ક્ષિતિજ ને ચાંદની આમ જંગલો મા ખોવાયા આશાનું કિરણ આંખોમા રાખી બસ ચાલતા હતાં...
ઝાડો ને પહાડો એમ ગીચ જંગલે ફસાયા...
રસ્તો મળશે કે નહીં એ આશા એ મન શાંત રાખી ક્ષિતિજે ચાલવાનું રાખ્યું.
કેટલું ચાલીસ થાકી હું તો... ચૂપ રહીશ ચાંદની હું રસ્તો જ શોધું છું...પહાડો પર બધા નાં ઘર દૂર દૂર દેખાયા પણ બહુ દૂર એક પ્રકાશ નજીક દેખાયો ક્ષિતિજે ત્યાં પહોવાનું નક્કી કર્યું... ચાલતા ચાલતા બરોબર અઢી વાગ્યાં હશે અંધકાર એટલો જ હતો...
ને પહોંચ્યા એ ઝૂંપડા જેવા ઘર પાસે બહાર એ લોકો નાં પાળેલા પશુ બેઠાં બેઠાં કઈ ચાવતા હોય એ અવાજ આવતો હતો ચાંદની થાક થી ત્યાં જ બેસી પડી.. પાણી પીધું આરામ કરવા ક્ષતીજે કોઈ જગ્યા શોધવાનું શરુ કર્યું
ચાંદની પણ શોધવા આમ તેમ નજર કરવા લાગી અચાનક કોઈક અવાજ ની દિશા માં ચાંદની એ જોયું બારી ની ફાટ માંથી એ જોતા જ ખસી ગઈ...
ક્ષિતિજે જોયું તો એય સ્તબ્ધ થયો હોય એમ લાગ્યું ચાંદની આજે એકદમ શાંત થઈ હોય એમ લાગ્યું ને ક્ષિતિજ પણ....
તું કઈ બોલીશ નહીં અહીં આરામ કરીયે કાલે આપણે જતા રહીશુ સારૂ.... બન્ને થાક ને કારણે સુઈ ગયાં સવારે ઉઠે પેહલા ત્યાં થી ચાલવા માંડ્યું...
ચાંદનીનાં મન માંથી એ રાત વારી વાત ખસતી જ નહતી...
એ રાત્રે બનેલી વાત ને યાદ નહીં કરતાં મૌન ધારણ કર્યું. મુંબઈ આવી ગયા.
પણ કેમેય કરીને ચાંદની પોતાનું મન પોરવી નહીં શકી.
એ રાત્રે ચાંદની એ બન્ને પતિ પત્ની ને એ લોકો ની અંગત પળ માણતા જોયા ત્યારે ભર ઠંડી એ પરસેવે થી પાણી પાણી થઈ ને ક્ષિતિજ એને જોતાજ એનેય એ ફાટ માંથી દ્રશ્ય જોયું આટલી ઠંડી માં એનેય અંદર થી એ લોકો ને જોતા જ મન ચાંદની તરફ પ્રેમમાં આકર્ષિત થયું.
એક ક્ષણે એને જકડી બાહો માં સમાવવાનું મન થયું પણ લાગણીઓના આવેશ ને રોકી બન્ને સુય ગયા...
અહીં મુંબઈ આવી ને ચાંદની પોતાના મન નો કાબુ ગુમાવતી હોય એ અનુભવ્યું એને ક્ષિતિજ તરફ ની એ લાગણીઓ વ્યક્ત કરવી હતી...
કોલેજ પહોંચતા જ સીધી ક્ષિતિજને શોધવા લાગી પણ શોધી નહીં શકી એને કોલેજનાં ક્લાસમાં એમ બધેજ શોધી વળી પણ વ્યર્થ નીવડ્યું...
એની બેચેની વધતી હતી પોતાનું માથું બેન્ચ પર નાખી ત્યાંજ બેસી પડી...
મન વિચારે ચઢ્યું ક્ષિતિજ મને અપનાવશે કે નહીં એ વિચારીને મન વ્યાકુળ થયું ચાંદની ડરપોક સ્વભાવની હોવા છતાં ત્યાં થી ઊભી થઈ ને ઝડપ ચાલતી જતી હતી ને ચાંદનીને ક્ષિતિજે ખભા પર હાથ મુક્યો ચાંદની એ હાથ નો સ્પર્શ ઓળખી જ લીધો...
ચાંદની હું યાદ કરતો જ હતો ને તું દેખાય ગઈ. ક્ષિતિજ ની વાત સાંભળે પેહલા જ ચાંદની એ કહ્યું જ્યાં પેહલી વાર મળ્યા હતાં ત્યાં તારી રાહ જોઇશ આજે સાંજે તારે આવવું હોય તો આવજે એમ બોલતા બોલતા એની આખ આંસુ થી ઝળહળી સારૂ હું આવીશ ક્ષિતિજ બોલ્યો ...
હમણાં હું ઘરે જાવ છું સાંજે રાહ જોઇશ આવજે ક્ષિતિજ.... બોલી ચાંદની ત્યાં થી ચાલી નીકળી..
ઘરે ગયા બાદ એ ખુબ જ રડી... ક્ષિતિજને મનની વાત હું ક્યાં શબ્દો થી કહીશ...
વારંવાર એ આજે ઘડિયાળ તરફ જોતી હતી. સમય જાણે આજે અટકી ગયો એમ કેમ લાગે છે સાંજ કયારે થશે ને હું ક્ષિતિજ ને કયારે મળીશ..
મળવા જવાનુ હોય માટે ચાંદની એ આજે જલ્દી જલ્દી બધું જ કામ પતાવી દીધું...
એની મમ્મી ને મામાં કલકત્તા થી આવાને બે દિવસ ની વાર હતી...એમ વિચારી એ ફટાફટ તૈયાર થઈ આજે એને સારી પેહરીને જવાનુ મન થયું સાદગી ને વરેલી ચાંદની આજે તૈયાર થઈ મન વ્યાકુળ હતું...
ઘરે કોઈ નાં હોય લોક કરી ચાવી લઈને એ ઝડપી પગે નીકળી હજુ તો gate પાસે જ પહોંચી હસે પાછળ થી એના મામાં એ બુમ પાડી ચાંદની ક્યાં જાય છે???
એક દમ સાંભળેલી બુમ તરફ ચાંદની એ નજર કરી એના પેટ મા ફાળ પડી... અચાનક મમ્મીને આવેલી જોતા એ ગભરાઈ પણ ચૂપ રહી...
બે દિવસ કરતાં વેહલા આવી ગયા હતાં થાક ને કારણે આરામ કરવા બેઠા... ચાંદની ને આજે ક્ષિતિજ ને મળવા વેહલું જવુ હતું પણ રસોઈ ને બીજા કામ મા અટવાય ત્યાં ક્ષિતિજ રાહ જોતો હસે સુ કરું??
આજે અચાનક સારી...ક્યાં જતી હતી ચાંદની ને મમ્મી એ પૂછ્યું ક્યાંય નહીં એ birthday ની થીમ હતી સારી.. પેરવાની એમ ફટાક જવાબ આપ્યો..
કઈ નહીં કામ પૂરું કરી ને જજે... સારૂ મમ્મી ની હા મા જ ચાંદની એ હા પાડી.
કામ આટોપવામાં સાંજ નાં સાત થયાં....હજુ કેમ નહીં આવી હોય એ વિચારતો ક્ષિતિજ બે કલાક થી ત્યાં જ બેઠો હતો...
ચાંદની આજે મળવા આવશે કે ભુલકણી ભૂલી તો નહિ ગય હોઈ ને....
આ બાજુ ચાંદની કેમેય કરી કામ પૂરું કરી ફટાફટ નીકળી ક્ષિતિજ રાહ જોઈ ને જતો તો નહીં રહ્યો હોય ને...
વિચારો કરતી ત્યાં દરિયા કિનારે આવી પહોંચી 8 વાગેલા હતાં ક્ષિતિજ જ્યાં પેહલી વાર મળેલા ત્યાં સૂતો સૂતો રાહ જોતો હતો...
ક્ષિતિજ તું અહીં રાહ જુવે છે મને મોડું થયું...કઈનઈ
બેસ ચાંદની નાં હું બેસવા નહીં કઈ કેહવા ને પામવા તને બોલાવ્યો છે...
હું તને ખુબ ચાહું છું... એ દિવસે જે મેં જોયું એ એક સપના બરાબર હતું... હું એજ સપનું તારી સાથે પૂરું કરવા માંગુ છું....
ચાંદની કઈ બોલીશ નહીં એમ ક્ષતીજે ચાંદનીને બાહો મા સમાવી લીધી....
ચાંદની રાત્રે ક્ષિતિજચાંદની હંમેશ ને માટે એક થઈ ગયાં....