ye rishta. tera mera 2.21 in Gujarati Love Stories by VANDE MATARAM books and stories PDF | યે રિશ્તા તેરા મેરા 2.21

Featured Books
Categories
Share

યે રિશ્તા તેરા મેરા 2.21

યે રિશ્તા તેરા મેરા 2.21



અવની;મીત માય બચ્ચા.


મીત;દીદી...લવ યુ

અવની;એની પ્રોબ્લેમ્સ.?


મીત;નો,નો, દીદી બોવ મજા આવી ગઇ,અને મીરાદીદી એ મને એટલો સાચવ્યો એટલો સાચ્વ્યો કે મને તમે પણ ભુલાય ગયા.


અવની;શુ?



મીત;જી દીદી....સાચુ,કસમથી...



અવની;ઓકે


***
મીરાના વાળ પાછળથી પકડીને અગર કોઇ ચાલાકી કરીને તો હુ છેલ્લો દાવ ખેલી જઇશને તને?ખબર જ છે ને?હુ શુ કરી શકુ છુ?



મીરા;છોડ,છોડ બોવ જ ખેચાય છે....


અવની;હા,દર્દ થાય છે નહી?મને પણ એવુ જ દર્દ થાય છે તે મારા જોડેથી મારો દોસ્ત છીનવી લીધો,હુ તેને  નિ;સ્વાર્થ પ્રેમ કરતી હતીને એમા સ્વાર્થ ભેળવી દીધો.મારા પ્રેમમા એટલી પવિત્રતા હતી કે મને અંશને મહેકની જોડીથી કોઇ ઇર્ષા ન'તી થતી.પણ તે...તે મને વિલન બનાવી દીધી માય ડીઅર...માય ફ્રેંડ...


ધક્કો મારીને છોડી દીધી....


અવની;તે મીતને એવો તે કેવો સાચવ્યો કે મીત એમ કે’તો તો કે એને હુ ભુલાઇ ગઇ?બોલ એવુ શુ કર્યુ?બોલ,બોલ?


મીરા;તે જે કહ્યુએ જ બીજુ કશુ નહી.


અવની;તો મીત એવુ કેમ બોલે કે એ મને ભુલી ગયો.



મીરા;તારા કરતા વધારે એ મારા જોડે રહે છે,માટે.



અવની;હમમ...તુ એનુ બ્રેઇન વોશ કરે છે.

ત્યા જ અંશનો પ્રવેશ થયો...મીરા...તુ...

ત્યા જ એ અટકી ગયો....અરે!અવની તુ?


અવની;કેમ? હુ અહી ન આવી શકુ?


અંશ;ના,ના એવુ નહી બસ એમ જ પુછ્યુ.


મીરા;કામ હતુ કશુ?


અંશ;મીરા,તારા ગાલે શુ થયુ?તારુ આખુ ફેસ કેમ લાલ છે?


અવની;અરે કશુ નહી જોવા દે તો શુ થયુ?અરે કશુ કરડી ગયુ છે,એવુ લાગે છે.


મીરા;છુપાવતા છુપાવતા,કશુ નહી એ તો એમ જ કશુ કરડી ગયુ એવુ લાગે છે.


અંશ ઓહકે..લે ફાઇલ પુરી દેજે હુ જાવ છુ મારે કામ છે.

મીરા;જી.

અવની;અગર કોઇને સાચુ કહીશ તો?

મીરા;ઓકે...તુ કહીશ એમ જ કરીશ.

અંશ સાઇડમાંથી બધુ જ સાંભળ્યુ....

અવની જતી રહી છે ,એટલે તરત જ અંશ અંદર આવ્યો

અંશ;મીરા શુ થયુ?

મીરા ડરી જ ગઇને સીધી જ અંશને બાથ ભીડી ગઇ,રડવા લાગી,કિસ્મત ખરાબ હોય તેનુ દરેક પત્તુ કટ થઇ જાય એ વાત સાચી છે....


મહેકે દરવાજો ખોલ્યો કે....


જે જોયુ એ અકલ્પીય ...અવર્ણીય....


તેણે તરત જ દરવાજો બંદ કર્યોને ઉપર જતી રહી...બેડ પર પટકાઈ ને જોર જોરથી રડવા લાગી....જેમ જયદીપે છોડીતી એમ જ...



મહેક;ઇશ્વર...મારા જ નસીબમા કેમ આવુ? એક જયદિપ..જેણે મારા સાથે દગો કર્યો એક અંશ જેણે મને લક્ષ્ય બનાવ્યુ પોતાનો પ્રેમ મેળવવા માટે...કેમ્ કેમ કેમ?


***

મીરા એ અંશને બધુ જ કહ્યુ રડતી ગઇને બધુ જ બોલતી ગઇ...


અંશ;મીરા સોરી મારા કારણે તારે બધુ જ...


મીરા;બસ અંશ,તુ ચિંતા ન કર, બધુ જ થય જશે.


બીજુ ભમરને છબિલી મળેલા છે...


મહેશકાકા,અભય,ગિરધરનો કોઇ હાથ નથી.


અંશ;હા,ઇ તો મને લાગ્યુ કે છબિલી આપણી સીઆઇડી કરે છે.

મીરા;હમમ...

આમને આમ બે દિવસ જતા રહ્યા....ત્રણને ચાર પછી એક દિવસ સાંજના ઘેર આવીને મીત બોલ્યો


મીત;અવનીદીદી


અવનીદીદી;બોલ બચ્ચા


મીત;મને હમણા જ મહેકદીદી લેવા આવે છે.


અવની;કેમ?શુ થયુ?તે મને કહ્યુ પણ નહીને?


મીત;દીદી ને એકલુ લાગે એ મને બે દિવસ પેલા મળ્યા ત્યારે કહ્યુ તુ, કેમ કે તમે કહો તેમ અંશભાઇને મીરાદીદી....આકાશભાઇ તો તેના કામમા હોય તો મહેકદીદીનુ કોણ?એટલે મારે જવુ પડશે.



અવની;તો મારુ કોણ?


કેયુર;હુ છુ ને!


અવની;કેયુર શટાઅપ.


મીત;હા,દીદી કેયુરભાઇ તો છે...


કેયુર;અવની તુ ચિંતા ન કર હુ છુ જ,તારો સાથ આપવા માટે...


અવની;હમમ...


અવની રડી પડી તેને એક એહસાસ થયો કે ખરેખર મીત ના ગયા પછી એ એકલી પડી જશે.


મહેક;થોડી જ વારમા આવીને

અવની એ મીતને રડતા રડતા વિદાય કરયો કેયુર મુકી આવ્યો...

ત્યા ચા પાણી પી ને કેયુર પાછો આવ્યોને ...


કેયુરના આવતા સાથે જ એ કેયુરને વળગી પડી કેયુર હુ હુ બિલકુલ એકલી પડી ગઇ,બિલકુલ પડી ગઇ...


મને મીત વગર નહી ફાવે નહી મજા આવે,મીત હતો તો કેટલી રોંનક હતીને એ નથી તો આ ઘર સુનુ સુનુ થય ગયુ.


કેયુર;અવની...એ જ તો પ્રેમ છે.તારો મીત તરફનો..તુ તેના વગર એકલા રેહવાની કલ્પના પણ કરી શક્તિ નથી...ને હુ 


અવની;તુ શુ?


કેયુર;હુ તારા વગર રહેવાની કલ્પાના કરી શક્તો નથી.

અવની;એટલે.

કેયુર;બસ...એમ જ

અવની;એ શુ એમ જ?

કેયુર;અવની હુ તને પ્રેમ કરુ છુ,આઇ લવ યુ

અવની;વોટ? શુ?કેમ?

કેયુર;તુ કેમ મીતને પ્રેમ કરે છે બસ એમ જ.


અવની;પણ....


કેયુર;મને તારા જવાબનો ઇંતઝાર રહેશે...


અવની;પણ હુ કોઇને પ્રેમ નથી કરતી...


કેયુર;હુ પણ...તારા સિવાય...કોઇને પણ..


અવની;ચલ જમી લઇને પછી સવારમા...


કેયુર;હા...ચલ...

***

આજ મીત ઘેર આવ્યો તેને એક વિક્ થય ગયુ,બધુ જ બરાબર ચાલે છે.મહેક ખુબ જ ખુશ છે.તેને મીત સાથે વાતો કરવાની,રમવાની તેને હોમવર્ક કરવાની તેને તૈયાર કરવાની તેના માટે નાસ્તો બનાવવાની એટલી મજા આવે છે કે જાણે એ પહેલીવાર જ કરી રહી હોય,તે હવે મીરા જોડે પણ ઠીક-ઠીક બોલે છે.વાતાવરણમા છે તંગદિલી હતી એ જાણે વાયુ વેગે ઉડી ગઇ ને ખુશીનુ મોજુ ફરી વળ્યુ...


***

આ બાજુ અવની એ કેયુરના પ્રેમનો સ્વીકાર કર્યો....

***
હોસ્પિટલમા પણ્ વાતાવરણમા શાંતિ છે,અવની-મીરા-આકાશ-અંશ સરસ કામનુ મેનેજ કરે છે.આ વીક તો જાણે કોઇ દેવચકલી આવીને આપી ગઇ હોય એવુ જ...હાસ્યના ફુવારાથી રોમાચિંત...છે...

***


સાંજના 7વાગે બધા ઘેર છે....આકાશ-મીરા-મહેક-અંશ..

મીત;અંશભાઇ આજ બહાર ફરવા મટે જાયે તો...મજા આવેને કેટલા દિવસથી હુ મારી દીદી જોડે ફરવા જ નથી ગયો..પ્લીઝ...લઇ જાવ ના ન કહેતા હો...


અંશ;ઓકે...ચલો બધા તૈયાર થઇ જાવ...


મહેક;હ્મમ...થેક્સ...અંશ...


અંશ;વેલકમ..


બંને વચ્ચે થેંક્સને વેલકમ જગ્યા કરી ગયુ....જ્યા માત્ર એકબીજાના વિચારોની સરહાના કરવાના બદલે આભાર વ્યકત થયો...


બધા તૈયાર થયા...મહેક આજ ખુશ છે,તેણે મીરાને કહ્યુ આજ બધા જ રેડ કલર મા ઓકે હુ અંશને આકાશને પણ કહી દઉ...


એ ગઇ....અંશ તૈયાર જ થતો હતો...એ એંટર થઇ ઓહ....આમ ફરીજા આમ ફરીજા...

નો નો નો તુ આવી અમારા રુમમા હુ ક્યા આવ્યો...


મહેક;પ્લીઝ....અંશ...પ્લીઝ...


અંશ;ઓકે ઓકે


એ અંદર જતી રહીને કબાટમાંથી રેડ કલરનો શર્ટ કાઢી બોલી તમારે ત્રણેયે આજ રેડ જ પહેરવાના છે ઓકે.


અંશ;કેમ...આગળ ફરીને


મહેક પાછળ ફરી ગઇ ઓહ....બેશરમ...બસ એમ જ...પોતાની આંખ પર હાથ રાખીને ચાલી ગઇ.અંશે શર્ટ ન'તી પહેરીને નીચે ટુવાલ પહેરેલો છે?



મહેકને મીરા તૈયાર થયાને પેલી બાજુ પેલા ત્રણ.


અંશ બોલ્યો આજ હુ જ ગાડી ચલાવી લઉ છુ.


આકાશ;પણ..


અંશ;આજ કેટલાય દિવસ પછી આપણે ફેમિલી જાયે છીએ તો.....બસ આપણે એટલા જ બીજુ કોઇ નહી.



મીત;હા...આપણે જ વચ્ચે કોઇ જ નહી...


***
આપણે આજ મંદિર જતા જઇએ ને પછી જમાવા માટે સીડી ઉતરતા મહેક બોલી.


અંશ;હમમ..બંને પાછળ છે અંશે મહેકનો હાથ પકડ્યો.મહેકે સામે જોઇને સ્માઇલ આપી.


મહેક;રાધા ક્રિશ્ના મંદિર..

મીત;યસ...પાછળફર્યો ને  અંશે મહેકનો હાથ મુકી દીધો,મહેક હસવા લાગી.મને ત્યા બહુ જ મજા આવે છે તેના સામેના ગ્રાઉન્ડમા મસ્ત મેળો પણ આવેલો છે.



[ગુજરાતીઓને એમાય આપણે મેળા વગર તો ન જ ચાલે]


અંશ;ઓકે..માય ડીઅર...



મીત;ખુશ થય ગયો...


અંશે ગાડી ચલાવીને ...વાતોને હસી મજાક કરતા પ્લાન બનાવતા.પહોચી ગયા મંદિર.



મીરા;મીત..

મીત;જી દીદી.

મીરા;મીત તુ અમારા જોડે રહેજે હો.

મીત;જી દીદી.


અંશને મહેક પાછળ છે મીત,આકાશને મીરા આગળ છે.


અંશ;મહેક વેસે આજ આટલો પ્લાન કોણે બનાવ્યો તે કે પછી...?



મહેક;ના,ના,મારા પર શક નહી મીતે જ,મને તો વિચાર પણ ન’તો કે આપણે આમ અચાનક જ આટલા સમય પછી જોડે બહાર આવશુ.



બંને ચાલતા ગયાને વાતો કરતા-કરતા મંદિરની સીડી નજીક પહોચ્યા 12 પગથિયાની એ સીડી પહેલુ પગલુ આવતા જ અંશે મહેકનો હાથ પકડ્યોને તેનો હાથ પકડીને જ એ મંદિર સુધી પહોચ્યો.



બંને જોડે દર્શન કરવા લાગ્યા...બંને જોડે પ્રદક્ષિણા કરીને બંને જોવા લાગ્યા કે મીરાને એ ક્યા છે ?ત્યા જ મહેકની નજર ગઇને અંશનો હાથ હલાવી બોલી તેણે હાથ ઉંચો કરીને બતાવ્યુ કે એ નીચે બેઠા છે.


બંને નીચે આવ્યા,


અંશ;તમે બોવ ફટાફટ દર્શન કરી લીધા.


મીત;હા,તમે બંને આજ બોવ બધુ માંગવાના હતા એટલે.પછી ભગવાન ભાગી જાય એ પેલા અમે નિચે આવી ગયા ?


બધા હસવા લાગ્યા.


વાતો કરવા લાગ્યા મહેકને મીરા તો બીજી છોકરીઓના ડ્રેસની પેટર્ન જોવા લાગી કોને કેવો છે ?કેમ છે? કોને કેવુ સારુ ?લાગે કેવુ ન લાગે વગેરે...?



આકાશને અંશ તેની હોસ્પિટલની વાતો કરવા લાગ્યા મીતને ગુસ્સો આવ્યો...ઉભો થયોને બોલ્યો...



હે ઇશ્વર!!!મને આ બાયોની વાતોને હોસ્પિટલથી બચાવો 7/8 જણે મીત સામે જોયુને મહેકે તેને હાથ પકડીને નીચે બેસાડ્યો...


મહેક;ચુપ


મીત;તો શુ પેલીને સારુ લાગે પેલીને જીંસ સારુ ન લાગે,આજ તો હોસ્પિટલમા  આમ થયુ આમ ન થયુ.


હુ ક્યા જાવ?


મહેક;ઓકે બાબા બોલ તારે કેમ ચાલે છે સ્કુલમા?



મીત;મને ભુખ લાગીને હુ તમારી જેમ ગામની ને બિઝનેસની વાતો કરાવ નથી આવ્યો ખુશી લેવા આવ્યો છુ. ઓકે.


મહેક;ઓકે


અંશ;તો ચલો જમવા...


મહેક;ઓકે.


મીત;યસ....મને બોવ જ ભુખ લાગી છે.


મીરા;બસ બોવ ન બોલાય ભુખ લાગી છે....,?????

બધા જમવા માટે પહોંચ્યાંને આ ડિનર બેહદ હેપ્પી રહ્યું.


એક એવી ખુશી જેની માત્ર સ્વપ્નમા જ કલ્પના કરી શકાય....

હકીકતમા તો અવની....ની એક પછી એક ચાલને દાવનો શિકાર છે...