Prem ni pele paar - 11 in Gujarati Love Stories by Shefali books and stories PDF | પ્રેમની પેલે પાર... ભાગ - ૧૧

The Author
Featured Books
  • નિતુ - પ્રકરણ 52

    નિતુ : ૫૨ (ધ ગેમ ઇજ ઓન)નિતુ અને કરુણા બંને મળેલા છે કે નહિ એ...

  • ભીતરમન - 57

    પૂજાની વાત સાંભળીને ત્યાં ઉપસ્થિત બધા જ લોકોએ તાળીઓના ગગડાટથ...

  • વિશ્વની ઉત્તમ પ્રેતકથાઓ

    બ્રિટનના એક ગ્રાઉન્ડમાં પ્રતિવર્ષ મૃત સૈનિકો પ્રેત રૂપે પ્રક...

  • ઈર્ષા

    ईर्ष्यी   घृणि  न  संतुष्टः  क्रोधिनो  नित्यशङ्कितः  | परभाग...

  • સિટાડેલ : હની બની

    સિટાડેલ : હની બની- રાકેશ ઠક્કર         નિર્દેશક રાજ એન્ડ ડિક...

Categories
Share

પ્રેમની પેલે પાર... ભાગ - ૧૧

આગળના ભાગમાં આપણે જોયું કે આકાંક્ષા ને અભી એકબીજા જોડે વધુ ને વધુ સમય વિતાવી રહ્યા છે. આ તરફ કોલેજમાં આવતા જ સૌમ્યા પોતાના પ્રેમનો પ્રસ્તાવ અભી સામે મૂકે છે. હવે આગળ...

**********
આરપારના આ કેવા સંયોગો રચાયા છે,
બંને કિનારા મને અનહદ વ્હાલા છે,
મજબૂરી કેવી કે નથી નમી શકાતું કોઈ તરફ,
કારણ કે બંને મારા મજબૂત સહારા છે.

અને અચાનક સૌમ્યા જોરથી હસી પડે છે અને એ સાથે જ મહેક પણ...

"શું સૌમ્યા..!? બધું as per plan રહ્યું હતું, તારે થોડું કન્ટ્રોલ કરવું જોઈતું હતું !", મહેક ખોટો ગુસ્સો કરતા બોલી...

સ્વપ્નિલ અને વેદને તો ખ્યાલ આવી ગયો હોય છે તેથી એ લોકો પણ મહેક અને સૌમ્યા જોડે જોડાઈ જાય છે પણ અભી અને આકાંક્ષા હજી પણ થોડા આઘાત સાથે બાઘાની જેમ ઊભા હોય છે. એટલે અભીનો હાથ છોડી સૌમ્યા ઊભી થાય છે અને ચપટી વગાડીને બંનેને ભાનમાં લાવે છે. પરિસ્થિતિનો તાગ લાગતા અભી થોડા ગુસ્સા સાથે સૌથી પહેલા સૌમ્યાનો હાથ પકડીને ઊંધો વાળી દે છે જ્યારે આકાંક્ષા થોડી શરમથી સંકોચાઈને ઊભી રહી જાય છે.

વાતાવરણમાં હાસ્ય રેલાય છે. અભી કે આકાંક્ષા કોઈને પોતાના વિશે કંઈ જ કહેવાની જરૂર પડતી નથી. બધા એમને જોડે જોઈને જ બધુ સમજી જ ગયા હોય છે. અભીને તો એ વાતની નવાઈ લાગે છે કે આ ભોળી સોમી આટલી સારી એક્ટિંગ પણ કરી શકે છે! આ ગુણ વિશે તો અભીને ખબર જ ન હતી.

"ચલો લેબ શરૂ થશે.. આવો છો કે તમારે બેયને આખા દિવસની રજા છે?", સ્વપ્નિલે અભી અને આકાંક્ષા સામે જોઇને પૂછ્યું.

"ના..., કોઈ રજા નથી. આવીએ જ છીએ", અભી બોલ્યો.

"અરે હું સ્ટુડન્ટ સેક્શનમાંથી ફાઇલ લઈને આવું, તમે પહોંચો.", સૌમ્યા બોલી.

"હું પણ તારી સાથે આવું", આકાંક્ષા તરત જ બોલી.

આકાંક્ષાને કાલ રાતની સૌમ્યાની પાર્ટીમાંથી પોતાના  અચાનક નીકળી જવા માટે માફી માગવા આ એક દમ યોગ્ય સમય લાગ્યો...

"સૌમ્યા, કાલના માટે ખરેખર દિલથી સોરી યાર. હું તારા ઘરેથી તને કઈ કીધા વગર જ નીકળી ગઈ", આકાંક્ષા બોલી.

"ઓહ..! ઇટ્સ ઓકે આકાંક્ષા. એવુ બધું ફ્રેન્ડ્સમાં ના હોય, અને ભલે મને આ પ્રેમ વિશે બહુ નથી ખબર પડતી પણ હા, પ્રેમ હોય ત્યાં થોડીઘણી ઇર્ષ્યા હોય. તું મને ને અભીને જોઈને કદાચ...", સૌમ્યા બોલી.

"સાચું કહું તો હા... પણ અત્યારે મને જ મારા પર બહુ ગુસ્સો આવે છે કે હું તમારા બન્ને વિશે કઈ રીતે આવુ વિચારીને ત્યાંથી નીકળી ગઈ!? જ્યારે કે મને ખબર છે કે તમે બન્ને બહુ સારા ફ્રેન્ડ છો", આકાંક્ષા ચાલતા ચાલતા સૌમ્યા સાથે વાત કરી રહી હતી.

"અરે આકાંક્ષા... કઈ નહિ ડિયર, એતો હું સમજી જ ગઈ હતી. એટલે જ મેં અભીને કહ્યું કે તને જઈને મનાવે..",સૌમ્યા આખી વાત કરતા બોલી.

"શું? તેં કાલે રાતે અભીને મને મનાવા મોકલ્યો હતો?", આકાંક્ષાના ચહેરા પર આશ્ચર્યના ભાવ દેખાતા હતા. તેણે ઉમેર્યું, "સોમી, તું આટલી બધી સારી કઈ રીતે છે? આઈ મીન આટલી સારી વ્યક્તિ મેં કદી મારી લાઈફમાં નથી જોઈ! "

આકાંક્ષા એકદમ ખુશ થઈ સૌમ્યાને ભેટી પડી.

"સોરી એન્ડ થેન્ક્સ સોમી. આજથી તું ખાલી અભીની નહિ મારી પણ બેસ્ટી છે.", આકાંક્ષા બોલી.

"તું અને અભી ખુશ તો હું પણ ખુશ. ", સૌમ્યા બોલી.

બન્ને સ્ટુડન્ટ સેક્શનમાંથી ફાઇલ લઈ લેબમાં ગયા.

નવા અધ્યાયની શરૂઆત થઈ ચૂકી હતી, આકાંક્ષાને અભિના પ્રેમની સાથે સૌમ્યા ને આકાંક્ષાની દોસ્તી પણ નવા આયામો સર કરી રહી હતી. ક્યારેક તો અભિને લાગતું કે આકાંક્ષા અને સૌમ્યા બાણપણ ના મિત્ર હોય. બંને વચ્ચે એટલો ગાઢ સંબંધ બંધાઈ ચુક્યો હતો જાણે સગી બહેનો ન હોય! કોઈ તેમની વચ્ચે તિરાડ પાડી શકે એમ જ નહતું.

આમને આમ પ્રેમના વાયરા ફૂંકાઈ રહ્યા હતા અને સમય પણ એની ગતિએ વધી રહ્યો હતો. એવામાં અભીનો બર્થ ડે આવે છે. અભી સાથે મિત્ર બન્યા પછી કહો કે રિલેશનશિપની સહમતી થયા પછી પણ આ અભીનો પહેલો બર્થ ડે આવ્યો હતો તેથી આકાંક્ષા એને એકદમ ખાસ બનાવવા ઈચ્છતી હતી. એના માટે એને કોઈ વ્યક્તિની જરૂર હતી અને સૌમ્યાથી વધારે અભી ને કોણ ઓળખતું હોય ? એટલે એણે સૌમ્યાને બધી વાત કરી અને બંનેએ ભેગા મળીને એક પ્લાન બનાવ્યો.

આકાંક્ષાને અભી જોડે એક રોમેન્ટિક ડિનર ડેટ કરવી હતી એટલે પ્લાન મુજબ બધા મિત્રોની પાર્ટી વહેલી રાખવામાં આવી. એના માટે મહેક, વેદ અને સ્વપ્નિલને પણ આ વાતની જાણ કરી દીધી તેથી સાંજ સુધીમાં તો એ પાર્ટી પુરી થઈ ગઈ અને બધા મિત્રો છુટા પણ પડી ગયા. બંને સખીઓ એ પ્લાન ચાલાકીપૂર્વક પાર પાડ્યો. અભી ને જરાય વાતની ગંધ ના આવી. હા... અભીને એક વાતની બહુ નવાઈ લાગી કે આકાંક્ષાએ પાર્ટી બહુ માણી નહિ, અને એ વહેલી પણ જતી રહી. પણ સોમીએ બધું સંભાળી લીધું.

અભી ઘરે પહોંચ્યો ત્યાં જ એને આકાંક્ષાનો ફોન આવ્યો. એક હોટલ પર અભીને પહોંચવાનું કહ્યું અને એ પણ એના મનપસંદ કપડાં વ્હાઈટ શર્ટ અને બ્લ્યુ જિન્સ... અભી હવે સમજ્યો કે કેમ આકાંક્ષા આજે વહેલી જતી રહી. એ પણ ફટાફટ ફ્રેશ થયો અને રેડી થઈ ગયો. નીકળતા પહેલા એક વાર મીરર માં જોયું અને સ્વાગત જ બોલ્યો, " not bad Abhi..." આવનારી અદભૂત પળો માણવાની અભીને પણ ઉતાવળ હતી તેથી એ ઘરેથી સમય કરતાં વહેલો જ નીકળી ગયો.

આ બાજુ આકાંક્ષા ડેટ માટે મસ્ત રેડી થઈ ગઈ. વ્હાઇટ ડ્રેસમાં એકદમ પરી લાગતી હતી. કાનમાં લાંબા ઈયરિંગસ પહેર્યા, આંખોમાં કાજલ, લાઈટ લિપસ્ટિક ને લાઈટ મેકઅપ. જાણે આજે તો બધા પર વીજળી વરસાવવા જ ન નીકળી હોય ! કોઈ અપ્સરા જ જોઈ લો જાણે ! વિશ્વામિત્રનો તપોભંગ કરવા મેનકા આવી હશે ત્યારે આવી જ લાગતી હશે. અને આ તો રતી ને કામદેવ સરખા અભી અને આકાંક્ષા હતા, બંને એકબીજા પર આફરીન...

આકાંક્ષા જ્યા ડેટનો ઓર્ડર આપ્યો હતો એ હોટલ પર વહેલી પહોંચી ગઈ. બધું અરેંજમેન્ટ જોઈ લીધું. મસ્ત લાઇટિંગ, હળવું સંગીત, love u અભી લખેલી કેક અને અભીની ફેવરિટ ડીશ માટે પહેલેથી જ વેઇટરને બધું સમજાવી દીધું હતું. આકાંક્ષા આજે બહુ ખુશ હતી. અભીનો ફોન આવી ગયો હતો કે એ નીકળી ગયો છે અને દસ મિનિટમાં પહોંચતો જ હશે. પોતાની ને અભીની અત્યાર સુધીની સફર યાદ કરી આકાંક્ષા મંદ મંદ મુસ્કાતી હતી. દસ મિનિટ થઈ એટલે આકાંક્ષા મનોમન રેડી થઈ ગઈ કે અભી આવતો જ હશે. ધ્યાન દરવાજા પર જ હતું. દરવાજો સહેજ ખુલ્યો આકાંક્ષાનું દિલ ધબકવા લાગ્યું, ત્યાં તો વેઈટર પૂછવા આવ્યો હતો કે મેં'મ કઈ જરૂર છે! આકાંક્ષા એકલી જ હસી પડી. આટલી આતુર તો એને એના રિઝલ્ટ વખતે પણ ન હતી.

દસ મિનિટની વીસ મિનિટ થઈ ગઈ હતી પણ હજુ અભી ન આવ્યો. આકાંક્ષાને થયું કદાચ ટ્રાંફિકમા ફસાયો હશે, ફોન કરવો એને યોગ્ય ન લાગ્યો. થોડીવાર રાહ જોવાનું વિચારી એણે એક કોલ્ડ કોફી ઓર્ડર કરી. કોલ્ડ કોફી પણ પુરી થઈ ગઈ. ઘડિયાળમાં જોયું તો બીજી 20 મિનિટ પણ પસાર થઈ ગઈ, પણ અભી આવ્યો નહિ.

હવે આકાંક્ષાની ધીરજ ખૂટી એણે ફોન લગાવ્યો. અભીનો ફોન બંધ આવ્યો. આકાંક્ષા જરા વિચારમાં પડી કે દસ મિનિટમાં આવાનું કહી નીકળ્યો હતો ને આટલી બધી વાર થઈ તો પણ હજુ અભી કેમ ન આવ્યો!? અને ફોન પણ બંધ છે એનું શું કારણ? વિચારતા વિચારતા બીજી 30 મિનિટ પણ જતી રહી. આકાંક્ષા એ ફરી ફોન જોડ્યો પણ હજુ પણ ફોન બંધ જ આવતો હતો. આકાંક્ષા થોડી મુંઝાણી મનમાં અભી સલામત તો હશે ને એવા વિચાર પણ આવ્યા.

હવે આકાંક્ષા ડર ને ગુસ્સાના મિશ્રિત ભાવ અનુભવવા લાગી. ત્યાં 20 મિનિટ રાહ જોયા બાદ અભીનો ફોન કોઈ અનનોન નંબર પરથી આવ્યો કે એ હમણાં જ પહોંચે છે. આકાંક્ષાને એનો અવાજ સાંભળીને એ વાતની તો ખાતરી થઈ કે એને કઈ થયું નથી.

પણ હવે આકાંક્ષાનો ગુસ્સો સાતમા આસમાને હતો. એ થોડા ગુસ્સા અને નારાજગીના ભાવ સાથે બોલી, "મેં આજના દિવસ માટે કેટલી રાહ જોઈ હતી. મારે એને એક દમ યાદગાર બનાવવો હતો. ક્યારની એકલી એકલી રાહ જોવું છું તારી અને હવે તો અહીંનો સ્ટાફ પણ મને પૂછી ગયો કે ગેસ્ટ કેટલા વાગે આવશે ? આજના દિવસે તું આટલું મેનેજ ના કરી શકે?"

આકાંક્ષા ફોન પર જ લડી લેવાના મૂડમાં હતી પણ સામે થી અભીએ એની વાત કાપતા કહ્યું, "સોરી ડિયર, એક જરૂરી કામમાં ફસાઈ ગયો છું. આવીને કહું બધું તને. બાકી હું આપણી ડેટમાં ક્યારેય લેટ થાઉં? બસ હવે 10 જ મિનિટમાં પહોંચ્યો. નીકળું જ છું અહીંયાથી."

અભીની વાત સાંભળી આકાંક્ષા થોડી ઠંડી પડી અને બોલી, "સારું આ તારો છેલ્લો ચાન્સ છે અને હવે જો તું 10 મિનિટ માં ના આવ્યો તો પછી અહિંયા આવવાની કોઈ જરૂર નથી."

"હા અક્ષી પહોંચ્યો જ બસ," કહીને અભી એ ફોન કટ કર્યો. અને એ તરત જ નીકળી ગયો પણ જાણે નિયતિએ બંને વચ્ચે ઝગડો કરાવવાનું નક્કી કર્યું હોય એમ આખા રસ્તે જોરદાર ટ્રાફિક નડ્યો અને 10 મિનિટની 20 મિનિટ થઈ ગઈ.

આ તરફ 15 મિનિટ થઈ એટલે આકાંક્ષાની ધીરજ હવે ખૂટી, એ ગુસ્સામાં ઉભી થઇ અને પેમેન્ટ ને બધું પતાવીને હોટલમાંથી નીકળી ગઈ. એક બાજુ આકાંક્ષાનું એક ગેટમાંથી નીકળવું અને બીજી તરફ અભીનું બીજા ગેટમાંથી અંદર આવવું.

નિયતી આ તે કેવા ખેલ રચાવે છે ??
આતુરતાથી જોવાતી હતી જેની રાહ,
એ ક્ષણ મેળવવાને જ તરસાવે છે..!!
સજાવ્યા હતા જે દિવસ માટે સપના ખાસ, ત્યારે જ તે વિરહ કરાવે છે..!!
શું આમજ ખેંચાશે લાંબી વાત, કે પછી
થશે મધુર મિલન આજ..!?
લોલકની જેમ પ્રશ્નને, તે આમથી તેમ
લટકાવે છે!

©હિના દાસા, રવિના વાઘેલા, શેફાલી શાહ