Lagani ni suvas - 17 in Gujarati Love Stories by Ami books and stories PDF | લાગણીની સુવાસ - 17

The Author
Featured Books
Categories
Share

લાગણીની સુવાસ - 17

       
               ચારેબાજુ શાંતિ છવાયેલી હતી. બધા એકબીજા સામે જોઈ રહ્યા હતાં.  ડોહા થોડુ મનોમનથન કરી બોલ્યા...
 " લખમીની બા..... આય આવો તો.... !"
 " હૂં કોમસે તઈ  રડા પાડો સો .. "
 " રોધવા ભેગો કંસાર કરજો...  આજ મેમોન ભોણાની હા હોય તો ગોળ ધાણાં ખાવા સે અન કંસાર ખવરાવો સે... "
" તઈ હમજાય એવું બોલો ....  ગોળ ગોળ વાતો કરોમા.. "
 " અર... ગોડી આજ જ આ ભોણાની હા હોય તો આપડી લખમનું હગુ નક્કી કરી દઉ... ઈમ.. "
" હાચે... મુ તો આ ભોણાન જોયો તારની વિચારતી તી બળ્યુ ભગવોને તમોન હારુ હૂજાળ્યુ.. "
    આ વાતચીત ચાલતી  હતી ત્યા લાભુ લક્ષ્મી.... સત્ય ઝમકુ મનથી રાજી થઈ એકબીજા સામે જોવા લાગ્યા.... વાત કરવી ના પડી અને પોતાનુ કામ થઇ ગયું..
     ડોહાએ... સત્ય સામે જોઈ હોક્કોની એક કસ ખેંચી...
અને બોલ્યા... " ભોણા તમારો વચાર હૂ સે ... "
      સત્ય   નરમાશથી બોલ્યો... " ભા.... મારા લગન ભેગા લાભુના થાય... એવુ કરો તો હારુ બાકી મન આ હગામ કોઈ વોધો નહીં લખમીન મું નેની બૂન ગણુ સુ તે ઈન હગ્ગી બૂન જેવુ રાખે ચન્ત્યા નઈ..."
  ડોહા માંથુ ધૂણાવતા હકારો ભણી રહ્યા... " ભઈ એકની એક છોડીન દાગીના કરાવા પડશે ટેમ તો જોસે ન.... "
" ભા અમાર કોઈ દાગીના નહીં જોવતા બસ અમાર ઘર હચવાય  એટલે બઉં આ લાભુ તમાર છોકરો થઈ રેશે ..... રઈ વાત છોડીન આલવાની તો તમે સંસ્કાર જ હોના ચાંદી થી વધાર દિધાસે.... બીજુ કાંઈ નથ જોવતું....
  ડોશી રોટલા બનાવતા બનાવતા બોલ્યા... "  અમાર એક ની એક છોડીન ઈમ થોડી મોકલાય.... અતાર રોકડુ દેસુ પસ જાર ભગવોન હારો દાડો દેખાડ તઈ જીયોણામ દાગીના દેસુ... હૂ કેવુ તમારુ... " 
 ડોહાએ હકારો ભણ્યો...
 સત્ય  માથુ હલાવતા બોલ્યો " ભલે.. જેમ તમારી ઈચ્સા.. "
  લક્ષ્મી એ માથે ઓઢ્યુ.... અને રસોઈ પિરસવાની તૈયારીમાં લાગી...ઝમકુ એની સાથે મીઠી ગોઢણી કરતી એની સાથે ચાલી .... થાળીઓ પિરસાઈ ગઈ... એમાં અનોખો પ્રેમ છલકાતો હતો... રસોઈ મા કાંઈ પકવાન ન્હોતા પણ પિરસનાર નો ભાવ છલકાતો હતો ... અડદની દાળ રોટલો, ગોળ ,છાસ, આથેલા મરચાં , પાપડ અને ચોખ્ખા ધી ની રેલમછેલ કંસાર મા કરેલી... બન્ને ભાઈઓ એ ધરાઈને જમી અમૃતના ઓડકાર કર્યા...
             આજે તો લક્ષ્મીએ માથે ઓઢી લાજ કાઢી છે અને જીણીએ ચૂંદડીમાંથી  લાભુને વારંવાર જુએ છે. લાભુ જમી ઉઢ્યો એટલે એને હાથ ધોવડાવવા પોતે ઘરની પાછળ જઈ ઉભી રહે છે.
            લાભુ ઘરની પાછળ હાથ ધોવા જાય છે. ત્યાં ઝાંઝરનો મીઠો અવાજ તેને અનુસરતો હોય  છે. આ પ્રેમ ભરી પળો બન્ને માટે ખૂબ જ સ્નેહ ભરી અને ઝડપી વીતી જતી બન્ને ને લાગે છે. લાભુ લક્ષ્મીનો હાથ કાંડે થી પકડીને ઝરીક દબાવે છે.... અને પોતાના બાજુ સહેજ ખેંચે છે. લક્ષ્મી એને ધક્કો મારીને ભાગવા જાય છે.ત્યાં તે લાભુની સાથે ભટકાય છે... લાભુ  મીઠી તિખળ કરે છે....
             " લગન નહી. કરવા તે નાહે ..સે..."
             " ના , કવ તો..." લક્ષ્મીએ વળતો જવાબ આપતા કહ્યું.
            "મારે કાંઈ તારા પર છાપ નહીં .... તાર જીમ ચેટલીએ માર પાછળ ફરસ.... તું જા.... "
          " જે ફરતી હોય ઈન કઈ દે જે હવે ફર ના ....નઈ તો... હાડકા ભાગી નોખે ઈના... " ગુસ્સે દેખાડતા લક્ષ્મી બોલી...
       બન્ને  એક બીજા સામે જોઈ હસી પડ્યા.... " ઝટ લેવા આવજે...... બોલતા લક્ષ્મી  ની આંખો ભરાઈ ગઈ...
         " ઝટ આયે..... તુ ચન્તા નો કર..." લાભુએ એના આંશુ લુછતા બોલ્યો.... અવ હાથ ધોવડાય પસ જઈએ...
            લક્ષ્મીએ પાણી ભરી લાભુના હાથ ધોવડાવવા લાગી.... મૌન છવાયુ.... પણ આંખો એનું કામ કરતી હતી બન્ને એકબીજા પરથી નજર હટાવી શકતા ન્હોતા.... કદાચ વિરહ પહેલા મિલન બન્ને માણતા હતા.... આગળ પાછળ ચાલતા બન્ને ચાલ્યા લાભુ ઓસરીમાં બેઠો અને લક્ષ્મી ઘરમાં ગઈ.... 
             બધા જમી ઉઠ્યા અને   બહાર ખડકીમાં બેઠા..... અને થોડી પહેરામણી રીતરીવાજ પ્રમાણે  કરી સગાઈ નક્કી કરી...અને બન્નેના લગ્ન સાથે લેવાનું નક્કી કરી લાભુ અને સત્ય એ રજા લીધી.....
           
                 *  *  *   *    *   *  *  *  *  *
            આ બાજુ ઘવાયેલો મેલો એની ટૂકળી સાથે બેઠો હતો... જે હાથમાં આવે એ પછાળતો અને મનફાવે તેમ તેના પાલતુ માણસો પર  ગુસ્સો કાઠતો હતો.... ત્યાં એક માણસ ત્યા છુપાતો છુપાતો આવ્યો... તે દેખાવે ઠિગણો અને એક પગે ખોડ હોય તેમ ચાલતો હતો. કાળો ધાબળો ઓઢી મોઢું સંતાળતો તે મેલા જોડે આવ્યો.... તેના પગ પાસે બેઠો.... અને કંઈક વાત લાવ્યો છુું  કહું.... એમ ઈશારાથી કહ્યું.... મેલાએ હાથ ઉચ્ચો કરી એને મંજૂરી આપી.... 
        " જોણવા મળ્યુસ ક લાભુ લખમીનું હગ્ગુ નક્કી થઈ જ્યુ અન બે ભઈના લગન એક જ દાડે નક્કી થ્યા સે..." આવનાર માણસે કહ્યું....
       " હમ્મમમ..." મેલાએ હોકારો ધર્યો....
     " અન બીજી વાત એ ..ક.... સત્યાની માં... લખમીની થનાર ઓરમાન હાહુ   બઉં જ્યા ઘરોનીસ રૂપિયા માટ તમે કો ઈમ કરશે ...... તમે કો તો મારી રીતના વાત કરી લઉં..... "
" વાત કરજે.... અન ઈન આ હોનાના બે કડા આપજે.... બીજુ મુ કવ એ ઈન કરવુ જ પડશે એવી બાટલીમ ઉતારજે... જા... " બોલતા બોલતા મેલાએ પોતે પહેરેલા સોનાના બે નક્કુર કડા આવનાર માણસ ને આપ્યા...
             
          *     *      *      *        *     *
        
          સત્ય અને લાભુ ખેતરમાં બેઠા બેઠા ઘરે કેવી રીતે વાત કરવી એની ગોઠવણ કરતા હતાં.... પણ એકપણ બાજુ મેળ બેસતો ન હતો... ત્યાં સત્ય એ કટાંળી પોતેજ ઘેર જઈ સાચે સાચુ કઈ દેશે.... અને પછી જે થશે એ જોયુ જશે .... એવી માનસિક તૈયારી કરી અને આજ ખેતરમાં રોકાઈ કાલ ઘેર જઈ વાત કરવી તેવુ નક્કી કર્યું..... અત્યારે ભગતને મલવું તેમ વિચારી બન્ને ભાઈ ભગતને મળવા ઉપડ્યા...
  ક્રમશ:
 ( મારા તમામ વાંચક મિત્રોની હું આભારી છું . જેઓ મને સતત પ્રોત્સાહન પુરુ પાડે છે. મને નવુ નવુ માર્ગદર્શન પુરુ પાડી મને શીખવે છે...  ઘણા સમયથી સામાજીક કારણોસર હું લખવાનો સમય ફાળવી શકતી ન હતી. તેથી  એપિસોડ ખૂબ જ મોડો અપલોડ કર્યો...   એ માટે આપ સૌની હું માફી માંગુ છું..... તમારા સ્ટાર્સ તમારી કોમેન્ટસ... મને મોકલજો.... જે મારી માટે ખૂબ જ ખાસ છે...  મારી ભૂલો પણ તમે મને જણાવી શકો છો... જેમાંથી હું શીખી શકુ ...
    Thank you so much guys   .... Love you all ???          આભાર