Shikhagrah Hu.. ane matra Hu... in Gujarati Short Stories by Vrunda books and stories PDF | શીખાગ્રહ : હું... અને માત્ર હું...

The Author
Featured Books
  • ખજાનો - 41

    ( આપણે જોયું કે તે મૂર્છિત માણસ બીજું કોઈ નહીં પરંતુ સોમાલિય...

  • ભીતરમન - 40

    તુલસી મારો પ્રેમ પામીને તરત બોલી, મારી સાચી વાતને પણ તમે તરત...

  • ફરે તે ફરફરે - 22

    ફરે તે ફરફરે - ૨૨   જે ધુન ઉપર મારા પગમા જોમ આવી ગયુ હત...

  • નાયિકાદેવી - ભાગ 29

    ૨૯ વિધિની રમત ગંગ ડાભી અને સારંગદેવ સોઢાની ઓળખાણ સોમનાથની જા...

  • નિતુ - પ્રકરણ 34

    નિતુ : ૩૪ (લગ્ન)નિતુ કેબિનમાં પહોંચી તો વિદ્યા પોતાના કમ્પ્ય...

Categories
Share

શીખાગ્રહ : હું... અને માત્ર હું...

ચાલો, બે-પાંચ ડગલા પાછળ ચાલીએ, જ્યાં ઘરે-ઘરે ખેતી કામ થતું, દૂર-દૂર સુધી ખેતરોમાં લીલાછમ પાક લહેરાતા. આવા સમયમાં આખો પરીવાર ખેતીમાં મદદ કરાવતો.

આવાજ એક સુંદર લીલાછમ ગામમાં, એક નાનકડાં વિસ્તારમાં આઠ-દસ ખેડૂતો ભેગા મળીને તનતોડ મહેનત કરી, ખેતી કરતા. આ બધાનો લીડર વિનય ખુબજ મહેનતી હતો. ખેતીના તમામ પાસાઓને તે ખુબજ સારી રીતે સમજતો હતો, સ્વભાવનો પણ ખુબજ સરળ. તેની નિર્બળતા માત્ર એટલીજ કે તે ક્યારેય બીજા કોઈની વાત સાંભળતો નહતો. અને સાંભળે તોય, સામે વાળા વ્યક્તિને બીજી ચાર વાતો એવીરીતે સમજાવતો, કે આપણને લાગે વિનયનીજ વાત સાચી છે. વિનય અહંકારી ન હતો, પરંતુ તેની અંદર અહંકારનું નાનું સરખું બીજ એટલેકે “હું પણું....” હતું. આમતો વિનયની લગભગ બધીજ વાતો સાચી અને સમજણ ભરી હોય, એટલે તેમને માનવમાં અન્ય ખેડૂતોને ક્યારેય વાંધો ન હતો. પરંતુ આ બધાજ ખેડૂતો ક્યારેકને ક્યારેક તેના “હું પણા” થી કંટાળી જતાં. માત્ર આ કારણથી ઘણી-બધી વાતો વિનયને કહેવાની ટાળતા પણ ખરા. વિનયના પરિવારજનો પણ ક્યારેય નિખાલસતાથી વાતો નહતા કરી શકતા. આખરે બધાજ વિનયને ખૂબ ચાહતા હતા.

પાછલા અમુક દિવસોથી વિનય ખુબજ વિચારોમાં રહેતો, કોઈની સાથે ખાસ બોલતો-ચાલતો પણ નહતો. વિનયના આવા વર્તનથી પરિવારજનો ચિંતિત હતા. પરંતુ કોઈ વિનયને કશુજ પૂછી શકતા નહીં.

એક દિવસ વિનયએ તેના તમામ ખેડૂત મિત્રોને ભેગા કર્યા, અને કહ્યું: “હું ઘણા સમયથી એક બાબત ઉપર વિચાર કરી રહ્યો છું. મને લાગે છે, કે આપણે જે ખેતી કરીએ છીએ, તેની પદ્ધતિ એકદમ સ્પષ્ટ છે. પરંતુ વાતાવરણ તેમજ અસમાંતર વરસાદ, તડકો અને ઠંડીના કારણે આપણો પાક ઉંચો નથી થતો. આપણે સૌએ ભેગા થઈને ભગવાનને પ્રાર્થના કરવી જોઈએ, કે આ વાતાવરણ પરિવર્તનની જવાબદારી ખેડૂતોને આપી દેવી જોઈએ.” આ વાત સાંભળીને તમામ ખેડૂતો આશ્ચર્યમાં પડી ગયા, એક યુવાન ખેડૂત હિમ્મત કરીને બોલ્યો: “વિનયભાઈ, તમારી વાત સાવ સાચી છે, પણ વાતાવરણ પરિવર્તનતો કુદરતી છે, એમાં આપણે કઈ ના કરી શકીએ”. આ સાંભળીને અન્ય ખેડૂતોમાં પણ હિમ્મત આવી, તેમણે પણ વિનયને સમજાવવાના પ્રયત્ન સાથે કહ્યું: “વિનયભાઈ, આપણે જે વસ્તુ નથી બદલી શકવાના તેના ઉપર અત્યારે આપણે સમય વેળફી રહ્યા છીએ, તેના કરતાં આપણે આપણાં કામ ઉપર ધ્યાન આપવું જોઈએ. આપણાં પાક સરસજ થશે!” આટલું સાંભળતા વિનય આવેશમાં આવી ગયો, અને જોરથી ચીસ પાળી ઉઠ્યો: “તો તમને બધાને લડી રહ્યું છે, કે હું ખોટો છું? મે આટલું બધુ મનોમંથન માત્ર તમારા બધા માટે કર્યું, આપણાં પાક વધારે ઉંચા થાય તેના માટે કર્યું. અને તમે બધા મને જ ખોટો પાડી રહ્યા છો?” આવું કહેતા- કહેતા વિનય ગુસ્સાથી ધ્રુજી રહ્યો હતો. તે હવે કોઇની પણ વાત સાંભળવા તૈયાર નહતો. આંતરિક રીતે વિનય ખુબજ ઘવાયો હતો, દુખી હતો અને નકારાત્મક વિચારો થી ઘેરાએલો હતો. વિનય ગુસ્સામાં ત્યાંથી ચાલ્યો ગયો અને બીજા બધાજ ખેડૂતો સ્તબ્ધ થઈ વિનયને જોતાં રહ્યા. બધાજ ખેડૂતો સ્તબ્ધ હતા ત્યારે સૌથી યુવાન ખેડૂત મનન બોલી ઉઠ્યો: “આપણે વિનયની વાત માની લેવી જોઈએ”, આ સાંભળીને બધાજ ખેડૂતોનું આશ્ચર્ય બેવડાયું, તેમના મનનો ભાવ કળી જતા મનને કહ્યું: “જુઓ મિત્રો... આપણે સૌ અત્યારે સાથે મળીને કામ કરી રહ્યા છીએ, વિનયને આવી પરિસ્થિતિમાં એકલો મુકવો યોગ્ય ના કહેવાય. આપણે સૌ વિનયની વાત માની લઈશું તો તેના મનમાં આવતા નકારાત્મક વિચારોમાં ઘટાડો થશે અને અમુક સમય બાદ વિનયને આપો-આપ પોતાની ભૂલ સમજાશે.” બધા ખેડૂતોને મનનની વાત સાચી તો લાગી રહી હતી, પરંતુ સ્વીકારી શકતા નહતા. થોડા મનોમંથન બાદ એક ખેડૂત મિત્ર આગળ આવી કહ્યું: “મનન સાચું કહી રહ્યો છે. આ પરિસ્થિતિનું સમાધાન માત્ર સમયજ કરી શકશે. આપણે વિનયની વાત માની લેવી જોઈએ” થોડી-ઘણી ચર્ચાઓ પછી બધાજ ખેડૂતો વિનય પાસે ગયા અને કહ્યું: “અમે બધાજ તારી સાથે છીએ...” આ સાંભળીને વિનય ઉત્સાહમાં આવી ગયો. વિનયે બધાને પ્રાર્થના કરવાની વિવિધ રીતો શીખવાડી અને બીજા દિવસે સૂર્યોદયની સાથે-સાથે બધાજ ખેડૂતો હૃદયપુર્વક પ્રાથના કરવા લાગ્યા.

સારો એવો સમય વીતી ગયો, પરંતુ ભગવાન પ્રસન્ન ના થયા. છતાંપણ ખેડૂતોએ પીછેહઠ ના કરી, અને પ્રાથના ચાલુ રાખી. આખરે ભગવાન પ્રસન્ન થયા. આ જોઇને ખેડૂત મિત્રોમાં આનંદ પ્રસરી ઉઠ્યો. બધાજ ભગવાન સમક્ષ નતમસ્તકે ઉભા હતા. ભગવાને પ્રસન્ન થઈને કહ્યું: “તમારી સૌની પ્રાથનાથી હું અત્યંત પ્રસન્ન છુ. માંગો... માંગો... શું ઈચ્છો છો આપ સૌ? ” વિનયે ભગવાનને પ્રણામ કરી કહ્યું: “પ્રભુ... અમે સૌ મહેનત કરીને રોજી ચલાવીએ છીએ, ખેતીએ અમારું કર્મ છે. અમે ખુબ મહેનત કરીએ છીએ, પરંતુ અસમાંતર વાતાવરણને કારણે આમારા પાક ઉચા થતા નથી. તો આ હવામાન પરિવર્તનની જવાબદારી આપ ખેડૂત વર્ગને આપશો, તો અમને સરળ રહેશે…” પ્રભુ મંદ-મંદ મલકાઈ રહ્યા હતા. થોડા મૌન પછી પ્રભુએ કહ્યું: “યાદ રાખજો, કોઈ પણ પરિસ્થિતિ જીવનમાં આપણે ઈચ્છીએ તેવી ન હોય, તેનો અર્થએ એ નથી કે તે પરિસ્થિતિ ખોટી છે... તથાસ્તુ...”

વિનય અને બીજા બધાજ ખેડૂતો ભગવાનની વાત ઉપર વિચારતા રહ્યા, આ સમયે તેમને વાતનો મર્મ સમજાયો નહિ. સમય રેતીની જેમ આગળ સરવા લાગ્યો. વાતાવરણ અને આબોહવા હવે ખેડૂતોના પાકના સમય ઉપર આધારિત રહેવા લાગ્યા. પાકને મનપસંદ આબોહવા મળવાના કારણેપાક અત્યંત ઊંચા થયા. ખેડૂતોમાં પ્રસન્નતા વ્યાપી ગઈ. વિનય બધાની સમક્ષ ગર્વ અનુભવતો હતો. ટુંક સમયમાં પાકને લણવાનો સમય આવ્યો. ખુબ ઉત્સાહ સાથે જયારે બધાએ પાક લણ્યો ત્યારે ખેડૂતોના આશ્ચર્યનો પાર ના રહ્યો. અત્યંત ઊંચા દેખાતા પાક અંદરથી સાવ ખાલી નીકળ્યા! આ જોઇને સૌને ખુબ મોટો આઘાત લાગ્યો. આઘાતની કળ વળતા બધાને ધીમે-ધીમે ખેડૂતોને ભગવાનની વાત યાદ આવી. “જો પરિસ્થિતિ અથવા વસ્તુ આપણે ઈચ્છીએ તેવી નહોય, તેનો અર્થ એવો નથી તે ખોટી છે!”

ખેડૂતોને હવે પોતાની ભૂલ સમજાઈ, વિનયને સમજાયું કે બધીજ વસ્તુઓ આપણા હાથમાં ન રહી શકે અથવા આપણે ધારીએ તેવું બધીજ પરિસ્થિતિમાં ના થાય. ખેડૂતોએ ફરી એક વાર ભગવાનને પ્રાથના કરી અને પરિસ્થિતિને પાછી હતી તેવી બનાવવા વિનંતી કરવા લાગ્યા.

કથા સાર:

સમય વીતી ગયા પછી આપણે પરિસ્થિતિને બદલી શકતા નથી. જે આપણા હાથમાં નથી તેને સ્વીકારીને જીવનને આનંદથી જીવવું કે પછી પરિસ્થિતિઓને બદલીને જીવન બનાવવુંતે આપણાહાથ માં છે.