The Hunt - 2 in Gujarati Detective stories by Jenice Turner books and stories PDF | The Hunt - 2

Featured Books
  • વરદાન કે અભિશાપ - ભાગ 40

    વરદાન કે અભિશાપ (ભાગ-૪૦)                 (રાતના અઢી વાગ્યે પ...

  • ઈર્ષા

      ईर्ष्यी घृणी न संतुष्टः क्रोधनो त्याशङ्कितः।  परभाग्योपजीव...

  • ફરે તે ફરફરે - 61

    ફરે તે ફરફરે - ૬૧   જુના જમાનાના લેખકો સવારનુ વર્ણન કરત...

  • રાય કરણ ઘેલો - ભાગ 10

    ૧૦ મહારાણીની પ્રેરણા   કાંધલે જે કહ્યું તે સાંભળીને કરણ...

  • ઇડરિયો ગઢ

    ઇડરિયો ગઢવર્ષોથી મનમાં તમન્ના હતી અને એક ગૂજરાતી ફિલ્મ પણ વા...

Categories
Share

The Hunt - 2

 કેમ છો મિત્રો.હું આપની  સમક્ષ લઇ ને આવી છુ  ધ હન્ટ પાર્ટ ૨. તમે મારી સ્ટોરી વાંચી ને રેટિંગ આપી રહ્યા છો માટે આભાર તમારો. આગળ ના ભાગ માં આપડે જોયું કે નીલ અને  પ્રિયા ટ્રીપ પર જવાના હતા જે કેન્સલ કરવી પડે છે. પ્રિયા crypto ની હેડ છે અને તે નીલ ને યાદ કરી રહી છે  તે નીલ ને કેવી રીતે પહેલી વાર મળી આ વિચારે છે હવે આગળ.

  નીલ એ ૩૫ વર્ષ નો યુવાન હતો.થોડા ડાર્ક સ્કિન કોમ્પલેક્સન સાથે ૬ ફુટ ના  પ્રભાવશાળી વ્યક્તિત્વ નો માલિક  હતો. તેની ઉમર પ્રમાણે તેનામાં ૨૨ વર્ષ ના યુવાન જેવું જોશ હતું.તેને સ્કૉવશ રમવું ખુબ જ ગમતું હતું.સાથે સાથે જીમ માં જવું અને પોતાને ફિટ રાખવો એ તેનો મંત્ર હતો.તે પ્રોફેસર તો હતો જ પણ જોડે જોડે તે એક ગવરમેન્ટ એજેંસી માટે પણ કામ કરતો હતો.જે વોશિંગ્ટન ની આસ પાસ ક્યાંક આવેલી હતી.આ જોબ માં તેની મુલાકાત પ્રિયા સાથે થઇ હતી.અને એ દિવસ યાદ આવે છે જયારે નીલ તેના લેકચર પતાવી ને ઘરે આવે છે. ફ્રીઝ  માંથી જ્યુસ  ની બોટલ કાઢી ને ગ્લાસ માં જ્યુસ નીકાળે છે.આટલી વાર માં સામે પડેલા ફોન ના આન્સરિંગ   મશીન માં અવાજ આવે છે. તે મશીન ઓન કરે છે અને એક રેકોર્ડેડ અવાજ આવે છે.જેનો મતલબ એવો હતો  કે કોઈ ગવર્મેન્ટ એજેંસી ને નીલ ની જરૂર છે કોઈક કોડ ટ્રાન્સલેટ કરવા માટે.નીલ માટે આ થોડું અજુગતું હતું કે કોઈ આવી રીતે સીધો અને ઘરે પર્સનલ નમ્બર પર કોલ કરે અને તેને કોઈ જગ્યા એ આવાનું કહે.ઉપરાંત નીલે આ એજેંસી નું નામ ક્યારેય ના સાંભળ્યું હતું. તેનું નામ હતું નેશનલ સિક્યુરિટી એજેંસી. નીલે થોડા મિત્રોને ફોન કર્યો પણ કોઈને આ વિષે ખબર ના હતી.એક મિત્રે પૂછ્યું,"તારો મતલબ નેશનલ સીક્યુરીટી કાઉન્સિલ એવો છે?"   

"ના નેશનલ સિક્યુરિટી એજેંસી એમ  જ કહ્યું છે."ની

લ એ કહ્યું.

પણ પેલા મિત્ર ને આ વિષે કઈ ખબર ના હોવાથી નીલ એ ફોન મૂકી દીધો.પછી નીલ એ ફોન ડિરેક્ટરી ઉઠાવી અને એમાં NSA નો નંબર શોધવા લાગ્યો જેમાં પણ તેને કઈ ના મડ્યું. અચાનક તેને એક મિત્ર નું નામ યાદ આવ્યું કે જે પહેલા political એનાલિસ્ટ હતો. નીલે ફોન ઉઠાવી ને તેનો નંબર ડાઇલ કર્યો.તે મિત્રએ બે જ  રિંગ માં જ ફોન ઉઠાવ્યો.

"હેલો " તેના મિત્ર એ કહ્યું.

"હેલો હું નીલ બોલું છુ મારે એક અરજેન્ટ કામ છે તારું."  નીલ એ ગભરાહટ માં પૂછ્યું.

"હા બોલ બધું ઓકે તો છે ને?  "પેલા મિત્ર એ પૂછ્યું.

"હા બધું ઓકે છે એક વાત પુછવી હતી તને.તને કોઈ NSA નામ ની ઓર્ગેનાઇઝેશન  વિષે કઈ ખબર છે?" નીલ  એ પૂછ્યું.

"હા કેમ અચાનક આવું પૂછે છે?" તે મિત્ર એ સવાલ કર્યો.

"મને આજે એક ફોન આવ્યો છે જે NSA માં થી હતો .મને તે લોકો એ બોલાવ્યો છે."નીલ એ કહ્યું.

"ઓકે તો સાંભળ. NSA એ દુનિયા ની સૌથી વધુ પ્રભાવશાળી અને શક્તિશાળી ગવર્મેન્ટ ઓર્ગેનાઇઝેશન છે. આ લોકો ઈલેકટ્રોનિકલી આખી દુનિયા માં થી ડેટા ભેગો કરે છે અને યુ.સ.એ ને પ્રોટેક્ટ કરે છે. અડધી સદી થી ઉપર થઇ ગયું આ એજેંસી ની હયાતી ને પણ હજુ માત્ર ૨ કે ૩ ટકા લોકો ને જ ખબર છે કે આવી કોઈ એજેંસી છે એમ."તેના મિત્રે એ કહ્યું.

"ઓકે આભાર તારૉ ચાલ હું પછી વાત કરીશ." આટલું કહી ને નીલ એ ફોન કટ કરી નાખ્યો.

    થોડા સમય  પછી નીલે આ એજેંસી ની ઓફર ને સ્વીકાર કરી લીધી હતી.તેમના જણાવેલ એડ્રેસ પર નીલ કાર લઇ ને જવા રવાના થઇ ગયો.૩૭ માઈલ નું અંતર કાપ્યા પછી નીલ ૮૬ એકર માં ફેલાયેલી અત્યંત ખુફિયા જગ્યા એ આવ્યો હતો.તેણે કાર પાર્ક કરી અને ચાલવા લાગ્યો. ઘણા બધા સિક્યુરીટી  ગેટ પસાર કર્યા બાદ તેને ગેસ્ટ પાસ આપવા માં આવ્યો અને પછી તેને રિસર્ચ ફેસિલિટી માં  મોકલી દેવા માં આવ્યો. તેને કહેવામાં આવ્યું કે તેને કોઈ કોડ ને ડિકોડ કરવામાં હેલ્પ કરવાની છે. ક્રિપ્ટોલોજી ડિપાર્મેન્ટ માં ઘણા બધા ગણિત ના મહારથીઓ બેઠા હતા કે જેમને "કોડ બ્રેકર્સ" એવું નામ આપવા આવ્યું હતું.નીલ ત્યાં પહોંચ્યો. કોન્ફેરેન્સ રૂમ હતો ત્યાં એક રાઉન્ડ ટેબલ હતું જેની પર લગભગ ૧૦ જેટલા લોકો બેઠા હતા. નીલ ત્યાં ગયો તેની હાજરી ની કોઈ એ નોંધ પણ ના લીધી. એક ખાલી ચેર જોઈ ને નીલ ત્યાં બેઠો. તે લોકો ના હાથ માં એક કાગળ હતું જેની પર કોડ લેન્ગવેજ માં કૈક લખેલું હતું.એક માણસે તેની તરફ એ કાગળ સરકાવ્યું. નીલે તેને થૅન્ક યુ કહીને એ કાગળ હાથ માં લઇ ને જોવા લાગ્યો.જે વસ્તુ એ કાગળ માં હતી એ જ નીલ ની સામે ની મોટી  સ્ક્રીન પર પ્રોજેક્ટર દ્વારા પ્રોજેક્ટ થતી હતી. એ લોકો અંદરો અંદર વાત કરવા લાગ્યા. જે નીલ ની સમજ ની બહાર હતી.

    તે લોકો સ્ટ્રીમ  સિફેર ,નેપસેક વરિએન્ટ,યુનિસિટી પોઇન્ટ અને આવા બીજા ઘણા ટોપિક પર વાત કરતા હતા. થોડા સમય  પછી એક માણસે કૈક ખુલાસો કરતા બોલ્યો જે નીલ ના  ધારવાં પ્રમાણે જ હતો. જે વસ્તુ પ્રોજેક્ટ થતી હતી તે એક સાઇફર કોડ હતો. સાઇફર નમ્બર અને શબ્દો દ્વારા બનેલો. ક્રિપ્ટોગ્રાફર ની જોબ એ હતી કે આ કોડ ને સિમ્પલ લેન્ગવેજ માં ટ્રાન્સલેટ કરવો.  NSA દ્વારા નીલ ને એટલા માટે બોલવામાં આવ્યો હતો કે  તેમને શક હતો કે આ કોડ મંડેરિન ચાઇનીસ લેન્ગવેજ માં હતો  જે  નીલ ને ખબર હતી . નીલ એ આ કોડ ને ધ્યાનથી જોયો અને એક પછી એક ખુલાસા આપતો ગયો પણ કોઈ ને પણ આ સાચું લાગી રહ્યું ના હતું.ના તેઓ કોઈ ઠોસ તારણ પર પહોંચી શક્યા. 

     મોરેન્ટો નામ નો માણસ ઉઠી ને આવે છે જે હેડ હોય છે આ ઓપેરશન નો. તે કહે છે કે "મી.નીલ આર યુ શ્યોર?  તમને લાગે છે કે આ કોડ  તમે ઉકેલી શકશો?  મારો મતલબ એમ છે કે ઇટ્સ ઓકે જો તમે આ કામ ના કરી શકો તો. "

નીલ કઈ ના બોલ્યો. નીલ એ ખુબ જ ચતુર અને બુદ્ધિ ધરાવતા દિમાગ નો માલિક હતો. તેને દિમાગ થી વિચાર્યું કે આ કદાચ જાપાનીશ ભાષા પણ હોઈ શકે અને તેણે કદાચ બીજી ૧૦ ૧૫ મિનિટ માં કોડ નું રહસ્ય ઉકેલી નાખ્યું હતું.બધા ખુબ જ ખુશ હતા તેના આ કામ થી. નીલ ને કોઈ આઈડિયા ના હતો કે તેણે કયું સિક્રેટ આ લોકો ની આગળ ઓપન કર્યું હતું પણ NSA એ તેના કામ ની નોંધ લીધી હતી. અને નીલ ના ખીસામાં એક ચેક મુક્યો હતો જેની અંદર લખેલી રકમ નીલ ની યુનિવર્સિટી ના એક મહિના ના પગાર કરતા ૪ ગણી હતી. નીલ બધા ને મળી પછી નીકળી ગયો હતો. એક પછી એક સિક્યુરિટી ચેક કરતા કરતા ફાઈનલી તે મેઈન કોરિડોર પાસે આવ્યો. ત્યાં ઉભા રહેલા ગાર્ડ એ તેણે રોક્યો. તેણે કહ્યું,"મી.નીલ,આપ અહીંયા વેઇટ કરો પ્લીઝ. "

નીલ એ પૂછ્યું," શુ કોઈ પ્રોબ્લેમ છે?"

ગાર્ડ બોલ્યો," ના ના કોઈ પ્રોબ્લેમ નથી પણ ક્રિપ્ટો ની હેડ તમને મળવા માંગે છે. ૫ મિનિટ માં આવી જશે."

નીલ ત્યાં ઉભો રહી ગયો.મન માં વિચારવા લાગ્યો કે આજે તો શનિવાર છે અને આજે તેની સ્કૉવશ ની ગેમ એની રાહ જોઈ રહી હતી. એક તો આ કોડ ના કામ માં જ આટલી વાર થઇ ગઈ હતી અને ઉપરથી હેડ મળવા માંગે છે ખબર નહિ કેટલો સમય લાગશે . એટલામાં સામે થી કોઈ લેડી ચાલતી આવતી દેખાઈ. 

ગાર્ડ બોલ્યો,"મી.નીલ આ ક્રિપ્ટો ના હેડ છે."

નીલ તે સુંદર સ્ત્રી ને એકધારું જોવા લાગ્યો. તે એકદમ સુનદર હતી.નીલ  ની નજરો તેની પર થી હટતી નથી. નીલ જ્યારથી NSA  માં આવ્યો ત્યારથી તેણે કોઈ સ્ત્રી દેખી ના હતી. આટલી વાર માં તે સ્ત્રી ચાલી ને તેની સામે આવી ને ઉભી રહી ગઈ અને હાથ નીલ તરફ લંબાવતા બોલી,"હાઈ મી.નીલ, મારુ નામ પ્રિયા છે, પ્રિયા રાજ." 

નીલ એ પણ તેની સાથે હાથ મિલાવતા કહ્યું,"મારુ નામ નીલ છે ,નીલ શાહ."

પ્રિયા બોલી," કૉંગ્રટસ મી.નીલ , હું ક્રિપ્ટો ની હેડ છુ મેં સાંભળ્યું કે આજે તમે બહુ સારું કામ કર્યું છે.શુ હું ૧૦ મીન તમારી સાથે વાત કરી શકું છુ?"

નીલ એ જવાબ આપ્યો," એક્ચુલી હું થોડો ઉતાવળ માં છુ મારી સ્કૉવશ ની ગેમ ચાલુ થઇ જશે થોડીવાર માં." નીલ ને આ બોલતા થોડું અજુગતું લાગી રહ્યું હતું કેમ કે વર્લ્ડ ની સૌથી પાવરફૂલ એજેંસી ની કોઈ સુપિરિયર સાથે અત્યારે તે સ્કૉવશ ની ગેમ ની વાત કરી રહ્યો હતો.

"હું ઉતાવળ કરીશ."પ્રિયા બોલી.

દસ મિનિટ પછી નીલ પ્રિયા ની ઓફિસ માં હતો. તે લોકો ખુબ વાતો કરી પ્રોફેશનલ થી ક્યારે પર્સનલ વાત પર આવી ગયા આ ખબર જ ના પડી. એ દિવસે તો નીલ ની ગેમ  તો મિસ થઇ ગઈ પણ પ્રિયા એની જિંદગી માં આવી ગઈ. એ દિવસ પછી એ લોકો મળતા રહ્યા બહાર કોફી પર ડિનર પર અને ફોન પર લાંબી લાંબી વાતો કરતા કરતા એક બીજાને જાણતા રહ્યા. આમ ને આમ ૨ વર્ષ ક્યારે વીતી ગયા ખબર જ ના પડી. થોડા સમય પછી તે લોકો ની સગાઇ થઇ ગઈ. આ લોકો એ સગાઇ ના એક વર્ષ પછી ટ્રીપ પર જવાનો  પ્લાન બનાવ્યો હતો અને અચાનક નીલ ને કામ હોવાથી તે લોકો ને ટ્રીપ કેન્સલ કરવી પડે છે.

***********************************************************************

   ક્રિપ્ટો નો દરવાજો પ્રિયા ના ૫ ડિજિટ નો એક કોડ નાખવાથી  એક અવાજ સાથે ખુલી ગયો. પ્રિયા થોડી ગભરાહટ સાથે અંદર ચાલી અને ઑટોમૅટિક દરવાજો એની જાતે બંધ થઇ ગયો. થોડું આગળ ચાલી ને તેણે કમ્પ્યુટર માં એન્ટ્રી કરી અને સાઈન  ઓન કર્યું અને આગળ ચાલવા લાગી. અહીંયા કામ કર્યા  ને તેને અલમોસ્ટ ચાર વર્ષ જેવું થવા આવ્યું હતું.પણ જયારે પણ તે આ બિલ્ડીંગ માં આવતી ત્યરે તેને અહીંનું ઈંટેરીઅર જોવાનું બહુ ગમતું હતું.મૈન ચેમ્બર ગોળાકાર માં બનેલી હતી.તે લગભગ 1૨૦ ફૂટ જેટલી ઊંચી હતી અને ૨ મેગાટન સુધી નો બ્લાસ્ટ સહન કરી શકે તેમ હતી. નીચે ટ્રાન્સપેરેન્ટ પ્રકાર  બ્લેક ની ટાઇલ્સ લગવેલી હતી જે રૂમ ની શોભામાં વધારો કરતી હતી. આગળ જતા જ રૂમ ની વચ્ચે એક મોટું મશીન લગાવેલું હતું.જેનું નામ હતુ "TRANSLTR ". આ મશીન દુનિયા નું સૌથી મોંઘુ અને એકલોતું  મશીન હતું. જેની હયાતી ને NSA હંમેશા નકારતું જ રહ્યું છે.આ મશીન એક મોટા આઈસબર્ગ જેટલી મોટી હતી.જેને મોટાભાગ નો પાવર નીચે ની સરફેસ માં થી મળતી હતો.તેનો સિક્રેટ લોક કોડસીધો જમીન ની અંદર ૬ ફ્લોર નીચે  જવાથી ઓપન થતો હતો. 

   "TRANSLTR " નો જન્મ પણ બીજા એકઈવીપમેન્ટ ની જેમ જરૂરિયાત હોવાથી જ થયો હતો. ૧૯૮૦ ના સમય દરમ્યાન NSA એ ટેલિકોમ્યુનિકેશન સિસ્ટમ માં હરણફાળ પગલું ભર્યું હતું.જે નવી ક્રાંતિ લાવનારું હતું.સ્પેશ્યલી ઈન્ટરનેટ અને ઇમેઇલ ની શુરુઆત. ક્રિમિનલ્સ,ટેરોરિસ્ટ, જાસુસો બધા હેરાન હતા તેમના ફોન ટેપ થવાથી.તેઓ માટે ઇમેઇલ ની સુવિધા એ એક નવો અને સારો આવિષ્કાર હતો. અને એ પણ  ટેલિફોન ની જ  સ્પીડ થી ઇમેઇલ કામ કરતા હતા.તેમનું માનવું હતું કે ફાઈબર ઓપ્ટિક લાઈન હવા માં લટકતા કેબલ નહિ પણ જમીન ના માર્ગ માં હોવાથી તે એકદમ સેફ છે. અહીંયા તેમના ઇમેઇલ ટેપ થવાનો કે કોઈ ને મળવાનો કોઈ ચાન્સ નથી એવું તેમને લાગતું  હતું.હવે તેમની કોઈ જાસૂસી નહિ કરી શકે કમ સે કમ  એવું તેમનું માનવું હતું.

      પરંતુ હકીકત કૈક ઔર જ હતી.NSA ના ટેકનો-ગુરુ ઓ માટે  કોઈ પણ ઇમેઇલ ને ટ્રેક કરવા એ છોકરાઓ ની રમત હતી. ઈન્ટરનેટ એ કોઈ નવી શોધ ના હતી nsa માટે પણ એ ૩ દાયકા પહેલા ડીપાર્ટમેન્ટ ઓફ ડિફેન્સ  દવારા જ બનાવામાં આવ્યું હતું. ન્યુક્લિઅર  વૉર જયારે ચાલતું હતું ત્યારે એક એવું   સિક્યોર કોમ્પ્યુટર નેટવર્ક ડિઝાઇન કરવામાં આવ્યું હતું જેનાથી કૉમ્યૂનિકેશન સિસ્ટમ કોઈ ટેપ કે ચોરી ના કરી શકે. nsa ના આંખો અને કાંન  હંમેશા ખુલ્લા રહેતા હતા. ગુંડા તત્વો તેમનો ઈલિગલ ધંધો ઇમેઇલ દવારા ચલાવા લાગ્યા.જે તેમને લાગતું હતું કે આ બધું એકદમ સિક્યોર અને પ્રાઇવેટ છે.પરંતુ હકીકત માં એવું હતું નહિ.FBI  , DEA ,IRS , અને બીજી USA ની લો એન્ફોર્સમેન્ટ એજેંસી અને nsa  ના સ્ટાફ કે જે ખતરનાક હેકર્સ હતા તેમને  મજા પડી રહી હતી ઘણા ઈલિગલ ધંધા ઓ કરતા ક્રિમિનલ્સ ને પકડવામાં અને અરેરેસ્ટ કરવામાં.

        ઓફ કોર્સ જયારે સામાન્ય જનતા ને અને કમ્પ્યુટર યુઝર્સ ને  ખબર પાડવા લાગી કે તેમની કોઈ જ ઇન્ફોરમેશન સિક્યોર નથી અને US ગવરમેન્ટ પાસે તેમની ઇમેઇલ નો એક્સેસ છે તો બધા ગભરાવા લાગ્યા.આથી ઘણા ભણેલા ગણેલા લોકો પોતાની ઇન્ફોરમેશન ને સિક્યોર રાખવા માટે પ્રોગ્રામ બનાવ લાગ્યા.અને આ રીતે જન્મ થયો પબ્લિક કી એનક્રીપ્સન નો.આ એકદમ બ્રિલિઅન્ટ અને સિમ્પલ કોન્સેપટ હતો.એકદમ જ ઇઝી  હતો યુસ કરવામાં.  કમ્પ્યુટર માં આ સોફ્ટવેર ઇન્સટોલ કરી ને પછી ઇમેઇલ લખવા માં આવે તો તે આ ઇમેઇલ ને ટોટલી ના વાંચી શકાય એવો બનાવી દેતો.યુઝર કોઈ શબ્દ કે નંબર લખે અને આ સોફ્ટવેર માં રન કરી ને મોકલે તો  પછી એ મેસેજ કે ઇમેઇલ સામે વાળા ને ટોટલી નોન સેન્સ લાગે. એક જ રસ્તો હતો આ ઇમેઇલ ને વાંચવાનો અને તે હતો સેન્ડર દ્વારા મોકલાવેલી  "પાસ કી ". આ એક આવી સિક્રેટ ચાવી હતી કે જેના દ્વારા ઇમેઇલ વાંચી શકાતો હતો."પાસ કી" જનરલી થોડી લાંબી અને કોમ્પ્લેક્સ રહેતી હતી. જે જરૂરી સૂચના અને એન્ક્રિપ્શન મેથેમેટિકલી ફોલૉ કરતી હતી.જેના દવારા ઓરીજીનલ ઇમેઇલ વાંચી સકતા હતા.હવે યુઝર્સ કોન્ફિડેન્સ થી એક બીજા ને ઇમેઇલ મોકલી શકતા હતા. ઇમેઇલ વાંચી જરૂર શકતો પણ પાસ કી વગર વાંચવો ઈમ્પોસ્સીબ્લ  હતો.

      NSA ને એક જોરદાર ધક્કો લાગ્યો હતો. તેમને પાસ કી દ્વારા જે કોડ મળી રહ્યાતે કોઈ  સિમ્પલ કોડ ના હતા કે જે પેન અને પેપર લઇ ને સોલ્વ કરી શકાય.પરંતુ તે કમ્પ્યુટર દ્વારા બનાવ માં આવેલા કોડ હતા કે જે હૅશ ફંક્સશન અને કેટલાય સિમ્બોલ અને આલ્ફાબેટ દ્વારા બનાવા માં  આવેલા હતા.જેને ડિકોડ કરવા બહુ અઘરા હતા.

       શુરુઆત માં પાસ કી નો ઉપયોગ થવા લાગ્યો હતો જે NSA ના સુપર ફાસ્ટ કમ્પ્યુટર માટે ડિકોડ કરવું એકદમ ઇઝી હતું. જો પાસ કી દસ ડિજિટ ની હોય તો કમ્પ્યુટર આ રીતે પ્રોગ્રામ કરવામાં આવ્યું હતું કે એ 0000000000 અને 9999999999 ની વચ્ચે આવતી દરેક સંભાવનાઓ લઇ ને એ પાસ કી ને ડિકોડ કરી લેતું.અને ઇમેઇલ ઓપન થઇ જતો  હતો વાંચવા માટે.જલ્દી કે મોડા આ ટેક્નિક  કામ કરતી જ હતી અને કરેક્ટ સિક્વન્સ આપી ને કોડ ઓપન કરી દેતી હતી. અને મેલ  ખુલતા ગયા. આ ટ્રાયલ અને એર્રોર ની મેથડ ને "brut  force attack  " એવું નામ આપવામાં આવ્યું. હા આ મેથડ ટાઈમ કોન્સુમિંગ હતી મતલબ કે સમય લેનારી હતી પણ મેથેમેટિકલી  ગેરેન્ટી થી કામ કરતી હતી. 

જેમ જેમ બહાર ની દુનિયા માં "brut force attack " મેથડ ની ખબર પડતી ગઈ તેમ તેમ પાસ કી લાંબી અને લાંબી થવા લાગી. હવે કમ્પ્યુટર  એ પાસ કી ના કોડ ને બ્રેક કરવા માં અઠવાડિયા થી લઇ ને મહિના અને વર્ષો સુધી નો સમય  લાગવા લાગ્યો.૧૯૯૦ આવતા આવતા તો પાસ કી ૫૦ ડિજિટ થી લાંબી અને  ૨૫૬ કેરેક્ટર ,આલ્ફાબેટ ,નંબર અને સિમ્બોલ્સ વાળી થઇ ગઈ. એટલે આ પાસ કી ને  ગેસ કરવાની એટલે કે ધારવાની એક ટાસ્ક બની ગઈ.કેમ કે તેને ધારવાની સંભાવનાઓ ૧૦`૧૨૦ થઇ ગઈ એટલે કે ૧ ની પાછળ ૧૨૦ જીરો લાગે તેટલી થઇ ગઈ.  સાચી પાસ કી ને શોધવી આટલી જ મુશ્કેલ થઇ ગઈ જેટલી દરિયાની રેતી ના કણો માં થી  એક ચોખા નો દાણો શોધવો. NSA ના સુપર ફાસ્ટ કમ્પ્યુટર પણ આ પાસ કી ને બ્રેક નહતા કરી શકતા.અને આ બધી સમસ્યાઓ નો સામનો કરવા માટે NSA ને એક મજબૂત ઉપાય સુઝ્યો હતો .યુ. એસ .એ. ના પ્રેસિડેન્ટ પાસે પરવાનગી લઇ ને આ સમસ્યા ના સમાધાન માટે કૈક વિચાર્યું હતું.

*********************************************

ક્રમશઃ 

થૅન્ક યુ મિત્રો તમે સ્ટોરી ને રેટિંગ આપી રહ્યા છો માટે. સ્ટોરી થોડી સાયન્સ બેઝ છે કઈ ના ખબર પડે તો મને તમે +61  0421865873   પર whatts app કરી શકો છો. બહુ જલ્દી મળીશ નવા પાર્ટ સાથે ત્યાં સુધી વાંચતા રહો  ઘી હન્ટ. આ સિવાય મારી બીજી પણ નોવેલ છે રીટર્ન ઓફ શૈતાન એ પણ વાંચતા રહો અને રેટિંગ આપવાનું ભૂલતા નહી.