સેજલ અને વિશાલ એકબીજાને I love you કહેતા કહેતા જાણે અદ્રશ્ય આલિંગન આપી રહ્યા. બંને એકબીજાને મળવા તલસી રહયા. ..
વિશાલ ને ફરી સાથે રહેવા મનાવી ને સેજલે જાણે કે ગઢ જીતી લીધો હતો..બંને જણાં કોષો દૂર છતા પણ એકબીજા માં સમાયેલા છે..
સેજલ વિશાલ ને કહે છે કે આખા દિવસ મા ફકત એક જ વખત ફોન ઉપર વાત કરવાની.. એણે સંપૂર્ણ ધ્યાન ભણવામાં,લખવામાં એની નોકરી માં જ આપવાનું. વિશાલ આ સાંભળી ને ફક્ત એક જ વાકય બોલી શકે છે.."સેજલ, I love you મારી ગાંડી.." જયારે જયારે વિશાલ સેજલ ને I love you કહેતો ત્યારે સેજલ ખૂબ જ ઈમોશનલ થઈ જતી.એના પ્રત્યુતર માં ફકત ને ફકત.." હા"જ બોલી શકતી.વિશાલ કહેતો , સેજલ...કયાં ખોવાય જાય છે જયારે જયારે હું તને I love you કહું છું. મારા મીઠડા...મારા વિશલા..મારા જીવલા...lv u ... lv u...કહી સેજલ એના પર પ્રેમ વરસાવતી...અનહદ પ્રેમ છે બંને વચ્ચે...સેજલ હંમેશા કહે છે..વિશલા તું તો મારો જીવ છે, ગાંડી તું મારી ધડકન છે...વિશાલ પણ ખૂબ લાડ કરતો...
આતો થઈ એમના અનહદ પ્રેમ ની વાત...
હવે સાંભળો એમના પ્રેમ નું બીજુ પાસુ...એને હું કુરબાની કે બલિદાન ન કહીશ પણ આધારસ્તંભ કહીશ..અથવા તો "અનહદ પ્રેમ "કહીશ..
એકબીજાને માટે જ જીવવું એજ કદાચ સાચો પ્રેમ છે..એકબીજાનુ જ વિચારી એમને ખુશ રાખવું કદાચ એ જ પ્રેમ છે.. એકબીજા માટે મરવું એના કરતાં એકબીજા માટે જીવવું એ જ પ્રેમ છે...
હવે સેજલ નું એક જ સપનું છે વિશાલ ની victory.. ગમે તે ભોગે, ગમે તે પરિસ્થિતિમાં ,ગમે તેવી પરિસ્થિતિમાં સેજલ વિશાલ નો આધાર બને છે. એવું નથી કે આખો દિવસ બંને વાત નથી કરતા..ઉઠે ત્યાર થી જ એકબીજા ને મેસેજ કરીને સમય મળે એકબીજાને પ્રેમ માં ભીંજવતા રહે છે.
વિશાલ જે નોકરી કરે છે એનાથી એને સંતોષ મળતો નથી.એ તો હિમાલય ને ખૂંદવાના સપના જોનારો નોકરી માં એવો તો ગૂંચવાઈ ગયો છે કે એ પોતાના સપના પૂરા કરવા તડપતો હોય છે. એ હંમેશા સેજલ ને કહેતો કે મારી ગવર્મેન્ટ નોકરી હોય ને તો બધા જ સપના સહેલાઈથી પૂરા કરી શકું..હજી મારે કેટલું લખવું છે..આમાં કેટલું આગળ વધવું છે..હજી મારે કેટલું ફરવું છે..હિમાલય ચડવું છે અને એટલું સફળ પણ બનવું છે...પણ સેજલ મારા થી કંઈ જ નથી થતું...ત્યારે સેજલ ખૂબ જ શાંતિ થી એને સાંભળે છે અને હંમેશા ની જેમ એની ઢાલ બની ને હિંમત આપવા ઊભી રહી જાય છે..
ઈચ્છાઓ ને તારી મહેચ્છાઓ માં ફેરવ
વિશાળ દરિયો છે તું...આમ કંઈ અટકાય??
ભરતી અને ઓટ તો તારી ઓળખ છે ...
આમ કંઈ ઢીલા પડાય..?
છે અમાસ ની કાળી રાત તો શું થયું..!?
પૂનમ આવવાની કયાં વાર છે???
વિશાળ હૈયું તારું, વિશ્વ એમાં સમાય,
પછી કયાં અધૂરા કે પાછળ રહેવાની વાત છે???
રાખ ધીરજ,હૈયામાં હામ રાખ..
થોભવુ એ તારો સ્વભાવ નથી,
તો સ્વભાવ વિરુદ્ધ કેમ જવું??
તારા કિનારે બેસી સ્વર્ગ પ્રાપ્તિ ની અનુભૂતિ થાય છે
પછી કયાં ઓછા પણા ની વાત છે.??
તો ઉઠાવ તારી લહેરો, લાવ એમાં તરંગ
ચૂમી લે આભ ને, લાવ તારા માં જોમ,
અગર જોઈએ જો તને મારો સાથ
કર એક અવાજ, કિનારે જ બેઠી છું તારા
પછી કયાં એકલા ચાલવાની કે રહેવાની વાત??
વિશાલ દરિયો છે તું તો આમ કંઈ અટકાય???...
કુંજદીપ..
સેજલ ની કવિતા સાંભળી વિશાલ ખરેખર ખૂબ ખુશ થઈ જાય છે. આમ પણ એ સેજલ ની કવિતા નો દિવાનો છે.
સેજલ વિશાલ સાથે જયારે પણ વાત કરે છે ત્યારે ખૂબ જ strongly behave કરે છે જેથી કરીને વિશાલ ખુશ રહે...અને વાંચવા માં જ ધ્યાન આપે.. વિશાલ gpscની પરીક્ષા ની તૈયારી કરી રહ્યો છે.. આમ તો પરીક્ષા છે gpsc ની જ પણ સાથે સાથે વિશાલ અને સેજલ ના પ્રેમ ની પણ કસોટી છે. એ પરીક્ષા ખાતર બંને એકબીજાને મળતા પણ નથી, ફોન પર વાત ઓછી કરે છે..પોતાના પ્રેમ ને જીતાડવા પણ આ પરીક્ષા માં પાસ થવું એ જ વિશાલ નો જાણે ધ્યેય બની ગયો છે. વિશાલ નોકરી સાથે પણ ખૂબ વાંચે છે,ને સેજલ નિસ્વાર્થ ભાવે રાત દિવસ એને સાથ આપે છે. બંને એકબીજા ને ખૂબ સાંચવે છે..બે જુદા શરીર પણ આતમ તો એક જ છે.. દૂર છતાં પાસે હોવા ના એહસાસ સાથે બંને પોતાના પ્રેમ ને રોજ જ ઉજવતા રહે છે..
કંઈપણ કહ્યા વિના,કંઈપણ જતાવ્યા વિના 21મી સદી માં આવો પ્રેમ શકય છે??જેમાં મેળવવાનું તો કંઈ જ નથી, ફકત ને ફકત આપવું જ...બંધન કયાં છે??ફક્ત મુક્તિ... છતાં એક...
આ બંધન કયાં છે??
આતો ઋણાનુંબંધ છે...
પ્રેમ ને કયાં બંધન હોય છે???
એતો મુક્ત હોય છે..
વળી,
જયાં બંધન હોય ત્યાં પ્રેમ કયાંથી??
અને
જયાં પ્રેમ હોય ત્યાં મુક્તિ કયાંથી..???
કુંજદીપ ..
કુંજદીપ...
To be continue...