Twinkle - Serah the warrior princess - 1 in Gujarati Love Stories by અવિચલ પંચાલ books and stories PDF | ટ્વીન્કલ - સેરાહ ધ વૉરિયર પ્રિન્સેસ - ૧

Featured Books
Categories
Share

ટ્વીન્કલ - સેરાહ ધ વૉરિયર પ્રિન્સેસ - ૧

ટ્વીન્કલ આજે ફરી થી અડધી રાત્રે જાગી ગઈ. પાછલાં એક અઠવાડિયા થી તેને એક જ સપનું આવતું હતું. સપના માં તે એક કવચ પહેરી ને બીજી એક કવચ પહેરેલી છોકરી સાથે લડાઈ કરતી હતી.

પણ તે છોકરી ના ચહેરા પર એક કપડું બાંધેલું હોય છે. ટ્વીન્કલ જ્યારે લડવા નું બંદ કરી ને તે છોકરી ની નજીક જાય છે ત્યારે તેનું સપનું તૂટી જાય છે અને તે જાગી જાય છે.

આજે ટ્વીન્કલ ની ઉંઘ પુરી થઈ ન હતી એટલે આજે થોડી મોડી જાગી હતી. આમ તો અત્યારે મેં મહિનો ચાલી રહ્યો હતો એટલે વેકેશન નો સમય હોવાથી તેને કોઈ ચિંતા ન હતી.

આઠ વાગ્યા એટલે ટ્વીન્કલ ની મમ્મી ટ્વીન્કલ ને જગાડવા માટે તેના રૂમ માં આવ્યા. તેઓ ટ્વીન્કલ ને જગાડતા પહેલાં થોડી વાર જોઈ રહ્યા. ટ્વીન્કલ આજે પોતાના ચહેરા પર એક અલગ મુસ્કાન સાથે સૂઈ રહી હતી.

એટલે તેમણે ટ્વીન્કલ ને પ્રેમ થી જગાડી ને કહ્યું કે તેની સહેલી મીરાં આવી છે અને તેની રાહ જોઈ રહી છે. મીરાં નું નામ સાંભળી ને ટ્વીન્કલ અચાનક બેઠી થઈ ગઈ. તેને યાદ આવ્યું કે ગઈ કાલે તેણે મીરાં પ્રોમિસ કર્યું હતું કે તેઓ આજે સીટી ગાર્ડન માં પોતાની સાઇકલ પર ફરવા માટે જશે.

ટ્વીન્કલે બેડ પર થી ઉભા થતાં તેની મમ્મી ને કહ્યું મીરાં ને કહો કે થોડી વાર રાહ જુએ હું 15 મિનિટ સુધી માં તૈયાર થઈ ને નીચે આવું છું. આમ કહી ને ટ્વીન્કલ ઝડપ થી દોડી ને બાથરૂમ માં ગઈ.

એટલે તેની મમ્મી રૂમ માં થી બહાર તેમના ઘર ના બેઠક ખંડ માં આવ્યા. મીરાં દરવાજા પાસે ઊભી હતી. તેથી પહેલાં તેમણે મીરાં ને બેસવા માટે કહ્યું અને ટ્વીન્કલ ને તૈયાર થતાં થોડી વાર લાગશે એમ કહ્યું.

મીરાં બેઠક ખંડ માં મુકેલા સોફા પર બેઠી. ટ્વીન્કલ ની મમ્મી તેને પાણી આપી ગયા. ત્યાં સુધી મીરાં સામે ટેબલ પર મુકેલી મેગેઝીન વાંચતી હતી. દસ મિનિટ પછી ટ્વીન્કલે તેને બૂમ પાડી એટલે મીરાં ટ્વીન્કલ ના રૂમ માં ગઈ.

ટ્વીન્કલ મીરાં ને આજે આખો દિવસ કેવી રીતે પસાર કરવો તેની વાત કરવા માટે પોતાના રૂમ માં બોલવી હતી. ટ્વીન્કલે મીરાં પૂછ્યું તો મીરાં એ કહ્યું કે પહેલાં સીટી ગાર્ડન માં જઈએ પછી ત્યાં જ બેસી ને નક્કી કરીશું કે આગળ બીજી કોઈ જગ્યાએ જઈશું કે પછી ઘરે પાછા આવીશું.

ટ્વીન્કલ મીરાં આ વાત થી સમંત થઈ. ત્યાં જ ટ્વીન્કલ ની મમ્મી તે બંને ને નાસ્તો કરવા માટે બૂમ પાડી. એટલે તે બંને સાથે જ નાસ્તો કરવા માટે આવ્યા. આજે ટ્વીન્કલ ની મમ્મી એ નાસ્તા માં તેનો મનપસંદ પરોઠા અને કોફી બનાવ્યા હતા. 

નાસ્તો કરી લીધાં પછી ટ્વીન્કલ અને મીરાં એકસાથે પોતપોતાની સાઇકલ પર નીકળ્યા. ગાર્ડન સુધી જવાનો રસ્તો અડધા કલાક નો હતો પણ ટ્વીન્કલ અને મીરાં આરામ થી જઇ રહ્યા હતા એટલે તે પોણા કલાક પછી ગાર્ડન માં પહોંચી ગયા. 

તેમણે પાર્કિગ માં સાઇકલ મૂકી લોક કર્યા પછી બગીચા માં એક લેક હતી તેના કિનારા પર લૉન ઉગાડેલી હતી તેના પર બેઠા. ટ્વીન્કલ ને સાઇકલ ફેરવવા નો અને ફરવા નો ખૂબ જ શોખ હતો. 

જ્યારે રવિવાર નો દિવસ આવતો ત્યારે ટ્વીન્કલ તેની સાઇકલ પર ફરવા નીકળી જતી. તે આઠમા ધોરણ માં હતી ત્યારે તેની મુલાકાત મીરાં સાથે થઈ હતી. મીરાં ટ્વીન્કલ ની સાથે અભ્યાસ કરતી હતી એટલે તેમની મિત્રતા થઈ ગઈ.

મીરાં ટ્વીન્કલ ને જયારે પહેલી વાર આ સીટી ગાર્ડન ની લેક પાસે લાવી હતી ત્યાર થી ટ્વીન્કલ ને આ લેખ પ્રત્યે એક પ્રકાર નું આકર્ષણ થઈ ગયું હતું. પણ તેને ખબર ન હતી આ લેક સાથે તેનો ખૂબ જ જૂનો સંબંધ ધરાવે છે.

ટ્વીન્કલ ને આવતાં સપના માં દેખાતી છોકરી કોણ હતી ? ટ્વીન્કલ ને એ સપના શા માટે આવતા હતા ? શું મીરાં એ સપનાં સાથે કોઇ સંબંધ ધરાવતી હતી ? 

જાણવા માટે વાંચતા રહો..
ટ્વીન્કલ - સેરાહ ધ વૉરિયર પ્રિન્સેસ