Hu ane tu ane aapne in Gujarati Moral Stories by Tony blayer books and stories PDF | હું અને તું અને આપણે

Featured Books
Categories
Share

હું અને તું અને આપણે

                              તું અને હું અને આપણે

        એ ફળીયામાં નવી પરણીને આવી હતી. ઉંમર પચીસની આસપાસની હશે.ફળીયામાં ઘણી નવી પરણેલી ભાભી હતી. પણ એને જોયા બાદ થયું, આની તોલે કોઈ ના આવે, અપ્સરાને પણ ઈર્ષા થઇ આવે એવી સુંદરતા.નામ હતું,નયના.
      
  ઍક દિવસે ઘરે કોઈ હતું નહિ અને નયના આવી ચડી.મને કાઈ સૂઝ ના પડી તો મેં ફક્ત પાણીનો ગ્લાસ ભરીને આપ્યો.એ બેઠી હતી કોઈ વાત ના થઇ પણ થોડીવાર બાદ એણે પૂછ્યું, "ભણો છો? "
       "હા"તૂટતા અવાજે હું બોલ્યો. 
       એ હસી પડી,"તમે મારાથી આટલા કેમ ડરો છો?"
       એના એ શબ્દોએ મારી હિમ્મતને ખોલી નાખી.મેં કહ્યું, "ના, એવી વાત નથી,પણ તમારું રૂપ જોઈને સમજાતું નથી શું બોલું? "
       "ઓહો, તો બોલો કેવી લાગી હું? "
       "ખુબ જ સુંદર. "મેં જવાબ આપ્યો. 
       "એમ!!"એ બોલી. 
       "હા, ઍક વાત કહું?"મેં કહ્યું. 
       "હા, બોલો."એ બોલી. 
       "તમે મને ખુબ ગમો છો. "હું હિમ્મત ભેગી કરીને બોલી ગયો.એ હસી પડી અને ધીમેથી પોતાનો ચહેરો મારી નજીક લાવી અને બોલી, "આવી વાતો માટે તમે હજુ નાના છો."બોલીને એ મારા પર ધસી આવી અને મારા મોંની નજીક સુંદર મોંને લાવીને બોલી, "ઍક વાત કહું,જયારથી પરણીને આવી છું ત્યારે જ મારા મનમાં વસી ગયા છો, આ જન્મમાં તો ભલે તમારી ના બની,પણ આવતા જન્મનો વાયદો કરું છું. "બોલીને મારા પર ઢળી પડી.એના હૃદયના ધબકારાને હું અનુભવી રહ્યો હતો.એની છાતી મારી છાતી પર દબાઈ હતી.મારા મનમાં આવેગ પણ આવી રહ્યા હતા.ક્યાંય સુધી અમે બંને એમને એમ પડ્યા રહ્યા.થોડીવાર બાદ એ મારી સામે જોઈને હસતી હસતી જતી રહી.
       મોકો મળ્યે એ મારા ઘરે આવી ચડતી અને એ એકાંત મારી બાહોમાં વિતાવતી હતી.પણ આટલા સમયમાં અમારા બંને વચ્ચે હજુ સુધી સેક્સ નહોતું થયું.
        સમય વીતતો રહ્યો.ઍક વખત આવ્યો કે એનો પતિ અકસ્માતમાં અનંતના માર્ગે જતો રહ્યો અને એ એકલી પડી.લાચાર અને વિધવા.એના ભાઈઓ એને તેડી જવા આવ્યા હતા.
       આખરે એ જતી રહી.હું એને આવજો કહેવા પણ બહાર ના આવ્યો.મારી અંદર હિમ્મત નહોતી.
       એ જતી રહી.સમય પસાર થઇ ગયો.
       હું શહેરમાં આગળ ભણવા ગયો,પણ જેવી મેં એને જોઈ હું અવાચક થઇ ગયો,હું એના જ ઘરે રૂમ ભાડે રાખીને રહેતો હતો.એનો પતિ સરકારી નોકરી કરતો હતો અને દિવસભર બહાર રહેતો હતો.
       ઍક દિવસ ભરીબપોરે એ રૂમમાં દાખલ થઇ અને બોલી, "તો મને ભૂલી ગયા હતા? "
       "ના."મેં કહ્યું. 
       "તો છેલ્લી વખત મળવા કેમ ના આવ્યા? "
       "હિમ્મત નહોતી થઇ. "
       "ઍક વખત મળવા તો આવવું હતું, કમસે કમ આવજો કહેવા તો આવવું હતું. "એ બોલી મારી સામે જોતી રહી અને પછી દોડીને મને ભેટી પડી અને બંને બેડમાં પડ્યા.
        આ વખતે સમય અને પરિસ્થિતિ અલગ હતી.હું યુવાન થઇ ચુક્યો હતો.બંને ઍક બીજાની બાહોમાં હતા અને આજે મેં એને સામેથી હોઠ પર લાબું ચુંબન કર્યું,એ મને જોઈ રહી અને મારા ચુંબનને અનુભવી રહી.એ એકાંતમાં અમે ઍક થયાં અને મારા આલિંગનમાં એ ચાદર નીચે હતી.
        "હવૅ તમે જુવાન થઇ ગયા છો અને મોકાનો ફાયદો ઉઠાવતા પણ શીખી ગયા છો."એ શરમાઈને બોલી. 
         "તે મને વાયદો કર્યો હતો તો મારી રાહ કેમ ના જોઈ?"મેં પૂછ્યું.અને એની સામે જોયુ.
        એ બોલી, "જોઈ હતી, ઘણી રાહ જોઈ હતી અને આજે પણ રાહ જોઉં છું, રાહ દિલથી જોવાય છે.અને મેં મારું દિલ તમને આપ્યું છે અને હવૅ શરીર પણ... "બોલીને મારી બાહોમાં સમાઈ ગઈ.