વાંચકમિત્રો ! આપણે પહેલા ભાગમાં જોયું કે રાજેશની પરીક્ષા પૂરી થઈ જાય છે અને રાહ હોય છે ખાલી પરીક્ષાના પરિણામની !!હવે 1 મહિના પછી પરિણામ જાહેર કરવામાં આવે છે...
ત્યાં સુધી આપણે જોયું હવે શું આવ્યું પરિણામ,શુું થયું રાજેશનું એ જોવા આ બીજો ભાગ વાંચો તમને પસંદ આવશે એવી આશા રાખું છું...રાજેશને ગુજરાતી વિષયમાં 80 માર્કમાંથી 76 માર્ક આવે છે જે પૂરા કલાસમાં હાઈએસ્ટ હોય છે.પણ રાજેશ બીજા બધા વિષયોમાં ખરાબ રીતે ફેઈલ થાય છે.
"હવે હું મારા મમ્મી-પપ્પા ને શું કહીશ?
એ બિચારા ઘરે મારા પરિણામની રાહ જોઈ રહ્યા છે,
મારા મમ્મીએ મારા સારા પરિણામ માટે ઘણી બધી માનતાઓ માની છે,
આવુ ખરાબ પરિણામ લઈને હું કેવી રીતે જાવ તેમની પાસે" રાજેશે રડતા રડતા તેના મિત્રોને કહ્યું.
રાજેશના મિત્રો રાજેશને આશ્વાસન આપે છે કે,"રાજેશ તે તો તારાથી બનતી કોશિશ કરીને,દુઃખી ના થા ઘરે જા જલ્દી અને કહી દે તારા મમ્મી પપ્પા ને કે મારું પરિણામ સારું નથી પણ આગળથી હું વધારે મહેનત કરીશ"
રાજેશ ઉદાસ થઈને ઘરે જાય છે..
"એ સાંભળો સવો આપણો ગુડો આવી ગયો પરિણામ લઈને! હટ દઈને નિસે આવો" રાજેશની માં એ ખુશ થઈને રાજેશને પપ્પાને કહ્યું.
"મમ્મી... મારે એક વાત..."
"તું આયા ઉભો રે હું પૂજા ની થાળી લઈને આવું, તારા સારા પરિણામ માટે મેં કુળદેવી માંને નાળિયેર સડાવવાની માનતા માની'તી" રાજેશની માં એ રાજેશની વાત કાપતા કહ્યું..
"આવી ગયો મારો સાવજ જેવો દીકરો કેટલા ટકા આવ્યા તારા?" રાજેશને પપ્પાએ ખુશીમાં રાજેશ ને પૂછ્યું.
હજુ રાજેશ એના પપ્પા ને કંઈક કહેવા જાય ત્યાં તો રાજેશની માં પૂજાની થાળી લઈને આવી ગઈ રાજેશને કપાળ પર ચાંદલો કર્યો અને કહ્યું કે,"માવડી મારા ગગુડા ને હો વરહ નો કરે".
"બેટા તારું પરિણામ કેટલું આવ્યું એ તો કે મને" રાજેશને પપ્પાએ આતુરતાથી પૂછ્યું.
"પપ્પા...મમ્મી..... હું.... પરીક્ષામાં...." આટલું બોલીને રાજેશ તેની મમ્મીના ખોળામાં માથું નાખીને ધ્રુસકે ધ્રુસકે રડવા લાગ્યો.
"બટા થયું હું ઇ તો કે માસ્તરે તને માર્યો તો ચાલ આપણે એને ત્યાં જઈને મારી આવીએ" રાજેશની અભણ માં એ ગુસ્સામાં કહ્યું.
"હું... પરીક્ષામાં ફેઈલ થયો છું" રાજેશે રડતા રડતા કહ્યું..
"સાલા ડફોળ,બુદ્ધિના બારદાન આ દિવસ જોવા જ અમે તને આટલી મોટી સ્કૂલમાં દાખલ કર્યો હતો,તારી માં એ પોતાના લગ્નનો સોનાનો હાર તને ભણાવવા વહેંચી નાખ્યો અને તું એનું આવું પરિણામ લાવ્યો,તું મારો છોકરો હોઈ જ ના શકે" રાજેશના પપ્પા ગુસ્સામાં બોલ્યા.
અને ત્યાંથી પાછા તેમના રૂમમાં જતા રહ્યા.
"બટા તારા પપ્પા નો તો સ્વભાવ જ એવો સે,એમની આ વાત ને મગજમાં નો લેતો,એમને તારી બવ ચિંતા સે" રાજેશની માંએ રાજેશને આશ્વાસન આપતા કહ્યું.
બીજો દિવસ થાય છે અને રાજેશની માં સવારના 4 વાગ્યામાં દીવા બત્તી કરવા ઉઠે છે.અને રાજેશના રૂમની લાઈટ શરૂ જોઈને રાજેશની માં તદ્દન ચોંકી જાય છે કારણ કે રાજેશને સવાર ના 6.30 સુધી સુવાની ટેવ હોય છે.રાજેશની માં છાનીમાની છુપાઈને રાજેશના રૂમમાં જોવે છે તો રાજેશ વાંચતો હોય છે.રાજેશ ને વાંચતો જોઈને રાજેશ ની માં ખૂબ ખુશ થઈ જાય છે..
રાજેશ બોર્ડ ની પરીક્ષાને અનુલક્ષીને તડામાર તૈયારી શરૂ કરી દે છે.અને એક દિવસ તે તેના પાક્કા મિત્ર સુરેશને મળે છે.
"અરે યાર આપણું આ પરિણામ આપણને કાંઈ કામ માં આવશે?" રાજેશે સુરેશને પૂછ્યું.
સુરેશ કહે છે કે,"હા આ પરીક્ષાના પરિણામ ઉપરથી જ નક્કી થશે કે આપણે જીંદગીમાં કેટલા સફળ થશું" રાજેશ કહે છે કે,"યાર એવું કાંઈ થોડું હોય આ પરીક્ષાના પરિણામ થોડા કાંઈ નક્કી કરે કે આપણે જીંદગીમાં શું કરશું"
એટલે સુરેશ ગુસ્સે થઈને રાજેશ ને કહે છે કે,"જેવા જેના વિચાર" અને પાછા તે બન્ને લોકો છુટ્ટા પડે છે.બોર્ડની પરીક્ષાને ખાલી હવે 20 દિવસની જ વાર હોય છે અને રાજેશ અને તેના મિત્રો રાત દિવસ એક કરીને સારા પરિણામ માટે મહેનત કરતા હોય છે... આખરે એ દિવસ આવી જ જાય છે જ્યારે રાજેશ ની બોર્ડ ની પરીક્ષાનું પહેલું પેપર હોય છે.
"બટા પેપર માં વિસારીને લખજે,અને ગણપતિબાપા નું નામ લખીને પેપર ની શરૂઆત કરજે" રાજેશની અભણ માં એ કહ્યું.
"હા!મમ્મી-પપ્પા મને સારા આશીર્વાદ આપો જેનાથી હું સારું પેપર લખી શકું"
રાજેશ તેના મમ્મી પપ્પા સાથે વાત પૂરી કરીને કલાસ માં પેપર આપવા જાય છે.અને પેપર આપીને બહાર નીકળે છે અને બધા મિત્રોને કહે છે કે,"સાલું આ વખતે સારું પરિણામ આવે તો સારું બાકી બાપા ઘરમાં જ નહીં ઘૂસવા દે"
રાજેશ તેની બોર્ડની પરીક્ષા પૂરી કરે છે અને પાછો રાહ જોવા લાગે છે પરીક્ષાના પરિણામની!! લગભગ ત્રણેક મહિના જતા રહે છે અને બોર્ડની પરીક્ષાના પરિણામ ની જાહેરાત કરી દેવામાં આવે છે...
રાજેશની માંએ રાજેશનું પરિણામ સારું આવે તેની માટે 7 દિવસના નકોડા ઉપવાસ કર્યા હોય છે,બીજી બાજુ રાજેશના પિતા જે માવા ના બંધાણી હોય છે તે રાજેશના સારા પરિણામ માટે માવા ન ખાવાની માનતા માને છે.અને આખરે જે પરિણામ માટે રાજેશના મમ્મી અને પપ્પા આટલો કષ્ટ લેતા હોય છે એ દિવસ આવીને ઉભો રહે છે.રાજેશ સ્કુલે જાય છે અને પરિણામ લેવા લાઈનમાં ઉભો રહે છે.
"બેટા તારે થોડીક વધારે મહેનતની જરૂર હતી" સરે ઢીલા સ્વરમાં કહ્યું.
"કેમ સર શું થયું?" રાજેશે ડરતા ડરતા સરને પૂછયુ...
"બેટા તું ગુજરાતી વિષય સિવાય બધા વિષયમાં ફેઈલ છો" સરે ઢીલા સ્વરે રાજેશને કહ્યું.
"સ...ર......ના..... કહી દો કે તમે મારી સાથે મજાક કરી રહ્યા છો.." રાજેશ એકદમ ડરતા ડરતા બોલ્યો.
"બેટા હું સાચું કવ છું મજાક નથી કરતો"સરે ઢીલા સ્વરમાં કહ્યું..
"સાયબ હું મારા મમ્મી પપ્પા ને શું જવાબ આપીશ?
હું મારા મિત્રોને શું જવાબ આપીશ?
હું આ સમાજને કેવી રીતે સમજાવીશ?
હું મારુ ભવિષ્ય કેવી રીતે બનાવીશ?
મારા મમ્મી એ 7 દિવસથી મારી માટે નકોડો ઉપવાસ કર્યો છે,મારી તરસી માં મારા સારા પરિણામની વાટ જોવે છે મારા પપ્પા જે માવા વગર 2 મિનિટ નથી રહી શકતા તેમને મારા સારા પરિણામ માટે આખી જીંદગી માવો મૂકી દીધો છે હું આ ગણિતમાં અને બીજા વિષયોમાં 1 માર્ક વાળું પરિણામ લઈને કેવી રીતે જાવ!" રાજેશે ધ્રુસકે ધ્રુસકે રડતા તેના સરને કહ્યું.સરે રાજેશ ને આશ્વાસન આપ્યું અને ઘરે જવા રાજેશને રવાના કર્યો.રાજેશને ઘરે જતા જતા એજ પ્રશ્ન સતાવતો હતો કે પોતાના મા બાપ ને એ શું જવાબ આપશે? એટલામાં રાજેશનું રસ્તામાં ચાલતા ચાલતા એક ગાડી સાથે જોરદાર એક્સીડેન્ટ થઈ જાય છે.અને રાજેશ લોહી-લુહાણ થઈ જાય છે.
【બીજો ભાગ પૂર્ણ】
હવે કોણ બચાવશે રાજેશને?
રાજેશ કદાચ બચી પણ જાય તો તેનું ભવિષ્ય શું રહેશે?તેના મા બાપ જે ઘરે રાહ જોઈ રહ્યા છે તેમની ઈરછાઓનું શું થશે?
શું આ એક્સીડેન્ટ કરનાર વ્યક્તિ એક્સીડેન્ટ કરીને ભાગી જશે કે રાજેશની મદદ કરશે???
આ બધા સવાલોના જવાબ માટે વાંચતા રહો "પરિણામ-પરીક્ષાનું કે જિંદગીનું"
મિત્રો આ ભાગ વાંચીને તમને મજા આવી હોય તો મને જરૂર થી તમારો અભિપ્રાય આપજો અને કોઈ ભૂલચૂક થતી હોય તો તમે મને તમારો અભિપ્રાય આપી જણાવી શકો છો..અને આવી જ વાર્તાઓ વાંચવા મને ફોલૉ કરીને તમે મારું મનોબળ વધારી શકો છો....