irfan juneja ni kavitao (sangrah-7) in Gujarati Poems by Irfan Juneja books and stories PDF | ઈરફાન જુણેજાની કવિતાઓ (સંગ્રહ-૭)

Featured Books
Categories
Share

ઈરફાન જુણેજાની કવિતાઓ (સંગ્રહ-૭)

પ્રિયે

શબ્દોથી હું વસુ તારે હૈયે,
લખીને ભાવથી પામું તને પ્રિયે,

ફલક પર તારી યાદોને શોધું પ્રિયે,
બનીને દિવાનો ચારેકોર તને પામું પ્રિયે,

રહી તારા મનમાં હું રાજ કરું પ્રિયે,
એ જ ભાવ સાથે આખું જીવન વિતાવું પ્રિયે,

શરમાળ તારી નજરોને વધુ શરમાઉં પ્રિયે,
લાગણીના બંધને મજબૂત બનાવું પ્રિયે,

હૈયે તારે પ્રેમના મોજા ઉછળે પ્રિયે,
એ જ મોજાઓની ભીનાશને હું પામું પ્રિયે,

લખીને મનના દરેક ભાવને આજે પ્રિયે,
અંતરનો ઉમળકો દર્શાવું પ્રિયે,

સદાય તું મારી સમીપ રહે પ્રિયે,
તારા અધર પર મારુ જ નામ રહે પ્રિયે,

શબ્દકોષના શબ્દો પણ ઓછા પડે પ્રિયે,
એટલી ભાવનાઓ મનમાં લઈને બેસું પ્રિયે..

મિત્રો સાથે દિવાળી

બાળપણની મીઠી યાદો વાગોળતા,
સઘરેલાં આપણા સ્મરણો મળ્યા..

દિવાળીની તારીખ આંખે પડતા,
બાળપણના વેકેશનના સ્મરણો મળ્યા..

ફટકડાઓ ફોડવાની મજા,
ને આખો દિવસ ધીંગામસ્તી નજરે પડ્યા..

મામાના ઘરે વેકેશનની મજાને,
ઉજાણીના એ ઉલ્લાસના સ્મરણો મળ્યા..

રંગરોગાનવાળા કાચા ઘર,
આજના પી.ઓ.પી. વાળાથી પણ ઉજળા દીઠયાં..

મળી જાય આજે એ બાળપણ ભેરું,
તો આ મોહમાયા છોડી અમે તો તારી હારે ચાલ્યા..

પ્રિયતમા

તારી વાણીમાં મધુરતા,
તારા હૈયામાં ઉદારતા,
તારી આંખોમાં નિખલાશતા,
તારા ચહેરામાં પ્રમાણિકતા,

અમે તો આખરે પ્રિયે આમ જ જીવતા..
તને બતાવ્યા વગર જ વ્હાલ કરતા..
જાણી લે તું અમને આજ રે..
નહીં મળે આવો મોકો ફરીવાર રે..

મનાવી લઉં તુજને હું આજ રે..
નહીં મળે આવો મોકો ફરીવાર રે..

તારા શબ્દોમાં શીતળતા,
તારી યાદોમાં વિહરતા,
તારા વર્તનમાં વિરાજતા,
તારી પ્રિતમાં પોમાતાં,

અમે તો પ્રિયે આખરે આમ જ જીવતા..
તને કહ્યા વગર મનમાં મલકાતાં..
જાણી લે તું અમને આજ રે..
નહીં મળે આવો મોકો ફરીવાર રે..

મનાવી લઉં તુજને હું આજ રે..
નહીં મળે આવો મોકો ફરીવાર રે..

તારા વિચારોમાં અટવાતા,
તારી ભાવનાઓમાં વિહરતા,
તારા બની અમે જીવતા,
તારા શ્વાસમાં સમતા,

અમે તો પ્રિયે આખરે આમ જ જીવતા..
તને જતાવ્યાં વગર અઢળક પ્રેમ કરતા..
જાણી લે તું અમને આજ રે..
નહીં મળે આવો મોકો ફરીવાર રે..

મનાવી લઉં તુજને હું આજ રે..
નહીં મળે આવો મોકો ફરીવાર રે..

અન્યાય સામે લડત

ક્યાં સુધી સહન કરીશું,
આ નેતાઓની દાદાગીરી,

હવે તો કઈ વધતું નથી પગારમાં,
જીવનમાં એવી પનોતી પેસાણી,

મન ફાવે એમ લૂંટે છે,
મન ફાવે એમ ફેરવે છે,

નહીં જાગીએ હવે આપણે,
તો આપણી જિંદગી ધોવાણી,

ક્યાં સુધી સહન કરીશું,
આ નેતાઓની દાદાગીરી,

ટેક્સ વધારે, મોંઘવારી વધારે,
ફૂંકે છે દેશનું દેવાળું,

નવા વર્ષે સંકલ્પ કરીએ,
અન્યાય સામે હવે તો જાત ઘસાણી,

લોભ લાલચમાં આવ્યા વગર,
લડત કરીએ હવે તો મરદાની,

ક્યાં સુધી સહન કરીશું,
આ નેતાઓની દાદાગીરી...

બાળપણની યાદ

દૂર રહીએ ભેરું એકબીજાથી,
ન મળે સમય આજ વાત કરવાનો,
પાછા જઈએ ચાલને ભેરું,
એ બાળપણના દિવસોમાં..

ટેન્શન વિનાનું એ જીવન છોડી,
થઇ ગયા આજે આપણે મોટા,
પાછા જઈએ ચાલને ભેરું,
એ બાળપણના દિવસોમાં..

વેરઝેર ને લાલચમાં ફસાયા,
સૃષ્ટિમાં આપણે આમ'જ સળવાયા,
પાછા જઈએ ચાલને ભેરું,
એ બાળપણના દિવસોમાં..

લખોટી, ભમરડો ને સાતોળિયું,
રમવાનું મન થાય છે આજ,
પાછા જઈએ ચાલને ભેરું,
એ બાળપણના દિવસોમાં..

નિખાલશ જીવનનાં એ ભાગમાં,
પંખીઓની જેમ ફરી વિહરવા,
પાછા જઈએ ચાલને ભેરું,
એ બાળપણના દિવસોમાં..

ગાંધી જયંતી

પોતાનો વ્યક્તિગત સ્વાર્થ મૂકી,
દેશના હિત માટે કાર્ય કરો છો,
તો તમારામાં આજે પણ ગાંધી જીવે છે..

પોતાના ધર્મનું રક્ષણ મૂકી,
માનવતાની રાહ પર જો ચાલો છો,
તો તમારામાં આજે પણ ગાંધી જીવે છે..

લાંચ,ગદ્દારી ને દેશદ્રોહ માળિયે મૂકી,
સત્ય અને અહિંસાને રસ્તે ચાલો છો,
તો તમારામાં આજે પણ ગાંધી જીવે છે..

દેશમાં અંદરોઅંદર ઝઘડાઓ મૂકી,
દેશના દુશ્મનો સામે એક થાવ છો,
તો તમારામાં આજે પણ ગાંધી જીવે છે..

ધર્મ,જાતિ કે સમાજના ઠેકાઓ મૂકી,
બિનસાંપ્રદાયિક ભારતમાં માનો છો,
તો તમારામાં આજે પણ ગાંધી જીવે છે..

સલમાન ખાન

બૉલીવુડના સુલતાન,
માનવતા છે જેની મહાન,
લોકોનું મનોરંજન કરનાર,
ભાઈજાન સલમાન ખાન..

બજરંગી છે જેનું બીજું નામ,
પ્રેમ નામથી બન્યા મહાન,
બિગબોસના પ્રિય હૉસ્ટ,
ભાઈજાન સલમાન ખાન..

ભાઈનો પોતાનો સ્વેગ છે,
પાંડે જી બની થયા મહાન,
બિઇંગ હ્યુમનથી કરી લોકોની સેવા,
એ છે ભાઈજાન સલમાન ખાન..

ગોવિંદાના પાર્ટનર,
બોક્સ ઓફીસના સુલતાન,
મુંબઈમાં છે જેની ધાક,
ભાઈજાન સલમાન ખાન..

સૌથી લોકપ્રિય,
રોમ રોમથી છે દયાવાન,
ઈરફાનના પ્રિય એક્ટર,
ભાઈજાન સલમાન ખાન..