Maa ni munjvan - 3 in Gujarati Motivational Stories by Falguni Dost books and stories PDF | માઁ ની મુંજવણ-3

Featured Books
Categories
Share

માઁ ની મુંજવણ-3

આપણે જોયું કે તૃપ્તિ જેવું અનુભવતી હતી કે કંઈક અમંગલના સંકેત છે એવું હજુ કઈ જ બન્યું ન હતું એ ખુબ જ આનંદથી જીવી રહી હતી અને એ ગર્ભવતી બની પછી ઘરના સૌ એના આવનાર બાળકને લઈને ઉત્સાહિત હતા. હવે આગળ..

તૃપ્તિની તબિયત સારી રહેતી હતી, રેગ્યુલર જે ચેકઅપ કરવાના હોય એ પણ કરવામાં આવતા હતા. એના ઘરના દરેક સદસ્ય એને ખુશ રાખતા હતા, એની બહેન પણ ખુબ ધ્યાન રાખતી હતી. જે પ્રમાણેનો ગ્રોથ થવો જોઈએ એ પણ થતો હતો. સારી દેખભાળ, પોષ્ટિક આહાર, નિયમિત ડોક્ટરએ સૂચવેલ કસરત વગેરે જાતની કાળજીમાં તૃપ્તિના ગર્ભાવસ્થાનો ૬ ઠો મહિનો બેસી ગયો હતો. ડોક્ટરએ શરૂઆતના તબક્કામાં જરૂરી એવા ટેસ્ટ બધા જ કરાવી લીધા હતા. હવે ડોક્ટરએ બાળકનો સંપૂર્ણ વિકાસ થયો છે કે નહીં એ માટેની સોનોગ્રાફી કરાવવાની કીધી, એ પણ કરાવી લીધી હતી. બધું જ બરાબર હતું છતાં કંઈક એવું હતું જે તૃપ્તિને બેચેન કરી રહિયું હતું. 

આજ તૃપ્તિએ ફરી મને એજ વાત કહી કે મારુ મન બેચેન કેમ રહે છે? મારા સ્વભાવ મુજબ મેં એજ વાત કરી કે ભગવાન તને જે ખુશી આપે છે એ ખુશી ભોગવ ને ખોટી ચિંતા ન કર.

સમય ખુશીનો હતો એટલે ખુબ ઝડપી જવા લાગ્યો હતો. બધા જે દિવસની રાહ જોઈ રહ્યા હતા એ દિવસ પણ આવ્યો. તૃપ્તિએ એક પુત્રને જન્મ આપ્યો હતો, છેલ્લા દિવસોમાં બાળકના ધબકાર ઘીમાં થવા લાગ્યા હોવાથી સિઝરિયન થી બાળકનો જન્મ થયો હતો. તૃપ્તિની તબિયત સારી હતી પણ તેના બાળકને કાચની પેટીમાં ૨/૩ દિવસ રાખવાની સૂચના ડોક્ટરએ આપી હતી. બાળકને હોસ્પિટલમાંથી હવે ઘરે લઇ જવાની છૂટ મળી ગઈ હતી, તૃપ્તિ અને તેના બાળકનુ ખુબ ઉમળકાથી  ઘરે સ્વાગત કરવામાં આવ્યું હતું. બાળકનું નામ શિવ રાખવામાં આવ્યું હતું. 

શિવ ધીમે ધીમે બીજા બાળકો જેમ બધું શિખતો જતો હતો પણ એનું વજન જોઈએ એ પ્રમાણે વધતું ન હતું. બધું જ નોર્મલ હતું છતાં એને વારંવાર તાવ આવી જતો હતો. શિવની દેખભાળમાં તૃપ્તિનું શરીર અશક્ત બનતું જતું હતું. એ પૂરતી ઊંઘ કરી શકતી નહોતી, આથી એ બહુ જ થાકી જતી હતી. આમ કરતા શિવ ૨ વર્ષનો થઈ ગયો છતાં એને થોડા થોડા દિવસે તાવ આવવાનું બંધ થયું નહોતું. આ વખતે તૃપ્તિએ મોટા સિટીમાં કોઈક સારા ડૉક્ટર ને દેખાડવાની ભલામણ આસિતને કરી હતી. આસિત પણ તૃપ્તિની વાત સાથે સહમત થયો હતો. 

તૃપ્તિ અને આસિત શિવને લઈને અમદાવાદના બાળકોના સારામાં સારા ડોક્ટર પાસે ગયા હતા. ડોક્ટરએ શિવના જરૂરી બધા જ રિપોર્ટ્સ કરાવવા કહીંયુ, તેમાંથી અમુક રિપોર્ટ્સ સાંજે લઈ જવા કહ્યું અને એક રિપૉર્ટ બોમ્બે મોકલ્યો હોવાથી ૪ દિવસ પછી કોલ કરી લેવા આવવાની સૂચના ડૉક્ટરએ આપી હતી. આસિત સાંજે રિપોર્ટ્સ લેવા ગયો ત્યારે એને રિપોર્ટ્સ માં શું છે એવું ડૉક્ટર ને પૂછ્યું તો ડૉક્ટર એ કીધું કે આ રિપોર્ટ્સ થી કોઈ ચોક્કસ ન કહી શકાય બોમ્બે મોકલાવેલ રિપૉર્ટ આવે ત્યારે સાચી ખબર પડશે. અત્યારે આ રિપોર્ટ્સ પરથી અમુક શક્તિની  અને વિટામિનની દવા આપું છું જેથી બાળકને થાક ન લાગે. ૪ દિવસ બાદ બોમ્બે નો રિપૉર્ટ આવી ગયો હતો, ડૉક્ટર એ આસિત અને તૃપ્તિ બન્નેને હોસ્પિટલ બોલાવ્યા હતા. આસિત અને તૃપ્તિનો પણ બ્લડ રિપોર્ટ લેવો પડશે એમ ડૉક્ટર ના કહેવાથી જ તૃપ્તિને અણસાર આવી ગઈ કે શિવને કોઈક વધુ તકલીફ છે. શું હોઈ શકે શિવને તકલીફ? કે છે કોઈ વારસાગત ઉણપ જાણવા માટે જરૂર વાંચજો પ્રકરણ:૪....