Hu tari yaadma - 7 in Gujarati Love Stories by Anand Gajjar books and stories PDF | હું તારી યાદમાં (ભાગ-૭)

Featured Books
Categories
Share

હું તારી યાદમાં (ભાગ-૭)

પ્રસ્તાવના

(આનંદ ગજ્જર અને નિકિતા પટેલના સંયુક્ત પ્રયાસ દ્વારા વાચકમિત્રો સમક્ષ એક કાલ્પનિક સ્ટોરીની રજુઆત કરવામાં આવી છે. હું તારી યાદોમાં એક લવ સ્ટોરી છે જેમાં અંશ અને અદિતિની વચ્ચેના અનકન્ડિશનલ લવની સફર ઉલ્લેખવામાં આવી છે. અમે આશા રાખીએ છીએ કે વાચકમિત્રોને આ સ્ટોરી જરૂરથી પસંદ આવશે.)

◆◆◆◆◆

(ગયા ભાગમાં આપણે જોયું કે અંશને ગુજરાતના બેસ્ટ લેખક તરીકેનો એવોર્ડ આપવામાં આવે છે અને તેનું સન્માન કરવામાં આવે છે. અંશ લાસ્ટ ચેટિંગ વિશે થોડી વ્યાખ્યા આપે છે અને તેની બુક પબ્લિશ થાય છે. અદિતિને પણ બુક ખરીદવાની ઈચ્છા થાય છે અને અંશ પ્રત્યેનો તેનો વ્યવહાર બદલાય છે. અદિતિ બુક ખરીદે છે અને તેને વાંચીને એનો રીવ્યુ અંશને મેસેજ કરે છે.)

હવે આગળ.......


આટલુ ટાઈપ કરીને અદિતિ વિચારે છે મેસેજ કરું કે નહી ત્યાં અજાણતાજ અદિતિનો હાથ સેન્ડ બટન પર ટચ થઇ જાય છે અને મેસેજ સેન્ડ થઇ જાય છે પણ મેસેજ ડિલિવર થતો નથી એટલે વિચારે છે કે એનો મોબાઈલ ડેટા બંધ હશે અને અંતે અદિતિ એ વિચારીને સુઈ જાય છે કે જે હશે એ પછી રીપ્લાય મળશે. સવારમાં ૧૦ વાગતા અદિતિ પોતાનો મોબાઈલ હાથમાં લે છે અને વોટ્સએપ ચેક કરે છે પણ હજી મેસેજ ડિલીવર થયો હોતો નથી.

 આજે રવિવાર હોવાથી અંશ સૂતો હોય છે અને ફોનની રિંગ વાગતા અંશ ફોનની ડિસ્પ્લે પર જુએ છે જ્યાં રવિ નામ જોઈને ફોન ઉપાડે છે. 
અંશ : હેલ્લો શું યાર ખબર તો છે આજે સન્ડે છે તો ફોન કરીને શું લેવા ઊંઘ બગાડે છે. 
રવિ : શું યાર હજુ સૂતો છે? ઘડિયાળમાં જુઓ સાહેબ કેટલા વાગ્યાં ? 
અંશ : ઓહ નો ૧૦:૩૦ વાગે છે. મારે આજે એક કામ પણ કરવાનું  છે. 
રવિ : હા હજુ સૂતો રે. અચ્છા મેં એટલા માટે કોલ કર્યો હતો આજે ક્યાં જવાનુ છે ? 
અંશ : ના હો મારે આજે ક્યાંય નથી આવવું. ઓલરેડી મારે લેટ થઇ ગયું છે. મારે કામ પણ છે. 
રવિ : એ હું કાંઈ ન જાણું. મારે કોઈ બહાના ન જોઈએ. 
અંશ : યાર તને ખબર જ છે ને કાલે બુક પબ્લિશ થઇ છે તો કાલે ઘણા બધા લોકોએ વાંચી પણ હશે અને મેં કાલનું મારુ નેટ ચાલુ નથી કર્યું તો મને બઉ બધા રીવ્યુ મળ્યા હશે એટલે રવિવારે મારે મારાં રીડર્સ માટે પણ ટાઈમ કાઢવો પડે ને. 
રવિ : રીડર પછી, આજે રવિવાર છે એટલે મારો વાર છે એટલે મારાં માટે પણ ટાઈમ કાઢ. (હસીને )
અંશ : ઓહો બસ હવે તારા માટે તો રોજ ટાઈમ કાઢું જ છું. ઓકે તો સાંજે મળીએ. 
રવિ : યેહ હુઈના બાત. ઓકે તો હું નીલને કોલ કરીને કહી દઉં. 
અંશ : હા અને મિતને પણ કહી દેજે. 
રવિ : હા હું નીલ અને મિતને કોલ કરીને કહી દઉં છું. અચ્છા પણ ક્યાં જશું? 
અંશ : આજે મારી ઈચ્છા રીવરફ્રન્ટ જવાની છે તો સાંજે ત્યાં મળીએ. 
રવિ : ઓકે બાય તો મળીએ સાંજે. 
અંશ : હા બાય.
કોલ પૂરો કરીને ફોન મૂકીને અંશ રેડી થાય છે ત્યાં ૧૨ વાગે છે અને જમવાનો ટાઈમ થાય છે એટલે અંશ જમવા જાય છે. જમીને આવીને અંશ તેનો મોબાઈલ ડેટા ઓન કરે છે અને ફોન ચેક કરે છે. વોટ્સએપમાં મેસેજીસની શરૂઆત થાય છે અને ધીરે ધીરે એનો આંકડો ૨૦૦ ઉપર પહોંચે છે. અંશ મેસેજ વાંચવાની શરૂઆત કરે છે અને એક પછી એક એમ રીડ કરીને બધાને રીપ્લે આપે છે. મેસીજીસમાં મોસ્ટ ઓફ રિડર્સનાજ મેસેજ હોય છે. અંતે અંશ એ મેસેજ પર પહોંચે છે જે અદિતિનો મેસેજ હોય છે. અંશ રીડ કરે છે અને વિચારે છે કોણ હશે આ જેને મારી સ્ટોરી આટલી ગમી અને પોતે સ્ટોરીમા ઇન્વોલ્વ થઇને આટલુ પ્રિસિયસ રીવ્યુ આપ્યું. અંશ અદિતિને મેસેજ કરે છે.
અંશ : થેન્કયુ, થેન્ક્યુ સો મચ ફોર રીડ માય સ્ટોરી વેરી કેરફૂલી એન્ડ થેન્કયુ સો મચ ફોર ગીવ મી યોર પ્રિસિયસ રીવ્યુ.
અદિતિના ફોન પર નોટિફિકેશન આવે છે અને તે ફોન ચેક કરે છે તો ફોનના ડિસ્પ્લે પર ૧ નોટિફિકેશન ઓફ મિસ્ટર ઓથોર. અદિતિ મેસેજ રીડ કરે છે પછી વિચારે છે મેસેજ કરું કે નહી અને અંતે એને મેસેજ કરે છે.
અદિતિ : યોર મોસ્ટ વેલકમ
અંશ : આટલુ પ્રિસિયસ રીવ્યુ આપનારનું નામ જાણી શકું? 
અદિતિ : અદિતિ 
અંશ : વૉઉં , વ્હોટ અ નેમ. વેર આર યુ ફ્રોમ. 
અદિતિ : ફ્રોમ યોર સિટી. અદિતિ યોર ક્લાસમેટ. 
અંશ : ઓહ અચ્છા તો તમે એજ અદિતિ મેડમ છો એમને. 
અદિતિ : હા 
અંશ : તમે ખરેખર મારી બુક વાંચી ? 
અદિતિ : હા હા તો જ રીવ્યુ આપુંને. 
અંશ : ઓકે ઓકે.
અદિતિ : બાય ધ વે તમે બહું સરસ લખો છો.
અંશ : સાચે જ મેડમ આ તમે બોલી રહ્યા છો? હું તો લોફર છું ને? (સ્માઈલ સિમ્બોલ મુકતા)
અદિતિ : હમ્મ, (સ્માઈલ સિમ્બોલ મૂકે છે) બાય ધ વે મિસ્ટર ઓથોર આજે તો તમને બહુ બધી વીશીસ આવતી હશે ને. 
અંશ : હા આજે તો બહું બધા મેસેજીસ હતા. ૧૨:૩૦ થી મેસેજ રીડ કરું છું તો અત્યારે તમારા સુધી પહોંચ્યા છીએ. 
અદિતિ : ઓહો એવુ છે એમ.
અંશ : હા 
અદિતિ : ઠીક છે ચાલો હું પછી વાત કરું મારે થોડું કામ છે સો બાય. 
અંશ : ઓકે બાય.
અંશ બધા રીડર્સના મેસેજ રીડ કરે છે અને રિપ્લાય આપે છે જેમાં અમુક રીડર્સતો તેના જાણીતા જ હોય છે જેમાં સોનલ સોલંકી, કિંજલ મીરાણી, પ્રિયંકા માલવણીયા, કૃણાલ ઢાંકેચા, મેર મેહુલ, નિકુંજ હિરવાણીયા, હિરેન કંબોયા, નિકેતન મોદી, પિયુષ પટેલ વગેરેનો સમાવેશ થાય છે.  આ તેના એ વાંચક મિત્રો હોય છે જે તેની લેખક તરીકેની શરૂઆતથી લઈને અહીંયા સુધી મેળવેલી સફળતા માટેના જવાબદાર પરિબળો હોય છે. અંતે અમુક લોકો સાથે વાતચીત કરીને અંશ સાંજે ફ્રી પડે છે અને પોતાના ત્રણેય મિત્રોને મળવા માટે રિવરફ્રન્ટ પહોંચે છે જ્યાં ત્રણેય એકબીજાને મળે છે અને તેમની વચ્ચે વાતોની શરૂઆત થાય છે.
રવિ : શું વાત છે અંશ આજે તું બઉ ખુશ લાગે છે. કોઈ ખાસ રીડર સાથે વાત થઇ કે શું?
અંશ : અરે આજે તો બહુ બધા મેસેજ આવ્યા હો અને હા ખાસ રીવ્યુ પણ મળ્યું.
નીલ : અંશ યાર તને તો જલસા પડી ગયાં હો. હવે તો આખી કૉલેજની છોકરીઓ તારા પર મરે છે. 
અંશ : હા પણ મને મારા સ્વપ્નની રાણી જોઈએ. જેના પર હું ફિદા હોઉં અને એ મારાં પર. (ખુશ થઈને)
મિત : વાહ ભાઈ તું તો સેલીબ્રિટી થઈ ગયો હવે.
નીલ : હા એ બીજા માટે, આપણે માટે તો દોસ્તજ રહેશે. 
અંશ : બસ હવે આવું કહીને મને પરાયો ના કરો.હું તમને છોડીને ક્યાંય નથી જવાનો. 
રવિ : હા આવી ઉદાસીભરી વાતો ના કરશો, આ કામ છોકરીઓ કરે. આપણે ઇન્જોય કરવા આવ્યા છીએ તો ઇન્જોય કરો. 
અંશ : હા સાચી વાત છે. ઘણા લાંબા સમય પછી અહીં રીવરફ્રન્ટ આવ્યા છીએ. 
નીલ : હા યાર, આ રીવરફ્રન્ટ સાથે આપણી ઘણી બધી યાદો જોડાયેલી  છે. 
અંશ એન્ડ રવિ : હા 
આમ ચારેય  મિત્રો મસ્તી મજાક કરે છે અને પછી બધા છુટા પડે છે. અંશ ઘરે આવે છે તો સાંજ પડી ગઈ હોય છે અને તે જમવા બેસે છે. જમીને તે સુવાની તૈયારી કરે છે અને પોતાના રૂમમાં જાય છે. અંશ કપડાં ચેન્જ કરે છે અને બેડ પર સુતા સુતા ફોન પર ટાઈમપાસ કરે છે ત્યાં અચાનક અદિતિનો મેસેજ આવે છે અને એ જોઈને અંશ વિચારે છે કે શું વાત છે આ ખડૂસ મને હવે સામેથી મેસેજ કરે છે હવે.
અદિતિ : હાઈ મિસ્ટર ઓથોર.
અંશ : હેલ્લો મિસ ખડૂસ.
અદિતિ : ઓઈ, હું ખડૂસ નથી હો. (ગુસ્સાનું ઇમોજી સાથે)
અંશ : અચ્છા, ઠીક છે બસ. 
અદિતિ : હમ્મ, ઇફ યુ ડોન્ટ માઈન્ડ કેન આઈ આસ્ક યુ વન કવેશ્ચન ? 
અંશ : યા સ્યોર વહાય નોટ. 
અદિતિ : તારી બુક ફિક્શન છે કે નોન ફિક્શન? 
અંશ : ફિક્શન છે પણ કેમ તું આ પૂછે છે ?
અદિતિ : ના, મને એવું લાગ્યું કે આ સાચું છે અને ખરેખર તું અને વિશુ…..
અંશ : ના હવે, આ એક કાલ્પનિક સ્ટોરી છે અને હા મારી આજુબાજુ થતી ઘટનાનું વર્ણન છે એટલે બધાને એવું જ લાગે કે રીયલ સ્ટોરી છે.
અદિતિ : ઓકે, ગુડ (મનમાં હાસકારો અનુભવે છે અને વિચારે છે કદાચ સાચી હોત તો પણ મને શું, અરે મને આ શું થઇ રહ્યું છે.)
અંશ : સો મેડમ હાઉ વોઝ યોર સન્ડે ? 
અદિતિ : સારો રહ્યો. તારો દિવસ કેવો રહ્યો ?
અંશ : મારે તો ખૂબ સારો. થોડો ટાઈમ વાંચકો માટે અને થોડો ટાઈમ મિત્રો સાથે ઇન્જોય કર્યો. 
અદિતિ : ઓકે વેરી ગુડ. આઈ થિન્ક હવે આપણે સુઈ જવું જોઈએ. કાલે કોલેજ પણ જવાનું છે.
અંશ : હા બાય, ગુડ નાઈટ.
અદિતિ : ઓકે બાય, ગુડ નાઈટ.
 અદિતિ સુતા – સુતા અંશ વિશે વિચારે છે કે મારી ઘણી બધી ભૂલ થઈ છે અંશને ઓળખવામાં. ખરેખર તે સારો છોકરો છે. પહેલીવાર કોલેજમાં કોઈ સાથે ઝઘડો કરતા જોયો ત્યારે લાગ્યું કે એ લોફર છે પણ મેં એની પાછળનું કારણ જાણવાનો પ્રયત્નજ ના કર્યો. ખરેખર માનવજાતમાં એક વાતતો સામાન્ય છે કે એ હમેશા એકબીજાની ખરાબ આદતો જુએ છે. ક્યારેય બીજાની સારી આદતો જાણવાનો પ્રયત્નતો કરતા જ નથી. આપણે કોઈપણ વ્યક્તિને ફક્ત એના દેખાવ પરથી જજ કરીએ છીએ પણ એની અંદર છુપાયેલા બીજા વ્યક્તિને ઓળખવાનો પ્રયત્ન નથી કરતા. બસ આવાજ વિચારોમાં અદિતિ ક્યારે સુઈ જાય છે એની ખબરજ નથી પડતી. સવારમાં અદિતિ રેડી થઈને પ્રિયાને ફોન કરે છે અને તેને કોલેજના ગેટ પાસે મળવાનું કહે છે. અદિતિ પણ કોલેજ પહોંચે છે અને ત્યાં જઈને જુએ છે તો પ્રિયા ગેટ પાસે એની રાહ જોઇને ઉભી હોય છે. અદિતિ ગેટની આજુબાજુ એક નજર ફેરવી લે છે પણ એને એ વ્યક્તિ નથી દેખાતી જેને કદાચ એની આંખો શોધી રહી હતી. એટલામાં પ્રિયા અદિતિને બોલાવે છે.

પ્રિયા : હાઈ ગુડ મોર્નિંગ અદિતિ.
અદિતિ : વેરી ગુડ મોર્નિંગ બેબી. (એકદમ ખુશ થઈને)
પ્રિયા : ઓહો શું વાત છે આજ મેડમ બહું ખુશ છે. 
અદિતિ : એ બધું છોડ, તે અંશની બુક વાંચી ? સુપર્બ સ્ટોરી છે યાર.
પ્રિયા : ઓહ તો તમે બુક વાંચી લીધી એમ, તું ક્યાં પ્રેમમા માને છે ? (હસીને)
અદિતિ : બસ હવે. મેં સ્ટોરીનું રીવ્યુ પણ આપ્યું છે.
પ્રિયા : શું વાત છે જે છોકરાને તું લોફર કહેતી એની સાથે તે વાત કરી.( નવાઈ પૂર્વક )
અદિતિ : આઈ થિન્ક મારી ભૂલ થઇ ગઈ એને ઓળખવામાં એ લોફર નહી પણ સારો છોકરો છે એની સાથે મેં અત્યાર સુધી દર વખતે ખરાબ વર્તન કર્યું છતાં પણ એને કાલે મારી સાથે સારી રીતે વાત કરી. 
પ્રિયા : ઓહો એવુ એમ. ખેર તને તારી ભૂલ તો સમજાઈ ગઈ કે બધાજ છોકરાઓ ખરાબ નથી હોતા.
અદિતિ : ઠીક છે, હવે ક્લાસમાં જઈશું ?
પ્રિયા : હા, મેડમ ચાલો.
અદિતિ અને પ્રિયા ક્લાસમાં જાય છે અને જુએ છે તો અંશ પણ ક્લાસમાં બેઠો હોય છે અને એની આજુબાજુ ૨-૩ ગર્લ્સ પણ ઉભી હોય છે. અદિતિ આ બધું જુએ છે અને એને થોડો ગુસ્સો આવે છે પણ એ તરત એના ગુસ્સા પર કન્ટ્રોલ કરી દે છે. એટલામાં અંશની નજર અદિતિ પર જાય છે અને અંશ અદિતિ સામે મસ્ત સ્માઈલ કરે છે અને સામે અદિતિ પણ એની સ્માઇલનો જવાબ એક સરસ સ્માઈલથી આપે છે. અદિતિને અચાનક કાંઈક વિચાર આવતા તરત પોતાનું ઇન્સ્ટાગ્રામ ખોલે છે અને mr._author સર્ચ કરે છે અને એ સાથેજ અંશની પ્રોફાઈલ ખુલે છે. જેમાં એનું સાચું નામ આનંદ ગજ્જર લખેલું હોય છે. અદિતિ એની પ્રોફાઈલ અને બાયો ચેક કરે છે અને બાયોની નીચે રહેલી માતૃભારતી પ્લેટફોર્મની લિંક પર ક્લિક કરે છે જે ખુલતા જ માતૃભારતી પર અંશની પ્રોફાઈલ ખુલે છે અને અદિતિ તરત એ ચેક કરવા લાગે છે. અદિતિ એમા જુએ છે તો એની ઘણી બધી બુક હોય છે જેમાં તૃત્યા : પાછલાં જન્મનો બદલો, તારા વિના અધુરો વેલેન્ટાઈન ૧ - ૨, એજ ક્ષણો, સફર મારી જિંદગીની, લાસ્ટ ચેટિંગ ૧ - ૨, અજાણ્યો પ્રેમ વગેરે બુકોનો સમાવેશ થતો હોય છે. અદિતિ વિચારે છે કે હજી તો બીજી ઘણી બુક્સ વાંચવાની બાકી છે મારે અને ફરી તે ઇન્સ્ટાગ્રામ પર પાછી જાય છે અને અંશને રિકવેસ્ટ મોકલે છે અને અંશના મોબાઈલ પર આદિતિની રિકવેસ્ટ આવે છે જે તરત અંશ એક્સેપ્ટ કરે છે અને ફોલો કરે છે. અંશની પણ રિકવેસ્ટ આવતા અદિતિ પણ તેને એક્સેપ્ટ કરે છે અને અદિતિ અંશને એક શેર લખીને મેસેજ કરે છે. 
To be Continued.....

વોટ્સએપ – 7201071861
ઇન્સ્ટાગ્રામ :- mr._author  &  nikitabhavani_