યાદોનાં ઝરુખે : ઉત્સાહી યાદવો ઉત્સવ નાં ઉદ્વેગમાં ઉજાણીનાં ઉમંગની ઉજવણી માટે ચાલ્યા!!
અનેં અચાનક થી એમનો આનંદ આક્રોશમાં ફેલાયો!!
આજની સુંદર સવારે :
માધવનાં આયોજન કદી આસાન નથી હોતાં
એમાં એમનું હ્દય રડે છે ત્યારે જ સૌનાં અહંકાર તૂટે છે.
આપણેં મનુષ્યો કેટલાં સ્વાર્થી છે કેમ? આપણાં માટે રડી રહેલાં માધવનેં આપણેં આપણી નરી આંખથી કદી નિહાળી શકતાં નથી, પણ, આપણાં દુ:ખમાં માધવ આપણાં પર હસી રહ્યાં છે આવું હંમેશાં વિચારતાં હોઈએ છીએ.
યાદવોની ઉજાણી સુખરૂપ આયોજનબધ્ધ શરુ થઈ તો જાય છે. તેમની ગમતી વસ્તુઓ માંસ, મદીરાપાન બધાંનો પ્રબંધ ત્યાં
કરવામાં આવ્યો છે.
પણ, આ શું ????અચાનક થી સોમનાથ ક્ષેત્ર નાં એ જંગલોમાં અનોખાં, ડરામણાં અવાજો અનેં ચીસો સંભળાવા લાગી. એક વૃક્ષનાં ઓથે ઉભેલા માધવનેં તો આ બધું આંસુઓનાં સાથમાં એકલાં એકલાં માત્ર લાચાર બની નેં નિહાળવાનું જ હતું.
કોણ કરી શકે આવુ? જે માધવનેં કરવું પડે છે. છતાં એનેં કંઈ પણ બોલતાં આપણેં વિચારતાં નથી.
ઉજાણીમાં ભોજન ખૂટી પડ્યાંની બાબતમાં અંદરોઅંદર યાદવો ઝઘડવા લાગ્યાં. એકબીજા પાસે ભોજનની ખેંચાખેંચ થઈ ગઈ. મદીરાનાં ફુવારા ઉડ્યાં.
ઝઘડાની શરૂઆતે હવે મારામારી નું સ્વરૂપ લીધું. ઉજાણીનાં સ્થળ પર ઊગેલા એરકા ઘાસનાં હથિયારોથી યાદવાસ્થળી ની શરુઆત થઈ.
અંદરોઅંદર બધાં યાદવો એકબીજા નેં મારવા લાગ્યા, વાળ ખેંચવા લાગ્યા, કરડવા નેં બચકા ભરવા લાગ્યા
દ્વારિકાનાં અનેં સોમનાથ નાં દરિયા કિનારે અનર્થ થયો, યાદવોનાં લોહીની નદીઓ વહી.
એરકા ઘાસનાં હથિયાર પણ ઓછાં પડી જતાં, ખાવા નાં વાસણો લઈ યાદવો એકબીજા નાં જીવ લેવાં લાગ્યાં.
લાચાર માધવનાં આંસુડા વહે છે!!
એક એક યાદવ માંસમદિરા માટે લડે છે!!!
માધવ હ્રદયદ્રાવક આ ઘટના ને દુ:ખી થઈ નિહાળી રહ્યાં હતાં. મોટાં ભાગનાં યાદવો આમ જ મૃત્યું પામ્યાં હતાં. પણ, હજી પણ, મુઠ્ઠીભર યાદવો મરવાનાં બાકી હતાં.
હવે, માધવની સહનશીલતા પૂરી થવા આવી હતી. એમનાંથી આ જોવાનું મુશ્કેલ થઈ રહ્યું હતું.
એકસાથે મુઠ્ઠીભર એરકાઘાસ માધવે હાથમાં લીધું જેનું મુશળ બન્યું અનેં મુઠ્ઠીભર યાદવો પર ફેંક્યું. એકસાથે જ એક જ ઘા એ બાકી વધેલાં બધાં યાદવો નો સંહાર કરી એ લોકોને વધારે પીડા માંથી મુક્ત કર્યા. અનેં માધવ નાં હાથનો સંહાર મોક્ષમાં પરિણમ્યો.
સર્વ યાદવો નેં તો મોક્ષ તો મળ્યો પણ, માધવ હારી ગયા, તૂટી ગયા, ભાંગી પડ્યાં, થાકી ગયાં, ઢળી પડ્યાં, ભાન ભૂલ્યાં, અનેં વસ્ત્રો અસ્તવ્યસ્ત થયાં, મોરપીંછ પડી ગયું. અનેં મારાં માધવ એકલાંઅટૂલાં આટલું બધું સહન કરીનેં પણ, વાળની સફેદી સાથે જરાનાં તીર વાગવાની જાણે રાહ જોઈને બેઠાં છે.
મુઠ્ઠીભર યાદવો માટે મુઠ્ઠીભર એરકાઘાસ નું મુશળ ફેંકાયું,યાદવો એક સાથે ધરતી પર ઢળી પડ્યાં અનેં યાદવાસ્થળી સમાપ્ત થઈ, માધવનાં કૃષ્ણાવતાર ની અંતિમ લીલા આટોપાઈ અનેં ગૌલોકગમન નો, રાધા-મિલન નો સમય નજીક આવ્યો.
એકસોપચ્ચીસ વર્ષનાં આયુષ્યની ધૂપછાંવ નિહાળતાં માધવ જરા(પારધી નું નામ) નાં બાણથી ઘાયલ થયાં. આમ, કરી જરા નેં પણ મોક્ષદાન કર્યુ.
રાધાનેં વૃજ માં છોડીને આવેલાં માધવ, ગોપીઓની ભક્તિનેં હૈયામાં સમાવી નેં જીવી ગયાં!!
સખા બની પાર્થને "ગીતાજ્ઞાન" આપ્યું ,અનેં હસ્તિનાપુર પાંડવોને સોંપ્યું!!!
પણ, સખી ની મિત્રતા નેં માણવા નેં મળવાનું તથા સમજવાનું અનેં અનુભવવા નું તો બાકી જ હતું!!
સમય જ નહોતો એમનેં પોતાના માટે આ બધી યાદો વાગોળતાં એ હરખથી હર્ષાશ્રુ વહાવી રહ્યાં હતાં!!!
જે એમનાં પીતાંબર નેં ભીંજવી રહ્યાં હતાં!!
તીરની પીડાં અસહ્ય હતી પણ, આજીવન પોતાનાઓનાં મોક્ષ માટે એમનેં આપેલી પીડાં માં એ જેટલાં દુઃખી થયાં હતાં એની સામે આ પીડા તો કાંઈજ ન્હોતી!!!
બસ, હવે, કોઈક ,વ્હાલાં પ્રિયજનની રાહ જોવાતી હતી. અનેં એ એમની સખી જેનાં એ પ્રિય સખા ગોવિંદ છે.
એ વ્હાલી સખી એટલે "દ્રોપદી" જેને લઈને સખા અર્જુન આવે છે, અંતિમ પળો નો સખા અર્જુન સાથે વાર્તાલાપ અને સખી દ્રૌપદી સાથે ખટમીઠ્ઠી લડાઈ અનેં પ્રીતગોષ્ઠી સાથે માધવ ગૌલોકગમન ની યાત્રાએ નીકળી પડે છે.
રસ્તામાં યમુનાકિનારે રાધા-મિલન થાય છે. બંને એક સ્વરૂપ, એક આત્મા, એક શરીર થાય છે, એક દિવ્ય પ્રકાશ થાય છે, ઓધવજી એનાં સાક્ષી બને છે,સમગ્ર સૃષ્ટી ફુલવર્ષા કરી ગૌલોકમાંથી ગૌલોકેશ્વરી સાથે એમનાં આગમનને વધાવી લે છે.
અનેં દ્વાપરયુગ નાં કૃષ્ણાઅવતાર ની સમાપ્તિ થઈ કળિયુગ નાં આગમનનાં એંધાણ આવે છે.
માધવની માયા સમાપ્ત થાય છે,
કળિયુગ ની કાયા નો જન્મ થાય છે!!
માધવાસ્થળી થી યાદવાસ્થળી સુધી મારાં માધવનાં જીવનની આ અલૌકિક અવર્ણનીય અવિરત જીવંત માધવનાં અખંડ અસ્તિત્વ ની આરાધના નો વિરામ થાય છે,પણ મિત્રો, આ પૂર્ણવિરામ નથી.
જ્યારે જ્યારે માધવની જરુર પડે છે એ દરેક સમયે કોઈક સ્વરુપે આપણી સામે સાથે સંગાથે હાજર છે. જરુર છે એનેં સમજવાની, અનુભવવાની,અને કોશીશ એકમાત્ર એનાં પગલે ચાલવાની....
એનો બલિદાનો થી ભરેલો કૃષ્ણાઅવતાર ત્યારે જ તો સાર્થક થશે. અનેં આપણો એનાં પરનો વિશ્વાસ ત્યારે જ તો મજબૂત થશે??????
કૃષ્ણભક્તિ સરળ નથી એનાં માટે, જેનામાં એની સમજણ નથી!!
માધવનેં માપવા સરળ નથી પણ, પામવા માટે તો બસ એક લાગણીસભર આપણો એક બોલ એનેં આપણી તરફ ખેંચવા પૂરતો છે!!!
માધવાસ્થળી માં અનુભવેલો માધવ!!
યાદવાસ્થળી માં ક્યાં ઓળખાય છે!!!
લીલાઓનેં સામ્રાજ્ય માં અહીં જનસંહાર થાય છે!!
માધવાસ્થળી ની પ્રીતનાં પારખાં યાદવાસ્થળી માં થાય છે!!!
આ બધુ કરતાં માધવનું દિલડું બહું દુભાય છે!!
મોક્ષનાં મોટાં પરિણામે યાદવો માર્યા જાય છે!!!
કળિયુગનાં આગમનથી યાદવોની સુરક્ષા થાય છે!!
જનસંહાર નું નિમિત્ત બનતાં માધવ થાકી જાય છે!!!
ગૌલોકગમનની ઉતાવળમાં જરા ની રાહ જોવાય છે !!
જરા નાં તીરના વાગવાથી મારાં માધવ બહું પીડાય છે!!!
કૃષ્ણાવતાર ની ધૂપછાંવ એમનાં હૈયે હિલોળા ખાય છે!!
સખા પાર્થને મળીનેં હસ્તિનાપુર ની ખબર પૂછાય છે!!!
સખી દ્રૌપદી આવીને દોડી માધવનાં ગુણ ગાય છે!!
ગૌલોકગમનની આમ જ માધવની યાત્રા શરું થાય છે!!!
રાધા-મિલન નાં ઉત્સવે રાધામાધવ નો ગૌલોકપ્રવેશ થાય છે!!
આમ જ મારાં વ્હાલાં માધવની આ અંતિમલીલા આટોપાયછે!
માધવની મિત્રતા અનેં વ્હાલની આદત મારી સાથે સાથે કદાચ મિત્રો આપનેં પણ પડી ગઈ છે,બરાબરને?
એટલે જ યાદવાસ્થળી ની સમાપ્તિ ટાણે નવી એક માધવયાત્રા ને રસપ્રદ કથા સ્વરૂપે આપ સૌ સમક્ષ જલદી રજૂ કરવા, હાજર થઈશ.
મનુષ્ય તરીકે મારી કેટલીક મર્યાદાઓ છે,જેમાં રહી મેં આ માધવ કથા નેં માધવનાં સાંન્નિધ્ય માં રહી, એનાં અહેસાસ નેં લખવાનો,અનેં એનેં પૂરતો ન્યાય આપવા પ્રયત્ન કર્યો છે.
ક્ષતિ એ માણસમાત્રનાં જીવનનો ભાગ છે. જો મારાં થી થયાનું મિત્રો તમેં અનુભવો તો મનેં માફ કરશો.
નવી માધવકથા સાથે ફરીથી જલદી મળીએ, ત્યાં સુધી અહીં વિરમું છું.
મીસ. મીરાં
જય શ્રી કૃષ્ણ.....