Love, Life ane Confusion - 9 in Gujarati Love Stories by Megha gokani books and stories PDF | લવ, લાઈફ અને કન્ફ્યુઝન - 9

Featured Books
Categories
Share

લવ, લાઈફ અને કન્ફ્યુઝન - 9

પ્રેમ ની શરૂઆત 


    નંબર એક્સચેન્જ થયા બાદ એ જ રાત્રે બંને વચ્ચે વ્યોટ્સએપ પર વાતો ચાલુ થઈ ગઈ. અને પેહલી વાત એમની મોડી રાત સુધી ચાલી. કંઈક ત્રણ વાગ્યા સુધી બંને એ વાતો કરી , એકબીજા ની પસંદ નાપસંદ , ફેવરેટ ડિશ થી લઈ અને ફેવરેટ ફિલ્મ અને ફેવરેટ સોન્ગ સુધી ની બધી વાતો એ રાત માં કરી લીધી. બીજે દિવસે બંને કોલેજે મળ્યા. રિમા નતાશા સાથે હતી તો ભી માહિર રિમા પાસે પંહોચ્યો. થોડી વાતો બાદ કોલેજ નો સમય પૂરો થયો.

"શું ચાલે છે તારા અને પેલા માહિર વચ્ચે ?" રીક્ષા માં બેસતા નતાશાએ પૂછ્યું .
"કાંઈ નથી ચાલતું એમ નહીં કહું, તું મારી બેસ્ટ ફ્રેન્ડ છે એટલે તને કહી દઉં કે મને માહિર સાથે વાતો કરવી ગમે છે. એક અલગ અટરેક્શન છે મને એના પ્રત્યે. અને શાયદ એને પણ મારા પ્રત્યે એવું જ અટરેક્શન છે." રિમા ખુશ થતા બોલતી હતી.

"નંબર તો એક્સચેન્જ થઈ જ ગયા હશે ને ?" એક નેણ ઊંચું ચઢાવતા નતાશા એ પૂછ્યું.

રિમાએ મોઢું હલાવી હા કહી. 

"સારું પણ સંભાળીને ચાલજે. અને હા મને માહિર પ્રત્યે જરા પણ અટરેક્શન નથી બચ્યું તો એ ટેન્શન ન લેજે કે હું તમારી વચ્ચે ક્યારેય આવીશ. પણ રિમા તને સાચે આવા ઊંધા કેસ જ કેમ ગમે છે યાર. " નતાશા સમજદાર બનતા બોલી.

" તારા જેવા ઊંધા કેસ જ આજ સુધી સાચવ્યા છે તો એવા જ ગમે ને મને." મસ્તી કરતા રિમા બોલી.

"ઓય ડોન્ટ યુ ડેર , મને અને એને જરા પણ ન સરખાવ . એ તો....." નતાશાએ અડધું વાક્ય છોડ્યું.

"શું કહેતી હતી ...? સાઇકો બોલવા જ જતી હતી ને ?" રિમા સિરિયસ બની બોલી અને ત્યાર બાદ હસી પડી , " નતાશા તું એને મારી સામે સાઇકો કહી શકે છે નો વરી , હું તને કે એને એ વાત પર જજ નહીં કરું. " અને નતાશા ને હગ કરતા બોલી , " થેન્ક યુ હંમેશા મારી સાથે રહેવા યાર."

"હા હવે ઇમોશનલ ન થા , મારુ ઘર આવી ગયું જો." રીક્ષા સાઈડ માં ઉભી રખાવી નતાશા ઉતરી અને રીક્ષા ના પૈસા આપી ચાલતી થઈ પડી.

****


"ભાઈ આ વખતે તારા બર્થડે પર જબરદસ્ત પાર્ટી કરશું." અભી માહિર પાસે બેસતા બોલ્યો.
" જબરદસ્ત પાર્ટી એટલે શું યાર , મારે ગામ ને ભેગા કરીને બર્થડે નહીં ઉજવવો. આપણે ક્લોઝ ફ્રેન્ડસ જલ્સા કરી લઈશું. તું પેલો વિકી અને...."માહિર વિચારવા લાગ્યો.
"અને.... રિમા ? એ ક્લોઝ ફ્રેન્ડ પણ બની ગઈ એમને ? પણ બકા જો તું એને બોલાવીશ તો એ પોતાની ક્લોઝ ફ્રેન્ડ ને લઈ ને આવશે અને એની એક જ ક્લોઝ ફ્રેન્ડ છે અને એ છે નતાશા." અભી સળી કરતા બોલ્યો. "ભાઈ તારી લવસ્ટોરી રિમા સાથે સેટ કરવી હોય તો નતાશા એમાં કાંટો જરૂર બનશે."

"બસ કર તું , અને શું લવસ્ટોરી અમે ખાલી ફ્રેન્ડસ છીએ. અને મને આ લવ શવ માં ઇંટ્રેસ્ટ નથી તને પણ ખબર છે. આ તો તમે લોકોએ ફોર્સ કર્યો હતો એટલે નતાશાને ડેટ પર લઈ ગયો હતો. અને તને ખબર જ છે કે મારો ફ્યુચર પ્લાન શું છે. તો પછી આ ખોટી તમારા મનોરંજન માટે લવસ્ટોરી ગોઠવવાની કોશિશ ન કરો. અને હા મારી બર્થડે પાર્ટી માં રિમા ને બોલાવી કે નહીં એ પછી નક્કી કરીશું. હાલ તું તારું કામ કર અને મને મારુ કરવા દે." માહિરે લેપટોપ ખોલ્યું , કાન માં હેડફોન લગાવ્યા અને મુવી જોવા લાગ્યો. અને અભી અસાઈમેન્ટ લખવા લાગ્યો.


**
રાત પડી , રિમાના ઘરે એના માસી આવ્યા હતા એટલે મોડી રાત સુધી બધા વાતો કરતા રહ્યા અને ત્યારબાદ આખા દિવસના થાક ને કારણે એ સુઈ ગઈ. આ તરફ માહિર રિમા ના ઓનલાઈન આવવા ની રાહ જોવા લાગ્યો. પાંચ મિનિટ ના અંતરાલ વચ્ચે 6 વખત વ્યોટ્સએપ પર લાસ્ટસીન જોતો હતો. અને અંતે એ પણ થાકી અને સુઈ ગયો. વિકેન્ડ ને કારણે હવે બે દિવસ સુધી રિમા અને માહિર ના મળવા ના કોઈ ચાન્સીસ નહતા. અને એ વાત નું રિયલાઝેશન રિમા ને શનિવાર ની સવારે થયું. એલાર્મ વાગતા ઉઠી તો ગઈ પણ જ્યારે દિયા એ કહ્યું કે "દીદી સુઈ જાઓ શનિવાર છે."
એ સમયે રિમા ના મગજ માં પહેલો વિચાર માહિર વિશે આવ્યો. પહેલું કામ રિમા એ માહિર ને "ગુડ મોર્નિંગ "
નો મેસેજ મોકલવા નું કર્યું.

માહિર નું વ્હોટ્સએપ પર લાસ્ટ સીન ત્રણ વાગ્યા નું હતું.  મતલબ કે એ પણ સૂરજ માથે ચઢ્યા બાદ જ ઉઠવા નો હતો  અને રિમા પણ ઉગતા સૂરજ ના દર્શન કરી એને હાઉકલી કરી અને પાછી આંખો મીંચી ને સુઈ પડી.

અને બે કલાક બાદ જ્યારે મમ્મી એ તેને જગાવવા ની કોશિશ કરી ત્યારે વિકેન્ડના આરામ કરવો છે એમ કહી ફરી સુઈ ગઈ. પણ ત્યાંજ માસી બોલ્યા "શીતલ બધા ભલે સૂતા આપણે પહેલા શિવમંદિરે દર્શન કરી આવીએ." એ સાંભળતા જ રિમા સફાળી બેઠી થઈ ગઈ. ત્યારબાદ આળસ મરોડતા બોલી ,"મારી નીંદર પણ ઉડી ગઈ , ક્યાં જાઓ છો ? ચાલો હું પણ આવું."

જે શિવમંદિરે માહિર સાથે પહેલી મુલાકાત થઈ હતી , એ જ શિવમંદિરે આજે માહિર સાથે ફરી મુલાકાત થઈ એ આશ સાથે ત્યાં જવા તૈયાર થઈ ગઈ. પહેલા તો માહિર ને મેસેજ કરી જાણ કરવાનું વિચાર્યું ત્યારબાદ થયું કે "ચાલો આજે ફરી ટ્રાય કરી જોઈએ કે શું સાચે આપણી વચ્ચે કાંઈ કનેક્શન છે કે નહીં ? 
અગર કિસી ચીઝ કો સચ્ચે દિલ સે ચાહો તો પુરી કાયનાત ઉસે તુમસે મિલાને કી સાઝિશ મેં લગ જાતી હૈ, અને હું સાચા દિલ થી ઈચ્છું છું કે આજે મારી મુલાકાત માહિર સાથે જરૂર થી થાય." શાહરુખ ખાનની જેમ અરીસા સામે હાથ પસારતા રિમા બોલી.

"અમે જઈએ છીએ રિમા. તું બાથરૂમ માં હજુ અડધો કલાક રહેજે." દરવાજા ની બીજી સાઈડ થી મમ્મી નો અવાજ આવ્યો.
રિમા ફટાફટ તૈયાર થઈ અને બહાર પહોંચી. અને ત્રણેય મંદિર તરફ નીકળી પડ્યા.

શિવમંદિરે પહોંચ્યા બાદ રિમા ની નજર આજે ભોલેના દર્શન કરવા ને બદલે માહિર નો ચહેરો જોવા મથતી હતી. મંદિર ની સીડીઓ ચઢતા ત્યાંથી નીકળતા દરેક લોકો સામે તાકી તાકી ને રિમા જોતી હતી. હાથ જોડી ભોલેનાથ સામે ઉભી તો રહી પણ આંખો ખોલી ત્યાં આવતા દરેક ભક્ત ના ચહેરા રિમા જોતી હતી. અંતે માસી બોલ્યા , "રિમા ભગવાન સામે છે ,આંખો બંધ કરીને તારી ઈચ્છા એમને સંભળાવી દે, એ જરૂર થી પૂરી કરશે." 

માસી ક્યા ટોન્ટ માં બોલ્યા એ રિમાએ વિચારવા ને બદલે તુરંત આંખો બંધ કરી ભોલે સામે હાથ જોડી પ્રાર્થના કરવા લાગી. અને અંતે પ્રસાદ લઈ મંદિરના ખુલ્લા પટ્ટ પર પહોંચ્યા અને ભોલેના પ્રસાદ સ્વરૂપે માહિર સાક્ષાત રિમા ની સામે પ્રગટ થઈ ગયો.

"તું અહીંયા ?" રિમા બાવરી બનતા બોલી. 
"હા , તારી રાહ જોતો હતો." માહિર ના ચહેરા પર ચમક દેખાતી હતી.
'હું પણ તને મળવા જ અહીંયા આવી હતી માહિર.' રિમા મન માં બોલી , પણ થોડે દુર ઉભેલ મમ્મી અને માસી સામે ઉભેલ જોઈ એ થોડી શાંત પડી , અને માહિરને મમ્મી સામે ઇન્ટ્રોડ્યુસ કરાવ્યો.

બધા વચ્ચે થોડી વાત-ચીત થઈ અને ત્યાર બાદ માહિર રજા લઈ ચાલતો થઈ પડ્યો. રિમા એકીટશે તેને જતા જોઈ રહી હતી ,અને મન માં બોલી રહી હતી કે ,"અગર વો મુજે પસંદ કરતાં હૈ તો પલટ કે જરૂર દેખેગા , પલટ ...પલટ.... પલટ...."

અને માહિરે પાછું વળી રિમા સામે જોયું. સાથે જ એક કાતિલ સ્માઇલ આપી અને ફરી પીઠ દેખાડતો ચાલવા લાગ્યો.
રિમાબહાર થી શાંત ઉભી હતી પણ તેની અંતર આત્મા હાલ "પહેલા પહેલા પ્યાર " સોન્ગ પર રેડ હાર્ટ શેપ વાળો બલૂન હાથ માં પકડી અને ડાન્સ કરી રહી હતી.

****