Dharbayeli Sanvedna - 10 in Gujarati Love Stories by Chaudhari sandhya books and stories PDF | ધરબાયેલી સંવેદના - ભાગ ૧૦

Featured Books
Categories
Share

ધરબાયેલી સંવેદના - ભાગ ૧૦

આમને આમ કોલેજના ત્રણ વર્ષ પૂરા થઈ ગયા. પૃથ્વી હવે મહેશભાઈ સાથે ઓફિસ જતો અને એના પપ્પા મહેશભાઈને બિઝનેસમાં મદદ કરતો. એક વખત ઑફિસના કામથી પૃથ્વીને પંદર દિવસ બહારગામ જવાનું થયું. પૃથ્વીએ આ વાત મેઘાને કરી. મેઘાએ ખુશી ખુશી તો એને વિદાય આપી દીધી. મેઘાએ વિચાર્યું "પંદર જ દિવસનો સવાલ છે ને પછી તો પૃથ્વી તારી પાસે જ હશે ને." એક દિવસ જેમ તેમ પસાર કર્યો. સાંજે પૃથ્વી સાથે વાત પણ થઈ. બીજી સવારે મેઘાને પથારીમાથી ઉઠવાનું મન ન થયું. શરીર તૂટતું હતું. થોડી ઠંડી પણ લાગતી હતી. ઘડિયાળમાં જોયું તો ૧૦:૦૦ વાગ્યા હતા. આજે કેમ હું મોડે સુધી ઊંઘતી રહી. 

સવારે નાસ્તો કરવાનું પણ મન ન થયું.

સરલાબહેન:- "શું થયું? કેમ નાસ્તો નથી કરતી." એમ કહી એના માથા પર હાથ મૂક્યો.
સરલાબહેનને મેઘાનું માથું અને કપાળ થોડું ગરમ લાગ્યું.

સરલાબહેન:- "તને તો તાવ આવે છે. હું ડોક્ટરને બોલાવું છું."

   ડૉક્ટરે આવીને ચેક કરી દવા આપી. ત્રણ ચાર દિવસ થયા પણ મેઘાને ઝીણો ઝીણો તાવ રહેતો જ હતો.

   મેઘા પૃથ્વીની જ રાહ જોતી રહેતી કે ક્યારે પૃથ્વી આવશે. દરરોજ સાંજે મેઘાની પૃથ્વી સાથે ફોન પર વાત થતી રહેતી. ત્રણ ચાર ડોક્ટરોએ મેઘાની સારવાર કરી પણ કોઈ ડોક્ટરની સારવારથી મેઘાની હાલતમાં કોઈ સુધારો જ ન થયો. પૃથ્વીનો વિરહ મેઘાથી સહન ન થતા મેઘાને તાવ આવી ગયો હતો. બરાબર પંદર દિવસ પછી પૃથ્વી આવ્યો. 

ઘરમાં બધાને મળ્યો. પણ ઘરનું વાતાવરણ પહેલાની જેમ હસીખુશી જેવું ન અનુભવાયું.

પૃથ્વી:- "મમ્મી તમે થોડા ચિંતામાં લાગો છો. શું વાત છે?"

પાર્વતીબહેન:- "એમ તો કોઈ ગંભીર વાત નથી. પણ તેર ચૌદ દિવસ થયા પણ મેઘાનો તાવ સારો જ નથી થતો."

પૃથ્વી:- "શું વાત કરો છો? મને આ વિશે કોઈએ કહ્યું કેમ નહિ? મેઘા તો દરરોજ મારી સાથે વાત કરતી હતી એણે પણ મને અણસાર સુધ્ધા આવવા ન દીધો."

પાર્વતીબહેન:- "એ કદાચ તને ડિસ્ટર્બ નહિ કરવા માંગતી હોય."

પૃથ્વી:- "હું એને મળીને આવું છું."

પાર્વતીબહેન:- "હા તું એને મળી આવ. તને ઘણા દિવસે મળશે તો એના મનને થોડું સારું લાગશે."

પૃથ્વી બધાને મળે છે. પછી મેઘાના રૂમમાં જાય છે. મેઘા કોઈ Novel ની બુક વાંચતી હોય છે.

પૃથ્વી:- "ઑય શું કરે છે?"

મેઘા:- "તું ક્યારે આવ્યો? મને કહ્યું પણ નહિ કે તું આજે આવવાનો છે..?"

    પૃથ્વી મેઘાને ટાઈટ Hug કરે છે. પૃથ્વી એનાથી સહેજ અળગો થવાની કોશિશ કરે છે પરંતુ મેઘા પૃથ્વીનું શર્ટ મુઠ્ઠીથી પકડી એને વળગી જ રહે છે તો પૃથ્વી પણ એને વળગી જ રહે છે. પૃથ્વીએ મેઘાની ગરદન પર અને કપાળ પર હાથ રાખી કહ્યું " દરરોજ મારી સાથે વાત કરતી હતો તો કમસેકમ એટલુ તો કહેવું જોઈએ ને કે મારી તબિયત સારી નથી. હું તારી પાસે એક ક્ષણ પણ વેડફ્યા વગર પહોંચી જતે." 

મેઘા:- "તું કામમાં વ્યસ્ત હતો એટલે મારે તને ડિસ્ટર્બ નહોતું કરવું. પણ સાચું કહું તો તારા વગર જરાય ગમતું નહોતું."

પૃથ્વી:- "આજે સાંજે ડીનર કરવા જઈશું. OK?"

મેઘા:- "Ok."

સાંજના સમયે સરલાબહેન મેઘાને કહે છે 
"બેટા ક્યાં જવા તૈયાર થાય છે. તને તો તાવ છે." એમ કહી સરલાબહેન મેઘાના કપાળ પર હાથ મૂકે છે. કપાળ પર હાથ મૂકતા જ સરલાબહેનને આશ્ચર્ય થયું મેઘાને તો જરાય તાવ નહોતો. બધો તાવ ઉતરી ગયો હતો. 

રાતના ડીનર કરતા કરતા પૃથ્વીએ કહ્યું 
" Come on મેઘા હવે તો તું મને કહે કે શું વાત છે? તારા મનમાં જે વાત ધરબી રાખી છે તે તો મને કહે. તારા શરીરે પણ મને જવાબ આપી દીધો કે તું મને પ્રેમ કરે છે. મારા આવતા જ તારો તાવ સારો થઈ ગયો. હું તને પ્રેમ કરું છું પણ મને નહોતી ખબર કે તું મને એટલો બધો પ્રેમ કરે છે કે મારા ગયા પછી તારી હાલત ખરાબ થઈ જશે."

મેઘા:- "ખબર નહિ ક્યારથી પણ હું તને પ્રેમ કરવા લાગી છું."

મેઘાએ કહી તો દીધું પણ પૃથ્વીને અહેસાસ થાય છે કે મેઘા હજુ મારાથી કંઈક છૂપાવે છે.

એક દિવસ મેઘા બુક વાંચી રહી હતી. પૃથ્વી મેઘાના રૂમમાં આવ્યો. 

પૃથ્વી:- "શું વાંચે છે? Novel?"

મેઘા:- "હા નોવેલ વાંચુ છું. તારે વાંચવી છે?"

પૃથ્વી:- "લાવ હું પણ વાંચી જોવ."

મેઘા:- "મારા કબાટમાં ઘણી બુકો છે. તને Suspense novel ગમે છે ને? તે પણ છે."

પૃથ્વીએ કબાટ ખોલ્યો. આમતેમ જોતા બુક મળી ગઈ. પણ પૃથ્વીની નજર એક ફાઈલ પર જાય છે. ધ્યાનથી જોયું તો ફાઈલ પર મેઘાનું નામ હતું. મેઘાને ખ્યાલ ન આવે એ રીતે પૃથ્વીએ ફાઈલ ખોલી. ડોક્ટરે આપેલા રિપોર્ટની ફાઈલ હતી. પૃથ્વીએ વિચાર્યું કે મેઘાને શું થયું છે? 

મેઘાને ખબર નહિ શું સૂઝે છે કે પૃથ્વીને કહે છે
" પૃથ્વી તને નહિ મળે હું શોધી આપું."

મેઘા તો આબાજુ જ આવી રહી છે તેનો પૃથ્વીને ખ્યાલ આવતા ઝડપથી ફાઈલ મૂકી દે છે. મેઘાએ બુક શોધીને આપી. તો પણ પૃથ્વી ત્યાં જ ઉભો રહ્યો. 

મેઘા:- "બુક આપીને તને..!! ત્યાં બેસીને વાંચ. હું જરા કબાટ સરખો કરી લઉં."

પૃથ્વી જઈને હીંચકા પર બેસી જાય છે.

મેઘા પૃથ્વી ન જોય તેમ પેલી ફાઈલને વ્યવસ્થિત મૂકે છે. પૃથ્વીને ખ્યાલ આવી જાય છે કે મેઘા તે ફાઈલ પોતાનાથી છૂપાવે છે. પણ કેમ? શા માટે? એ ફાઈલમાં શાનો રિપોર્ટ હતો તે પૃથ્વી ઉતાવળમાં જોઈ ન શક્યો.

     બીજા દિવસની સવારે પૃથ્વી જોગિંગના બહાને મેઘાને ઉઠાડવા ગયો. પણ એણે મેઘાને ન ઉઠાડી. એણે ધીમે રહીને કબાટ ખોલ્યો. પેલી ફાઈલ બહાર કાઢી ને અંદરનો રિપોર્ટ જોયો. મેઘાને એનીમીયાની બીમારી હતી. મેઘાના શરીરમાં HB ઓછું હતું. પૃથ્વી કબાટમાં જે જગ્યાએ ફાઈલ હતી તે જગ્યાએ ચૂપચાપ ફાઈલ મૂકી મેઘાને ઉઠાડે છે. બંન્ને જોગિંગ કરવા જાય છે. 

જોગિંગ કરી બાગમાં બેસે છે. 

પૃથ્વી:- "એક વાત પૂછું?"

મેઘા:- "તને ક્યારથી મારી પરમિશનની જરૂર પડી. પૂછ. આમ ફોર્માલિટી શું કામ કરે છે?"

પૃથ્વી:- "મારી બધી પર્સનલ વાતો, મારા સિક્રેટ તને કહ્યા છે. બરાબર?"

મેઘા:- "હા બરાબર. તો?"

પૃથ્વી:- "તારી એવી કોઈ વાત છે જે તે મને Share ન કરી હોય."

મેઘા:- "ના એવી કોઈ વાત નથી."

પૃથ્વી:- "મારી સામે જોઈને બોલ."

મેઘા ગુસ્સાથી કહે છે " What nonsense પૃથ્વી. મેં કીધું ને એવી કોઈ વાત નથી." 

પૃથ્વી:- "તો મને એ કહે કે રોહન અને તારા વચ્ચે શું થયું?"

મેઘા:- "કંઈ ખાસ નહિ. દરેક માણસમાં કંઈક ને કંઈક ખામી હોય છે. એને મારી ટેવ કે કુટેવ જે કહો તે પસંદ નહોતું. એણે મારી ખામીઓનો સ્વીકાર ન કર્યો. બસ એટલી જ વાત છે."

પૃથ્વી:- "રિયલી?"

મેઘા:- "I know તને મારી ચિંતા છે. પણ છોડ ને એ વાત."

પૃથ્વી:- "Ok મને માત્ર એક સવાલનો જવાબ આપ. તને મારા પર વિશ્વાસ છે કે નહિ?"

મેઘા:- "હા છે."

પૃથ્વી:- "સાચે."

મેઘા:- "હા."

પૃથ્વી:- "તો તે મારાથી એક વાત છુપાવી કેમ?"

મેઘા:- "કંઈ વાત? મને કંઈ સમજમાં નથી આવતું."

પૃથ્વી:- "સમજમાં નથી આવતું કે ન સમજવાનું નાટક કરે છે?"

મેઘા:- "ચાલ બહુ થઈ ગયું. ઘરે જઈએ."

પૃથ્વી:- "તને એનીમીયાની બીમારી છે ને?"

આ સવાલ સાંભળતા જ મેઘા અંદરથી ખળભળી ગઈ. મેઘા કંઈ બોલતી નથી. 

પૃથ્વી:- "મેં તને પૂછ્યું તેનો જવાબ આપ."

"હા મને એનીમીયા છે. તારા સવાલનો જવાબ મળી ગયો હોય તો ઘરે જઈએ." આટલું કહેતા મેઘાની આંખમાં આંસુ આવી જાય છે એટલે મેઘા મો ફેરવી ચાલવા લાગે છે. પૃથ્વી એનો હાથ પકડી પોતાની તરફ ફેરવી મેઘાને પોતાના તરફ ખેંચી પોતાની બાહોમાં છૂપાવી લે છે.

એવો તે કેવો હૂંફથી પકડ્યો હતો 
તે મારો હાથ
આંખમાંથી છલકાતું દર્દ 
દિલમાંથી પણ ચૂંસાઈ ગયું.

પૃથ્વી:- "એટલે રોહન તને છોડીને ગયો? 
તો તે એવું વિચારી પણ કેમ લીધું કે હું પણ તને છોડીને જતો રહીશ."

વાયદો છે મારો હું આપીશ દરેક ક્ષણે તારો સાથ...
વાત હશે કોઈ પણ, કદી છોડું નહીં હું તારો હાથ... 

મેઘા:- "હું બહુ ડરી ગઈ હતી. તે જ્યારે મને અલગ નજરથી જોવાનું ચાલુ કર્યું ત્યારથી હું સમજી ગઈ હતી કે તું મને પ્રેમ કરવા લાગ્યો છે.  તે જ્યારે મને પ્રેમનો એકરાર કર્યો ત્યારે તો હું ખૂબ ખુશ થઈ હતી. તને ચાહવા લાગી હતી પણ હું તને કહેવા નહોતી માંગતી. મને એમ કે આ વાત હું તને કહીશ તો તું પણ મને રોહનની જેમ છોડીને જતો રહીશ."

પૃથ્વી:- "ભરોસો રાખ....હું તારો જ છું....
તું હાથ માંગીશ તો હું સાથ આપીશ...
તું સાથ માંગીશ તો હું ભવ આપીશ....
તું ભવ માંગીશ તો હું સાતેય જન્મ
તને જ હક આપીશ...."

     થોડીવાર રહી મેઘા કહે છે "પરંતુ પૃથ્વી હું તારે લાયક નથી. નોર્મલ માણસની જેમ હું જીવી તો જઈશ પણ મારામાં લોહીની ઉણપ તો રહેશે જ ને. એનીમીયાની બીમારીમાં વ્યક્તિનાં રક્તકણોમાં સામાન્ય હીમોગ્લોબીનને બદલે અસામાન્ય પ્રકારનું હીમોગ્લોબીન હોય છે." 

हज़ारों खामीयां हैं मुझ में 
मुझे मालूम भी हैं 
लेकिन एक शख्स हैं नासमझ 
जो मुझे अनमोल कहता है।

પૃથ્વી:- "Relax મેઘા. હું તને પ્રેમ કરું છું અને તારી સાથે જ લગ્ન કરીશ."

તું એટલે મારા ચહેરાનું હાસ્ય
તું એટલે મારા જીવવાનું કારણ
તું એટલે મારા હ્દયનો ધબકાર
તું આટલે મારા શબ્દોનો પ્રાણ
તું એટલે મારા આવતીકાલની આશ
તું એટલે મારા અસ્તિત્વનો અહેસાસ
છેલ્લે બસ એટલું જ......કે.......
તું એટલે મારો સમાનાર્થ....

મેઘા પૃથ્વીને વળગી પડે છે. પૃથ્વી મેઘાના માથા પર હાથ ફેરવે છે. 

તારી એ મજબૂત બાહોની આદત છે મને..
જેમાં હું હસી પણ શકું અને રડી પણ શકું...

સમાપ્ત....