ADHI PANANI JINDAGI - 3 in Gujarati Fiction Stories by Piyush Malvi books and stories PDF | અઢી પાનાની જિંદગી - 3

Featured Books
Categories
Share

અઢી પાનાની જિંદગી - 3

     વીતી ગયેલી પળો :-

ઉમંગ પહેલી નજરમાં જ કાવ્યાના પ્રેમમાં પડે છે અને સંજોગો પણ તેમનો સાથ દેતા હોય તે રીતે કાવ્યાને તે પોતાના ઘરે જુએ છે આ જોઈને ઉમંગ ખૂબ ઘેલો બને છે અને બને મોડી રાત સુધી વાતો કરે છે વાતો વાતોમાં ઉમંગ કાવ્યાને પોતાનાં પ્રેમનો પ્રસ્તાવ મૂકે છે. કાવ્યા ગુસ્સે થઈને ઉમંગને રૂમની બહાર કાઢી મૂકે છે અને સવારે ઉમંગ જ્યારે કાવ્યાના રૂમમાં જુએ છે તો કાવ્યા ત્યાંથી વિલુપ્ત થઈ ગઈ હોય છે આ બધું જોઈને ઉમંગ અચાનક પડી જાય છે. હવે આગળ.....

  ઠંડા પાણીની એક ઝાલકએ મને સ્વસ્થ કર્યો અને દીદીએ મને શાંત પાડી સોફા પર બેસાડ્યો.
"શું થયું ભાઈ, કેમ અચાનક પડી ગયો ?" દીદી મારી પરિસ્થિતિ ઓળખી ગઈ હોય એવી રીતે સતેજ થઈને મને પૂછ્યું.
"કાંઈ નહીં વાયડી, આ બધું તારાં લીધે જ થયું છે... જો તે સમયસર નાસ્તો આપી દીધો હોત તો આવું નાં થાત, રાત્રે પણ કંઈ ખાધુ નહોતું એટલે જ તને તો તારા ભાઈની કાંઈ પડી જ નથી જ્યારે હોઈ ત્યારે મને હેરાન જ કરતી હોય છે... પાડી... નાની એવી ભેંસ" મેં પરિસ્થિતિનો સામનો કરવા માટે વળતો પ્રહાર કર્યો જેણે નિશાનો પણ સાધ્યો.

         મેં નાસ્તો કર્યો અને ફ્રેશ થઈને ઘરની બહાર નીકળી જવું જ  વધારે ઉચિત સમજ્યું... જો ઘરે રહીશ તો દીદી પાક્કું મારુ મગજ કાચે કાચું ખાઈ જશે અને એમને મારી બધી ખબર પડી જ જવાની એ પાક્કું હતું એટલે હું તરત જ મારું પાકીટ અને રૂમાલ લેવાં મારાં રૂમમાં ગયો એ સાથે જ મને ગઈ રાત્રે બનેલ બધી ઘટનાઓ ફરીથી તાજી થવા લાગી... હજુ પણ હું અને કાવ્યા પલંગ પર પગ લંબાવીને, દીવાલને ટેકો દઈને સાથે વાતો કરતાં હોય એવા ચલચિત્રો મારાં મસ્તિષ્કમાં બનતાં હતાં અને છેલ્લે તો મને આ વિચારો એક જ વાત પર લાવીને રાખી દેતાં હતાં... એ હતું કાવ્યાનું વિરહ... મારો ઉતાવળભર્યો નિર્ણય કાશ મેં ઉતાવળ નાં કરી હોત તો આજની સવારની રોનક કંઈક અલગ જ હોત કમસેકમ કાવ્યાનો મીઠી મુશકાનવાળો ચહેરો તો હું જોઈ શક્યો હોત...! પણ અફસોસ મને તો એ પણ નસીબ નહોતું હવે તો મેં ગઈ રાત્રે મેળવેલી મિત્રતા પણ ગુમાવી દીધી હતી માત્ર પાસે હતું તો આ કાળજાને ચીરી ખાતું વિરહ... મારા માટે ગઇકાલની રાત કાળી બની ગઈ હતી અને એ કાળા ડાઘાઓ મારા ચહેરા પરની રેખાઓ પર અને મારા બદલાઈ રહેલાં સ્વભાવ પર સાફ સાફ ઉઘડી આવતાં હતાં.

         આ બધાં વિચારોને પડતાં મૂકીને હું રૂમની બહાર નીકળ્યો. હવે મારે મન માટે એકલતા અને દિલ માટે શાંતિ જોઈતી હતી. જો કે બે દિવસ પછી તો ફરીથી એકલતા તો મળવાની જ હતી કારણ કે જૂનાગઢની પ્રકૃતિ મારી ખૂબ રાહ જોઈ રહી હતી અહીં ભરાતો ડુમાળાનો એકમાત્ર શ્વાસ હતું જૂનાગઢ.

         ગઈકાલે જે મંત્રમુગ્ધ બનીને હું મારાં બેસુંરા સ્વરો રેલાવતો હતોએ હવે ક્યાંક મૂંઝાઈ ગયા હતાં. આજે એ જ મીઠી સુગંધો મને ખાટી લાગી રહી હતી અને મારું ધ્યાન બસ એક જ વિચારમાં હતું હું આ શું કરી બેઠો !, ડ્રાઇવિંગમાં જે મોજ હું કાલે લેતો હતો એની જરાક અમથી છાપ પણ આજે મારાં આ ઢીલાં ડ્રાઇવિંગમાં મને  દેખાતી નહોતી.

" એ ભડવા જોઈને ચલાવને તારી તો બેનને...." કોઈ મારા બાઇકની આગળ આવીને બબડયો અને  મારી માં - બે'ન વિરુદ્ધ થોડાં અપશબ્દો પણ બોલ્યો. પણ મને કંઈ ફેર ના પડ્યો મને તો કંઈ જ ભાન જ નહોતું  અને કંઈ ઝઘડો ના થાય એ હેતુથી હું કંઈજ બોલ્યાં વિના ફરી લીવર પર જોર મારીને ચાલી નીકળ્યો. મારે ક્યાં જવું હતું એ તો બરોબર રીતે મને પણ ખબર નહોતી તો પણ હું લીવરના ઝટકે આગળ વધી રહ્યો હતો.

             મેં પાણી પીવા માટે એક પાનના ગલ્લે મારી બાઇક અને મારી જાત બંનેને થંભાવી. ત્યારે એ ગલ્લાવાળા ભાઈએ કહ્યું
"ભાઈ, બોવ ચિંતિત લાગો છો ? કોઈને શોધો છો ?"
આ બંને સવાલે મારાં હાવભાવ બદલાવી નાંખ્યા, આ અજાણ્યાં માણસને કેવી રીતે ખબર કે હું કોઈને શોધી રહ્યો છું અને વળી પાછું આ જ સવાલ એણે મને કેમ કર્યો હું હજુ આવું વિચારતો હતો ત્યાંજ
"ઓ ભાઈ, ક્યાં ખોવાઈ ગયાં"
તેમણે મારાં ખભા પર હાથ રાખતાં કહ્યું અને પાણી આપ્યું હું એક જ ઘૂંટડે બધું પાણી ઘટઘટાવી ગયો. હજુ હું કંઈ બોલું એ પહેલાં એ ભાઈ ફરીથી બોલ્યા
" હું ક્યારનો જોવ છું તમે આ સર્કલને ઓછામાં ઓછાં નવેક ચક્કર લગાવી ચૂક્યાં છો અને થોડાં સમય પહેલાં તો તમારો અકસ્માત થતાં થતાં અટક્યો"
"ના ભાઈ એવું કંઈ નથી..." બસ હું આટલું તો માંડ બોલી શક્યો આગળ મારી જીભ ચાલી જ નહીં ને અને હું એને કહું તો શું કહું કે હું અહીં આ ધૂળની ડમરીઓ ઉડાડતા શહેરમાં શાંતિ, એકલતા અને મારો પ્રેમ શોધી રહ્યો છું એવું કોણ વિશ્વાસ કરે... આ બધું સાંભળીને પેલાં ભાઈ મંદ મંદ દાંત દેખાડ્યા અને ત્યાંના બીજા ભાઈને ચહેરો હલાવતા, નેણ ઉચકાવતાં અને હોઠ દબાવતાં ઈશારો કર્યો જાણે કોઈ એક વ્યક્તિ બીજા વ્યક્તિને ગાંડાને જોઈને કરે... આ જોઈ હું ફરીથી વિચારોમાં મુકાયો સાચે હું અહીંયા આઠથી નવ વાર ચક્કર લગાવી ગયો હ'શ ! શુ મારો અકસ્માત થતાં થતાં અટક્યો હતો પણ મને તો કંઈ જ યાદ નહોતું આવતું, ત્યાંથી મેં ફરીથી મારી બાઈકનું લીવર ખેંચ્યું અને છેવટે મંજીલ દેખાણી દુમસ બીચ.

         ઘૂઘવાટા કરતો દરિયો અને એના મારી જેમ હાંફી જતા મોજાઓ એક મસ્ત સુર રેલાવી રહ્યા હતાં. ત્યાં હું બસ બેઠો બેઠો શાંતિથી આ બધું નિહાળી રહ્યો હતો અને રેતીમાં એક દિલ દોરીને મારુ અને કાવ્યાનું નામ આંકી રહ્યો હતો. પણ આ ખારા સમુદ્રને પણ અમારું નામ એકસાથે મંજુર ના હોઈ એમ લાગતું હતું જો કે તેને પણ આ નામ ભૂસવા માટે હાંફીને ફીણ આવી રહેતાં હતાં. બસ આ ક્રિયાક્રમ મેં ચાલું જ રાખ્યો નહોતો હું થાકતો કે નહોતો એ ખારો સમુદ્ર !. ત્યાં ઘણાં નવા પ્રેમમાં બંધાયેલા જોડિયાઓ પણ આવેલા હતાં. તેમને જોઈને મારાં દિલમાં ફરી ફરીને આગ ચંપાતી હતી... એ જોઈને હું પણ વિચારોમાં ડૂબી ગયો કે કાશ કાવ્યાએ હા કહી દીધી હોત તો હું એકલો અહીં કાવ્યાના વિરહમાં નહીં પણ કાવ્યાની સાથે જન્નતની શેર કરી રહ્યો હોત !

         કદાચ મારી આ જગ્યાની પસંદગી જ ખોટી થઈ હોય એવું લાગતું હતું. હું બધાનાં ખિલખિલાટ અને મસ્તી મારી આંખ વડે નિહાળી રહ્યો હતો. અને હું આવ્યો પણ એવી જગ્યાએ હતો કે જ્યાં પ્રેમ અને શાંતિ જેવી સંવેદનાઓને કોઈ સંબંધ જ નથી. એવું કહેવાય છે કે રાતના સમયમાં તો આ દરિયાકિનારો ભૂતોનું ઘર બની જતું અને કોઈ વ્યક્તિ અહીં ફરકતું પણ નહીં !  બસ ગુંજતી તો માત્ર ચીખો, ડરામણા આવજો અને સડસડાટ વહેતો પવન.જો કે મને એ બધું ખોટું જ લાગતું હતું એટલે તો રાત સિવાય ઘરે નથી જવાનો એવું મન બનાવીને બેઠો હતો... વહેલો ઘરે જઈશ તો દીદી સાથે લપ વધી જશે એવુ બધું વિચારીને બસ સૂરજને આ ખારા દરિયામાં સમાવવાની રાહ જોતો હતો.

        હું આંખો દિવસ ત્યાં જ બેઠો રહ્યો ધીમે ધીમે સૂરજ પણ પોતાનું વર્ચસ્વ દરિયાને સોંપી રહ્યો હતો અને આકાશને લાલઘુમ બનાવી રહ્યો હતો જાણે કે કાલે ફરી સૂર્યોદય થવાનો જ ના હોઈ ! સાથે સાથે લોકોની ભીડ પણ અચાનક ઘટી રહી હતી. હું દરિયામાંથી કિનારા તરફ જઈ રહ્યો હતો ત્યાં જ કોઈ ધારદાર વસ્તુ મારા પગમાં ખૂંચી. હું લંગડાતા લંગડાતા કિનારે આવ્યો. જોયું તો દરિયાના પ્રવાહમાં આવેલ તૂટેલ બોટલનો કાચ મારાં પગમાં ખૂંચેલો હતો. અને લોહી તો એવી રીતે વહી રહ્યું હતું કે જાણે આ દરિયો મારા જ લોહીથી લાલ રંગે રંગી દેવો હોઈ મેં 'હેલ્પ હેલ્પ' ની બે ત્રણ બમ પણ લગાવી પણ છેવટે ગણ્યા ગાંઠ્યા લોકો જ વધ્યા હતાં એટલે કોઈએ હાથ લંબાવ્યો નહીં લગભગ બધાએ કાળી રાતના ડરને લીધે માનવતા ગુમાવી દીધી હોઈ એવું લાગ્યું. છેવટે મેં કિનારે એક નાળિયેર વેચનાર કાકાને જોયા. એને જોઈને મને થોડો ડર લાગ્યો પણ મારી પાસે બીજો કોઈ વિકલ્પ જ નહોતો.

         'દૂધ વગરની ચા જેવા કાળા રંગનું સુકલકડી શરીર અને ચા ઠરીને ઠીકરું થઈને જે રીતે રકાબીના તળિયે ચોંટી ગઈ હોય એ રીતે તેની ચામડી તેમના હાંડકાઓને ચોંટેલી હતી, માથે પંદર દિવસથી પણ વધારે મેં'લા વાળ હતાં અને એમાં પણ ક્યાંક પીળી પડી ગયેલી લાંબી લટો હતી જેને જીથરા કહેવા વધારે ઉચિત રહેશે, સુળા જેવા લાંબા રાક્ષસી નખ અને મોંઢા પરથી તેમનો સ્વાભાવ નક્કી કરવો મુશ્કેલ થઈ જાય એવા હાવભાવ. શરીર ઉપર કાણાં પડી ગયેલી ગંજી અને આઠથી નવ થિંગડા વાળું એનું પેન્ટ હતું. જે એને ખૂબ ભયાનક અને બિહામણું બનાવતું હતું.'

તે કાકાએ  મને મારા પગમાંથી કાચનો એ કટકો કાઢી દીધો અને પોતાના ઘટ્ટ થુકથી મારો ઘાવ ભરી દીધો અને નિર્દયતાથી મારી સામે જોયું અને મને કહ્યું

" જો નજર કર તારી આજુબાજુ અહીં તને કોઈ દેખાઈ છે ? બધા પોતાનાં સ્થાને ફરી રહ્યાં છે, અહીં માણસ તો શું પક્ષીઓ પણ પોતાનાં બચ્ચાંઓને લઈને રાત્રે દૂર ચાલ્યાં જાય છે. તું પણ ચાલ્યો જા નહીંતર માર્યો જઈશ ! , અત્યારે તો મેં તારી મદદ કરી પણ બસ સૂરજ એનું તેજ છોડીને આ ચાંદને આપશે ત્યાં સુધીમાં તો અહીંયા કોઈ પંખીડું પણ નહીં ફરકતું હોઈ ! બસ રહેશે તો તું અને તારો કાળ !, હજુ સમય છે ભાગી જા, તું ભાગી જા"

         તેમનાં સ્વરમાં ઘણો ભય છુપાયેલો હતો. મને તો એ નહોતી ખબર પડતી કે એ વ્યક્તિ મારી મદદ કરી રહ્યો હતો કે પછી મારુ મનોબળ તોડીને મને ડરાવી રહ્યો હતો.  આ સાંભળીને ઘણાં ઉદગાર મારા મનમાં આવ્યાં અને હું મારું બધું દર્દ ભૂલીને ચાલતો થયો ત્યાં જ એ કાકા રાક્ષસી અવાજમાં હસ્યાં હવે મને બોવ જ બીક લાગતી હતી અને મેં મારા બાઇક તરફ લંગડાતા લંગડાતા દોટ મૂકી.

         બાઇક પણ આજે ચાલુ થવામાં ભાઈ-સા'બ- બાપા કરતું હતું. સેલ્ફ સ્ટાર્ટ ખરાબ થઈ ગયેલું હતું. છેવટે નિરાશ થઈને મેં બાઇકને સ્ટેન્ડ પર લગાવ્યું અને કીક મારી પણ તોય પરિણામ તો એ જ રહ્યું !. ઘણાં પ્રયાસો પછી માંડ બાઇક ચાલું થયું. મેં એક નજર એ કિનારા પર ફેરવી તો પેલાં કાકા સિવાય કોઈ હતું જ નહીં ! આ દ્રશ્ય સવારના નજારા કરતાં ઘણું વિપરીત અને  બિહામણું હતું.

         સવારે આવ્યો ત્યારે પ્રેમીઓ અને આશીકો આ દરિયાનો લૂફ્ત ઉઠાવી રહ્યા હતાં અને એક આ સાંજ બસ એકલી જ રહી ગઈ અહીંયા !. એ કાકા તો હજુ પણ એ જ રાક્ષસી અવાજમાં હસી રહ્યાં હતાં એટલે હવે મારાં ડરનું કારણ વધી રહ્યું હતું અને મારું મનોબળ તૂટી રહ્યું હતું પણ મને એ શાંતિ ગમતી હતી એટલે મેં બાઈક થોડી દૂર જઈને થોભવવાનું નક્કી કર્યું. મેં બાઈક ઊભી કિનારા તરફ ફરી નજર કરી પણ આ વખતે મને કંઈક અલગ જ જોવા મળ્યું.

         દરિયો શાંત થઈ ગયો હતો, પેલા કાકાની લારી પણ એ જ સ્થિતિમાં હતી. દાદાનો એ રાક્ષસી અવાજ હજુ મારાં કાને પડી રહ્યો હતો પણ પણ એ અવાજની તીવ્રતા મંદ થવાને બદલે ધીમે ધીમે વધી રહી હતી જાણે કે એ કાકા મારી તરફ આવી રરહ્યાં હોઈ પણ મને એ કાકા ક્યાંય નજરે નહોતાં ચઢતાં એટલે મેં બાઇકને ફરી ભગાવી અને સીધી મારાં ઘરે જ ઉભી રાખી. હું કંઈ પણ બોલ્યા વગર મારાં રૂમમાં દાખલ થયો દરવાજો બંધ કરીને બાથરૂમમાં જઈને મારુ પેંટ બદલાવ્યું કારણ કે મારું પેંટ પૂરેપૂરું ભીંજાઈ ગયું હતું અને એનો મને ખ્યાલ પણ નહોતો એતો મેં ઘરે બાઈક પાર્કિંગ કરીને મારો ચહેરો સાફ કરવા ખિસ્સામાંથી રૂમાલ કાઢ્યો ત્યારે તેમાંથી પેશાબની બૂ આવતી હતી જે મારાં માટે એક મોટું પ્રશ્નાર્થ હતું.

         કેટલો ફર્ક હતો કાલના એ સુંવાળા સ્વરમાં અને આજના આ રાક્ષસી અવાજમાં -એકે મને મંત્રમુગ્ધ કરીને પ્રેમમાં પડ્યો જ્યારે બીજા રાક્ષસી અવાજે મારાં હોંશ ઉડાવીને પેશાબ છોડાવ્યો ! આ બિહામણા દ્રશ્યો અવાજ મારાં માટે ભૂલી શકાય એમ નહોતાં એટલે મને મારી શાંતિ તો બસ એ જૂનાગઢના ગાઢ જંગલોમાં, ભવનાથની તળેટીમાં કે પછી કૃષિ યુનિવર્સિટીના કેમ્પસ સિવાય ક્યાંય મળે એવું લાગતું નહોતું એટલે મેં આવતીકાલે સવારે જ જૂનાગઢ નીકળી જવું છે એવો નિર્ણય કર્યો અને પપ્પાએ પણ પરવાનગી પર હસ્તાક્ષર કરી આપ્યાં પણ મમ્મી અને દીદી મને રોકવા માટે તાણ્યા ખેંચતાં હતાં એમાં પણ ખાસ કરીને દીદી કારણ કે એને મારી બધી પરિસ્થિતિની ખબર હોઇ એવું લાગ્યું પણ છેવટે હું એકનો બે  ના જ થયો.

         મેં જસ્મિનને કોલ કરીને બહાર મળવા બોલાવ્યો.  બસ એ એક જ હતો કે મારી આ બધી વ્યથા સમજી શકે. અમે બંને મળ્યાં અને મેં તેમને કાલની ચમત્કારિક સવારથી આજની બિહામણી સાંજ સુધીની બધી વાત કરી દીધી. તે મને જોરદાર દિલાસો આપી રહ્યો હતો પણ અંદર જે  આગ ચંપાઈ હતી તે બુજવાનું નામ જ નહોતી લેતી. જસ્મિન ઉભો થઈને સિગારેટ સળગાવી લાવ્યો અને મને ઑફર કરી.

"લે એક કશ લે થોડી શાંતિ મળશે અને બસ મજા મજા જેવું લાગશે. "
હું એ હોંશમાં નહોતો કે જસ્મિનને પૂછું કે તે આ બધું ક્યારથી ચાલુ કર્યું. મેં સિગારેટ લઈને ફેંકી દેવાને બદલે એક જોરદાર કશ લઈને ફૂંકી. આ સાથે મને ડૂમો ભરાયો જાણે સિગારેટ નો ધુમાડો અને મારી અંદરની આગનો ધુમાડો એક યુદ્ધ લડી રહ્યા હોય, જાણે ઝેર ઝેરને ગળાફાંસો દઈને મારી રહ્યું હોઈ અને આ સાથે જ મને ઉધરસ ચઢી  તો પણ મેં સિગારેટને ફેંકી દેવાને બદલે એનાથી પણ ઊંડો બીજો કશ ખેંચ્યો. બસ ધીમે ધીમે મને સિગારેટનો નશો ચડવા લાગ્યો અને હું જે દુઃખ લઈને બેઠો હતો એ બધું ધીમે ધીમે વિસરતું જતું હોય એવું લાગતું હતું અને મારાં ચહેરા પર ફરી પહેલા જેવું જ સ્મિત પાછું ખેંચાઈ આવ્યું. આમ મેં મારા સ્વભાવની તદ્દન વિરુદ્ધ જઈને સિગારેટને મારા જીવનનો દુઃખનો સાથી બનાવ્યો અને ધીમે ધીમે હું મારી કોઈપણ મૂંઝવણને ભુલાવવા માટે સિગારેટનો સહારો લેવો લાગ્યો અને નશાપ્રેમી પ્રાણી બની ગયો.
------------------------------------------------------------------
‌ બીજી બાજુ ~

         કાવ્યા પણ એ જ કશ્મકશ અનુભવતી હતી અને તે ઉમંગનાં ઘરેથી નીકળીને પોતાનાં ઘરે જઈને પોતાની જાતને તેમના રૂમમાં કેદ કરી દીધી. તે ચોધાર આંશુએ રડી રહી હતી અને બસ પોતાનું માથું પોતાના હાથ પર વારંવાર પછાડી રહી હતી. શા માટે હું કાલની રાત વંદનાના ઘરે રોકાણી ??
શા માટે મેં ઉમંગ સાથે મિત્રતા કેળવી ? જો મેં આવું કંઈ કર્યું જ નાં હોત તો મારે આજે રડવાનો વારો ના આવ્યો હોત.

       છેવટે મોડી રાતે આ સમસ્યાનો અંત લાવવાં માટે વંદનાને કોલ જોડી જોયો અને વંદનાને બધી વાતની પેટ ખોલીને કહી દીધી. વંદનાએ સલાહ આપી કે "હજુ આપણે ઉંમરમાં ઘણાં નાના છીએ અને અત્યારે આપણે એ વયજુથમાં છીએ કે જો કોઈ ખોટો નિર્ણય લેવાઈ જાય તો આખી જિંદગી અફસોસ જ કરવાનો રહેશે એટલે હું મારાં તરફથી માફી માંગુ છું અને એક ફ્રેન્ડ તરીકે સલાહ આપું છું કે કોઈ પણ નિર્ણય ઉતાવળમાં ન લેતી અને એવું હોય તો એકવાર તું ઉમંગને મળીને શાંતિથી વાત કરી લે આમેય અત્યારે ભાઈ હમણાં થોડાં દિવસ રોકાવવાનો જ છે "(હજુ વંદનાને કે તેમના મમ્મી પપ્પાને ખબર નહોતી કે ઉમંગ કાલે જૂનાગઢ જવાનો નિર્ણય કરી ચુક્યો છે)

" ના હું એને મળવા જ નથી માંગતી. તારા ઘરે રાત રોકાઈને હું એક ભૂલ તો કરી ચુકી છું હવે હું બીજી ભૂલ કરવા નથી માંગતી. બસ જે કંઈ અત્યારે થયું એ તું ઉમંગને કંઈ જાણ ન કરતી અને એને ભણક પણ ના લાગવા દેતી કે તને આ બધી વાતની ખબર છે" આટલું કહીને કાવ્યાએ કોલ કટ કરી દીધો.

         તે પોતાની જાતને કોશી રહી હતી. 'શા માટે મારી સાથે જ આવું બન્યું ? ત્યાં મારા કરતાં પણ ઘણી સારી દેખાવડી છોકરીઓ હતી. શુ ઉમંગ મને સાચો પ્રેમ કરતો હશે આ તેનું મારા પ્રત્યેનું આકર્ષણ હશે ? કદાચ આકર્ષણ તો નહીં હોય કારણ કે હું એટલી બધી પણ દેખાવડી કે સુંદર નહોતી લાગતી. વંદનાના કહેવા પ્રમાણે શુ મારે ઉમંગને એકવાર મળવું જોઈએ ? પણ હું શા માટે આટલી બધી ચિંતિત છું ઉમંગે મને માત્ર પ્રપોઝ જ કરેલું ને કે જે અત્યારે એક સામાન્ય ઘટનાં છે ?' વગેરે વગેરે જેવા વિચારોના ઉદભવ કાવ્યાના મનમાં થતાં હતાં અને કંઈક પ્રશ્નોના આંશિકપણે જવાબ આપવાનો પ્રયાસ કરતી હતી.

         સાંજે વંદનાનો ફોન રણક્યો. વંદનાને નંબર જાણીતો લાગ્યો એટલે રિસીવ કરીને હેલ્લો એટલું તો માંડ બોલી ત્યાં સામેની બાજુથી જોર જોરથી રડવાનો અવાજ સંભળાયો અને એ અવાજ હતો કાવ્યાનો. વંદનાએ બીજા કંઈપણ પ્રશ્ન પૂછવા કરતા એક પ્રશ્ન પૂછવો વધુ હિતાવહ સમજ્યું "મળવું છે ?" સામેની બાજુ કાવ્યા એકપણ શબ્દ બોલી નહીં અને ડુસકા ભરી ભરીને વંદનાના સવાલનો જવાબ આપતી હોય એવું લાગ્યું. એટલે  વંદનાએ ફરી પૂછ્યું " મળવું છે ?" "ક્યાં છો તું, હું ત્યાં આવું છું" કાવ્યા "ઘરે" એટલું જ બોલી.

વંદના રીક્ષા કરીને કાવ્યાના ઘરે પહોંચી
"શુ થયું યાર કાવ્યા ?, કેમ ફોન પર આટલું બધું રડતી હતી ? આંશુડાઓ મોતીઓ કરતા પણ મોંઘા છે એ તને ખબર છે" વંદનાએ કાવ્યાને બાથમાં ભીડીને બે પ્રશ્નાર્થ જડી દીધા. અને સાથે કાવ્યાને ખુશ કરવા માટે છેલ્લા વાક્ય પર વધુ જોર આપ્યું. પણ કાવ્યા ખુશ થવાને બદલે વંદનાને જોરથી બાથ ભરીને ફરીથી રડવા લાગી જાણે એક ખોવાઈ ગયેલું બાળક એની માને મળ્યા પછી રડે. વંદનાએ એની પીઠ શાંતિથી પંપાળી અને બેસાડી અને ટેબલ પર પડેલા જગમાંથી પાણી ભરીને કાવ્યાને આપ્યું.

          " બોલ કાવ્યા, તારી આ પરિસ્થિતિ માટે કોણ જવાબદાર છે ? શું થયું અને જે કહેવું હોય એ રડ્યા વગર બોલ અને તને યાદ છે મેં હમણાં આવીને જ કીધું કે આશુડાની કિંમત મોતીઓ કરતા પણ વધારે હોય છે " કાવ્યાએ ફરી છેલ્લા વાક્ય પર જોર આપ્યું. આ સાંભળીને કાવ્યા મંદ મંદ મલકાણી.

         " હું ઉમંગનાં પ્રેમમાં પડી ગઈ છું, જ્યારથી એણે મને પ્રપોઝ કર્યું છે મારું ક્યાંય મન લાગતું જ નથી. કાલ રાત્રે હું સૂતી જ નથી અને ત્યાં રહેવાથી મને વધુ ડૂમો ભરાતો હતો એટલે વહેલી સવારે નીકળી જવું મેં વધારે ઉચિત સમજ્યું. જો કે ઉમંગના સ્વભાવ વિશે મને કંઈપણ ખબર નથી પણ પણ મનમાં હોઈ એ કહી દેવાનો ગુણ અને એમની હિંમત જોઈને મારી જાતને હું એમનાં પ્રેમમાં જતાં રોકી ના શકી. અહિયાં આવીને મેં જ્યારે તારી સાથે કૉલમાં વાત કરી એ પછી મને આ બધી વાતની અનુભૂતિ થઈ. એ પછી હું ખૂબ જ રડી અને  જો મારી હાલત આવી હશે તો જે વ્યક્તિએ 'ના' નો સ્વીકાર કર્યો છે એની પરિસ્થિતિ અને વ્યથા શુ હશે ?!. એ વિચારીને મારી જાતને ખૂબ જ કોશી રહી હતી. અને મારામાં ઉમંગ જેવી હિંમત નથી કે હું એને હવે રૂબરૂ મળીને બધી વાત કરી શકું એટલે જ તો મેં તારી સલાહ લેવા તને કોલ કરેલો" આમ કાવ્યા તેની પરિસ્થિતિને સમજાવી રહી હોઈ એમ તેમને અનુભવેલી એક એક પળને વંદનાને અનુભવવા માટે મજબૂર કરી દે એવી રીતે વર્ણવી દીધી. આખરે ઉમંગ પણ કાવ્યાની આ જ અદા પર ફન્ના થઈ ગયો હતો.

         "કાવ્યા લુક એટ મી, આ તો ખુશીની વાત કહેવાય કે તને પણ તારા પ્રેમની અનુભૂતિ થઈ ગઈ પણ જો તું આમ એને મળવાનું ટાળીશ અને રૂબરૂમાં વાત નહીં કરે તો તું ઉમંગનાં મનમાં તારા પ્રત્યે ઝેર ભરી દઈશ. એક કામ કર આવતાં સંડે તું ઉમંગ માટે એક સરપ્રાઈઝ પ્લાન કર અને તું ત્યારે એ જ કપડાં પહેરજે જે તે કાલે પહેરી હતી. અને તેને અહીં લાવવાની જવાબદારી મારી અને પછી એવો માહોલ બની ગયો હશે કે તારામાં એ હિંમત પણ આવી જશે કે તું એને બધી વાત કરી શકે. સારું થયું કે તે મને આ બધું વિના સંકોચે કહી દીધું. બેસ્ટ ઓફ લક ભાભી !" વંદનાએ ફરીથી છેલ્લા વાક્ય પર વધારે ભાર આપ્યો. વંદનાની આ વાતથી કાવ્યા પણ શરમાઈ ગઈ અને છેલ્લે ઉમંગ અને કાવ્યાનું ફરીથી સ્નેહમિલન ગોઠવાશે એવું નક્કી થયું.
-----------------------------–------–-––---–------------ ------------

.
.
.
.
.
.
.
.
.
.


'ઉમંગને શું કાવ્યાનો પ્રેમ મળશે કે પછી ઉમંગનાં મનમાં કાવ્યા માટે ઝેર ઑકાઈ રહ્યું છે'
'શું આ પ્રેમમાં નવી  કોઈ અડચણો આવશે ?'
'શું હશે ઉમંગનાં સ્યુસાઈડનું કારણ ?'
'શુ કાવ્યા તો નહીં હોઈ - ઉમંગનો પહેલો પ્રેમ ?'

ક્રમશઃ....
ખરેખર દિલથી મજા આવી હોય તો પ્રતિભાવ આવકાર્ય છે....
contact on :8530825416