Adhinayak - 34 in Gujarati Fiction Stories by vanraj bokhiriya books and stories PDF | અધિનાયક (પોલિટીકલ થ્રિલર) (નોવેલ) - દ્રશ્ય 34

Featured Books
Categories
Share

અધિનાયક (પોલિટીકલ થ્રિલર) (નોવેલ) - દ્રશ્ય 34

દ્રશ્ય: - 34 
- દિવ્યલોક ભવનમાં ઘણાં સમય પછી જાણે આંનદ લહેરાયો હતો. દિવ્યરાજદાદા અને દેવિકાબહેન સાથે આંનદ કરવા શ્રીમાન અને શ્રીમતિ મહેતા ઉપરાંત દયાંનદભાઇનો પરીવાર અને શાહ પરીવાર જોડાયો હતો, ભાત-ભાતના વ્યજનો બનાવવામાં આવ્યાં હતાં, ખાસ તો શ્રીમાન મહેતાને ભાવતા હોય તેવા વ્યજનો બનાવ્યાં હતાં. મોટા ગોળ ડાયનિંગ ટેબલ ચારેય પરીવાર બેસી ગયો હતો અને દેવિકાબહેન સાથે અનિતાબહેન અને યુવિકા પીરસી રહી હતી. 
“દેવિકાબહેન, આજે ખરેખર મારા હ્રદયને શાંતિ મળી, લોકોને મર્યા પછી પણ શાંતિ નથી મળતી અને મને અત્યારે જ મળી ગઇ. હવે દેવાને ખુશીથી મળી શકીશ. ખરેખર દેવાએ તમને અન્નપુર્ણા અમસ્તા નહોતું કહ્યું.” શ્રીમાન મહેતા જમતા-જમતા બોલી ઉઠ્યા. 
“અરે અનંત, હજુ તારે અવનિના છોકરાના છોકરાઓને રમાડવાના છે આટલી જલ્દી દેવો તને નહીં બોલાવે. હા મારું નક્કી નહીં. કોને ખબર આજે જ દેવો બોલાવી લે.” શ્રીમાન મહેતાને રોકતા દિવ્યરાજદાદા બોલી ઉઠ્યા. 
“આજના દિવસે જ આવી વાતો કરવી જરૂરી છે?” અનિતાબહેન બોલી ઉઠ્યા. 
“અરે હું તો માત્ર વાત કરું છું, કાકાને હજુ તો યુવરાજ-અધિવેશના છોકરાઓને રમાડવાના છે. કેમ દેવિકાભાભી?” 
“તો પછી!” દેવિકાબહેન અનિતાબહેન અને યુવિકા સાથે પીરસતાં-પીરસતાં બોલ્યાં. 
“તમે પણ જમવા બેસી જાવ.” ડોક્ટર રમણ શાહ બોલી ઉઠ્યા. ત્રણેય બધાંને વાનગીઓ પીરસીને જમવા માટે ખુરશીએ બેસી ગઈ, ડોક્ટર રમણ આજુબાજુ જોઈને,  “અરે અધિવેશ દેખાય નથી રહ્યો?” 
“હા, અવનિ પણ દેખાય રહી નથી.” અનિતાબહેન પણ અવનિ ન દેખાતા બોલી ઉઠ્યાં. 
“એ બન્ને કેક માટે સામગ્રી લેવા ગયા છે.” ડો યુવિકાએ જવાબ વાળ્યો. 
“ટૂંકમાં સાથે છે તો વાંધો નહીં...” દેવિકાબહેનને ધરપત થઇ. સૌ જમવામાં મશગુલ હતાં, અચાનક શ્રીમાન મહેતાનો મોબાઇલ રણકવા લાગ્યો, શ્રીમાન મહેતા સ્ક્રિન પરનું નામ જોઇને ચમક્યા અને ઊભા થઈને જતા હતા કે દિવ્યરાજકાકાએ હાથ પકડ્યો.  
 “છોડને, ભઇલા! આખો દિવસ તો કામ-કામ કરતો હોઇશ, અત્યારે તો છોડ.” 
“નહીં છોડાય. કાકા, જો આજે છોડી દિધો તો પાછો ક્યારેય હાથમાં નહીં આવે. હમણાં આવ્યો.” શ્રીમાન મહેતાએ જવાબ વાળ્યો. જોકે એમના કહેવાનો અર્થ સમજવા કોઇએ તસ્દી ન લીધી. શ્રીમાન મહેતા ઊભા થયા અને આ લોકોથી ખાસ્સા દુર જઇને કોલ રિસીવ કર્યો. “ધેટ્સ લાઈક ગ્રેટ અચિવમેન્ટ. આભાર કહીને તારી મહેનતને નાની નહીં કરું. આજથી તું આઝાદ. ભવિષ્યમાં કોઇ તકલિફ પડે તો મને જણાવજે. હું તારી પડખે રહીશ. આજે એ રાક્ષસોનો અંત નક્કી છે. ગુડ બાય અને સારાં જીવનની શુભેચ્છાઓ.” શ્રીમાન મહેતા ખુબ ખુશ જણાયા. કોલ કાપીને પાછા વળતા હતા કે સામે અનિતા ઊભી હતી, ઓહ્હ નો! અનિતાએ મારી વાતો સાંભળી લીધી નહીં હોયને? ના!ના! સાંભળે તો પણ તે કશું જાણી શકે તેમ નથી. જોકે કાચી પળે અનીતાના ભાવ પારખીને અનિતાના બન્ને હાથ પકડીને બોલી ઉઠ્યા, “અનિતા, મારે બહાર જવું પડશે..” 
“પણ, અંનત, આજે તો..” અનિતાબહેને ફરિયાદના સ્વરે બોલ્યાં. અનિતાબહેન તેમની આંખો સાથે આંખો પરોવવા મથવા લાગ્યાં. 
“અનિતા, હંમેશાંને હમેશા સાથે રહેવા માટે છેલ્લીવાર દુર જઇ રહ્યો છું. તું મને હંમેશા કહેતી હતી કે દેવિકાબહેનને મળી લ્યો, પણ હું નકારતો રહ્યો તેની પાછળ એક મારું લક્ષ્ય હતું. આજે એ લક્ષ્ય પુર્ણ થવાની આરે છે, બસ થોડીવારમાં દેવિકાબહેન સાથે દુનિયાને ખબર પડી જશે. બસ, થોડા-સા ઇંતેજાર ઔર..” શ્રીમાન મહેતા બોલી ઉઠ્યા, અનિતાનો હાથ છોડીને કાર તરફ રીતસર દોડ્યા. 
‘અનંત, હું તમને ઓળખું છું. મને તમારા પર વિશ્વાસ છે.’ મર્સીડીઝ બેન્ઝ તેમની આંખો સામે મુખ્ય દરવાજાની પેલેપાર ચાલી ગઈ. આ બેન્ઝની અનિતાબહેન સિવાય અન્ય કોઈની પણ નજર હતી. દિવ્યલોક ભવનની બરાબરના સામેના ઝાડ પાસેથી એક યુવક બહાર આવ્યો અને કારને જતી જોઇને મોબાઇલ પર કોલ જોડ્યો. 
“હા બોસ! કાળીયો હમણાં ડોહાના ઘરેથી નિકળ્યો, રસ્તો સાફ છે.” એ યુવાને જાણકારી આપી, સામેથી નિર્દેશ થયો, “ભલે, બોસ.” 
#### 
- “બન્નેમાથી કોઇનો પત્તો નથી..” ટેબલ પર હાથ પછાડતા પીઆઈ જાડેજા બોલી ઉઠ્યો. સામે સ્ટાફ નીચી મુંડીએ ઊભો હતો, “દસ કલાક થઇ ગઇ, બપોરે અલ્પેશ દિવેટીયાના ઘરે દેખાયો હતો, ત્યારબાદ યુવરાજ રાવળનો કોઇ પતો નથી. આપણા નેટવર્કને શું થઇ ગયું છે? જો આપણે બે ગુનેગારોને ન શોધી શકિએ તો આપણે ડુબી મરવું જોઇએ..” પીઆઈ વ્યથિત હતો. જોકે તોય સ્ટાફમાંથી કોઇ દલિલ કરવા ન બોલ્યું, ત્યાં અચાનક તેમનો મોબાઇલ રણકવા લાગ્યો, પીઆઈએ કોલ રિસીવ કર્યો. 
“પીઆઈ પ્રભાતસિંહ જાડેજા, હું મગન..” સામે કોઈ બોલ્યુ અને પીઆઈ ચમક્યો, “મારે સરેન્ડર થવુ છે, હું અમદાવાદની હદમાં આવ્યો છું. તમને જલ્દી બને તેમ આવી જાવ, જો તમે સમયસર ન આવ્યા તો એ લોકો મને મારી નાખશે..” 
 “કોણ તને મારી નાખશે? મગન સોડાવાળા..” પીઆઈ જાડેજા હજુ પૂછે એ પહેલાં એક ચીખ સંભળાઇ અને કોલ કાપ થઇ ગયો, “હેલો-હેલો-હેલો....” પીઆઈના અવાજનો કોઇ જવાબ આવ્યો, “પરેશ, આ નંબરને ટ્રેસ કર અને જેવી કોઇ માહિતી મળે કે મને જાણ કર..” પરેશને મોબાઇલ આપ્યો, પરેશે તરંત જ નંબર નોંધી લીધો. “મગન હાથ લાગે તેમ છે, કંટ્રોલરૂમને જાણ કરો, જેવો પરેશ નંબર  ટ્રેસ કરશે કે એ વિસ્તારની પુલીસ મગનને પકડવા જશે ત્યાં સુધી આપણે ત્યાં પહોંચી જઇશું. કમઓન ગાયઝ, લેટ્સ ગો.” પીઆઈ જાડેજામાં નવો જોમ સંચાર થયો હોય તેમ દોડતો ગયો, પાછળ-પાછળ તેનો સ્ટાફ દોડ્યો. 
#### 
 - “સત્યાનંદ બહાર નિકળ, સત્યાનંદ બહાર નિકળ, “ સ્વામી સત્યાનંદ આશ્રમની બહાર આજે મોડી રાત્રે ભક્તોની ભીડ લાગી, પણ આજે સ્વામી પાસે સમસ્યાઓના નિવારણ માટે નહીં પણ ખુદ સ્વામી સત્યાનંદને નિવારવા માટે આવ્યા હતા, સેવકો દ્વારા સ્વામીજીના ધ્યાનમાં ખલેલ ન આવે એ માટે પુરા આશ્રમના દ્વાર બંધ કરી દિધાં અને રક્ષણ માટે પોલીસ તૈનાત કરવામાં આવી હતી, પોલીસે વાન-એમ્બ્યુલેન્સ તૈનાત કરી રાખી હતી, મામલો બીચકવાની પુરી શક્યતા હતી, દુરથી ગૌરાંગી આ નજારો જોઇ રહી હતી, તેણીની આંખોમાં ખૌફ દેખાય આવતો હતો, સામાન્ય રીતે લાલ ચટાક સાડી પહેરતી ગૌરાંગી આજે લીલી સાડી લઘર-વઘરની માફક પહેરીને માથે ઓઢીને સંતાતી ફરતી હતી. આજુબાજુ નજર કરી, સેવકો આશ્રમના બધા ગૃહો બંધ કરી રહ્યા હતાં અને સામાન આશ્રમની વચ્ચોવચ્ચ એકઠ્ઠો કરી રહ્યા હતા, સ્વામી તો તેના ધ્યાનગૃહથી બહાર જ આવ્યા નહોતા. ગૌરાંગી સૌની નજર ચોરીને દરવાજો નજીક આવી પહોંચી હતી, આશ્રમને ચારેબાજુથી પહેલા પોલીસ ત્યારબાદ જાગૃત પામેલા ભક્તોએ ઘેરી લીધોં હતોં, પોલીસ લોકોને સમજાવવા લાગી હતી, ગૌરાંગીને લાગ્યું કે તેણીને કોઇ જોઇ જાય તેમ નથી, તેણી ધીમ-ધીમે આશ્રમના મંદિર તરફ સરકી રહી હતી. મંદિર પાછળનો વિસ્તાર સાવ નિર્જન હતો જ્યાં ભાગ્યેજ કોઇ અવરજવર હતી, ગૌરાંગી ત્યાં સરકી ગઇ. કોઇને શંકા પણ ન ગઇ. કોપાયમાન ભક્તોને સાચવવા પોલીસ માટે મુશ્કેલ થઇ રહ્યું હતું. અંતે આશ્રમનો મુંખ્ય દરવાજો તોડી પડાયો અને ભક્તોએ આશ્રમમાં હલ્લો બોલાવ્યો. આશ્રમમાં તોડ-ફોડ શરૂ કરી, આશ્રમની સંપતિ જે આ ભક્તોના શોષણથી જ ઊભી થઇ હતી તેનો એ જ ભક્તો નાશ કરવા લાગ્યાં, સ્વામી સત્યાનંદના ધ્યાનગૃહ પર હલ્લો બોલાવ્યો. પુલીસ સ્વામી સુધી જવા જવા માટે ભક્તોને રોકવામાં નિષ્ફળ ગઇ અને સ્વામીને પકડીને ધ્યાનગૃહથી બહાર કાઢ્યો, એક બાદ એક તેને જુતા પડવા લાગ્યા, ટપલીદાવની રમઝટ બોલી. ખાસડાનો હાર પહેરાવ્યો, આશ્રમની બહાર ઢસડી ગયાં. તો કેટલાંક ભક્તોએ આશ્રમમાં ઝડતી લીધી, સ્વામી સત્યાનંદના જ ધ્યાનગૃહમાં ગુપ્ત ઓરડો મળી આવ્યો, જેનો દરવાજો તીડીને અંદર ઘુસ્યાં. અંદર પ્રવેશતાં જ ભક્તો ચોંકી ઉઠ્યાં, ઓરડો પુરો હથિયારોથી ભરેલો હતો, અન્યે કૈફી દ્રવ્યો જથ્થાબંધ મળી આવ્યાં. પોલીસને તરંત જ બોલાવીને ધ્યાનગૃહનો એ ગુપ્ત ઓરડો બતાવ્યો. પોલીસે એ ઓરડાને જપ્ત કરીને સત્યાનંદને લઈ જતાં ટોળા પાછળ ગઈ. પણ આજે સ્વામી સત્યાનંદ તેમના ભક્તોના અપાર પ્રેમથી બહાર આવી શકે તેમ ન હતો. ભક્તોએ સ્વામી સત્યાનંદ સામે રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું. આશ્રમથી મારતાં –મારતાં અમદાવાદ તરફ જઇ રહ્યા હતાં, સ્વામી સત્યાનંદ હાથે-પગે પડતો-પડતો માફી માંગી રહ્યો હતો. રસ્તામાં જેમ-જેમ લોકોને આ સ્વયંભુ સરઘસની જાણ થતી જતી હતી તેમ-તેમ જોડાઇ જતાં હતાં, જોકે તોયે સ્વામી સત્યાનંદને પોલીસ પકડીને રહી, લોકો તોપણ સ્વામી સત્યાનંદને છોડે તેમ ન હતાં. સ્વામી સત્યાનંદને પોલીસમાં જ પોતાની સુરક્ષા લાગતા પુલીસને પોતાની સાથે લઇ જવા કરગરવા લાગ્યો, જોકે પુલીસ માંડ-માંડ સ્વામી સત્યાનંદને ટોળાથી અલગ કરી શકી. પુરા રસ્તામાં એકઠ્ઠા થયેલ લોકો “સ્વામી સત્યાનંદ હાય-હાય” પોકારી રહ્યા હતાં. 
“જો, બેટાં, આજે તારી મહેનત રંગ લાવી, જે સત્યાનંદના પગે પડવા લોકોમાં હોડ જામતી એ લોકો જ આજે પાંખડીને ઠોકરે મારી રહ્યાં છે.” જે રસ્તે સ્વામી સત્યાનંદની પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી એ રસ્તે દુરથી સાગરીકા સાથે કાર માં બેઠા-બેઠા શ્રીમાન પટેલ જોઇ રહ્યાં હતાં, સ્વામીની આવી હાલત જોઇને ખુશાલભાઇ બોલી ઉઠ્યાં. 
“એક સાથે કરોડો લોકોની આસ્થા સાથે રમનારની આ સજા થોડી કહેવાય, પણ ઇશ્વરને ગમ્યું એ ખરું. પોલીસ પકડી ગઇ, હવે મુખ્યમંત્રી બંગલોથી કોલ જશે અને સ્વામી સત્યાનંદ પોતાના ચેલાઓને લઇને કોઇ અન્ય સ્થળે ધંધો આદરશે, બીજી તો અપેક્ષા પણ શું રાખી શકીએ?” સાગા નિરાશ હતી. 
“બેટાં, તારી પાસે જે સાબિતીઓ છે એ જરુર કામ લાગશે, આ વખતે આ હમીર ભાગી ન જાય એ માટે હું મારી તમામ તાકાતો લગાવી દઇશ, પણ તારી મહેનત એળે નહીં જવા દઉ.”ખુશાલભાઇ દીકરીની નારાજગી દુર કરવા મથામણ કરતા હતાં, સાગાએ તેમનો હાથ પોતાની હાથ પર મુક્યો. 
“એ તો મને ગળે સુધી વિશ્વાસ છે, પણ મને અધિવેશ અને અવનિની ચિંતા થાય છે તેમનો કોલ લાગતો નથી અને યુવિકાએ હમણાં જ કહ્યું કે બન્ને હમણાં જ બહાર ગયાં એટલે તેઓ હમણાં જ નવિનકાકાને ત્યાં પહોચ્યાં હશે. ચાલો જલ્દી.” સાગાએ જલ્દી કરાવી, ખુશાલભાઇએ કાર ચાલુ કરી. એમની કાર ઇન્દિરા બ્રિજથી સેક્ટર એકવીસ તરફ વળી. 
#### 
- “બોસ, ખબર મીલી હૈં કી લાવણ્યા અમદાવાદ-બરોડા હાઈવે પર દિખી હૈં..” લાવણ્યા જેવી સામાન્ય છોકરીને શોધવામાં અંકલ બ્રોડને પાણી આવી ગયા, મુખ્યમંત્રી બંગલોમાંથી લાવણ્યાના ભાગ્યાના કલાક બાદ પણ તેણીનો કોઈ પત્તો નહોતો. તેણે શાહીબાગ કાર્યાલયે ધામા નાખ્યા હતા અને એક માણસે કોલ કરીને લાવણ્યાનો પત્તો આપ્યો. 
“વહ અકેલી નહીં હોગી, કોઇ ઉસકે સાથ કોઈ તો હોગાં, તું ઉસપે નજર રખ, હમ અભી આતે હૈં.” 
“ઠીક હૈં, બોસ.” એ યુવાને કોલ કાપ્યો. સુમસામ રસ્તા પર ત્યાં કોઇ ન હતું, એક કાર આગળ તે ઊભો હતો, જેવી વાત પુરી થઇ કે કારમાથી નોટોની બંડલ આપતો હાથ તેની તરફ આગળ આવ્યો. યુવાને એ બંડલ લઇ લીધી, સલામ કરતો ચાલતો થયો. થોડીવાર બાદ....
-  અંકલ બ્રોડ કાફલા સાથે અમદાવાદ-બરોડા હાઈવેના સુમસામ વિસ્તાર આવ્યે જતાં હતાં, જે યુવાને માહિતી આપી હતી તેના મોબાઇલનું અસ્તિત્વ નહોતું મળતું, અંકલ બ્રોડને કાવતરાંનો અંદેશો તો આવી રહ્યો હતો. 
“રુકો-રોકો-રુકો...” અચાનક અંકલ બ્રોડે પોતાના કાફલાની ત્રણેય કાર અટકાવી. 
“ક્યાં હુઆ, બોસ?” 
“ક્યાં હુઆ કે બચ્ચે, એક લડકી કો ઢુંઢને કે લિયે પચ્ચીસ-તીસ હરામજાદોકી ક્યાં જરુરત હૈં? સિર્ફ દસ લોગો કો રહેને દો ઔર બાકી સબ મુખ્યમંત્રી બંગલો જાકર મેરે પ્યારે અભિનવકી મદદ કરો, જાઓ.” 
“ઓકે, બોસ.” બોસનો આદેશ સર આંખો પર, વધારાની બે કાર પાછી રવાના થઇ. અંકલ બ્રોડના કહેવાથી નજીકના એક લોજ આગળ કાર ઊભી રખાઇ. અંકલ બ્રોડ તો લોજમાં જાય નહીં, તેના માટે ખુરશી અને નાસ્તો લેવા માટે ત્રણ માણસોને મોકલ્યાં, તો બાકીના માણસોને ચા-પાણીના બ્હાને લાવણ્યાની ખબર મેળવવા જ મોકલ્યા. થોડીવારમાં અંકલ બ્રોડ માટે ખુરશી-ટેબલ આવી ગઈ. અંકલે તેમણે પણ તગેડ્યા. ખુરશી પર અંકલ બ્રોડ તો આરામ કરવા લાગ્યાં, રાક્ષસી ઉંઘ આવી ગઇ. થોડીવારમાં આંખો ઉઘડી, આજુબાજુ કોઈ નહોતું. 
“કહાં મર ગયે સબ?” ખૂરશીમાંથી માંડ ઉભા થયા, ત્રણ વખત આળસ મરડીને ચાલવા લાગ્યા. લોજ ખાસી દુર હતી. જોકે, લોજ સુધી પહોંચી તો ગયા જ. પણ, લોજ પાસે જઈને પહોંચીને શું જુએ? લોજ તો બંધ. આજુબાજુ ઘોર અંધકાર, “મુઝે બતાયે બીના કહાં મર ગયે બ્લડી ઈન્ડીયન્સ?” 
 “બ્લડી ઇગ્લીંશમેન!” અચાનક અવાજ આવ્યો, કેવિને અવાજ તરફ જોયું કે કોઇ તેની પાસે આવી રહ્યું હતું, રાતના અંધકારમાં તે ઓળખી નહોતો શક્તો, પણ અવાજ તે સારી રીતે ઓળખતો હતો. એ વ્યક્તિ ઝડપથી અંકલ બ્રોડની પાસે આવી રહ્યો હતો, જેવો તે નજીક આવવા લાગ્યો કે કેવિનબ્રોડ બોલી ઉઠ્યો. 
“અનંતરાય.” કેવિન ચિલ્લાઈ ઊઠ્યો, “અબે તું યહાં ક્યાં કર રહાં હૈં? ક્યાં તેરી ભી આજ મોત પુકાર રહી હૈં ક્યાં?” અનંતરાય નજીક આવતા જ કેવિને અનંતરાયનો કાટલો પકડ્યો. અનંતરાય જોર-જોરથી હસવા લાગ્યા, “આજ તુઝે છોડુગા નહીં, વો લડકી મરેગી તબ મરેગી પર આજ તું જરૂર મરેગા.” છતાં પણ અનંતરાય હસતા રહ્યા, “આજ તેરી મૌત આઈ હૈં ઔર તું હસ રહ્યા હૈં પગલા ગયે હો ક્યાં?” 
“પગલા તો તું હો જાએગા જબ તું યહ વીડિયો દેખેંગા.” અનંતરાયે ખીસ્સામાંથી મોબાઈલ કાઢ્યો અને લાઈવ સ્ટ્રિમીંગ શરુ કર્યું. નિત્યા જીઆઈડીસી કાંડ બાદ ગૌરાંગી જ્યારે મુખ્યમંત્રી બંગલો આવી ત્યારે જે વાતચીત થઇ તે વીડિયોથી સ્ટ્રીમીંગ શરૂ થયુ.  એક બાદ એક કાંડ બહાર આવવા લાગ્યા. જેમાં કેવિન સાથે આશ્રમની સંડોવણી સ્પષ્ટ થતી જતી હતી. ત્યારબાદ અભિનવના ગૌરાંગી સાથેના સંબંધો, યુવરાજ વિરુદ્ધના કાવતરાંઓ અને છેલ્લે મીસીસ પેમેલાના ઓરડામાં ત્રણેયની વાતચીત સુધીનાં તમામ રેકોર્ડીંગ કેવિનની ભૂરી અને દારૂથી લાલ થયેલી આંખો સામે તરવા લાગ્યું. 
“વો તેરે કહને પર આવી થી લડકી...” કેવિનના ગુસ્સાનો પાર ન રહ્યો, અનંતરાયને ખેંચીને મારવા જાય એ પહેલા અનંતરાયે તેની જાંઘ પર લાત મારી, અનંતરાયનો કોરલ પકડ્યો હોવાને કારણે અનંતરાય પણ કેવિન સાથે જમીનમાં અથડાયા. કેવિનને જાંઘ પરના વારની તમ્મર ઓછી થાય એ પહેલા અનંતરાય મુઠીઓ વાળીને કેવિને મારવા લાગ્યા. અનંતરાયનો કોરલ તો છૂટી ગયો પણ ત્યાં સુધી કેવિન અધમુઓ થઈ ગયો. ત્યાં સુધી વિશાળ લોકોનું ટોળું દોડતું આવ્યું. 
- “દેખ લે કેવિનબ્રોડ, મુખ્યમંત્રી રાવળ કે સાલેસાહબ, મીસ્ટર ટેન પર્સેન્ટ., દેખ લે, જો તુને અઢાર સાલ પહેલે કિયા થા આજ વહ તેરે સાથ હોગાં. લોગોં કો ભડકાકર દંગે-ફસાદ કરનેવાલે, દેખ લે આજ વહી લોંક તેરા ક્યાં હશ્ર કરતે હૈં. સાલો સેં આપસી પ્યાર કે સાથ જી રહે લોંગો મેં નફરત કી દિવારે ખડી કરનેવાલે અંગ્રેજી પૈદાશ, આજ તુંઝે અપને કિયે કા હિસાબ દેના હોંગા. મેં શાયદ તુંઝે છોડ દું, ઇસ દેશ કા ન્યાયલય તુંઝે છોડ દે પર યહ લોગ તુઝે નહીં છોડેગે. યહ લોગ વહ હૈં જીસકો તુંને અનાથ-કંગાળ-પૈસો સે સમાજ સે પરીવાર સે બરબાદ કર દિયાં. યહ વહ લોંગ હૈં જીસકે ઇમાન-ઇનસાયત-મઝહબ કા તુંને ફાયદા ઉઠાકર સત્તર સાલ ઉન પર રાજ કિયાં. ધર્મ સે બાંટા, સમાજ સે બાંટા, ઊંચ-નિચ મેં બાંટા, આજ વહ લોંગ તેરે ટુકડે-ટુકડે કરેંગે તબ તુંઝે પતા ચલેગા કિ બાંટના ક્યાં હોતા હૈં, તુંઝે પતા ચલેગા કિ મોત ક્યાં હોતી હૈં, અલવિદા, શ્રીમાન કેવિનબ્રોડ, આજ તેરા અંત નિશ્ચિત હૈં.” 
“નહીં, અનંતરાય તુમ ઐસે મુંઝે છોડકર નહીં જા શકતે, અનંતરાય તુંમ ઇતને ક્રુર નહીં હો શકતે, મેરે કિયે કી ઇતની બડી સજા મત દો, મેં ઇતની બડી સજા કે લાયક નહીં હું..” 
“તો ક્યાં દેવરાજ ઉસ સજા કે લાયક થા જો તુમ લોગોને દિ? ક્યાં નિર્દોષ લોગ કોમીરમખાણ કે લાયક થે? ક્યાં વહ લોગ જીસને અપને પરીવાર સે બેટા-ભાઇ-બાપ પરીવાર કા પાલક ખોયે, વહ લોગ ઉસ સજા કે લાયક થે જો તુંને પુરૂષોત્તમ રાવળ કે સાથ મિલકર દિ? ક્યાં મેરી અવનિ ઔર નવિન પટેલ કિ બેટી નિત્યા ઉસ સજા કે લાયક થી જો તેરે (ગાળ) સાથ મિલકર દેના ચાહતે થે? ક્યાં ઇફ્તિખાર જાફરી સજા કે લાયક થા જો ગુનાહ ઉસને કિયા હિ નહીં થા, પર ફિરભી સત્તર સાલો સે સાબરમતિ જેલ મેં ભોગત રહાં હૈં? ક્યાં દેવિકાબહેન સજા કે લાયક થી? જો તુંને મેરે દેવરાજ કો મારકર દિ..” અનંતરાય ફરીથી કેવિનને મારવા ગયા ત્યાં સુધીમાં ટોળુ નજીક આવી પહોંચ્યું હતું અને અનંતરાય ટોળાને તેનો શિકાર અધુરો આપવા નહોતા ઇચ્છતા. કેવિન બ્રોડને અધમુએ હાલતે છોડીને ચાલવા લાગ્યા. 
- ત્યાંસુધીમાં તો ટોળું તેમની ખુબ નજીક આવી પહોંચ્યું, કેવિનએ લોકોને જોઇને ખૌફમાં આવી ગયો, સફાચટ ટાલ પર રેખાઓ તણાઇ ગઇ, ખરબચડા ચહેરા પર લોહી અને પરસેવો એક થઈ ગયો. ડરનો માર્યો ધ્રુજવા લાગ્યો, અનંતરાયના મારના કારણે શરીરમાં ઠેર-ઠેર ટસરા ફુટી ગયા હતા અને પીડાને કારણે કેવિન રાડો પાડતો હતો. ટોળું તેના પર તુટી પડ્યુ. ટોળારૂપી ગીધોએ આ વિશાળ માસના લોચાને પીંખી નાખ્યો. આકાશ અને દુર-દુર ગામડાઓ સુધી કેવિનની ચીસોએ કાન ફાડી નાખ્યા. સુમસામ રસ્તાઓ પર જીવનની ભીખ માંગતો કેવિનની કાકલુદી સાભળવા વાળુ કોઈ ન હતું. ટોળાની ત્રાડ સામે કેવિનની કાકલુદી રીતસર દબાઈ ગઈ. વગર કોઈ હથિયારે ટોળાએ શસ્ત્રોના સોદાગરને મારી નાખ્યો. ગડદા-પાટું-લાતોએ તેનું કામ કરી લીધું. 
#### 
- કેનાલમાં પડવાને કારણે ધ્રુજતી હોવા છતાં તે સુમસામ રસ્તે દોડી રહી હતી. શરીર પર જીન્સ સાથે આંતરવસ્ત્ર સિવાય કશું જ નહોતું પહેરું. છાતી પર હાથ દબાવીને તેણી દોડી રહી હતી. અલબત્, તેના ચહેરા પર કોઈ ભય-ખૌફ ન હતો. કારણકે ખૌફ તો આજે અંકલ બ્રોડના ચહેરા પર હશે જ્યારે બોસ તે મરણતોલ ફટકો આપશે. તે બોસને જાણ કરતા હવે ભાગી રહી હતી પણ ક્યાં જવું એ તેને ખબર ન હતી. બસ ભાગી રહી હતી. પોતાના ઘરે જવાનો પ્રશ્ન જ નહોતો. આબરુની તેને હવે કોઈ ચિંતા ન હતી તો પણ સભ્ય સમાજમાં રહેવા માટે..! તેણીના વિચારો પગ સાથે હરીફાઈ કરી રહ્યા હતા અને તેણી વારવાંર પાછળ જોતી હોવાને કારણે આગળ એક વળાંકે એક સાયકલને ન જોઈ શકી અને સાયકલવાળા સાથે અથડાઈ ગઈ. સાયકલ સાથે તે અથડાઈને ફુટપાથ પર ફંગોળાઈ. સાયકલવાળાએ બેલેન્સ ગુમાવતા થોડે દુર જઈને પડ્યો. લાવણ્યાને સાયકલનું હેન્ડલ છાતીએ લાગતા લોહી નીકળ્યું. લાવણ્યા હાથ દઈને એમ જ પડી રહી. તે સાયકલવાળો ઊભો થઈને લાવણ્યા તરફ આવ્યો. લાવણ્યા આગળ નમીને હાથ આગળ ધર્યો. તે યુવક નજીક આવ્યો તેનાથી લાવણ્યા અજાણ હતી. 
 “લાવણ્યા.” એક જાણીતો અવાજ અને લાવણ્યા જાણે તંદ્રાથી જાગી હોય તેમ આંખો ખોલીને તે યુવકને જોઈ રહી. શ્યામવર્ણો લંબગોળ ચહેરા પર મોહક સ્મિત, કાળા પેન્ટ પર સફેદ શર્ટ પહેરેલું. આંખો પર એ જ ચમક જે વર્ષોથી તે જોતી આવી હતી. તેની આંખોને વિશ્વાસ નહોતો આવતો. ચહેરા પર ચમક આવી અને આંખોમાં આંસુ વહેવા લાગ્યા. “રણછોડ...” લાવણ્યા બોલી ઊઠી. માધવ લાંબી પાતળી પણ માંસલ ઉપાંગો ધરાવતી લાવણ્યાને જોઈ રહ્યો. લાવણ્યા ઘાયલ હોવા છતાં આકર્ષક લાગી રહી હતી. શરીર ભીનું હોવાને કારણે આંતરવસ્ત્ર છાતી સાથે ચોંટી જતા લાવણ્યા માદક લાગી રહી હતી. સાયકલનું હેન્ડલ વાગવાને કારણે લોહી જામી ગયું હતું. માધવ લાવણ્યાને માદક રીતે જોઈ રહ્યો. માધવ પોતાને જોઈ રહ્યો હોવા છતાં લાવણ્યા જરાપણ વિચલિત નહોતી થઈ. કારણકે....!
- પરિસ્થિતિ પામી જઈને માધવે આંખો બંધ કરીને ફરીથી ઢીલો થઈ ગયેલો હાથ લંબાવીને આગળ નમ્યો અને લાવણ્યાએ હાથ પકડીને ઊભી થઈ. માધવે શર્ટ કાઢીને લાવણ્યાને આપ્યું, જોકે લાવણ્યાએ એ શર્ટ પહેરતા પહેલા એ શર્ટને સુંઘીને ગાલ પર ફેરવવા લાગી. માધવ એ જોઈ રહ્યો પણ લાવણ્યાનાં ભીન્ના શરીર પર દ્રષ્ટી ગયા વગર રહેતી નહોતી. “લાવણ્યા, પહેરી લે. અહલ્યા તને લેવા આવતી હશે, તેને તારી આવી હાલતથી અચરંજ નહીં થાય પણ અન્ય કોઈ...” 
“સમાજથી કોણ ડરી ગયું? માધવ? તું હજુ સમાજથી ડરે છે?” લાવણ્યાએ શર્ટ પહેરતા આકરો કટાક્ષ કર્યો. 
“આ સમય એ વાતોનો નથી, જલ્દીથી તું અહીંથી જા, નહીંતર મુખ્યમંત્રીના માણસો તને પકડીને..” 
“દુર રહીને મારાં પર ધ્યાન રાખે છે તો પછી ક્યારેય મળવા કેમ ન આવ્યો? શું મારો રણછોડ આટલો વટલાઈ ગયો? સમાજનો ડર અહીં અમદાવારમાં આવ્યા પછી પણ ન છૂટ્યો?”  
“લાવણ્યા...” માધવે ફરીથી બોલવા ગયો કે લાવણ્યા નજીક આવીને ભીના કાળા વાળ પાછળ ઝાટકીને માધવના ગાલ પર હાથ ફેરવવા લાગી. માધવે મોઢું ફેરવવાનો પ્રયાસ કર્યો પણ લાવણ્યા બીજો હાથ માધવના ગળે લપેંટીને એ હાથે મોઢું પોતાની તરફ કરાવીને માધવની બહુ નજીક આવી. અત્યાર સુધી નજર ચોરતા માધવે લાવણ્યાની આંખો સાથે આંખો મેળવી. લાવણ્યાની આંખોમાં આંસુ વહેતા હતા પણ છતાં આંખોની પેલેપાર ખાલિપો માધવ સ્પષ્ટ જોઈ શક્યો. બન્નેના હોઠો નજીક આવ્યા, લાવણ્યાના આછા ગુલાબી ભીના હોઠોએ માધવને મદહોશ કરી દીધો. એકઝાટકે માધવે લાવણ્યાના હોઠો પર પોતાના હોઠ ચોડી દીધા. બન્ને તરફ શ્વાસો ભરાયા, માધવના બન્ને હાથો લાવણ્યાની પીઠ પર પસર્યા. પીઠ પર હાથોની પકડ મજબૂત થઈ. લાવણ્યાના બન્ને હાથોએ માધવના ગળે પકડ જમાવી. ત્યાં સુધીમાં અહલ્યા આવી પહોંચી. બન્નેને પ્રગાઢ ચુંબન કરતાં જોઈને પહેલા તો ક્ષોભ પામી પણ પછી પીઠ ફેરવી લીધી. હા, એ આ દ્રશ્ય જોતા તો પોતાને રોકી શકી પણ પોતાની આંખોથી વહેતા આંસુને રોકી શકી. ના, અહલ્યા ના! ગમે તે તો એ માધવનો પહેલો પ્રેમ છે. ભલા તારે એવો વિચાર પણ ન કરવો જોઈએ. તારે તો ખુશ થવું જોઈએ કે તું....! 
-ચુંબન લાબું અને વર્ષોથી તુષ્ણા છીપાવે એવું હતું. બન્ને જ્યારે છોડ્યું ત્યારે કોઈ સંવાદને આધિન ન રહ્યું. એકબીજાને જોઈને સ્મિત સાથે હોઠોને સાફ કરવા લાગ્યા. માધવની નજર અહલ્યા પર ગઈ. થોડે દુર ઊભેલી અહલ્યા પાસે ગયો, અહલ્યા જે આંખો બંધ કરીને ઊભી હતી તે માધવના પગરવને પામી જઈને જલ્દીથી આંસુ સુકવીને માધવ તરફ ફરી. સાથે લાવણ્ય તરફ પણ આછેલી નજર કરી. સહજ રીતે ઊભેલી લાવણ્યાને જોઈને તેણીના મન અજબ ભાવ આવ્યો. પોતે લાવણ્યાથી સુંદર હતી. 
 “અહલ્યા, આ લાવણ્યા! તને ખબર છે ગુજરાતના સૌથી મોટું મજબૂત વ્યક્તિની આંખોમાં ધૂળ નાખીને સંઘળી હકિકત ઉકાવીને દુનિયા સામે લાવી છે. લાવણ્યા, આ અહલ્યા. મારો જમણો હાથ!” 
“..અને નસીબદાર પણ!” લાવણ્યાએ સુચક જવાબ આવ્યો. અહલ્યા અને માધવ બન્ને સમજી ગયા પણ લાવણ્યાને જવાબ આપવો જરૂરી તો નહોતો ને! 
 “ચાલ, અહલ્યા સાથે જા. એ તને તારા ગંતવ્ય સ્થાને લઈ જશે.” માધવના બોલવા સાથે જ અહલ્યા લાવણ્યાની પાસે આવી ગઈ. બન્ને પ્રેમથી ભેટી. અહલ્યાએ લાવણ્યાનો હાથ પકડ્યો. 
“તું પણ ચાલ માધવ!” લાવણ્યાએ જતાં-જતાં બોલી. 
“મારું કામ હજુ બાકી છે. લાવણ્યા” માધવે જવાબ આપ્યો. અહલ્યા લાવણ્યાને સાથે લઈ ગઈ અને માધવનો મોબાઈલ રણકવા લાગ્યો, “શું વાત કરે છે? હું આવી રહ્યો છું.” 
- વનરાજ બોખીરીયા.