Motu kon adhikar ke andhshraddha in Gujarati Women Focused by ronak maheta books and stories PDF | મોટું કોણ અધિકાર કે અંધશ્રદ્ધા !!

Featured Books
  • అరె ఏమైందీ? - 24

    అరె ఏమైందీ? హాట్ హాట్ రొమాంటిక్ థ్రిల్లర్ కొట్ర శివ రామ కృష్...

  • నిరుపమ - 10

    నిరుపమ (కొన్నిరహస్యాలు ఎప్పటికీ రహస్యాలుగానే ఉండిపోతే మంచిది...

  • మనసిచ్చి చూడు - 9

                         మనసిచ్చి చూడు - 09 సమీరా ఉలిక్కిపడి చూస...

  • అరె ఏమైందీ? - 23

    అరె ఏమైందీ? హాట్ హాట్ రొమాంటిక్ థ్రిల్లర్ కొట్ర శివ రామ కృష్...

  • నిరుపమ - 9

    నిరుపమ (కొన్నిరహస్యాలు ఎప్పటికీ రహస్యాలుగానే ఉండిపోతే మంచిది...

Categories
Share

મોટું કોણ અધિકાર કે અંધશ્રદ્ધા !!

અનામિકા ને સમજાતું નથી કે રોજ સવાર પડે ને એનો પતિ નાહી ને મંદિર જવા શા માટે નીકળી પડે છે? આમ તો, પોતે પણ તેની સાથે જ રોજ સવારે તૈયાર થઇ જાય છે. એનેય પતિ સાથે મંદિર જવાની ઈચ્છા થાય છે; પણ પતિ નો એક જ જવાબ મળે એ મંદિર માં સ્ત્રીઓનો પ્રવેશ નિષેધ છે. આજે એનું મન વિચાર ના ચકડોળે ચઢ્યું છે કે, “જ્યાં સ્ત્રીઓ પ્રવેશી જ ના શકે?” ગઈ કાલે રાતે તો આ વિષય માં પતિ સાથે ઘણી દલીલો થઇ અને વાત છુટા પડવા સુધી પહોંચી ગઈ હતી.

આજે પણ મંદિર જતા પતિ ને જોઈ એ બધી દલીલો એના મસ્તિષ્ક પર સવાર થઇ ગઈ. અને બેચૈન બની ઘર માંથી નીકળી એ ગામ ની ભાગોળ તરફ ચાલવા લાગી. શૂન્યમનસ્ક થઇ ને ચાલી જતી અનામિકા ને પોતાના નામ ની બૂમ સંભળાઈ. પાછળ ફરી ને જોયું તો નિહારિકા એની જીગરજાન દોસ્ત કેમ અલી, ક્યારની હું બૂમો મારું છું ને તું સાંભળતી નથી? શું વિચારે ચડી છે? અનામિકા ને તો ચાલતી હતી ને ઢાળ મળી ગયા જેવું થયું. એને બધો ઉબરો ઠાલવીજ દીધો; નિહારિકા પણ સમદુખિયાળ નીકળી. બંને એ નક્કી કર્યું કે આવતીકાલે ભેગા થઇ આપણે આ અંગે કશુંક નક્કર વિચારીએ અને બીજા દિવસે અનામિકા અને નિહારિકા તળાવ ની પાળે નક્કી કરેલા સમયે ભેગા થયા.

અનામિકા અને નિહારિકા બંને એક સ્ત્રી શશક્તિકરણ ની સંસ્થાના સભ્યો હતા. બંને એ પોતપોતાના વિચારો રજુ કર્યા કે આ સમસ્યાનું નિવારણ કેવી રીતે થઇ શકે? પતિનો સાથ મળે તેમ હતો નહિ. “જયારે પતિ નો સાથ મળે છે ત્યારે એક સ્ત્રી ધારે તે કરી શકે છે” પણ અનામિકા અને નિહારિકા ને હવે જાતે જ કોઈ પગલું ભરવાનું હતું, તેથી બંને ઘણા મૂંઝવણ માં હતા કે, એવું તો શું કરે જેથી આ સમસ્યા ને જડમુળ થી ઉખેડી શકાય!!

અનામિકા એ નિહારિકા ને પૂછ્યું કે, શું કરીએ જેથી મંદિર માં સ્ત્રીઓ પણ પ્રવેશી શકે? નિહારિકા એ કહ્યું કે, કદાચ મંદિર ના ટ્રસ્ટી સાથે વાત કરીએ તો કદાચ સમસ્યા નો ઉકેલ આવે. આખરે અનામિકા પણ નિહારિકા ની વાત થી સંમત થઇ અને બંને એ મંદિર ના પૂજારી અને ટ્રસ્ટી સાથે વાત કરવાનું નક્કી કર્યું. બંને બીજા દિવસે ઘર નું બધું કામ પતાવી બંને ટ્રસ્ટી ના ઘરે પહોંચી ગયા. બંને સ્ત્રીઓ એક સામાજિક સંગઠન સભ્યો હોવાથી ટ્રસ્ટી પણ એમને ના પાડી શકે તેમ ના હતા!!

ટ્રસ્ટી પણ વાત નો ઉકેલ લાવવા માંગતા હતા. કારણ કે, ઘણા સમય થી આ સમસ્યા માથા નો દુખાવો બની ગઈ હતી; અને વાત પણ છેક કોર્ટ સુધી પહોંચી ગઈ હતી. પણ ના કોર્ટ નો ચુકાદો આવતો હતો અને ના આ વાત નો ઉકેલ!! બધા જ કોર્ટ ના ચુકાદા ની રાહ જોઈ રહ્યા હતા. અને તેનું એક માત્ર કારણ કે સવાલ હતો આસ્થા નો; અને તેની સામે સંઘર્ષ કરી રહ્યો હતો અધિકાર!! એ અધિકાર હતો એક સ્ત્રી નો; એ અધિકાર હતો સમાનતા નો; એ અધિકાર હતો એક સ્ત્રી સ્વાતંત્ર્યયનો!!

ટ્રસ્ટી એ પણ પૂજારી ને ફોન કરી તેમના ઘરે જ બોલાવી લીધા. પૂજારી થોડી વાર માં ટ્રસ્ટી ના ઘરે પહોંચી ગયા. અનામિકા ને નિહારિકા તો વાત નો ઉકેલ લાવવા પહેલે થી જ ઉતાવળ માં હતા. પૂજારી એ સૌથી પહેલા તો મંદિરનો ઇતિહાસ જણાવ્યો; શા માટે મહિલાઓ ને મંદિર માં પ્રવેશ આપવામાં આવતો નથી. તેની વિગતવાર સમજૂતી પુજારીજી એ સમજાવી. “આમ પણ માણસ નું મન જ એવું હોય છે કે જ્યાં મનાઈ હોય કે પછી બંધન હોય એ વસ્તુ ની પાછળ જ માનવ મગજ દોડ્યા કરતુ હોય છે”. જયારે સવાલ ધાર્મિક આસ્થા નો હોય ત્યારે વૈજ્ઞાનિક કારણ કરતા અંધશ્રદ્ધા વધુ અસરકારક સાબિત થાય છે. અને આમ પણ ધાર્મિક આસ્થા હોય ત્યારે પુરાવા ની ક્યાં જરૂર પડે છે!! દરેક વ્યક્તિ આ વાત સમજતો જ હોય છે.

મંદિર ની સ્થાપના ને હજારો સાલ થઇ ગયા હતા. અને મંદિરના આ સિદ્ધાંતો પણ ઘણા સમય થી ચાલ્યા આવતા હતા; અને રૂઢિચુસ્ત લોકો તેને અપનાવી ચુક્યા હતા. કોઈ પણ વસ્તુ કે વ્યક્તિ ના ઇતિહાસ ને છતું કરવા માટે તેની પાછળ નક્કર પુરાવા ની જરૂર હોય છે તો જ સાબિત થઇ શકે કે સત્ય શું છે. “કાને સાંભળેલી વાતો રાંધેલા ખોરાક જેવી હોય છે જેને લોકો ખાલી પચાવી લેતા હોય છે”. પુજારીએ 2-3 વાતો કરી જે મહિલાઓ ને મંદિર માં પ્રવેશ કરતા રોકી રહી હતી.

એક વાત એ હતી કે મહિલાઓ ની માસિક ની સમસ્યા જે તેમને મંદિર માં પ્રવેશ કરતા રોકી રહી હતી. કારણ કે, જ્યાં સુધી મહિલાઓ સ્વયઁ આ બાબત પર સભાન નહિ થાય ત્યાં સુધી મંદિર ના પ્રશાશકો કોઈ જોખમ લેવા માંગતા ના હતા. બીજી વાત એ હતી કે મંદિર ના દેવ એક પુરુષ હતા અને માન્યતા પ્રમાણે સૌ એ સ્વીકારી લીધું હતું કે મહિલાઓ તે દેવ ની સામે જઈ ના શકે કોઈ પણ માન્યતા ને તોડવી અઘરી તો નથી હોતી પણ મગજ માં રહેલા દર ને કારણે તે સમસ્યા બની જતી હોય છે.

તમામ મુદ્દાઓ ને સમજી ને વિચારી ને એવું નક્કી થયું કે એક બેઠક બોલાવવામાં આવે. જેમાં મંદિર ના પૂજારી, દરેક મહિલા સંગઠન ના પ્રમુખો, ન્યાય કરનારા સમાજ ના આગેવાનો અને મંદિર ના પ્રશાશકો હાજર રહે. કારણ કે, કોર્ટ ના ચુકાદા ની રાહ જોવાય તેમ હતું નહિ અને પરિસ્થિતિ પણ સુધારવાની ના હતી. અને ત્યાર પછી અનામિકા એ દરેક મહિલા સંગઠન ના પ્રમુખો ને બેઠક વિશે જણાવી દીધું અને બેઠક ની એક તારીખ નક્કી કરવામાં આવી જયારે વર્ષો થી ચાલી આવતી પરંપરા ને નવો આકાર અપાઈ રહ્યો હતો!!

અને આખરે એ ઐતિહાસિક તારીખ આવી ગઈ સૌ કોઈ ને એ ચુકાદા ની ઉતાવળ હતી. દરેક વ્યક્તિ એ બેઠક ના પરિણામ પાર નજર માંડી ને બેઠા હતા. બેઠક ના આગેવાનો નિયત કરેલા સમય પર અને નિયત કરેલી જગ્યા પર પહોંચી ગયા. મીડિયા ના રિપોર્ટર પણ પહોંચી ગયા. આ બેઠક નું જીવંત પ્રસારણ થવા જઈ રહ્યું હતું. કારણ કે, જે થવા નું હતું એ દરેક ની સામે જ થવાનું હતું જેની સાક્ષી સમગ્ર દેશ થવાનો હતો.

બેઠક શરુ થઇ અને ધારેલું હતું તેમ દલીલબાજી સારું થઇ ગઈ. કોઈ પણ સમસ્યા ના નિવારણ માટે તેના કારણો ને સમજવું ખુબ જરૂરી હોય છે. દરેક મહિલા સંગઠન ના પ્રમુખે પોત પોતાની વાત રજુ કરી. અને માસિક સમસ્યા નો મુદ્દો હતો તેને હળવો બનાવવાની કોશિશ કરી જો દરેક મહિલા પોતે જ સભાન રહે. અને આવી પરિસ્થિતિ માં મંદિર માં આવવાનું ટાળે તો સમસ્યા નું સમાધાન થઇ શકે કારણ કે, જો મહિલાઓ ની દર્શન ની ઈચ્છા હોય તો માસિક અટકાવવાના સાધનો પણ વાપરી શકે અને દર્શન કરી શકે. અને આમ પણ શ્રદ્ધા હોય તો જ દર્શન નો પણ અર્થ છે બાકી ઘરે બેઠા પણ ગંગાપાન થઇ જ શકે છે ને!!

રહી વાત પુરાણીક માન્યતા ની તો એના માટે પણ વિચારવિમર્શ કરવામાં આવ્યો જો બીજા દેવસ્થાનો માં મહિલાઓ પ્રવેશી શકે છે તો અહીં કેમ નહિ!! અને ના પ્રવેશી શકવાના કોઈ લેખિત પુરાવા હતા નહિ જે મહિલાઓ ને રોકી શકે માત્ર ને માત્ર તર્ક જ હતા. જેથી મહિલાઓ ને પ્રવેશવાની છૂટ આપવામાં આવી અને આ ઐતિહાસિક નિર્ણય ને સૌએ વખાણ્યો.

અનામિકા ના હક ની આજે જીત થઇ ભલે તે પતિ ની દલીલો સામે ના જીતી શકી પણ આજે આ બેઠક માં જીતી ગઈ. બસ એને ઈંતેજારી હતી આવતીકાલ ના સૂર્યોદય ની કે જયારે તે પણ પતિ સાથે મંદિર માં દર્શન માટે જવાની હતી!!!