કર્નલના મોટા ફાર્મ હાઉસમાં એમની લાશ બંધ સંદૂકમાં ગંધાઈ ઉઠી હતી.
પડોશીઓથી ગંધ ના જીરવાતાં પોલીસને જાણ કરવામાં આવી.
કર્નલનુ ફાર્મહાઉસ લોકોની નજરમાં શ્રાપિત ઘર તરીકે પંકાઈ ગયું હતું. ફાર્મહાઉસ કેટલીય ગોઝારી ઘટનાઓનુ સાક્ષી એના ભાઈ ગનિઉસ્માન અને કર્નલનુ સહિયારું હતું.
ગનિઉસ્માનનો કહેવા પૂરતો એક્સ્પોર્ટ ઈમ્પોર્ટ નો ધંધો, બાકી એની આડ લઈ એ કાળા ધોળા કરતો. કેટલીય વાર જેલ ભોગવી ચૂકેલો રીઢો ગુનેગાર હતો.
એના આવા ધંધાના લીધે તેની પત્ની સોફિયા સાથે રોજ ઝઘડા થતા હતા.
થોડા સમય પહેલાં એમનો ઝગડો વટાવી ગયેલો ઉસ્માનગની પોતાની પત્નીને માથામાં લોઢાના સળિયાના ઘા ઝીંકી કિસ્સો પતાવી દીધો હતો.
કર્નલે પોલીસમાં જાણ કરી તેને જેલભેગો કર્યો, છતાં કર્નલ જાણતા હતા અસામાજિક તત્વો સાથે ગાઢ સંપર્ક ના લીધે એ ઝાઝો સમય જેલ નહીં ભોગવે. જગ્ગુ ,સબ ઇન્સ્પેકટર રાઘવ અને બે કોન્સ્ટેબલ સાથે કર્નલના ઘરમાં લોક તોડીને પ્રવેશ્યા .
ઘરવખરી બધી અસ્તવ્યસ્ત પડી હતી. દુર્ગંધને લીધે ઘરમાં ઊભું રહેવાય એમ નહોતું. જગ્ગુ રાઘવ અને કોન્સ્ટેબલોએ હાથ રૂમાલ વડે નાક દાબી રાખ્યા હતા.
કમરાની મધ્યમાં એક મોટું સંદૂક પડયું હતું .
એની પર મચ્છર બણબણતા હતાં.
'જગ્ગુ ..! લાશ સંદૂકમાં હોવી જોઈએ.!"
"હા પણ કોહવાઈ ગઈ લાગે છે. જગ્ગુએ રૂંધામણ વ્યક્ત કરી.
'ગંગારામભાઈ જરા સંદૂક ખોલોને..!"
ઈસપેકટર રાઘવે કોન્સ્ટેબલને કહ્યું.
ગંગારામ પોતાના મોઢા અને નાકને મોટા હાથ રૂમાલ વડે દાબતાં એક હાથે સંદૂકને ખોલવા લાગ્યો.
જરાક મહેનત પછી સંદૂક ખુલતાની સાથે ચીતરી ચડે એવી વિચિત્ર દુર્ગંધ આખાય કમરામાં પ્રસરી ગઈ.
ગંગારામને ઉલટી થતી હોય એમ લાગતાં એ દોડીને બાથરૂમમાં ગયો.
સંદૂકમાં લાશનુ વિકૃત સ્વરૂપ જોઇ જગ્ગુ અને રાઘવના તનમનમાં કમકમાટી વ્યાપી ગઈ. કર્નલનું મોઢું કોઈ ધારદાર વસ્તુ વડે છૂંદો બનાવી દેવાયું હતું હવે વધુ ભીતર ઊભા રહી શકાય એમ નહોતું. જગ્ગુ ઇન્સ્પેકટર રાઘવ સાથે બહાર નીકળ્યો. ઈસપેકટર રાઘવે આડોશ-પાડોશમાં હળવી પૂછપરછ કરી ઉડતા નિરીક્ષણ પછી તેઓ એવા તારણ પર આવ્યા કે ખૂન થયે લગભગ ચારેક દિવસ થયા હતા.
કર્નલ વિશે આસપાસના લોકોનો અભિપ્રાય સાફ સુથરો હતો.
કર્નલ એક નેકદિલ માનવતા પ્રેમી ઈન્સાન હતા. તેઓ ખાસ કરીને કોઈ માં ભળતા નહીં. અને એકલવાયું જીવન જીવતા.
પોસ્ટમોટમ પહેલાં કર્નલની ડેડ-બૉડી એક વાર જોઈ લેવાનું જગ્ગુને મુનાસીબ લાગ્યુ. જગ્ગુએ મોઢા પર કપડું બાંધી કર્નલની લાશનુ ફરતેથી નિરીક્ષણ કર્યું.
જગ્ગુની ચકોર નજરે કર્નલના હાથ પર છૂંદણા વાળા જોડે કોતરાયેલું નામ પકડ્યુ.
'રાઘવ સાહેબ...!, લાશને ધારી ધારીને જોતાં ઈસ્પેકટરને જગુએ કર્યું.
અબગડી છુુંદણા વાળા ને પકડી લાવો. આપણે એક વાતની ખાતરી કરી લઈએ. ઈન્સ્પેક્ટર રાઘવે કોન્સ્ટેબલને મોકલી છૂંદણા વાળા ને બોલાવ્યો.
કર્નલના હાથ ઉપર લખેલું 'દાઉદ ઉસ્માન' તાજું જ લખાયું હોવાની છુંદણાવાળાએ ખાતરી આપી.
પડોશીઓ દ્વારા કર્નલના સ્વરૂપવર્ણનમાં
કર્નલના જમણા હાથે 'દાઉદ ઉસ્માન' લખેલું છે એ વાત જગ્ગુએ જાણી હતી.
જગ્ગુને હવે આ જ વાત ખટકી રહી હતી કર્નલ પોતાના જમણા હાથે ફરીવાર શા માટે નામ લખાવે...? લાશને પોસ્ટમોર્ટમ માટે મોકલી દઈ ઈસપેકટર રાઘવ અને જગ્ગુ પોલીસ સ્ટેશને આવ્યા.
રાઘવ સાહેબ..! જગ્ગુએ માથું ખંજવાળતાં ઇન્સ્પેક્ટરને કહ્યું.
'તમે ખાતરી કરાવી શકો છો કે કર્નલનો ભાઈ કઇ જેલમાં છે..?'
હા હા કેમ નહીં હમણાં જ ખાત્રી કરાવી લઉં છું ઇન્સ્પેક્ટરે જગુને સંમતિ દર્શાવી .
"ભલે તો આ તપાસ કરો તો કર્નલના ઘરઘાટીને મળી લઉ.!"
'ભલે..!'
કહેતાં ઈસ્પેકટર પોતાના કામમાં લાગી ગયા. જ્યારે જગ્ગુ ઘરઘાટીને મળ્યો.
પહેલાં તો રામકિશન કર્નલના ઘર વિષે કશી માહિતી આપવા તૈયાર નહોતો. પણ જગ્ગુ એ ડરાવતાં કહ્યું.
કાનૂનની નજરમાં બધું જાણતો હોવા છતાં ના બતાવવાના ગુનાસર પોલીસ થાણાના ચક્કર વળગશે.
રામકિશન ગભરાઈ ગયો. કર્નલના ઘર વિશે જે કંઈ જાણતો હતો તે ફટાફટ બોલવા લાગ્યો.
'સાહેબ..!,સોફિયાને કર્નલ સાહેબ સાથે આડા સબંધો હતા ઉસ્માન ગની ધંધો ભલે કાળો કરતાં પણ તેઓ દિલના ઉજળા માણસ છે પત્નીની બેવફાઈ સહન ન થતાં એનુ કાળસ કાઢી નાખ્યુ. એમને જેલ થઈ બીજીબાજુ કર્નલના સોફિયા સાથે આડા સંબંધની વાત પહેલેથી જ જાણતા સોફિયાના પિતાએ પુત્રીના મૃત્યુ પછી કર્નલને પતાવી દેવાનું ષડયંત્ર રચી દીધું આખી વાતની જાણ કર્નલના કોઈ માણસને થઈ જતાં કર્નલને સતેજ કરાયા. છતાં કર્નલ ગફલતમાં જીવ ખોઈ બેઠા.!"
ઘરઘાટી ઢીલો પડી ગયો.
જગ્ગુને લાગ્યુ કેસ વધુપડતો ગૂંચવાતો જાય છે.
અચ્છા હવે છેલ્લો સવાલ..!,
જગ્ગુએ ઘરઘાટીની આંખમાં આંખ માંડી.
કર્નલ સાહેબ અને ઉસ્માન ગની ના દેખાવનું થોડું વર્ણન મને કહો..!
રામકિશન ઘડીભર જગુની સામે જોતો રહ્યો પછી બોલ્યો. "સાહેબ સવાલ તમે કામનો કર્યો.
સામે કર્નલ સાહેબને બેસાડો અને ઉસ્માન ગની ને ઉઠાડો.. કર્નલ સાહેબની આંખો ભૂરીના હોય અને હાથ ઉપર દાઉદ ઉસ્માન લખેલુ ના હોય તો તમે બન્ને વચ્ચેનો ભેદ પારખી ના શકો.
જગ્ગુની આંખોમાં ચમક પસાર થઈ ગઈ. એને ઘરઘાટી ના ખભા ઉપર હાથ મૂકી બેઠા થતાં કહ્યું .
'બસ હવે રામ કિશનભાઇ તકલીફ માફ..!'
જીવને છુટકારો મળ્યો હોય એમ રામકિશને રાહતનો શ્વાસ લીધો. જગ્ગુ પોલીસ સ્ટેશને આવ્યો ત્યારે ઈસપેકટર રાઘવે સમાચાર આપ્યા કે
'મેં ખાતરી કરાવી તો સેન્ટ્રલ જેલમાંથી અજીબ વાત જાણવા મળી મારા ખબરીએ કહ્યું કે ચાર દિવસ પહેલાં કર્નલને જેલમાંથી કોઈએ છોડાવેલો પણ બીજા જ દિવસે એ પાછો જેલમાં આવી ગયો. ત્યારે એના હાથ જમણા હાથ પર પાટો બંધાયેલો હતો
જગ્ગુ લગભગ ઉછળી પડ્યો.
' તો પછી મારો શક સાબિત થાય છે' જગુએ આવેશથી કહ્યું
'ચાલો જલ્દી કરો આપણે સેન્ટ્રલ જેલ જઈશું. ખૂની હવે છટકવો ના જોઈએ.'
'ખૂની કર્નલ..?'
રાઘવને આશ્ચર્ય થયું.
જે નુ મર્ડર થયું છે તે ઉસ્માનગનિ છે કર્નલ ને મારવા આવેલા ઉસ્માનગનિ ને કર્નલે પતાવી દીધો. અને એને કર્નલમાં ખપાવી દઇ પોતે જેલ ભેગો થઈ ગયો. કર્નલ ખૂબ જ ચાલબાજ ખૂની છે
ઇસ્પેક્ટર રાઘવ પોતાની ટુકડી અને જગુની સાથે સેન્ટ્રલ જેલ જવા રવાના થયો.