એવરગ્રીન ફ્રેન્ડશીપ - 4
હું રડમસ ચહેરે સર સામે ઉભી રહી અને મારી જાતને તૈયાર કરતી હતી કે જેથી સર ખીજાય તો હું તેને સાંભળી શકું, હું થોડીવાર એમ જ ઉભી રહી પણ સર કઈ બોલ્યા નહિ આથી હિંમત કરીને મેં કહ્યું," લાવો હું મારી ભૂલ છે એ સુધારી લઉં અને કરેકશન કરી આપું."
"તમે અત્યારે આ કરી આપશો?" તેમના આવા સવાલથી મને નવાઈ લાગી.
"હા" મેં પ્રત્યુતર આપ્યો.
"તમે વોચમાં ટાઈમ જોયો કેટલો થયો એ?" તેમને વોચ તરફ ઈશારો કરતા કહ્યું.
મેં સામે લટકતી વોલક્લોક પર નજર ફેરવી, તેના કાંટા સાત વાગ્યાનો સમય દર્શાવી રહી હતી.
"ઇટ્સ ઓકે સર, હું આ ક્લીઅર કરીને પછી જઈશ." મારી માસૂમિયત જોઈ સર હસી પડ્યા.
"ઓકે તમે જાવ, તમારે લેટ થશે, હું કરી લઈશ." સરની વાત સાંભળી મને થોડી રાહત થઈ.
"..અને હા બહુ સિરિયસ નહિ થઈ જવાનું, એવું તો ચાલ્યા કરે, મેં વધુ કઈ કહ્યું હોત તો તમે તો રડવા જ લાગી જાત." સરે મારી સામે સ્માઈલ આપતા કહ્યું.
સરની વાત સાંભળી મારા ફેસ પર પણ સ્માઈલ આવી ગઈ, હું મારા ડેસ્ક પર આવી અને મારું બેગ લઈને કૃતિની ડેસ્ક પર આવી.
"ચાલ હું નીકળું છું, તારે આવવું છે?" મેં કૃતિને પૂછ્યું.
"ઓહહ, તારો ટાઈમ થઈ ગયો, તું નીકળ મારે થોડું કામ છે." કૃતિની વાત સાંભળી હું એકલી ઓફિસની બહાર આવી.
બહાર આવીને મેં નિકકીને કોલ કર્યો, હું થોડીવાર ત્યાં ઉભી રહી ત્યાં નીક્કી આવી અને અમે સાથે ઘરે આવ્યા.
અમે સાથે મળીને રસોઇ કરી અને જમીને કામ પતાવ્યું, ત્યારબાદ નીક્કી એ કહ્યું," ચાલ, આપણે ચાલવા જઈએ."
"ના નીક્કી, આજે મારે થોડું કામ છે તો તું જઇ આવ."
"Ok" કહીને નીક્કી ચાલવા જતી રહી.
હું મારું કોલેજબેગ ખોલીને બેઠી, મેં મારો મોબાઈલ જોયો તો તેમાં બેટરી લો હતી, મેં મોબાઈલ ચાર્જમાં લગાવ્યો અને મારુ કોલેજનું કામ કરવા લાગી.
અડધી કલાકમાં મેં મારું બધું કોલેજનું વર્ક પતાવી દીધું, મારા મોબાઈલમાં નોટિફિકેશન રિંગ વાગી, મેં મોબાઈલ લઈને જોયું તો એક અનનોન નંબર પરથી મેસેજ આવેલો હતો.
"હેલો
આજે કઈ વધારે કહેવાઇ ગયું હોય તો સોરી.
વૈશ્વ.."
મેં મેસેજ રીડ કર્યો, સર ઓનલાઈન જ હતા મેં તેમને રીપ્લાય કર્યો.
"નો, ઇટ્સ ઓકે સર, મારી ભૂલ હતી."
"☺☺" સામેથી સ્માઇલી ઇમોજી વાળો મેસેજ આવ્યો.
મેં પણ સામે સ્માઇલી વાળા ઇમોજી મોકલી આપ્યા.
"તમે મને સર સર ના કરો, હું સર નથી."
"??" મેં હું કઈ વિચારતી હોવ તેવું ઇમોજી મોકલ્યું.
"તમે મને મારા નામથી બોલાવો" તેમણે મને સોલ્યુશન આપતા કહ્યું.
"Ok બટ એના માટે એક શરત છે."
"??" વૈશ્વ એ મને મારી જ સ્ટાઇલમાં રીપ્લાય કર્યો.
"તમારે મને પ્રગતિ કહીને જ બોલાવાની, તમે તમે કહીને નહિ." મેં મારી શરત કહી.
"Ok, મને તારી શરત મંજુર છે."
ત્યારબાદ અમે થોડીવાર વાતો કરી અને એકબીજાને ગુડનાઈટ વિશ કર્યું, મેં મારા બીજા ફ્રેન્ડસને પણ ગુડનાઈટ ના મેસેજ કર્યા અને હું ઓફલાઇન થઈ ગઈ.
થોડીવારમાં નીક્કી પણ આવી ગઈ ત્યારબાદ અમે થોડી વાતો કરી અને સુઈ ગયા.
સવારથી પાછું એ જ રૂટિન સ્ટાર્ટ થઈ ગયું, કોલેજ, ઓફીસ અને ઘર, પણ તેમાં હવે એક ઉમેરો થયો હતો, હવે મારા અને વૈશ્વ વચ્ચે ડેઇલી ગુડ મોર્નિંગ અને ગુડ નાઈટ ના મેસેજ કરવાનો સિલસિલો સ્ટાર્ટ થયો હતો.
અમેં ફ્રી ટાઈમમાં ચેટિંગ પણ કરતા, અમે એકબીજાને સારી રીતે ઓળખતા થયા હતા અને સારા ફ્રેન્ડ્સ પણ બની ગયા હતા.
હું ઓફિસમાં જ્યારે પણ ફ્રી હોવ ત્યારે હું તેમની કેબિનમાં પોહચી જતી અને અમે સાથે બેસીને સમય પસાર કરતા. ટી ટાઈમમાં પણ અમે સાથે જ રહેતા. વૈશ્વની સાથે રહીને હું ઘણું બધું શીખી ગઈ હતી.
એક દિવસ કોલેજથી બધાએ બહાર જવાનું પ્લાનિંગ કર્યું, લાસ્ટ લેક્ચર ફ્રી હોવાથી બધાએ મુવી જોવા જવાનું નક્કી કર્યું.
"સોરી ગાયસ, બટ હું નહિ આવી શકું બિકોઝ મારે ઓફીસ જવાનું છે" મેં મુવી જોવા જવાની ના પાડી.
"અરે તો એક દિવસ લેટ જજે ને એમા શુ થઈ ગયું" સીતુએ કહ્યું.
"ના ચાલે યાર"
"નવો એક ફ્રેન્ડ મળી ગયો એટલે હવે અમારી સાથે આવવું ના જ ગમે ને" નિશાએ ખોટો ગુસ્સો કરતા કહ્યું.
"અરે યાર એવું કંઈ નથી, તમે પણ મારા ફ્રેન્ડ્સ જ છો ને"
"તો તારે આજે અમારી સાથે આવવું જ પડશે" કિંજલે હુકમ કરતા કહ્યું.
"Ok ok" તેમની વાત માન્યા સિવાય મારી પાસે કોઈ ઓપ્શન નૉહતો.
મેં વૈશ્વને કોલ કર્યો અને તેને મારે આજે થોડું આવતા લેટ થશે એવું જણાવી દીધું.
અમે આખું ગ્રુપ મુવી જોવા રાહુલ રાજ પીવીઆર માં પોહચી ગયા, ટિકિટસ લીધી અને અમારી સ્ક્રીનમાં જઈને ગોઠવાઈ ગયા.
નેશનલ એંથમ સાથે મુવી સ્ટાર્ટ થયું, કોમેડી મુવી હોવાથી અમે ખૂબ હસ્યાં, અમને એટલી મજા આવતી હતી કે ક્યારે ઈન્ટરવલ પડી ગયો તેની ખબર જ ના રહી.
ઇન્ટરવલમાં અમે બહાર આવ્યા પોપકોર્ન લીધા અને પાછા પોતાની જગ્યા પર જઈને ગોઠવાઈ ગયા.
પોપકોર્ન ખાતા ખાતા અમે બાકીનું મુવી પૂરું કર્યું, મુવી પૂરું થયા બાદ પણ અમે ખૂબ જ હસતા હતા.
બાકી બધા ત્યાંથી ઘરે ગયા અને હું ઓફીસ પોહચી, હું મારું કામ લઈને બેઠી હતી ત્યાં મહેશ સરે મને બોલાવી, આજે કૃતિને કામ હોવાથી તે વહેલા જતી રહી હતી, આથી મારે તેનું થોડું પેન્ડિંગ કામ પતાવવાનું હતું.
હું કૃતિનું કામ લઈને બેઠી અને કરવા લાગી, થોડીવાર થઈ ત્યાં વૈશ્વ બહાર આવ્યા "શુ વાત છે મેડમ આજે લેટ આવ્યા તો બહુ સિરિયસલી કામ કરો છો?"
"ઓહ એવું કંઈ નથી, આજે કૃતિ વહેલા જતી રહી છે તો તેનું થોડું પેન્ડિંગ કામ બાકી છે એ મને મહેશ સરે આપ્યું છે તો એ જ કરું છું"
"Ok પતાવી લે કામ"
"કઈ કામ હતું તમારે?" મેં વૈશ્વને સવાલ કર્યો.
"ના, બસ એમ જ બહાર આટો મારવા આવેલો" કહીને વૈશ્વ કેબિનમાં ગયા.
હું ફટાફટ પેન્ડિંગ કામ પતાવવા લાગી, કામમાં ને કામમાં કેટલા વાગ્યા તેનો કઈ ખ્યાલ ના રહ્યો, ઘરે જવાનો સમય થઈ ગયો હતો, હું કામ પતાવીને ફાઇલ સરને આપવા ગઈ.
"એક બીજી ફાઇલ અરજન્ટમાં પતાવવાની છે, પ્લીઝ એ કરી આપો"
"Ok સર" હું ફાઇલ લઈને ડેસ્ક પર આવી.
વૈશ્વની કેબિનમાં નજર કરી પણ તે ત્યાં નોહતા. હું ફટાફટ કામ કરવા લાગી, થોડીવારમાં નિક્કીનો કોલ આવ્યો.
" પ્રીતું હું તારી ઓફીસ નીચે ઉભી છું"
"નીક્કી તું નિકળ આજે મારે થોડું કામ છે તો લેટ થશે"
"Ok બટ તું પછી એકલી કઈ રીતે આવીશ?"
"હું બહુ લેટ નહિ કરું, હું આવી જઈશ ડિયર, ડોન્ટ વરી"
"એવું હોય તો કોલ કરજે હું લઇ જઈશ તને"
"Ok"
હું જલ્દી જલ્દી કામ પતાવવા લાગી, હું કામમાં ડૂબેલી હતી ત્યાં વૈશ્વનો અવાજ સંભળાયો,"અરે તું હજુ સુધી અહીંયા શુ કરે છે?"
"મહેશ સરે થોડું કામ આપેલું છે એ પતાવુ છુ"
"ઓહહ લાવ હું હેલ્પ કરું"
"તમારે જવું હોય તો જાવ હું કરી લઈશ"
"ના, હું પણ હેલ્પ કરું છું"
હું અને વૈશ્વ મળીને કામ કરવા લાગ્યા, અમે ફટાફટ અડધી કલાકમાં કામ પતાવી દીધું, હું સરને ફાઇલ આપીને પાછી આવી અને વૈશ્વને કહ્યું," થેન્ક્સ વૈશ્વ, આજે તમે હેલ્પ ના કરાવેત તો મારે હજુ લેટ થાત"
"દોસ્તીમે નો સોરી નો થેન્ક્સ" વૈશ્વ એ સ્ટાઇલમાં કહ્યું.
હું ખિલખિલાટ હસવા લાગી, અમે જતા હતા ત્યાં જ મહેશ સરે વૈશ્વને બોલાવ્યા.
"હું આવું હમણાં" કહીને વૈશ્વ જતા રહ્યા.
હું ઓફિસથી બહાર આવી અને ઓટોની રાહ જોવા લાગી, નિકકીને ખોટો ધક્કો કરાવવો મને યોગ્ય ના લાગ્યો.
મેં બે ત્રણ ઓટો વાળાને ઉભા રાખવા હાથ લાંબો કર્યો પણ કોઈ ઉભું ના રહ્યું, હું બીજી ઓટો આવે તેની વેઇટ કરતી હતી ત્યાં જ એક બાઇક ફૂલ સ્પીડમાં મારી પાસે આવી ઉભી રહી....
(ક્રમશઃ)
Plz read and rate this story and also give comments, share with your friends and family, your feedback is valuable for me.
Thank you.
- Gopi Kukadiya.