#ઓનલાઇન_પ્રેમકહાની_#
વીજય નો મારા પર કોલ આવ્યો એ હડબડાટી મા બોલતો હતો અોય તુ જલ્દી પોલીસ સ્ટેશન પર આવ અહી મોટી બવાલ થઈ છે પોલિસ મને પકડીને લાવી છે અહીયા તુ જલ્દી પહોચ
વીજય એટલે મારા બાળપણ નો દોસ્ત. શાંત અને સરળ સ્વભાવનો માણસ કયારેય ખોટી બવાલ મા ના પડે અમે બંને જોડે જ ભણતા બાળમંદિર થી લઇને ઘર પણ એક જ શેરીમા હતા એટલે એકબીજાના પરિવાર થી પણ બોવ નજીક હતા. અત્યારે અમે બંને કોલેજ મા બી.એસ સી કરી રહ્યા હતા.
વીજય નો અચાનક પોલીસે ધરપકડ કરી એવો કોલ આવતા હુ તો ચોકી ગયો. વીજય કયારેય બવાલ મા ના હોય શુ થયુ હસે એમ વિચારતો હુ કોલજ ના ક્લાસ માથી બહાર નીકળ્યો.બાઇક લઇને હુ પોલીસ સ્ટેશન તરફ જવા નીકળ્યો
ત્યા જઇને જોયુ તો વીજય ને લોકઅપ ની બાજુમા બેસાડવામા આવ્યો હતો મે સર ને પુછ્યુ શુ થયુ સર ? કેમ વીજય ને અહી બોલાવવા મા આવ્યો છે ? સરે જવાબ મા કહ્યુ છોકરી ગાયબ થઇ છે અને એનો છેલ્લો કોલ વીજય ના મોબાઇલ મા અાવેલો છે . છોકરી ખોવાયા ની ફરીયાદ લખાવવામા આવી છે અમે પુછપરછ માટે વીજય ને અહી લાવ્યા છીએ.
મે સર ને કહ્યુ તમારી અનુમતિ હોય તો શુ હુ વીજય જોડે વાત કરી શકુ ? સરે હા પાડતા માથુ હલાયુ મે વિજય ને પુછ્યુ શુ છે આ બધુ તો વિજય એ કહ્યુ આ બધુ પહેલી માનસી ના લીધે થયુ છે આગળ જણાવતા કહ્યુ
માનસી ને તો તુ ઓળખે જ છે પેલી ફેસબુક મા મળેલી મારી ફ્રેન્ડ અમે બંને દરરોજ વાતો કરતા હતા. એકબીજા જોડે ઘણોબધો સમય ફેસબુક પર મેસેજ મા અને પોસ્ટ પર વીતાવતા હતા. ધીરે ધીરે વાત આગળ વધી અમે ફેસબુક માથી મેસેન્જર મા આવ્યા અને મેસેન્જર માથી વોટ્સએપ મા આમ જ અમે વાતો કરતા હતા. બીજા છોકરી છોકરા ની જેમ જ અમે પણ આકર્ષાવા લાગ્યા અમે દરરોજ લાંબો સમય એકબીજા જોડે વાતો કરતા અને ઘણીબધી વખત એકબીજા ને મળવા ના પ્લાન બનાવતા હતા. માનસી એ મને સામેથી લવ માટે પ્રપોઝ કરેલુ હુ પણ માનસી ને હવે ચાહવા લાગ્યો હતો અેટલે મે પણ એનુ પ્રપોઝલ સ્વીકારી લીધુ. અમે બંને એકબીજા ને ફેસબુક પર મળેલા ફ્રેન્ડ હતા અને હવે અમારી દોસ્તી લવ મા ફેરવાઇ ગયી હતી. કલાકો એક બીજા જોડે કોલ મા વાત કરવી એકબીજા ને પોસ્ટ મા ટેગ કરવા એકબીજા ને હેરાન કરવા એવુ તો દરરોજ કરતા.હવે એકબીજા પ્રત્યે અમારી લાગણી વધી રહી હતી અમે એકબીજા ને મળવા ના ઘણા પ્રયત્નો કર્યા પણ અમે સફળ ના રહ્યા. એક દિવસ અચાનક માનસી ઓનલાઇન જ ના અાવી મને થયુ કાઇ કામ મા ફસાઇ હસે એટલે ઓન નહી આવી હોય સાંજ સુધી મે રાહ જોઇ છતા પણ તે ઓન ના આવી. પછી મે માનસીને કોલ કરવાનુ વિચાર્યુ કોલ કર્યો તો મોબાઇલ સ્વીચ ઓફ અાવતો હતો હુ આમ જ એક અઠવાડીયા સુધી કોલ કરવાની ટ્રાય કરતો રહ્યો પણ એનો મોબાઇલ બંધ જ અાવતો
છેવટે મે પણ કંટાળીને કોલ કરવાનુ બંદ કર્યુ અને મારા કામ મા વ્યસ્ત થઇ ગયો. માનસી ને ભુલવી થોડુુ મુશ્કેલ હતુ એટલે મે કામ મા વધારે વ્યસ્ત રહેવાનુ નક્કી કર્યુ અને હુ એમા પણ સફળ રહ્યો મે મારી જાત ને વ્યસ્ત બનાવી દીધી.ક્યારેક ક્યારેક માનસી ની યાદ અાવી જતી હતી. પણ હવે કાઈ ફરક પડતો નહોતો. છ મહીના જેવો સમય વીતી ગયો હતો
કાલે અચાનક જ એક નવા નંબર થી મારા ફોન પર કોલ આવ્યો. મે કોલ રિસીવ કર્યો સામા છેડે થી માનસી બોલી
હેલ્લો વીજય, હુ માનસી બોલુ છુ મે પણ જવાબમા કહ્યુ બોલ કેમ અચાનક કોલ કર્યો તો એણે કહ્યુ વીજય સોરી મે તને ઘણોબધો હર્ટ કર્યો. મે બીજી ઘણીબધી વાતો કરી ઘણા દિવસે કોલ આયો હતો એટલે મજાક મસ્તીમા ઘણી વાતો થઇ છેલ્લે એ બોલી વીજય હુ કાલે ઘર છોડીને ભાગી જવાની છુ હુ એક છોકરાને લવ કરુ છુ એની જોડે.મે આ વાત મજાક મા જ લીધી અને અમારો કોલની વાતો એક કલાક ઉપર થઇ ગયી હતી એટલે મે કહ્યુ તારી આ મજાક બંદ કર હુ સુવા માટે જાવ છુ એમ કહીને કોલ કાપી નાખ્યો.
આજે સવારે સાચે જ માનસી ગાયબ થઇ ગયી હતી. એના પપ્પાએ કદાચ મીસીંગ કમ્પલેઇન લખાઈ હસે અને પોલીસ વાળા લોકોએ એના મોબાઇલ નુ કોલલીસ્ટ કઢાવ્યુ હસે એમા છેલ્લો કોલ મારો બતાવે છે એટલા માટે જ મને અહી પુછપરછ માટે લાવવામા આવ્યો છે
હુ તો આ બધુ સાંભળીને સ્તબ્ધ રહી ગયો મારુ મગજ કાઇ વીચારી જ નહોતુ શકતુ અાવુ પણ થઇ શકે એનો મને અંદાજ પણ નહોતો. ફેસબુકમા લોકો પ્રેમ મા પડે અને વાત છેક પોલીસ સ્ટેશન મા પહોચે
એટલા મા જ પોલીસ વાળા કોન્સટેબલ સરે અમને બહાર બોલાવ્યા એમણે કહ્યુ છોકરી એમના ઘર ની નજીક ના જ એક છોકરા જોડે ભાગી ગયી છે અને બંને લોકો પકડાઇ પણ ગયા છે વીજય તુ નિર્દોષ છુ સોરી અમે તને હેરાન કર્યો. વીજયે જવાબ મા કહ્યુ ના ના સર તમે તો તમારી ડ્યુટી પર ની ફરજ બજાવી રહ્યા હતા.
અમે બંને પોલીસ સ્ટેશન ની બહાર નીકળ્યા. વીજયે ત્યાને ત્યા જ મોબાઈલ ફોન કાઢ્યો અને ફેસબુક ની એપ મોબાઇલન માથી દુર કરી નાખી અને કહ્યુ હવે કયારેય ફેસબુક નહી વાપરુ ત્યારબાદ વીજયે ફેસબુક ની ફેક દુનિયા છોડી દીધી અને રિયલ લાઇફ જીવવા લાગ્યો
✍✍✍પરિમલ