બેવફા
કનુ ભગદેવ
પ્રકરણ - 4
લખપતિદાસનું ખૂન!
દરિયાનાં મોજાંની ગરજ્ના દૂર દૂર સુધી સંભળાતી. આકાશ વાદળોથી ઘેરાયેલું હતું.
રાતનાં બાર વાગ્યા હતા.
લખપતિદાસનો ચહેરો લાલઘુમ હતો. એની નજર બેડરૂમના બારણા પર જ સ્થિર થયેલી હતી, કે જે ઉઘાડીને થોડી પળો પહેલાં જ આશા બહાર ગઈ હતી. એના જડબાં ભીંસાયેલા હતા. ક્રોધનાં અતિરેકથી બંને હાથની મુઠ્ઠીઓ વળી ગઈ હતી. પોતાની સાથે દગો થતો હોય એવું છેલ્લા બે દિવસથી તેને લાગતું હતું. એવો દગો કે જે તેનાં સુખ-ચેન હણી લે તેમ હતી. એની આબરૂ ધૂળ-ણી કરી નાંખે તેમ હતો. યુવાન છોકરી સાથે લગ્ન કરીને એણે જે ભૂલ કરી નાખી હતી, તે આવો દગો કરશે એવી તો તેણે કલ્પના પણ નહોતી કરી.
આજે હકીકત જાણવા માટે જ એણે ઊંઘી જવાનો ડોળ કર્યો હતો.
આશા જે રીતે પલંગ પરથી નીચે ઊતરી, દબાતા પગલે આગળ વધી, ચોરતી જેમ બારણું ઉઘાડીને બહાર ગઈ હતી. એનાથી લખપતિદાસની શંકા વધુ મજબૂત બની હતી. આશાની આ હિલચાલ શંકાજનક જ હતી. અર્થાત્ દગાની શરૂઆત થઈ ચૂકી હતી.
પારાવાર રોષથી ધ્રુજતી હાલતમાં એ પલંગ પરથી નીચે ઊતર્યો. પછી નાઈટ ડ્રેસ કાઢીને એણે ધોતિયું ને જભ્ભો પહેર્. તેના દિમાગમાં પોતાના પર લાગતાં કલંકના વિચારો છવાયેલા હતા.
એ ધીમેથી બારણું ઉઘાડીને બહાર નીકળ્યો પછી એક અન્ય રૂમમાં દાખલ થઈ ગયો એ રૂમમાં પડેલા એક ટેબલનું ખાનું ઉઘાડ્યું. તેમાં એક રિવોલ્વર તથા સાઈલેન્સર પડ્યા હતા. એણે એ બંને વસ્તુઓને ઊંચકીને ઝભ્ભાના ગજવામાં મૂકી દીધી.
ત્યારબાદ તે લોબીમાં આગળ વધ્યો. સાધનાના રૂમની બારી આ લોબીમાં પડતી હતી. એણે બારી પર લટકતો પડદો ખસેડીને અંદર નજર દોડાવી. રૂમમાં નાઈટ બલ્બનો આછો પ્રકાશ છવાયેલો હતો. સામે જ પલંગ પર સાધના અબોધ આછો પ્રકાશ છવાયેલો હતો. સામે જ પલંગ પર સાધના અબોધ બાળકની જેમ સૂતી હતી. સાધના એના જીગરનો ટૂકડો હતી. પરંતુ લખપતિદાસની ભૂલથી તે નારાજ થઈ ગઈ હતી.
પડદો વ્યવસ્થિત કરીને તે આગળ વધ્યો.
આખા બંગલામાં સન્નાટો પથરાયેલો હતો.
એને એક ય રૂમમાંથી કોઈ જાતનો અવાજ ન સંભળાયો. પછી સહસા તેને પોતાનો કૂતરો બાદ આવ્યો. આ કૂતરાને રાત્રે બંગલામાં છૂટો જ મૂકી દેવામાં આવતો હતો.
એને એક ય રૂમમાંથી કોઈ જાતનો અવાજ ન સંભળાયો. પછી સહસા તેને પોતાનો કૂતરો યાદ આવ્યો. આ કૂતરાને રાત્રે બંગલામાં છૂટો જ મૂકી દેવામાં આવતો હતો.
પછી તે આગળ વધીને વરંડામાં પહોંચ્યો.
માલિકની ગંધ પારખીને કૂતરાએ ડોકું હલાવીને કાન ફફડાવ્યા. લખપતિદાસ અંધકારમાં જ આગળ વધીને તેની નજીક પહોંચ્યો. એણે જોયું તો કૂતરો વરંડાના થાભલા સાથે બંધાયેલો હતો.
એને ખૂબ જ આશ્ચર્ય થયું. શું રોજ રાત્રે જ પોતાની સાથે દગો કરવામાં આવે છે? કૂતરાને કોણે બાંધી દીધો હતો ? આ બધાં કરતૂત પાછળ આશાનો જ હાથ હોય એવું તેને લાગ્યું. તા દિમાગમાં એક પછી એક વિચારો આવતા જતા હતા. આશા પોતાની સાથે દગો કરતી હતી. એણે મૂરખ બનાવીને પોતાની સાથે લગ્ન કર્યાં છે. એ પોતાને ફસાવી ચૂકી છે. પોતાની મિલકત મેળવવા માટે જ એણે લગ્ન કર્યાં છે. વાંધો નહીં... હવે પોતે તેનાથી છૂટકારો મેળવી લેશે. પોતે તેને છૂટાછેડા આપી દેશે. પોતે સાધનાનું ભવિષ્ય બરબાદ નહીં થવા દે. જે બદનામી પોતે આશા સાથે લગ્ન કરવા માટે સહન કરી હતી, એવી જ બદનામી તને છૂટાછેડા આપીને સહન કરી લેશે. પણ આશા ચારિત્ર્યહિન પુરવાર થાય તો જ પોતે તેને છૂટાછેડા આપી શકશે.
જરૂર એ અત્યારે પોતાના પ્રેમીને મળવા ગઈ હશે.
એ વરંડાનાં પગથિયાં ઊતરીને ચોકીદારની કેબિન પાસે પહોંચ્યો ચોકીદાર ખુરશી પર બેઠો બેઠો જ ઊંઘી ગયો હતો. લખપતિદાસના પગલાંનો અવાજ સાંભળીને તેની ઊંધ ઊડી ગઈ. વળતી જ પળે તે ઊભો થઈ ગયો.
‘બહાદુ...!’લખતિદાસે પૂછયું, ‘તને ઊંઘ આવે છે?’
‘ન .....ના, સાહેબ! સાહેબ!’એણે થોથવાતા અવાજે જવાબ આપ્યો.
‘તેં આશાને જોઈ છે?’
‘મેમસાબ.... મેમસાબ...!’ચોકીદારનો અવાજ કંપતો હતો.
‘હા, હું તેની જ વાત કરું છું.’લખપતિદાસે નીચું જોઈ ખોટું બોલતા કહ્યું, ‘તેને ઊંઘમાં જ ચાલવાનો રોગ છે.’
‘રોગ...?’
‘હા, બહાદુર....! આ રોગ એવો જ કે રોગી ઉંઘમાં જ પલંગ પરથી ઊતરીને ચાલવા લાગે છે. પોતે ક્યાં જાય છે એનું પણ તેને ભાન નથી રહેતું.’
‘જરૂર એમ જ છે હરો સાહેબ!’બહાદુરે કહ્યું, ‘મેમસાબ દરરોજ બહાર આવીને વરંડામાં આંટા મારે છે.’
‘અત્યારે તે ક્યાં છે?’
‘એ તો બંગલાના પાછળના ભાગમાં ગયાં છે. કદાચ દરિયા-કિનારાની પાછળની દીવાલ પાસે આંટા મારતાં હશે.’
‘કંઈ વાંધો નહીં. તું એની આ બીમારી વિશે કોઈને ય કંઈ જ કહીશ નહીં..’
‘ભલે સાહેબ! પણ શું આ રોગની સારવાર નથી થતી?’
‘સારવાર પણ થશે.’કહીને લખપતિદાસ બંગલાના પાછળના ભાગ તરફ આગળ વધી ગયો. પાછળના ભાગમાં બંગલાની દીવાલ માત્ર ચાર ફૂટ ઊંચી હતી. એ દીવાલ કૂદીને બીજી તરફ દરિયાકિનારે પથરાયેલી રેતી પર પહોંચી શકાય તેમ હતું. બીજી તરફ કિનારા ફૂલોની કથારીઓ હતી. એ ક્યારીઓ વટાવીને લખપતિદાસ દીવાલ પાસે પહોંચ્યો.
બે મિનિટ પછી તે નાળીયેરના એક વૃક્ષપાછળ છૂપાઈને ઊભો હતો. એની વેધક નજર કિનારા પર ચારે તરફ ફરતી હતી.
પછી સહસા તેના કાને કોઈક સ્ત્રીના હાસ્યનો અવાજ અથડાયો.
એ અવાજ આશાનો હતો.
દરિયાનાં ઊછળતાં મોજાંના શોરમાં તે એ અવાજને સ્પષ્ટ રીતે નહોતા સાંભળી શક્યો. પછી નીચો નમીને અનુમાનના આધારે થોડો આગળ વધ્યો. હવે એ અવાજ તેને સ્પષ્ટ રીતે સંભળાતો હતો. એ દીવાલ પાસે જ બેસી ગયો.
બીજી તરફ દરિયાકિનારાની રેતી દીવાલ સુધી પથરાયેલી હતી. એ રેતી પર બે આકૃતિઓ એકબીજા સાથે વીંટળાઈને સૂતી હતી. લખપતાસની લાલઘુમ આંખો તેમા પર જ જડાયેલી હતી.
આશાના અવાજે તે તો ઓળખી ચૂક્યો હતો પણ બીજી આકૃતિ તે નહોતો ઓળખી શક્યો. અલબત્ત, તે કઈ યુવાન છે એટલું તો તેને જરૂર સમજાઈ ગયું હતું.
અચાનક ફરીથી આશાનું હાસ્ય ગુંજી ઊઠ્યું.
લખપતિદાસા કાન તેમની વાતો સાંભળવા માટે એકદમ સરવા થયા.
‘અરે.... આ શું...? તું હજુ પણ...’
‘હજુ થોડી વાર...!’આ અવાજ કોઈક પુરુષનો પણ એકદમ ધીમો હતો.
‘ક્યાંક મારો પતિ જાગી જશે તો...’
‘તો શું થયું...?’એ ડોક્ટરો જાગ્યા પછી પણ તારે માટે મડદા જેવો છે.’પુરુષના અવાજમાં હવે જરા પણ ભય નહોતો, ‘એ ડોકરાથી તારો પીચો છૂટે તો હું સાધનાને પણ ભૂલી જવા માટે તૈયાર છું.’
બંગલાની અંદર દીવાલ પાસે છૂપાઈ ને તેમની વાતચીત સાંભળી રહેલા લખપતિદાસનો ચહેરો પરસેવે રેબઝેબ બની ગયો. જાણે પોતાના પર આકાશ તૂટી પડ્યું હોય એવો તેને ભાસ થતો હતો. થોડી પળો માટે એ આંખો સામે અંધકાર ફરી વળ્યો. માંડ માંડ એણે પોતાની જાત પર કાબૂ મેળવ્યો.
હે ઈશ્વર.... આ તો આનંદનો અવાજ છું. આનંદ કે જે તેની માસૂમ પુત્રી સાધનાનો ભાવિ પતિ હતો. તેનો ભાવિ જમાઈ હતો...!
લખપતિદાસને દીવાલ સાથે માથું પછાડવાનું મન થયું. એ બંનેને ગોળી ઝીંખી દેવાની તીવ્ર લાલસા તેની નસેનસમાં ઉછાળા મારવા લાગી. આ વિચાર આવતાં અનાયાસે જ એનો હાથ ઝભ્ભાના ગજવામાં પહોંચી ગયો. પછી રિવોલ્વર બહાર કાઢીને એ તેના પર સાઈલેન્સર ચડાવવા લાગ્યો. ત્યારબાદ એણે અંધકારમાં જ તેની ચેમ્બર તપાસી જોઈ. અંદર ગોળીઓ ભરેલી હતી.
એ બંનેને ગોળી ઝીંકી દેવા માટે એણે હાથ લંબાવ્યો.
પણ પછી અચાનક તેને સાધનાનો વિચાર આવ્યો. એ માસૂમ કેવી રીતે જીવી શકશે ? પોતે તો બંનેના ખૂનના આરોપસર ફાંસીના માંચડે લટકી જશે. પાછળથી સમાજનાં મહેણાં સાધના કેવી રીતે સહન કરશે ? આનંદ, કે જેને તે અતૂટ ચાહતી હતી, એની દગાબાજી એ સહન નહીં જ કરી શકે. આનંદ આવો નીચ અને હલકટ હશે એની તો એણે કલ્પના પણ નહીં કરી હોય. જે સ્ત્રીને એણે મા તરીકેનું માન આપવું જોઇએ, એ સ્ત્રીના નિર્વસ્ત્ર દેહને તે વળગેલા છે. શું સાધના આ બધું સહન કરી શકશે ખરી ? એની દુનિયા બરબાદ થઇ જશે.
આ વિચારો આવતાં જ ગોળી છોડવા માટે ઊંચો થયેલો તેનો હાથ અનાયાસે જ નીચો થઇ ગયો.
તે ક્રોધથી સળગતી નજરે બંને સામે તાકી રહ્યો, ક્રોધના અતિરેકથી તેનો દેહ કંપતો હતો. એ પોતાની સગી આંખે, પોતાની પત્નીને પોતાના જમાઇના બાહુપાશમાં જોતો હતો. માંડ માંડ પોતાના ક્રોધ પર કાબૂ મેળવ્યો. પછી સ્હેજ પાછળ ખસી, નાળીયેરના વૃક્ષનો ટેકો લઇને ઊભો થયો.
અચાનક વૃક્ષ પર બેઠેલું કોઇક નિશાચાર પક્ષી પાંખો ફફડાવતું ઊડી ગયું.
એ જ વખતે આકાશમાં સર્પાકારે વિજળી ચમકી ઊઠી અને ક્ષણિક પ્રકાશમાં આશા તથા આનંદની નજર પોતાના પર પડી ગઇ છે, એ લખપતિદાસે સ્પષ્ટ રીતે જોયું હતું. એ બંનેની આંખોમાં આશ્ચર્યના હાવભાવ છવાયેલા હતા.
એ બંનેને ગોળી ઝીંકી દેવાનું તેને તીવ્ર મન થયું. પરંતુ ત્યાં જ સાધનાનો ભવિષ્યનો વિચાર તેને આવ્યો.
આકાશમાં બીજી વાર વિજળી ચમકી ઊઠી.
આ વખતે આશા તથા આનંદે જોયું તો લખપતિદાસ ઝડપભેર બંગલાના અંદરના ભાગ તરફ ચાલ્યો જતો તેમને દેખાયો.
એકાદ મિનિટ પછી તે દેખાતો બંધ થઇ ગયો.
આનંદ તથા આશાની નજર હજુ પણ લખપતિદાસ ગયો હતો. એ તરફ જ
જડાયેલી હતી.
પવનની ગતિ વધી ગઇ હતી. દરિયાનાં મોજાં પૂર્વવત્ રીતે શોર મચાવતાં ઊછળતાં હતાં. પવનના સપાટામાં આશાનો ગાઉન ફરફરતો હતો. આનંદે પેન્ટ પહેરી લીધું હતું. એના બૂટ રેતીમાં ખૂંચેલી હાલતમાં પડ્યા હતા. નીચે રેતી પર તેનું ગંજી ફરાક તથા જેકેટ પડ્યું હતું. પવનને કારણે તેના વાળ ઊંચા થઇ ગયા હતા. જ્યારે આશાએ પોતાના વાળને અંબોડાના રૂપમાં બાંધી લીધા હતા.
‘હવે શું થશે ?’આનંદે ગભરાયેલા અવાજે પૂછ્યું.
આશા ચૂપચાપ ઊભી હતી. એની જીભ જાણે કે તાળવે ચોંટી ગઇ હતી.
આનંદે ગંજી તથા જેકેટ ખંખેરીને પહેરી લીધાં. બૂટ પહેરવાનું તો જાણે કે
તેને ભાન ન નહોતું રહ્યું.
‘આશા...!’આનંદે ધીમેથી આશાના ખભા પર હાથ મૂકતાં કહ્યું, ‘તું ચૂપ
શા માટે છો ? હવે શું થશે ?’
‘શું થઇ શકે તેમ છે ?’આશા નંખાઇ ગયેલા અવાજે બોલી, ‘આપણે આ
રીતે પકડાઇ જઇશું એની તો મેં કલ્પના પણ નહોતી કરી.
‘મેં તો તને અગાઉ પણ કહ્યું હતું કે આપણો પ્રેમ છૂપો નહીં રહી શકે !’
આનંદનો અવાજ પૂર્વવત રીતે ગભરાયેલો હતો, ‘સાધના જેવી છોકરીને
આપણા પર શંકા આવી શકે છે તો પછી અંકલની વાત જ ક્યાં રહી ?’
‘આપણે કંઇક કરવું પડેશે.’આશાએ ધ્રુજતા અવાજે કહ્યું.
‘શું ?’
‘કંઇ પણ...!’
‘કંઇ પણ શું...? મારા ડેડી મને જીવતો નહીં મૂકે. હવે, સાધના પણ મારી
સાથે લગ્ન નહીં કરે !’
‘તું માત્ર તારો જ વિચાર કરે છે.’આશા કડવા અવાજે બોલી, ‘પણ હું તો
સ્ત્રી છું. તું મારો તો વિચાર કર !’
‘હું મારે વિશે શું વિચારું છું ?’આનંદે રડમસ અવાજે કહ્યું, ‘હવે આપણે
બંનેએ સજા ભોગવવી પડશે.’
‘સજા...?’
‘હા, સજા તો થશે જ ને ? અંકલ તને છૂટાછેડા આપી દેશે. તું જે શાનથી
આ બંગલામાં આવી છે, એટલું જ અપમાનિત થઇને તારે
અહીંથી બહાર નીકળવું પડશે શું તું ફરીથી ઝૂંપડપટ્ટીમાં
જઇ શકીશ ખરી ?’
‘આ બંગલો મારો છે.’આશા ભાવહીન અવાજે બોલી, ‘આ શાન...આ
વૈભવ કોઇ જ મારી પાસેથી આંચકી શકે તેમ નથી. મેં
કોઇ ગુનો નથી કર્યો. મેં તો માત્ર તને પ્રેમ જ કર્યો છે.
‘હું પણ તને ચાહું છું. પરંતુ અંકલ આપણને નહીં સમજી શકે. તેઓ કોણ
જાણે શું ય પગલાં લેશે. મને તો ખૂબ જ ભય લાગે છે.’
‘ભય લાગે છે ?’
‘હા...’
‘તો પછી તું હમણાં જ અહીંથી વંજો માપી જા.’આશા ક્રોધથી તમતમતા
અવાજે બોલી, ‘જે માણસને આવી નાની નાની વાતમાં ભય લાગતો હોય,
એનું હું મોં પણ જોવા નથી માંગતી.
‘પ્લીઝ, આશા...! તું સમજતી કેમ નથી ? મને સજાનો નહીં પણ
બદનામીનો ભય લાગે છે, હું...હું તને નારાજ જોવા નથી માંગતો. તારે
ખાતર હું બદનામી પણ સહન કરી લઇશ. કદાચ મારે મારા ડેડીને છોડવા
પડશે તો હું તેમને પણ છોડી દઇશ. હવે તો રાજી ને ?’
આનંદની વાત સાંભળીને આશાની આંખોમાં ચમક પથરાઇ ગઇ. એણે તેનો હાથ ચુમી લીધો. પછી બોલી, ‘આનંદ, મેં તારા પ્રેમ માટે જ આ પગલું ભર્યું છે. મને તારા પર પૂરેપૂરો ભરોસો છે.’
‘તો પછી હવે તું અંકલને શું જવાબ આપીશ ?’
‘તું મારી સાથે છે એટલે હવે મને કોઇનોય ભય નથી.’
‘પણ કંઇક તો જવાબ તારે આપવો જ પડશે ને ? એ તને મારકૂટ પણ કરી શકે તેમ છે.’
‘ના...એવું નહીં થાય !’આશાએ તેને પોતાની નજીક ખેંચતાં ધીમે અવાજે કહ્યું, ‘હું તો કંઇક બીજું જ વિચારું છું.’
‘શું...?’આનંદના અવાજમાં હળવી ધ્રુજારી હતી.
‘આપણે આ મુશ્કેલીથી છૂટકારો મેળવી લેવો જોઇએ એમ હું વિચારું છું
‘એટલે...? હું સમજ્યો નહીં !’આનંદે મુંઝબણભરી નજરે તેની સામે જોતાં પૂછ્યું.
‘સમજાવું છું...સાંભળ...આપણે એ ડોકારને સ્વધામ પહોંચાડી દઇએ તો કેમ રહેશે ?’
આશાની વાત સાંભળીને ભયનું એક ઠંડુ લખલખું વિજળી વેગે આનંદના દેહમાં પગથી માથા સુધી ફરી વળ્યું.
‘ના, આશા...!’એ ધ્રુજતા અવાજે બોલ્યો, ‘મારાથી આ થઇ શકે તેમ નથી.’
‘તું શું કરી શકે તેમ નથી ?’
‘અંકલનું ખૂન...’
‘હું ક્યાં તને એકલાને જ ખૂન કરવાનું કહું છું ? એ તો આપણે બંને સાથે મળીને કરીશું.’
‘ના...આ કામમાં હું તને સાથ આપી શકું તેમ નથી.’આનંદ પૂર્વવત્ અવાજે બોલ્યો, ‘પ્લીઝ...મને ડર લાગે છે...હું આવં કરી શકું તેમ નથી.’
‘પ્રેમ કરવા માટે તો તું કૂતરાની જેમ પૂંછડી પટપટાવતો દોડી આવ્યો હતો.’આશા કડવા અવાજે બોલી, ‘તારા ભરોસે જ તો, જો આપણે પકડાઇ જશું તો મારું શું થશે એનો વિચાર મેં નહોતો કર્યો.’
‘એ તો મેં પણ નહોતું વિચાર્યું આશા !’
‘તારે વિચારવાની જરૂર પણ શું છે ? તું તો પુરુષ છે ! જે રીતે મને દગો આપે છે, એ રીતે બીજાને પણ આપી દઇશ જો હું બદનામ થઇ જઇશ...મને છૂટાછેડા આપવામાં આવશે તો હું શું કરીશ ?’
‘એ સંજોગોમાં હું તને અપતાવી લઇશ. આપણી સામે બીજો પણ ઉપાય છે. આપણે અત્યારે જ નાસી જઇશ.’
‘ક્યાં...?’
‘ગમે ત્યાં...!’
‘તારી વાત તો ગધેડાને પણ તાવ આવે તેવી છે. તું આટલી નાની મુશ્કેલીમાં મને સાથ નથી આપતો તો તારી સાથે નાસી છૂટવા પછી તો કોણ જાણે મુશ્કેલીઓ આવશે.’
‘તું આને નાની મુશ્કેલી કહે છે ? કાલે ઊઠીને પોલીસ તપાસ કરશે તો આપણે બચી શકીશું ખરા ?’
‘કેમ...? શા માટે નહીં બચી શકીએ ?’
‘આપણે નહીં બચી શકીએ. કાયદાના હાથ બહુ લાંબા હોય છે. વહા મોડો એ હાથ ગુનેગારની ગરદનને જકડી જ લે છે.’
‘કાયદો...?’આશાના અવાજમાં ઉપેક્ષા હતી, ‘કાયદો એક રમત છે. તું મારી સાથે ખેલાડી બન અને પછી જોકે હું કાયદા સાથે રમું છું કે નહીં ? કાયદાનું નામ જેટલું મોટું છે અંદરખાનેથી તે એટલો જ કમજોર છે. જે લોકો ગભરાઇ જાય છે, એના પર જ તે અસર કરે છે.’
‘તું તો જાણે કે વકીલાતને અભ્યાસ કર્યો હોય, એવી વાતો કરે છે.’
વકીલાત તો માત્ર ચોપડાની જ હોય છે. જ્યારે હું તો એવી ઝૂંપડપટ્ટીમાં ઉછેરીને મોટી થઇ છું કે જ્યાં મેં અભણ અને ગમાર બદમાશોને કાયદા સાથે રમત કરતા જોયા છે. તું ફક્ત મને સાથ આપ. કાયદો આપણો વાળ પણ વાંકો નહીં કરી શકે.’
‘પણ...’
‘જો આનંદ...તારે મને સાથ આપવો પડશે...તું આપીશ પણ ખરો...! બલ્કે તારે પરાણે સાથ આપવો પડશે એમ કહું તો પણ અતિશયોક્તિ નહીં લાગે હું ગમે તેમ તો યે સ્ત્રી છું. જ્યારે તું પુરુષ છે. આ દુનિયામાં સ્ત્રી ધારે તે કરી શકે છે. ત્રિયા ચરિત્રમાં સ્ત્રીને કોઇ જ પહોંચી શકે તેમ નથી. કાયદો તારા કરતાં મારી વધારે તરફેણ કરશે. હું ધારું તો હમણાં જ શોર મચાવીને તારો ફજેતો કરી શકું તેમ છું. મારા પતિ એટલે કે લખપતિદાસને પણ સંડોવી શકું તેમ છું. મારી બૂમો સાંભળીને હમણાં જ અહીં લોકોની મોટી ભીડ એકઠી થઇ જશે. હું તેમને કહી શકું તેમ છે.’કે મારો પતિ એટલે કે લખપતિદાસ પોતાની વૃદ્ધાસ્થાને કારણે મારી શારિરીક ઇચ્છા સંતોષી શકતો નથી. પોતાની વૃદ્ધાસ્થાની ભોઠંપ દૂર કરવા માટે તે મને અહીં દરિયાકિનારે લાવ્યો જ્યાં તેનો જમાઇ એટલે કે તું મારી શારિરીક ઇચ્છા સંતોષવા માટે અગાઉથી જ હાજર હતો. હું જ્યારે નફ્ફટ થઇને કહીશ કે તું મારી સાથે બળજબરી કરતો હતો અને લખપતિદાસ મને તારે હવાલે કરીને ચાલ્યો ગયો છે. ત્યારે સૌ કોઇ મારી વાત પર ભરોસો કરશે. કાયદો પણ મારી વાત જ માનશે.’
‘આશા...!’
‘એટલા માટે જ કહું છું કે મને સાથ આપ ! હું તારો વાળ પણ વાંકો નહીં થવા દઉં.હું તારી સાથે જ છું. હું આ બંગલાની માલિક છું. ઉપરાંત નૂરમહેલ પણ મારા નામ પર થઇ ગયો છું.’
‘શું...?’
‘હા...લખપતિદાસનો કાપડનો ભવ્યો શો રૂમ નૂર મહેલ મારો થઇ ગયો છે. હવે તું જ કહે હું કેવી રીતે હાર માની લઉં ?’ઉપરાંત મારી યોજના એવી છે કે તેમાં હું સો એ સો ટકા સફળ થઇશ. તને પૈસા આપીશ. તારી ઇચ્છા હોય તો તું તારે ખુશીથી સાધના સાથે લગ્ન કરજે. તું...તું મારો પતિ છે...!’
‘પતિ...?’
‘હા...મારા મનથી મેં તને પતિ માની લીધો છે. હવે તું જ મારું સર્વસ્વ છે.’
‘હું...હું તારી સાથે જ છું આશા...!’આનંદ બોલ્યો.
લખપતિદાસના બંગલાની સામે નવી ચણાતી એક ઇમારતનાં કંપાઉન્ડમાંથી બે માણસો બહાર નીકળ્યા. તેમની નજર લખપતિદાસના બંગલા પર જકડાયેલી હતી.
એ બંને કિશોર તથા અનવર હતા.
‘ટેક્સી ત્યાં જ ઊભી રાખવી છે કે પછી થોડે દૂર મૂકી આવું ?’કિશોરે અંધકારમાં ઊભેલી ટેક્સી તરફ નજર દોડાવતાં પૂછ્યું.
‘જ્યાં છે ત્યાં જ રહેવા દે. ત્યાં કોઇની યે નજર તેના પર પડે તેમ નથી. એ આપણને નથી દેખાતી તો પછી બીજા કોને દેખાશે ?’
વાત પણ સાચી હતી. ટેક્સી જ્યાં ઊભી હતી, ત્યાં કોઇની ય નજર પહોંચે તેમ નહોતું.
શેઠ લખપતિદાસના બંગલાની જમણી તરફ લોખંડના તારથી ઘેરાયેલો એક ખાલી પ્લોટ પડ્યો હતો. એ ખાલી પ્લોટ પર કોઇક ફાઇવ સ્ટાર હોટલનું બોર્ડ લટકતું હતું. અર્થાત્ એ પ્લોટમાં ફાઇવ સ્ટાર હોટેલ બનવાની હતી. એ પ્લોટની સામે કાંટાળી તાર પર વેલ ફેલાયેલી હતી. ત્યાં જ આઠ-દસ જેટલાં તાડનાં ઝાડ હતાં. કાંટાળી તાર અને ઝાડ વચ્ચે અંધારું હતું. એ અંધકારમાં જ કિશોરની ટેક્સી ઊભી હતી. એ બંને લખપતિદાસના બંગલામાં દાખલ થવાના હેતુથી આજુબાજુના વાતાવરણનું નિરીક્ષણ કરતા હતા. તેમણે બંગલાની લોનમાં ચોકીદારને આંટા મારતો જોયો હતો. કદાચ ચોકીદારે પોતાને જોઇ લીધા છે એમ માનીને તેઓ સામે ચણાતી નવી ઇમારતના કંપાઉન્ડમાં છૂપાઇ ગયા હતા. થોડી પળો બાદ તેમણે જોયું તો ચોકીદાર લોનમાં એક વૃદ્ધ માણસ સાથે ઊભો હતો. એ માણસ લખપતિદાસ હશે એવું અનુમાન તેમણે કર્યું.
પાંચકે મિનિટ પછી ચોકીદાર પોતાની કેબિનમાં ચાલ્યો ગયો.
બંને થોડી વાર સુધી ત્યાં જ ઊભા રહ્યા.
‘કઇ તરફથી જવું છે ?’અનવરે પૂછ્યું.
‘પાછળના ભાગમાં દરિયાકિનારો છે.’કિશોરે જવાબ આપ્યો, ‘ત્યાંથી બંગલાની પાછળ દીવાલ કૂદીને સહેલાઇથી અંદર પહોંચી શકાય તેમ છે.’
‘ઠીક છે...એમ જ કરીએ.’અનવર બોલ્યો, ‘લખપતિદાસની રૂમ પણ ત્યાંથી નજીક જ છે.’
‘આપણે ફરીથી બંગલાના પાછળના ભાગમાં જવું જોઇએ.’કિશોરે કહ્યું, ‘પ્લોટમાંથી સીધા જવાને બદલે ચક્કર મારીને દરિયાકિનારે પહોંચવું વધુ યોગ્ય રહેશે. ત્યાંથી પછી કિનારે કિનારે ચાલીને બંગલાના પાછળના ભાગમાં પહોંચી જશું.’
‘પણ લખપતિદસ તો જાગતો હશે.’
‘ભલે ને જાગતો...!’કિશોર ક્રોધથી દાંત કચકચાવતાં બોલ્યો, ‘એક વાર એ કમજાત સામે આવે એટલી જ વાર છે. હું એનું ડોકું ઉડાવી દઇશ.’
‘અને આશાનું શું કરવાનું છે ?’
‘એ જો આડી આવશે તો...’
‘એ લખપતિદાસની રૂમમાં જ હશે એટલી આડી તો આવશે જ ! એનો પણ કોઇક ઉપાય કરવો પડશે.’
‘તું મારી સાથે છે પછી મને શું વાંધો હોય ?’
‘આપણે એક કામ કરીએ. હું લખપતિદાસને સંભાળી લઇશ અને તું આશાને સંભાળી લેજે.’
કિશોરે હકારાત્મક ઢબે માથું હલાવ્યું.
‘આ ઉપરાંત થોડા માલ-પાણી પણ મેળવવા પડશે.’
‘એ પણ મળશે. એ કમજાતે પોતાનાં હાથમાં છ લાખ રૂપિયાની વીંટી પહેરી છે એવું મને જાણવા મળ્યું છે.
‘આ આશા પણ કમાલની છોકરી છે.
‘કેમ...?’
‘ એ હજુ દસ દિવસ પહેલાં તો ઝૂંપડપટ્ટીમાં રહેતી હતી ત્યારે ડુંગળી ખરીદવા માટે પણ ફાંફા મારતી હતી ને આજે એણે છ લાખની વીંટી પહેરી છે. ખેર, ચાલ હિસાબ ચુકતે કરી લઇએ.’
બંને ઝડપભેર આગળ વધવા લાગ્યા. દસેક બંગલા વટાવ્યા પછી ડાબા હાથે એક ગલી ફંટાતી હતી. આ ગલી દરિયાકિનારે પહોંચતી હતી.
આકાશમાં વાદળો ઘેરાતાં જતાં હતા.
બંનેએ ગલીમાં દાખલ થઇને દરિયાકિનારા તરફ આગળ વધી ગયા.
આશા તથા આનંદના ચહેરા કમાનની જેમ ખેંચાઇને કઠોર થઇ ગયા હતા. બંને ધીમા પણ મક્કમ ડગલે બંગલાના પાછલા બારણા પાસે પહોંચી ગયા હતા. એ બારણું ઉઘાડું હશે એ વાત આશા જાણતી જ હતી. છેલ્લા બે દિવસથી તે આ બારણાનો જ ઉપયોગ કરતી હતી.
બારણા પાસે પહોંચીને આશાએ આનંદ સામે જોયું. આનંદના ચહેરા પર મક્કમતાના હાવભાવ જોઇને તેની આંખોમાં ચમક પથરાઇ ગઇ.
‘પેલો પથ્થર ઊંચકી લે...’આશાએ ફૂલોની ક્યારી પાસે પડેલા એક મોટા પથ્થર તરફ સંકેત ધીમા અવાજે કહ્યું.
‘પણ...’
‘પણ શું ?’
‘અંકલની ચીસથી સાધના તથા નોકરની ઊંધ ઊડી જશે.’
‘કોઇનીયે ઊંધ નહીં ઊડે.’
સહસા વરસાદ તૂટી પડ્યો. મૂશળધાર વરસાદ જાણે કે પળની જ રાહ જોતો હતો. વિજળી ચમકી. વાદળો ગર્જી ઊઠયા. દરિયાનાં મોજાંનો શોરમાં વરસાદનો અવાજ ભળી ગયો.
‘સારું થયું.’આશા બોલી, ‘વરસાદ આપણે માટે લાભદાયી નીવડશે. તું પથ્થર લઇ આવ.’
આનંદ વરસાદમાં પલળીને પથ્થર લઇ આવ્યો. એનાં વસ્ત્રો ભીનાં થઇ ગયાં હતા. રહી રહીને તેનો દેહ કંપતો હતો. દસેક કિલો વજન ધરાવતો પથ્થર એના ખભા પર પડ્યો હતો.
ત્યારબાદ આશાએ ધીમેથી બારણું ઉધાડ્યું.
બંને લોબીમાં દાખલ થયાં. આનંદના બૂટમા પાણી ભરાઇ જવાને કારણે એકદમ વજનદાર થઇ ગયા હતા. એ જ હાલત તેના જીન્સના પેન્ટ તથા જેકેટની હતી.
તેઓ દબાતે પગલે આગળ વધીને લોબીના છેડે આવેલા લખપતિદાસના બેડરૂમ પાસે પહોંચી ગયા.
બહાર વરસાદનું જોર વધી ગયું હતું.
રૂમની લોબીમાં પડતી બારી ઉઘાડી હતી. બંનેએ ત્યાંથી અંદર નજર દોડાવી. અંદર પલંગ પર લખપતિદાસ પગથી માથા સુધી ચાદર ઓઢીને સૂતો હતો. પલંગની બાજુમાં સ્ટૂલ પર કાચનો એક ખાલી ગ્લાસ તથા પ્લાસ્ટિકની એક ડબ્બી પડી હતી એ ડબ્બી ઊંઘની ગોળીઓની હતી. એ ડબ્બી જોઇને લખપતિદાસ ઊંધની ગોળી ખાઇને સૂઇ ગયો છે એવા અનુમાન પર તેઓ આવ્યા. કદાચ ક્રોધ અને ચારિત્ર્યહીન પત્નીના વિચારોથી છૂટકારો મેળવવા માટે એણે ઊંઘની ગોળી ખાધી છે એમ તેમણે માન્યું.
આશાએ પોતાની બાજુમાં ઊભેલા આનંદની આંખોમાં પોતાની આંખો પરોવી. આનંદે પોતાના ખભા પર મૂકેલો પથ્થર મજબૂતથી પકડી રાખ્યો હતો. ત્યારબાદ એણે બીજા હાથેથી કમ્મરપટ્ટામાંથી એક ફૂટ લાંબો, ત્રણ-ચાર ઇંચનો વ્યાસ ધરાવતો લોખંડનો સળીયો કાઢીને આશાના હાથમાં મૂકી દીધો.
ત્યારબાદ બંને બારણું ધકેલીને બેડરૂમમાં દાખલ થઇ ગયા. બંનેના ચહેરા એકદમ કઠોર થઇ ગયા હતા.
પછી તેઓ દબાતા પગલે પલંગ તરફ આગળ વધ્યા. આશા આગળ હતી. અને તેની પાછળ આનંદ હતો.
આશાના સંકેતથી આનંદ પલંગના માથા વાળા છેડે ઊભો રહી ગયો. ત્યારબાદ આશાએ આગળ વધીને બેડરૂમનું બારણું બંધ કરી દીધું. પછી પીઠ ફેરવીને એણે પલંગ પાસે ધ્રુજતી હાલતમાં ઊભેલા આનંદ સામે જોયું. આનંદના હાથમાં પથ્થર જકડાયેલો હતો.
એનો હાથ ચાદર નીચે ઢંકાયેલા લખપતિદાસના મોં પર પથ્થર ઝીંકવાની સ્થિતિમાં અદ્ધર હવામાં તોળાયેલો હતો.
એણે આશા સામે જોયું. આશા તેની નજીક પહોંચી. એના હાથમાં લોખંડનો સળીયો જકડાયેલો હતો.
ત્યારબાદ એણે પૂરી તાકાતથી લખપતિદાસના ચહેરા પર સળીયો ઝીંકી દીધો અને પછી ઉપરાઉપરી ઘા ઝીંકવા લાગી. સફેદ ચાદર લોહીના ડાઘથી ખરડાઇ ગઇ. ડનલપના ગાદલા પર લખપતિદાસનો દેહ આનંદે ઝીંકેલા પથ્થરને કારણે ઉછળ્યો. આનંદે ઝીંકેલો પથ્થર લખપતિદાસના ચહેરા સાથે ટકરાઇને તેના પગ પાસે ઉથલી પડ્યો.
આશા હજુ પણ ઘા કરતી હતી. એના ચહેરા પર શયતાનિયત ભરેલા હાવભાવ ફરકતા હતા.
‘બસ કર...’આનંદે તેને અટકાવતાં કહ્યું, ‘આ ઠેકાણે પડી ગયો છે.’
આશાનો હાથ અટકી ગયો. એણે લખપતિદાસના મૃતદેહ સામે જોયું. મૃતદેહના ચહેરા પરથી ચાદર ખસી ગઇ હતી. પણ અત્યારે ત્યાં ચહેરાને બદલે માંસના લોચા જ દેખાતા હતા. તેની ખોપરી ફાટી ગઇ હતી. લોહીથી ખરડાયેલી ચાદરમાં એ મૃતદેહ ખૂબ જ ભયંકર લાગતો હતો.
આનંદનુ માથું ભમવા લાગ્યું. એણે ધ્રુજતા હાથે મૃતદેહના ચહેરા પર ચાદર ઢાંકી દીધી.
આશા હજુ પણ હાંફતી હતી.
બંનેએ એકબીજાની સામે જોયું.
‘હવે...?’આનંદે ધીમેથી પૂછ્યું.
‘હવે મૃતદેહને ઠેકાણે પાડવાન છે.’આશાએ ગાદલા પર પાથરેલી ચાદરનો છેડો પકડતાં કહ્યું.
આનંદ તેનો સંકેત સમજી ગયો હતો. એ તરત જ પલંગ પર ચડી ગયો. પલંગ પર પાથરેલી ચાદર પણ લોહીથી ખરડાઇ ગઇ હતી. પરંતુ ગાદલા સુધી લોહી નહોતું પહોંચ્યું. આનંદે માથાં તરફના ભાગ પાસેથી ચાદરના બંને છેડા પકડ્યા.
આશા પણ પલંગ પર ચડી ગઇ હતી. એણે મૃતદેહના પગ ઘુંટણ પરથી વાળીને પેટ સાથે ટેકવી દીધા. આનંદે હાથ છાતી પર વાળી દીધા.
ત્યારબાદ તેમણે પોત-પોતાના છેડા ભેગા કરીને ગાંઠ બાંધી દીધી.
મૃતદેહ હવે પોટલાના રૂમમાં બંધાઇ ગયો હતો.
બંનેને હાંફ ચડી ગઇ હતી.
વરસાદ હજુ પણ પૂરજોશમાં વરસતો હતો. રહી રહીને વિજળી ચમકતી હતી.
આનંદ પલંગ પરથી નીચે ઉતર્યો. આશા પલંગ પર મૃતદેહ પાસે ઊભી હતી. આનંદે પળનો ય વિલંબ કર્યા વગર મૃતદેહને પલંગના છેડે ખેંચ્યો.
ત્યારબાદ આનંદે મૃતદેહનું પોટલું પોતાના ખભા પર ઊંચકી લીધુ.
એનાં જડબાં ભીંસાયેલા હતા. મૃતદેહનું માથું અર્થાત્ પોટલાનો આગલો ભાગ આગળના ભાગ તરફ નમેલો હતો. આશાએ તેને સીધો કરવાનો પ્રયાસ કર્યો. તેના આ પ્રયાસમાં પોટલાની ગાંઠ થોડી ઢીલી પડી ગઇ અને તેમાંથી મૃતદેહનો એક હાથ બહાર નીકળીને આનંદના ચ્હેરા સાથે ટકરાયો.
આનંદના મોંમાંથી હળવી ચીસ સરી પડી. લોહીથી ખરડાયેલો હાથ તેના ચ્હેરા સામે ઝૂલતો હતો. હાથ લાગવાને કારણે થોડું લોહી આનંદના નાક પર પણ ચોંટી ગયું હતું.
આશા પણ થોડી પળો માટે ધ્રુજી ઊઠી. એણે મૃતદેહના હાથને વાળીને પાછો પોટલીમાં ઘુસાડી દેવાનો પ્રયાસ કર્યો. પરંતુ એમાં તેને નિષ્ફળતા જ મળી. અલબત્ત, આ પ્રયાસમાં ગાંઠ થોડી વધુ ઢીલી ગઇ હતી.
‘રહેવા દે...!’આનંદ બોલ્યો, ‘આ હાથ છે એમ જ રહેવા દે ! ગાંઠ ઉઘડી જશે તો બધી મહેનત પર પાણી ફરી વળશે.’
આશાએ હાથ છોડી દીધો.
હવે એ હાથ પુન: આનંદના ચહેરા સામે ઝૂલવા લાગ્યો. જાણે એ હાથ પોતાની ગરદન જકડવા માટે આગળ વધતો હોય તેમ આનંદને લાગ્યું:
આશાએ લોખંડનો સળીયો ફરીથી આનંદનાકમ્મર પટ્ટામાં ભરાવી દીધો. ત્યારબાદ એણે કબાટમાંથી એક ચાદર કાઢીને પલંગ પર વ્યવસ્થિત રીતે પાથરી દીધો. પછી નીચે પડેલા પથ્થરને ખભા પર ઊંચકી લીધો.
ત્યારબાદ બારણું ઉઘાડીને લોબીમાં નજર દોડાવી. બોલી ખાલીખમ હતી.
એણે આનંદને બહાર આપવાનો સંકેત કર્યો.
આનંદ લોબીમાં આવ્યો.
આશાએ રૂમનું બારણું બંધ કરી દીધું.
બે મિનિટ પછી આશા આગળ ચાલતી હતી અને આનંદ મૃતદેહને ખભા પર ઊંચકીને તેની પાછળ જતો હતો.
મૃતદેહનો હાથ હજુ પણ પૂર્વવત્ રીતે તેના ચહેરા સામે ઝૂલતો હતો.
***