઈ અને સુઈ ગ્યો! અડધે ગાડી પહોચી ત્યા ટ્રાફીક પોલીસ વાળાએ "જીજે ૧૨" ગાડીના નંબર જોઈ ગયા એટલે ગાડી રખાવી સાઇડમાં! ટ્રાફીક ના સાહેબે આવી કહ્યુ,"લાઇસન્સ લાવો." અમારા ડ્રાઈવરે લાઈસન્સ બતાવ્યું.પછી સાહેબ બોલ્યા,"કાગળીયા આપો."આમારા અડધુ મગજ ધરાવતા ડ્રાઈવરે સાહેબને ઉંચા અવાજે કીધું,"કાગળીયા નથી!"
સાહેબ બોલ્યા (ગુસ્સા માં),"રાખો ગાડી સાઇડમાં અને ઉતરો નીચે!"
શકિત ના મિત્રો ડરી ગયા હતા! શકિતને ઉઠાડયો અને કીધું,"સાહેબે ગાડી ઉભી રખાવી છે! સાહેબ ગાડી ડીટેઈન કરવાનુ કહે છે! શુ કરશું?" શકિત જાણે સામાન્ય વાત હોય એમ બોલ્યો,"શાંતિ રાખો!" શકિત આળસ મેડતો ગાડી નીચે ઉતર્યો.સાહેબ એને જોતા હતા અને બોલ્યા,"શુ કરવુ છે ભાઈ તને?"
શકિત બોલ્યો,"ઉભા તો રહો સાહેબ."
સાહેબ ડ્રાઇવરનુ લાઇસન્સ લઇ દુર ચાલ્યા ગયા.શકિતએ એનો જુનો ડબા જેવો ફોન કાઢી કાને રાખ્યો.શકિત સાહેબ સામે જોઈ કાને ફોન રાખી સાહેબને બતાવતો હતો કે,પોતે કોઈક મોટી વ્યકિતને કોલ કરતો હોય! સાહેબ પાંચ-પાંચ મિનીટે આવ જાવ કરી પુછે,"શુ કર્યુ ભાઈ!" અને શકિત એટલું જ બોલે,"સાહેબ,મોટા માણસો છે! કામમા હોય,વાર તો લાગે ને કોલ ઉપાડતા! સાહેબ એટલુ સાંભળી,ભલે બોલી ચાલ્યા જાય! શકિત ખરેખર કોઈ ને પણ કોલ કરતો જ નહોતો!
આમને આમ અડધો કલાક થયો.એજ ચાલુ રહ્યુ,સાહેબ આવે,પુછે અને શકિત એજ જવાબ આપે એટલે સાહેબ ચાલ્યા જાય. છેવટે બિચારા સાહેબ કંટાળીને શકિત પાસે આવીને કીધું,"ભાઇ,પચાસ રુપિયા ની પહોંચ બનાવી આપુ છું,મને પચાસ રુપિયા આપ અને ભાઇ, આગળ કોઈ સાહેબ ગાડી ઉભી રખાવે તો મને કોલ કરજે! દંડ ભરી શકિત અને એના મિત્રો ગાડી મા બેઠા હતા ને શકિતએ કરેલા કામ પર જોર જોરથી હસી પડ્યા!
કામ પતાવીને પાછા જતી વેળાએ એજ રોડ પર સાહેબ ઉભા હતા.શકિતએ એમને જોરથી બુમ પાડી હાથ ઉંચો કર્યો! સાહેબે દુર થી શકિતને હાથ જોડી કહ્યુ,"જા ભાઈ,અહીયા ભલે મળ્યો,ઉપર ના મળજે!
શકિત અને એના મિત્રો ફરી હસી પડયા અને પાછા વતન આવી ગયા!
"મહાદેવ સૌનું ભલું કરે" ॐ નમઃ શિવાય હર હર મહાદેવ